Get The App

મજુરી - મજબૂરી .

Updated: Jul 10th, 2023

GS TEAM

Google News
Google News
મજુરી - મજબૂરી                                                                               . 1 - image

સંકલનઃ પ્રતિભા ઠક્કર

પતરાની ઝૂપડી માંથી નીકળતા મંજૂળીએ હાથમાંની રોટલાની ટોપલી છાપરા પર મૂકી, અને એઠું પાણી રોડ પર રાખવા ગઈ કે ત્યાંથી પસાર થઈ રહી સ્કૂટી પર પડયું. મંજૂળી તો ડરની મારી ઝટ અંદર ઘૂસી ગઈ, પણ સ્કુટી વાળીએ બૂમાબૂમ કરી આખું ટોળું ભેગું કરી લીધું.

'આંધણી, અભણ તને આવડી મોટી સ્કુટી ન દેખાઇ. આ રોડ શું તારા બાપે બનાવેલો છે? તે તારું એઠું પાણી રોડ પર નાખે છે!!! તમારા જેવાને તો ગામડું જ શોભે, આ શહેરના સપના છોડી ગામભેગા થઈ જાવ.'

આજુબાજુના ટોળે વળેલા લોકો એ પણ સ્કુટી વાળી બેન ની વાત માં હામી ભરી.

એટલે મંજૂરી નો ડર ગસ્સો બની ફૂટયો.' હું અભણ છું, પણ આંધળી નથી. ને બેન તારા પર પાણી પડયું હોય તો કપડાં ધોેઈ આપુ, પણ આ નજીવી સ્કુટી માટે તું આટલું બધુંું બોલી ગઈ. અને શું કીધું આ રોડ તારા બાપે બનાવ્યો છે? તો હા, રોડ મારા બાપે જ બનાવ્યો છે અને આ રોડમાં ને રોડમાં  અણે જીવ પણ ગુમાવ્યો છે.'

'અને મારા બાપે જ નહીં મારા આખાય પરિવારે આ રોડમાં ખૂન પસીનો રેડયો છે. બાકી તમે જે બંગલામાં રહો છોને એમ પણ મારા જ લોકોએ બનાવ્યો છે એટલું યાદ રાખજો.'

આટલું બોલી હાથમાં પાવડોને તગારું લઇ મંજુળી કામે ચાલી. ને સ્કૂટીવાળી બેન પણ નીચી નજરે સ્કૂટી લાઇ ચાલતી પકડી.

**********

મંજુળી કુંવારી હતી ત્યાંરથી તેના માતા-પિતા સાથે પરિવાર સહ મજુરી કરવા માટે શહેરમાં આવેલી,દેખાવે શ્યામ વર્ણી પણ દેખાવાળી મંજુળી ને શહેરથી નફરત હતી. આથી એ ક્યારેક તેના બાપ ને પૂછતી કે ' હે બાપુ આપણે ગામ કેમ છોડયું, આ શહેર તો મને ઝેર લગે છે.' 

'છોરી ગામમાં રહેવાનું એક જ કારણ હતું, આપણી ઝૂપડીને આપણા ખેતરો, પણ તારી યાડીના બારમામાં ગામ જમાડવાને પૈસાની પાઇ પણ નહોતી એટલે ગીરવે મૂક્યું હતું પણ છોડાવવાનું આપણું ગાજુ નથી.  જીવ ચલાવવા શહેર તરફ આવવું પડયું. બાકી આ ધુુમાળિયન (પ્રદુષિત) નગરી તો મને પણ ઝેર લાગે છે.' તેના બાપુનો જવાબ સંભાળી એ વિચારે ચઢી જતી.

શહેરમાં આવેલી મંજુળી ને તેના પરિવાર પાસે બાંધકામ મજૂરી  કરવા સિવાય કોઈ રસ્તો નહતો. દહાડે મજુરી કરી મંજુળી પોતાના બાપને ઘર ચલાવવામાં મદદ કરતી હતી. 

થોડી જુવાન થઈ કે મા- બાપ મૃત્યુ પામ્યા ને એક અનાથ છોકરા સાથે એના લગ્ન કરાવી ગયા. 

મંજુળીનું પણ કોઈ નહીને એના પતિનું પણ કોઈ નહતું. પરંતુ હાલ તો એના ઘરવાળાને માથે સળિયો વાગ્યોને દવાખાને દાખલ છે.એના ખર્ચની ચિંતા તેને કોરી ખાતી હતી. કેમ કે એકમેક ના સહારે જીવનારા લોકો એકબીજા સિવાય પોતાનું દુઃખ કોને જણાવે.

 ગુસ્સે ભરાયેલી મંજુળી કામે પહોંચીને  ત્યાં તો એના માથે આભ ફાટયું. ખબર મળી કે પતિની પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું. બિચારી મંજુળીનો એક જ તો સહારો હતો એમાં  પણ ભગવાનને મોભ છીનવી લીધોે.

