Get The App

કોઈપણ ઉંમરે ગમે છે હીંચકો .

Updated: Dec 11th, 2023

GS TEAM


Google News
Google News
કોઈપણ ઉંમરે ગમે છે હીંચકો                                         . 1 - image


બાગ-બગીચામાંથી હવે હીંચકો ઘરનો એક બાગ બની ગયો છે. એક નાનકડી બાલ્કનીથી લઈને લિવિંગરૂમ કે હોલ સુધીમાં હીંચકાએ પોતાની જગ્યા બનાવી દીધી છે. સવારની ચાની સાથે શરૂ થતાં ધીમાધીમા હિલોળાની સફરને વડીલોથી લઈને બાળકો સુધીના બધા જ એન્જોય કરે છે. એટલે આજકાલ બધા પોતાના ઘરમાં જગ્યા પ્રમાણે હીંચકો લગાવવાનું પસંદ કરે છે. ડ્રોઈંગરૂમમાં સોફા કમ બેડ રાખવાનો ટ્રેન્ડ વધી ગયો છે. વુડન હીંચકા, જ્યાં ડ્રોઈંગરૂમને ટ્રેડિશનલ ટચ આપે છે, ત્યાં જ ઘણા આરામદાયક પણ હોય છે. ધીમે ધીમે તેના પર હીંચકવું આખા દિવસના થાકને દૂર કરી દે છે. વુડન હીંચકામાં વુડની વેરાઈટી મુજબ ઘણા ઓપ્શન મળી જાય છે. સાધારણ લાકડાથી લઈને ટી, સાગ, રોઝવુડ, સીસમ, ચીડ કોઈપણ લાકડામાંથી હીંચકા બનાવડાવી શકાય છે અને મનગમતી ડિઝાઈન અને નકશીકામ કે પોલિશથી એને મનગમતો કલર અને ચમક આપી શકાય છે. સોફા કમ હીંચકા પર હેવી લુકના કુશન અને મોટા તકિયા મૂકીને રોયલ ટચ આપી શકાય છે. ફ્લોરલ પ્રિન્ટ્સની ગાદીઓ, જાળીવાળી બેક અને હેવી મટીરિયલ અને ડાર્ક કલરની સાથે પણ રૂમના ડેકોરેશનને અલગ લુક આપી શકાય છે.

બાલ્કની અને નાના રૂમમાં કેનના બનેલા સિંગલ સીટવાળા હીંચકા લગાવી શકાય છે. તે નાની જગ્યામાં સરળતાથી લાગી જાય છે અને તેની દેખભાળ પણ સરળ હોય છે. તેના પર નાના કુશન અને ગાદીઓ મૂકીને તેને સજાવી શકાય છે.

વડીલો-વૃદ્ધો માટે સ્વિંગ ખુરશી શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. તેને સુવિધાનુસાર ક્યાંય પણ રાખી શકાય છે.

બાળકોના રૂમની વાત કરીએ તો એમના રૂમની જગ્યા પ્રમાણે હીંચકાની પસંદગી કરી શકાય છે. દોરી પર લટકતા હીંચકા અને સ્ટેન્ડવાળા હીંચકા, જે પ્લાસ્ટિકના બનેલા હોય છે, બાળકો માટે સેફ હોય છે. ટેરેસ અને ગાર્ડન માટે લોખંડના બનેલા હીંચકા યોગ્ય રહે છે, કારણ કે તડકો અને વરસાદના કારણે વુડન હીંચકા ખરાબ થઈ શકે છે. ટેરેસ અને ગાર્ડનમાં લોખંડના બનેલા જુદીજુદી ડિઝાઈનોના હીંચકાથી તમે કુદરતના સાનિધ્યનો આનંદ માણી શકો છો. આ ઉપરાંત ગાર્ડનમાં નાયલોનની પાતળીપાતળી દોરીઓમાંથી બનેલા નેટના હીંચકાનો પણ ઉપયોગ કરી શકાય છે. તમારી જરૂર મુજબ તમે એને લગાવી અને હટાવી શકો છો.

ઈન્ટીરિયરને ધ્યાનમાં રાખીને લગાવવામાં આવેલા હીંચકા વાર-તહેવારોની સાથે બાળકોની રમતોને એક નવો અંદાજ અને વડીલોને થોડી શાંતિ પણ આપે છે.

Tags :