Get The App

આખું વર્ષ તમારી સુંદરતાને રાખશે બરકરાર, જાણો તમારું પર્સનલ બ્યુટી કેલેન્ડર

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
આખું વર્ષ તમારી સુંદરતાને રાખશે બરકરાર, જાણો તમારું પર્સનલ બ્યુટી કેલેન્ડર 1 - image

પ્રત્યેક મહિને, મોસમમાં થોડું ઘણું  પરિવર્તન જરૂર આવે છે.  આ સ્થિતિમાં લુકને  પરફેક્ટ રાખવો પણ એક પડકાર છે.

પ્રસ્તુત છે, મહિના-વાર બ્યૂટિ કેલેન્ડર, જે તમારા લુુકને વર્ષ દરમિયાન સુંદર બનાવી રાખશે : 

જાન્યુઆરી થી માર્ચ  : 

  રંગના તહેવારની મજા તમારી સ્કિનને પણ આપવા માટે નેચરલ કલરનો ઉપયોગ કરો. તે સિવાય સ્કિનને ઓઈલ અને મેકઅપના કોટથી પ્રોટેક્ટ કરો. તેનાથી સ્કિન પર કલરની પકડ હળવી રહેશે અને નહાતી વખતે રંગ ખૂબ જ સરળતાથી નીકળી જશે.  ખૂબ  સનસ્ક્રીન લોશનના કોટથી  કવર કરો.

એપ્રિલ : 

 સ્લીવલેસ આઉટફીટની સાથે સ્વયંન કમ્ફર્ટેબલ  ફીલ કરાવવા  માટે તમે પલ્સડ લાઈટ ટ્રીટમેન્ટ કરાવી શકો છો. જે શરીરના અનિચ્છિત  વાલને હંમેશા માટે દૂર કરવાની સરળ અને  અસરકારક ટેક્નિક  છે. તેતી તેમને વારંવાર વેક્સ કરાવવાની  ઝંઝટથી  છૂટકારો મળશે.  એપ્રિલ બળબળતા  તડકાનો મહિનો છે.  તેથી તમારા  બોડીને સુરક્ષાની  છત્રી એટલે કે સનસ્ક્રીન લોસનના કોટતી કવર કરો. 

મે  :  

ચીપચીપ ગરમીની આ મોસમમાં તમારા ચહેરાની સુંદરતા વધારવા માટે  પેસ્ટલ કલર્સનો ઉપયોગ  કરો. જો  લાંબા સમયથી શોર્ટ હેરની ઈચ્છા દિલના કોઈ ખૂણે ધરબાયેલી છે તો આ મહિને તમારી આ ઈચ્છાને શોખથી પૂરી કરી શકો છો. 

જૂન : 

 વેકેશનના સમયે પૂરો  સમય મેકઅપમાં  ન પસાર કરો. આ માટે પરમેનન્ટ મેકઅપની ટેક્નિક અપનાવો. આંખને સુંદર બનાવવા  માટે પરમેનન્ટ  આઈબ્રોઝ,  પરમેનન્ટ  આઇલાઇનર  અને પરમેનન્ટ કાજલ છે, તો હોઠને સેક્સી લુક આપવા માટે ત્રિપલાઈનર અને લિપસ્ટિક,  લ્યુકોડમાં  અને પેચિઝને છુપાવવા માટે  પરમેનન્ટ  કલરિંગના  ઓપ્શન  પણ   ઉપલબ્ધ છે, તે સિવાય  પણ સેમીપરમેનન્ટ સોલ્યુશન જેમ કે નેલ એક્સટેન્શન અને નેલ આર્ટ જેવી ટેનિક ઉપલબ્ધ છે. ખા મેકઅપ અપનાવીને તમે ટ્રિપ પર તમારો કિંમતી  સમય બચાવી શકો છો.

જુલાઈ : 

  આ કોલેજ ટાઈમ હોય છે, જ્યારે સ્કૂલના પાસઆઉટ સ્ટુડન્ટ્સ કોલેજની હવાને અનુભવ  કરવાનું શરૂ કરે છે.  આ  ફેઝમાં સ્ટાઈલિશ દેખાવા માટે સ્ટ્રીક્સ કલર કરાવી શકો છો કે પછી પરમેનન્ટ સ્ટાઈલિંગ  જેમ કે સ્ટ્રેટનિંગ કે કલિંગ  કરાવી શકો છો. ગલિશ લુક માટે કલરફુલ લાઈનરનો ઉપયોગ કરી શકો છો.

ઓગસ્ટ : 

   ભીંજાયેલી મોસમમાં હંમેશાં ફેશ અનુભવવા માટે સવાર  અને સાંજ એરોમેટિક સ્નાન કરી શકો છો.  વરસાદમાં ભીંજાયા પછી વાળને એમ જ ન રાખો, પરંતુ વાળને કોઈ સારા

શેમ્પૂથી વોશ કરો, જેથી ચીપચીપ ન થાય અને ડેન્ડ્રફનો પણ ડર ન રહે. દિવસમાં કમ  સે કમ ૨-૩ વાર ફેસને સ્કિન ટોનરથી  સાફ કરો, જેથી સ્કિનમાં ઓઈલ ઓછું થશે અને ચહેરા પર કેશ તેણે  ગહેરા  દેખાય.

સપ્ટેમ્બર : 

  દુલ્હન બનનારી યુવતીઓ  આ  મહિના સુધી કોઇ પણ ગાગ બ્યુટિ ક્લિનિકમાંથી પ્રીબ્રાઇડલ ટ્રીટમેન્ટ શરૂ કરી શકે છે. 

ઓક્ટોબર :

 દીપથી  સજ્જ આ તહેવારમાં  એક્ટ્રિટવ દેખાવા માટે  ટ્રેડિશનલ લુક અપનાવી શકો છો.  તે સિવાય કાર્ડ પાર્ટીમાં સેન્ડર ઓફ અટ્રેક્શન  બનવા માટે આંખ પર  સ્મોકી મેકઅપ અને નેલ્સ પર  ૩-ડી નેલ આર્ટ  જરૂર કરાવો. 

 નવેમ્બર : 

  લગ્નની યાદોને  સુંદર રીતે  સજાવી રાખવા  માટે એરબ્રશ મેકઅપ પસંદ કરો. આ  ખૂબ જ  હળવું  અને હોય છ   તેનાથી  સ્કિન બિલકુલ ડાઘરહિત દેખાય છે. આ  ટેક્નિકમાં એ રગનથી  મેકઅપ  કરવામાં આવે છે. તે ઓટોમેટિકલી બ્લેન્ડ  થવાથી ચહેરા પર કોઈ નિશાન  નથી રહેતા. 

ડિસેમ્બર : 

 ક્રિસમસના સેલિબ્રેશનમાં  સામેલ થવા  માટે કંઈક કલરફુલ  અપનાવો.  તેની  સાથે  જ ચમકતી સ્કિન સાથે નવા વર્ષનું સ્વાગત  કરવા માટે બોડી પોલિશિંગ કામો .