ગામથી દુરને શહેરથી પરેશાન મંજુળીએ સાથી મજૂરો સાથે મળી પતિના અંતિમ સંસ્કાર કર્યા. 

બે-ત્રણ દિવસ પછી શોકમાંથી બહાર આવીને વિચારકાર્યોે કે શહેરમાં હવે કોઈ સહારો નથી રહ્યો, તો ગામ ભણી પાછા વળવું છે.  મજૂરીનાં અત્યાર સુધીના તેના અને પતિના પૈસાથી ગામની ગીરવે મુકેલી જમીન છોડાવી શાંતિ ભર્યું જીવન વિતાવીશ. આમ વિચારી સાંજનાં સમયે થોડું ધૂંધળા અંધારે પહોંચી કોન્ટ્રાકટર પાસે. 

' સાહેબ કોઈ સહારો, તો રહ્યો નથી અને હવેતો આ આખું શહેર કરડવા દોડે છે.  એટલે અમારા પૈસાનો હિસાબ કરી આપો તો હું આ શહેરી મોહમાયાથી મુક્ત થાવ,ને ગામમાં જઈ બાપુની ગીરવે મુકેલી જમીન છોડવી ખેડીને જીવીશ.'

'અરેરે અહીંયા શુ તારો સહારો તારો ઘરવાળો એકલો જ થોડો હતો જે તારા પર નજર રાખતો હતો ને સાચવાતો હતો. અમારા બધાની જ નજરે ચડેલી છે તું.' કોન્ટ્રાકટર મંજુળીને ઝાટકો લાગ્યો એ તરત બોલી ઉઠી' આ શું બોલો છો સાહેબ તમે તો અમારા ભગવાન સમાન છો. તમારો હાથ આશીર્વાદ અપતો જ સારો લાગે આમ આડું અવળું ના બોલો.'

કોન્ટ્રાકટર 'ઠીક છે, તારો હિસાબ માત્ર ૫૦૦૦૦ નો જ થયેલો છે. એ ઉઠાવને ચાલતી પકડ.' 

આ સાંભળી મંજુળીને ગુસ્સો આવ્યો. 'સાહેબ શા માટે અન્યાય કરો છો. ગરીબના પેટે લાતમારી ૧૦-૧૫ પૈસા કમાશો તો કાઈ કામ નહીં લાગે.મારો હિસાબ ૧૫૦૦૦૦નો છે. અભણ છું, પણ હિસાબે પાકી છું.'

પણ કોન્ટ્રાક્ટર એકનો બે ન થયો.ને પોતાના મનની ઈચ્છા પૂરી કરવામાટે એણે કહ્યું, 'જો મંજુળી પૈસા જોઈતા હોય તો મને ખુશ કર નહીં તો આ પૈસા લઈને ચાલતી પકડ.'

કોન્ટ્રાક્ટર પાસે ગઇ હતી,  જે એનો અંતિમ સહારો હતો. એણે પણ આવી નીચ વાત કરી એટલે એ ત્યાંથી ભાગી નીકળી. અને ચોપડીમાં ગઈ અને અંદરથી દરવાજે બીજા પણ મજબૂત અડેલા મૂકી અને આખી રાત ચિંતા અને ડર માં વિતાવી.

બીજા દિવસે એ કામે નથી ગઈ અને બહાર તડકો ખાતી કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા કેવી રીતે કઢાવવું એ વિશે વિચારવા લાગી.

ને ત્યાંથી તે દિવસે એઠું પાણી જે સ્કુટી પર પડેલું એ બેન ત્યાંથી પસાર થઈ. મંજુળી ને ચિંતામાં જોઈ એટલે એણે સ્કૂટી ઉભી રાખી અને મંજૂળી પાસે આવી.

' બેન તે દિવસે તારી સાથે જે મેં કર્યું એ ખોટું કર્યું હતું, પણ તમારા જેવા લોકોના લોહી-પરસેવાથી અમારા કાન્ક્રીટના ઘરો ઊભા થયા છે એ વાતે મને અંદરથી ઝંઝોડી નાખી છે. અને ઘરમાં ઘુસતાં અને રસ્તા પર ચાલતા તારી વાતો મને હંમેશા પરેશાન કરી શકે છે, આથી આજે હું તારી સામે માફી માગવા માટે ઊભી છું તો મને માફ કરી દે અને જો હું તને કોઈ રીતે મદદ કરી શકતી હોય તો મને કે' 'બેન તમને હું શું માફી આપું હું એક અભણ અને લાચાર ી છું. મારા પતિનું પણ અવસાન થયું છે. અને આ સંસારમાં એવું કોઈ છે જ નથી જે મારી મદદ કરે.' મંજુળીએ પોતાનું દુઃખ કહેતા ગળગળા અવાજે કહ્યું.

