Get The App

યુવાનો સામે ચાલીને નશાખોરીમાં જુવાની બગાડે દે

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
યુવાનો સામે ચાલીને નશાખોરીમાં જુવાની બગાડે દે 1 - image

- છોકરીઓના નશો કરવા પાછળ 3 કારણને જવાબદાર માને છે - મિત્રોની અસર, પોતાનાથી મોટાની નકલ અને ભૂખને દબાવવી. યુવતીઓમાં નશાની સતત વધતી પ્રવૃત્તિ નુકસાનકારક છે જ, સાથે નશીલા પદાર્થોનું સેવન તો તેનાથી વધારે ઘાતક છે.

યુવા પેઢી પર નશીલા પદાર્થની પકડ સતત મજબૂત બની રહી છે. હવે તો યુવતીઓમાં પણ ડ્રગ્સ સ્ટેટસ સિમ્બોલ બનવાના કારણે તે બદી દૂર થઈ રહી નથી. સ્કૂલકોલેજ પણ નશાથી દૂર રહ્યા નથી.

નશાકારક પદાર્થને સામાન્ય રીતે ૪ ભાગમાં વહેંચવામાં આવે છે - અફીણ તથા અફીણમાંથી બનેલ મોફન, કોડીન, હેરોઈન તથા બ્રાઉન શુગર, ગાંજો તથા ગાંજામાંથી બનેલ ચરસ અને હશીશ, કોકેન, સેન્કોટિક ડ્રગ્સ જેમ કે એલએસડી, મેંડ્રોક્સ તથા પીસીપી. આ બધા જ ડ્રગ્સ ખૂબ જ ભયજનક છે. નાનાં નગર અને ગામડામાં ચરસગાંજાએ પ્રવેશ કર્યો છે, જ્યારે મોટા નગરોમાં હેરોઈન તથા બ્રાઉન શુગરે પોતાના મૂળ મજબૂત કર્યા છે. મુંબઈમાં તેનું સેવન કરનારમાં ૧૪ થી ૨૫ વર્ષના યુવકયુવતીની સંખ્યા વધારે છે. યુવકયુવતીઓમાં નશાખોરીનું કારણ તેમનું કોઈ ને કોઈ સમસ્યાથી ગ્રસ્ત હોવું છે. આથક મુશ્કેલી, નોકરીની શોધ, પ્રેમમાં નિષ્ફળતા, મનોવાંછિત સફળતા ન મળવી, પરીક્ષામાં નાપાસ થવું, સુખશાંતિ ન મળવા, પરિવારમાં ઈગ્નોર ફીલ કરવું, કામમાં મન ન લાગવું જેવા ઘણા બધા કારણ છે, જેનાથી બચવા માટે તેમને નશાનું સેવન જ સરળ અને એકમાત્ર ઉપાય નજરે પડે છે, જ્યારે હકીકત એ છે કે નશો એ કોઈ સમસ્યાનું સમાધાન નથી.

પશ્ચિમી સભ્યતા તેમજ આધુનિક વિચાર અપનાવનાર ઘણા બધા પરિવારની છોકરીઓ સ્કૂલ-કોલેજના સમયથી જ નશાકારક પદાર્થોનું સેવન કરવા લાગે છે, શરૂમાં તો તેઓ ચોરીછૂપી પોતાનો આ શોખ પૂરો કરે છે, પરંતુ પછી આ શોખ લાજશરમની બધી જ સીમાને ઓળંગી જાય છે. નશાને આધુનિકતાનો પર્યાય અને નવી પેઢીની ઓળખ સમજનાર છોકરીઓ ફેશન, પારિવારિક પરિસ્થિતિ, ગૂંગળામણ, લઘુતાગ્રંથિ, તાણથી મુક્તિ મેળવવા માટે તેને અપનાવતી હોય છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ છોકરીઓના નશો કરવા પાછળ ૩ કારણને જવાબદાર માને છે - મિત્રોની અસર, પોતાનાથી મોટાની નકલ અને ભૂખને દબાવવી. યુવતીઓમાં નશાની સતત વધતી પ્રવૃત્તિ નુકસાનકારક છે જ, સાથે નશીલા પદાર્થોનું સેવન તો તેનાથી વધારે ઘાતક છે. એવી છોકરીઓને પોતાના ભવિષ્યની ચિંતા હોતી નથી. નશાના સાગરમાં ડૂબેલી આ છોકરીઓના શરીર તેમની વાસ્તવિકતા સુંદરતા તો ગુમાવે જ છે, સાથે નશાકારક પદાર્થોનું સેવન કરવાના કારણે ગર્ભમાં ઊછરતા શિશુ પર પણ તેની ખરાબ અસર થાય છે. સિગારેટ તથા માદક દ્રવ્યોના ઉપયોગથી ગર્ભાશયની માંસપેશીઓ નબળી પડવાના કારણે ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડે છે, જ્યારે બીજી તરફ તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. 

શરીરમાં વધારે નશાકારકતા લોહીના પરિભ્રમણ તથા વિક્ષિપ્તતાને જન્મ આપે છે, જેના કારણે આંખના મોતિયાની ફરિયાદ અંધત્વમાં બદલાઈ જાય છે. મહિલાની કાર્યક્ષમતા ઘટે છે. માદક પદાર્થોના સેવનથી દાંપત્યજીવનમાં પણ તિરાડ પડે છે. પતિ, સાસુસસરા તથા બાળકો વગેરે સાથેની કડવાશ ઘરપરિવારને નરક બનાવે છે. દક્ષતા પ્રભાવિત થવાથી કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓ ઓફિસ તેમજ સંસ્થામાં હાંસી અને ક્રોધનું પાત્ર બને છે. સરકારે સામાન્ય લોકોના સ્વાસ્થ્યને મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય કર્તવ્યોમાં સામેલ કરતા બંધારણની કલમ ૪૭ અનુસાર ચિકિત્સકીય પ્રયોગ ઉપરાંત સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા નશાકારક પદાર્થો તથા વસ્તુઓના ઉપયોગને પ્રતિબંધિત કરવા વર્ષ ૧૯૮૫માં નશાકારક દવાઓ અને મનોવિકારી પદાર્થ કાયદો - એનડીપીએલ એક્સ બનાવ્યો છે. આ કાયદો અમલી બનવા સાથે જ માદક પદાર્થનું સેવન કરનારાની ઓળખ, સારવાર, શિક્ષણ, બીમારી પછી તેમની સારસંભાળ, પુનર્વસન તેમજ સમાજની પુન:સ્થાપના માટે પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ સમાજમાં નશાખોરોની વધતી સંખ્યા તેની પર પાણી ફેરવે છે.

તેને અટકાવવા ફિલ્મો તેમજ સીરિયલમાં દર્શાવાતા સિગારેટ, દારૂ અને નશાકારક વસ્તુઓના સેવનના બિનજરૂરી દૃશ્યના ચિત્રણ- પ્રદર્શન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાવો જોઈએ. ટીનેજર્સ યુવતીઓ સમાજની અમૂલ્ય ધરોહર છે. ઘરપરિવાર અને સમાજને આદર્શરૂપ આપવામાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેમનું શિક્ષિત, પ્રશિક્ષિત તેમજ આદર્શવાન હોવું ખૂબ જ જરૂરી છે. તેથી ટેલિવિઝન પર દર્શાવાતી સીરિયલ અને ફિલ્મોમાં તેમનું આદર્શ ચિત્રણ અને પ્રસ્તૃતીકરણ પણ જરૂરી છે.