Get The App

સંતાનના હોઠ પર ચુંબન કરાય કે નહીં : હા કે ના???

Updated: Apr 10th, 2023

GS TEAM


Google News
Google News
સંતાનના હોઠ પર ચુંબન કરાય કે નહીં : હા કે ના??? 1 - image


પ્રેમ એક અભિવ્યક્તિ છે, પણ એ કેવી રીતે દર્શાવવો એ પણ એક પ્રશ્ન છે કેમ કે પ્રેમ એ કંઈ એવી બાબત નથી, જે સહેલાઈથી-સરળતાથી આકાર લે. ઉદાહરણ ચુંબનનું જ લઈએ. સ્ત્રી-પુરુષ કિસ કરે એ સાવ સહજ છે, કિશોર-કિશોરી આ પ્રેમની અભિવ્યક્તિ સાવ સહજતાથી કરી શકે, પણ એક માતા પોતાના પુત્રને તેના હોઠ પર ચુંબન કરી શકે? આ એક સામાન્ય પ્રશ્ન લાગતો નથી, પણ તાજેતરમાં જ આ પ્રશ્ને સોશિયલ મીડિયા પર જબરો વિવાદ ખડો કરી દીધો છે. અનેક લોકોએ તીવ્ર પ્રત્યાઘાત આપ્યા છે, તો ઘણાએ તો તેનો છડેચોક વિરોધ જ કર્યો છે અને તે યોગ્ય નહીં હોવાનું પણ સ્પષ્ટ જણાવ્યું છે. હજુ થોડા દિવસ પહેલા જ એવી ઘટના બની કે અભિનેત્રી છાવિ મિત્તલે તેના નાના બાળકને હોઠ પર કિસ કરતી એક તસવીર સોશિયલ મીડિયા પર મુકી કે તરત જ જબરદસ્ત વિવાદ શરૂ થઈ ગયો. આ વિવાદ વધુ ને વધુ વકરતો જાય છે. આ અંગે જ્યારે નિષ્ણાતોના અભિગમ જાણ્યા, એ તો વધુ રોચક સાબિત થયા. આથી સ્હેજે એવું ફલિત થયું કે માતાએ તેના સંતાનના હોઠ પર હોઠ મુકીને કિસ ન કરવું, ચુંબન ન આપવું, વ્હાલ વ્યક્ત ન કરવું. નિષ્ણાતોના આ અભિપ્રાય વાચકો માટે પણ રસપ્રદ પુરવાર થાય છે, ચાલો, એના પર એક નજર નાંખીએ. નિષ્ણાતો સાથે તેની સંમતિ અને યોગ્યતા વિશે વાત કરીએ.

બન્યું એવું કે છાવિ મિત્તલે તેના પુત્ર અરહમે હોઠ પર ચુંબન કરતી તસવીર સોશિયલ મીડિયા પર મુકી તે સાથે અનેક પ્રશ્નો જાગ્યા. કેટલાંકે તેનું અયોગ્ય ગણાવ્યું તો અન્યોએ બાળકનો દુરૂપયોગ!! ભૂતકાળમાં પણ અભિનેતા શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય-બચ્ચન, સૈફ અલી ખાન અને આયેશા ટાકિયા-આઝમી ઉપરાંત પશ્ચિમી દેશોની હિલેરી ડફ અને ભૂતપૂર્વ ગાયિકા વિક્ટોરિયા બેકહામ જેવી હસ્તીઓએ પણ હુમલાનો સામનો કરવો પડયો હતો. આપણે અહીં વિવાદ વિશે નિષ્ણાતો સાથે વાત કરીએ અને તેની સાથોસાથ તેની આસપાસની સામાજિક અને મનોવૈજ્ઞાાનિક બાબતોનો અભ્યાસ કરીએ. સંમતિનો પ્રશ્ન આ સંદર્ભે સંમતિ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ બાળક અને માતાપિતા વચ્ચેના ઘનિષ્ઠ સંબંધોમાં, સંમતિ આપોઆપ (માની લેવામાં આવે છે),' એવું માનસશાસ્ત્રી પ્રજ્ઞાા લોઢાનું કહેવું છે. એવી દલીલ થઈ શકે છે કે બાળકને આવી સ્થિતિમાં અસ્વસ્થા વ્યક્ત કરવી મુશ્કેલ લાગે છે - ચુંબન અને આવા ચિત્રો ઓનલાઈન પોસ્ટ કરવા એમ બંને બાબતો સાથે.'

બીજી તરફ સામાજિક કાર્યકર્તા પલ્લબી ઘોષ નોંધે છે, 'અમે કેટલીકવાર એવું માનીએ છીએ કે આપણે પ્રેમથી ગમે તે કરીએ, અમારું બાળક તેનાથી આરામ અનુભવશે. આથી સ્વાભાવિક રીતે જ અમે સંમતિ લેવાની તસ્દી અનુભવતા નથી.'

બીજી તરફ છાવિ મિત્તલ શેર કરે છે, 'તે કેવી રીતે તેની પોતાની રીતે સંમતિ લે છે અને સ્વીકારે છે. આટલું જ નહીં, તે તેના બાળકો સાથેના તેના સમીકરણ વિશે એકદમ ચોક્કસ છે, સ્પષ્ટ છે.'

'હું મારા પુત્ર સાથે ચિત્રો પોસ્ટ કરું છું. જો હું તમને આવતી કાલે પોસ્ટ કરું છું તો તેઓ મારી પાસે આવે છે અને લાગે છે કે મેં તેમની યોપનીયતના સાથે ચેડાં કર્યા છે. મને લાગે છે કે હું તેને હેન્ડલ કરવામાં વધુ સારી રીતે સજ્જ થઈશ,' એમ મિત્તલ ઉમેરે છે.

જો કે ઐશ્વર્યા રાય-બચ્ચને તાજેતરમાં જ તેની પુત્રી આરાધ્યાને અને હિલેરી ડફે તેના પુત્ર લુકાને આવી જ રીતે જ્યારે ચુંબન કરી વ્હાલ વ્યક્ત કર્યું હતું ત્યારે ઘણાંના ભવાં ઊંચા થઈ ગયા હતા અને તેમણે તેમની લાગણી વ્યક્ત કરી હતી.

 એ સાચું છે કે ભાવાવેશમાં સંતાન પર પ્રેમ વ્યક્ત કરવા આ રીતે ચુંબન કરવામાં કશું ખોટું નથી, પણ વૈજ્ઞાાનિક દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીએ તો આ રીતે કિસ-કે-ચુંબન કરવામાં આવે તો માતાના મોંમાંના સુક્ષ્મ જીવાણુઓ સંતાનના મોંમાં જઈ શકે છે અને તેની વિપરિત અસર શક્ય બને છે. જો કે અત્યારે પણ સંતાનોના હોઠ પર ચુંબન કરવાની આ સ્થિતિ જરૂર ચર્ચાસ્પદ રહે છે.

Tags :