એટલે સ્કુટી વાળી બેને કહ્યું,'મારું નામ સવિતા છે. અને મારા પતિ પણ તમારા જેવા લોકોને બાંધકામમાં મજૂરીએ રાખી તેઓનું ભારણ પોષણ કરે છે. આથી હું તને કદાચ મદદ કરી શકું.'

આ સાંભળી મંજુળીને એક આશરો ભરાયો તેણે રાતની બધી ઘટના કહી સંભળાવી.

ઘટના સાંભળી સવિતા બેનનાં રોમટા ઉભા થઈ ગયા કહ્યું,' આપણે પોલીસને જાણ કરીએ.'

એટલે તરત મંજૂરી એ જવાબ આપ્યો 'ના-ના- પોલીસના ચક્કરમાં અમે નાના માણસો ફસાઈ જઈએ. અને મારે કોન્ટ્રાક્ટર પાસેથી ૧૫૦૦૦૦ કઢાવવાના છે બેન.'

 એટલે સવિતાબેન એ કહ્યું,' તું ચિંતા ન કર હું સાંજે મહિલાઓના માટે કામ કરતી એક સંસ્થાને લઈ ને આવું એ આપણી મદદ કરશે.' 

 આટલું કહી સવિતાબેન જતા રહ્યાં. 

 થોડીવારે સામેથી કોન્ટ્રાક્ટર અને એનો એક બીજો દોસ્ત સાથે ઝુપડી તરફ આવતા દેખાયા. ડરની મારી મંજૂળી ઝૂપડું ઝટ બંધકરવા ગઈ કે પેલા બે નરાધમો અંદર આવી ગયા અને મંજુળી સાથે જબરજસ્તી કરવા લાગ્યા. 

ને ભગવાનની કૃપાથી મંજળી ના હાથમાં એક કાંચની બોટલ આવી ગઈ અને એણે જોરથી  કોન્ટ્રાક્ટરના માથામાં મારી અને કોન્ટ્રાક્ટર ઢળી પડયો ને જમીન પર પડેલા એક ધારદાર પતરું એના માથામાં વગ્યુંને લોહી વહેવા લાગ્યું. સથી દોસ્ત ત્યાંથી બુમો પડતો પડતો દોડયો. ' આ બેન પાગલ થઈ ગઇ છે. સાહેબને એણે મારી નાંખ્યો.'

ટોળું ભેગું થયું ને પોલીસ ફરિયાદ થઈ. તાપસ થઈને સાંજે જ સવિતાબેન ત્યાં પહોંચે એ પહેલાં પોલીસ મંજુળી ને પકડી ગઈ ને જેલમાં પુરી દીધી. અને FIR થઈ કે પતિના મૃત્યુથી આઘાતમાં પાગલ થયેલી ીએ,  પૈસા આપવા ગયેલ કોન્ટ્રાક્ટરને મોતને ઘાટ ઉતર્યોે.

સવિતા બેન આવી ને પૂછપરછ કરીને પોલિસ સ્ટેશન પહોંચ્યા. ત્યાં સુધીમાં મંજુળીને મેન્ટલ હોસ્પિટલ ખસેડી દેવામાં આવી હતી. અને સવિતાબેન કંઈ કરે એ પહેલા રાતોરાત જ મંજૂળીને શોક આપી મારી દેવાની કવાયત હાથ ધરવામાં આવી.

એક બાજુ સવિતા બેનને પણ પોલીસ સ્ટેશનમાં એક શોક મળ્યો. પોલીસ સ્ટેશનમાં એનો પતિ પણ હાજર હતો અને એમના હાથમાં મંજુળી ની FIR કોપી હતી. સવિતાબેને પૂછયું, 'તમે અહીંયા શું કરો છો?' 

એટલે જવાબ મળ્યો,'મારા દોસ્તને એક પાગલ મહિલાએ મારી નાખ્યો એની જ FIR કરવા માટે આવ્યો હતો.' 

એટલે સવિતા સમજી ગઈ. એને તરત જ પોલીસ ઇન્સ્પેકટરને મળીને બધી હકીહત પોલિસને જણાવી ખુદે જ પોતાના પતિ  વિરુદ્ધ FIR કરીને જેલ ભેગો કર્યોે. 

મંજુળીને મેન્ટલ હોસ્પિટલમાંથી છોડાવવાની બહુ કોશિશ કરી પણ રાત વીતી જતા નિર્દોેષ મંજુળી એનો ભોગ બની. એનો કોઈ સહારો હતો નહીં એટલે સવિતાબેને એમની જવાબદારી લીધી.

એની ગામની જમીન પણ છોડવાવમાં સવિતા બેને મદદ કરી. આજે ગામમાં આવી તો છે. પણ સંઘર્ષ હાજી ચાલુ જ છે. એ ફરી મજૂરીએ લાગી ગઈ.

લેખકઃ સેજલ રાઠવા