For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જાણો વિવિધ તેલના ગુણ .

Updated: Sep 19th, 2022

Article Content Image

સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે સજાગ થયેલા  લોકો રોજિંદા આહારમાં તેલનું પ્રમાણ ઓછુ કરવાની સલાહ આપતાં હોય છે. પરંતુ  તેલમાં ચોક્કસ ગુણો પણ સમાયેલા છે જેનો ઉપયોગ આહાર તેમજ શરીર પર માલિશ કરવાથી થતો જોવા મળ્યો છે. 

અળસીનું તેલ

અળસીના તેલમાં વિટામિન ઇ સમાયેલું છે. જે કૃષ્ઠ રોગીઓ માટે લાભદાયી કહેવાય છે. આગથી બળી ગયેલી ત્વચા પર અળસીના તેલનું પૂમડું ફેરવવાથી બળતરા તેમજ દરદમાં રાહત થાય છે.અળસીના તેલમાં ઓમેગા ૩ ફેટી એસિડ સમાયેલું હોય છે. તેને સલાડમાં ઉમેરવામાં આવે છે. તેને વધુ પડતુ ંગરમ કરીને ઉપયોગમાં લેવામાં નથી આવતું.  

એરંડિયું

એરિંડિયાને કેસ્ટર ઓઇલ પણ કહેવામાં આવે છે. તેના સેવનથી હૃદય રોગ, જુનો તાવ, પેટના વાયુ સંબંધી રોગ, આફરો, પેટમાં વાયુનો ગોળો થવો, શૂળ, કબજિયાત અને કૃમિને દૂર કરે છે. તે ભૂખને વધારનાર અને યોવનને ટકાવી રાખનાર છે. શુદ્ધ એરિંડિયું પીવાથી તે જુલાબનું કામ કરે છે. તેમજ બેસનમાં ભેળવીને શરીર પર ઉબટનનું કામ કરીને વાન નિખારે છે. 

મગફળી અથવા તો સીંગતેલ

આ તેલનો સૌથી વધુ ઉપયોગ આહારમા ંકરવામાં આવે છે. તેમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ સમાયેલું હોય છે. તેના સેવનથી પ્રોટીન મળે છે. 

જૈતુનનું તેલ

જૈતુનનું તેલ ઓલિવ ઓઇલ તરીકે પણ ઓળખાય છે. શરીર પર તેનું માલિશ કરવાથી શરદી થઇ હોય તો દૂર કરે છે, સોજો દૂર કરે છે, લકવા અને ગઠિયા પર પણ રાહત આપે છે. તેમજ વાયુ રોગથી પણ રક્ષણ કરે છે. તેમાં સમાયેલા મોનોઅનસેચ્યુરેટેડ ફેટ, એન્ટી ઓક્સિડન્ટ ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે. તેના માલિશથી થાક દૂર થઇને આરામ આપે છે. 

કોપરેલ

કોપરેલમાં વિટામિન ઇ સમાયેલું હોય છે. આ તેલ ઠંડુ, મધુર, ભારી, પિત્ત નાસક તથા વાળને વધારનારું છે. આ તેલથી વાળમાં મસાજ કરવાથી  વાળ લાંબા, ઘાટ્ટા અને કાળા થાય છે. તેમજ રૂક્ષ વાળમાં ચિકાશ આવે છે. 

સરસવનું તેલ

સરસવના તેલમાં વિટામિન એ, બી તથા ઇ સમાયેલા છે. આ તેલની તાસીર ગરમ હોય છે. તેમાં મીઠું ભેળવીને દાંત પર ઘસવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે તેમજ પાયોરિયાની તકલીફ દૂર થાય છે તેમજ દાંત મજબૂત થાય છે. ઉપરાંત તેમાં કોલેસ્ટ્રોલના પ્રમાણને ઓછા કરવાનો ગુણ સમાયેલો છે. એટલું જ નહીં તેમાં લીનોલિક એસિડ સમાયેલું છે, ફેટી એસિડ હોવાથી વાળનો ગ્રોથ વધારવા માટે ઉત્તમ સાબિત થાય છે. તેમજ શરીરને કાર્યક્ષમતા વધારીને કમજોરીને દૂર કરે છે. 

સૂરજમુખીનું તેલ

આ તેલનો વધુ પ્રમાણમાં ઉપયોગ પંજાબ-હરિયાણા તથા કાશ્મીરમાં થતો જોવા મળ્યો છે. જોકે હવે મોટા શહેરોમાં પણ સૂરજમુખીના તેલનો વપરાશ વધી રહ્યો છે. આ તેલમાં પોલીઅનસેચ્યુરેટેડ ફેટની માત્રા વધુ હોય છે. તેમજ લિનોલેઇક એસિડ પણ વધુ પ્રમાણમાં સમાયેલું છે. આ તેલ ચીકાશ તેમજ સોડમ રહિત હોય છે. 

રાઇનું તેલ

ચામડીના રોગને દૂર કરનારું છે. સરસવના તેલની માફક તેને ઓહારમાં સમાવી શકાય છે. 

તલનું તેલ

તલનું તેલ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે સ્વાદમાં મધુર અને કસેલું હોય છે. તેને હીંગ અને સૂંઠ સાથે ભેળવીને ગરમ કરીને શરીર પર માલિશ કરવાથી કમર, સાંધાનો દુખાવો, લકવામાં તકલીફ દૂર કરે છે. તે માલિશમાં પણ ગુણકારી સાબિત થયું છે. તલનું તેલ તાણ  સંબંધિત લક્ષણોને શાંત કરે છે. આર્યુવેદિક દવાઓમાં પણ તલના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તલના લાડુ ખાવાથી પણ શરીરમાં તાકાત અને ઊર્જા આવે છે. સ્વાસ્થ્ય માટે કાળા તલને પણ ગુણકારી માનવામાં આવ્યું છે.  

 રાઇસ બ્રેન ઓઇલ

કોરિયા અને જાપાનમાં વધુ ઉપયોગ થાય છે. જોકે હવે ભારતમાં પણ આ તેલનો વપરાશ વધી રહ્યો છે. તે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. તેમાં ઓરિજોલ સમાયેલું હોય છે. જે શરીરમાંના એલડીેલના પ્રમાણને ઓછું કરે છે તેમજતેમાં વિટામિન ઇ પણ સમાયેલું છે જે ત્વચાને યુવાન બનાવી રાખવામાં મદદરૂપ છે. 

- મિનાક્ષી

Gujarat