Get The App

ચુંબન આરોગ્ય માટે જોખમી .

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
ચુંબન આરોગ્ય માટે જોખમી                                     . 1 - image

- ચુંબન એ પ્રેમના એકરારનું સુંદર પ્રતીક મનાય છે. ચુંબન એ માતાની મમતાની નિશાની અને પિતાના સ્નેહ સોગાદ ગણાય છે. પ્રેમમાં પડેલા પ્રેમી યુવક અને યુવતી એક બીજાના હોઠને ચૂમી લઈને જાણે કે પ્રેમની પાવતી આપવા માટે તલસે છે અને એવો મોકો મળે તેની રાહ જુએ છે. 

ભારતીય સમાજમાં નીતિ-નિયમ, વડિલોની માન-મર્યાદા અને સામાજિક બંધનોના કારણે બને ત્યાં સુધી કોઈ યુગલ જાહેરમાં ચુંબન કરતું નથી. અલબત્ત ઉચ્ચ-ભૂ્ર વર્ગના લોકો, પારસી અને ખ્રિસ્તી કોમના લોકો અમુક વિશિષ્ટ પ્રસંગે સંખ્યાબંધ લોકોની હાજરીમાં ચુંબન કરે છે, પરંતુ ગુજરાત-સૌરાષ્ટ્રનો કોઈ યુવાન લગ્ન કરીને પોતાની પરિણીતાને અહીં વતનમાં મૂકીને પાછો પરદેશ જતો હોય તો પણ મુંબઈ કે અમદાવાદના વિમાનીમથકે વડિલવર્ગની હાજરીમાં પત્નીને ઉષ્માભર્યું ચુંબન કરી શકતો નથી. કદાચ એવી પ્રબળ ઇચ્છા થાય તો પણ તેને દબાવી દે છે અને આંખો કે હોઠ દ્વારા જ પોતાની લાગણી વ્યક્ત કરે છે. આપણી ભારતીય સંસ્કૃતિ મર્યાદામાં માને છે.

ચુંબન એ પ્રેમના એકરારનું સુંદર પ્રતીક મનાય છે. ચુંબન એ માતાની મમતાની નિશાની અને પિતાના સ્નેહ સોગાદ ગણાય છે. પ્રેમમાં પડેલા પ્રેમી યુવક અને યુવતી એક બીજાના હોઠને ચૂમી લઈને જાણે કે પ્રેમની પાવતી આપવા માટે તલસે છે અને એવો મોકો મળે તેની રાહ જુએ છે. કવિઓને તો પ્રેમી-પ્રેમિકાના અધરોનું મિલન થાય તેમાં સુધારસ છલકાતો હોય તેવી અનુભૂતિ થાય છે. ચુંબન એ એવી ભેટ છે જે આપતાંની સાથે જ પમાય છે પણ ખરી. ચુંબન એ એક એવી અભિવ્યક્તિ છે જે શૈષવકાળથી વૃધ્ધાવસ્થા સુધી માનવીના તન-મનને મદહોશ કરી શકે છે. આદિકાળથી આજદિન સુધી નથી તો ચુંબનના અહેસાસમાં કોઈ ફરક પડયો કે નથી તો તેની મૂળ ભાષા બદલાઈ. અલબત્ત, ભાવનામાં ફરક હોવાના કારણે જુદી જુદી વય ધરાવતા માનવ-શરીર પર તેની જુદી જુદી અસર થાય છે. યુવા પેઢી દ્વારા કરાતા ચુંબનમાં જાતીય ભાવનાની ઉત્તેજના પણ કેટલીકવાર પ્રતિબિબિત થતી હોય છે.

ચુંબનનો સર્વમાન્ય કે સત્તાવાર ઇતિહાસ લખાયો નથી, પરંતુ એવું મનાય છે કે ચુંબનની શોધ પાષાણ યુગમાં જ્યારે લાગણી દર્શાવવા માટે ભાષાનું મધ્યમ અસ્તિત્વમાં નહોતું ત્યારે થઈ હશે. એ યુગમાં સ્પર્શ વડે લાગણીની અભિવ્યક્તિ કરવામાં આવતી હતી. સ્ત્રી અને પુરુષના સુંદર અને સંવેદનશીલ દેહના અવયવોનું સામીપ્ય સંધાતું હશે, નિકટતા અને સમાગમનો આનંદ માણવામાં આવતો હશે ત્યારે એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે મધુર ઓષ્ટનું પણ મિલન થતું હશે. પાષાણ યુગમાં માણસ પથ્થરનાં ઓજારો અને શસ્ત્રો વાપરતો હતો. એ પછી જ્યારે ઉત્તર પાષાણ યુગ (નિઅલિથિક એરા) આવ્યો ત્યારે અને તે પછીના વર્ષોમાં જ્યારે ભાષા વપરાવા લાગી ત્યારે પણ સ્ત્રી અને પુરુષ એકબીજાના પ્રત્યેનો પ્રેમદેહની ત્વચાને એક બીજાની સાથે રગડીને વ્યક્ત કરવાનું વધારે પસંદ કરતા હતા. એક વેળા પ્રેમ વ્યક્ત કરવાની એ પરિભાષા ગણાતી હતી. ગુફાઓમાં જ્યારે સંખ્યાબંધ લોકો સાથે રહેતા હોય ત્યારે હૈયાની લાગણી અને પ્રેમ એ રીતે વ્યક્ત કરાતાં હતાં.

કેટલીક લાગણી એવી નાજુક અને સુંદર હોય છે જે શબ્દો કરતાં દેહના અવયવોની ભાષાથી વધારે સારી રીતે વ્યક્ત થઈ શકે. આંખનો ઉલાળો કે હોઠનું હલનચલન શબ્દો કરતાં પણ વધારે સમર્થ રીતે અને સંવેદનશીલ રીતે દિલની ભાવનાને વ્યક્ત કરે છે. સ્પર્શેન્દ્રિયની પોતાની આગવી ભાષા હોય છે અને અત્યંત સંવેદનશીલ હોઠ કંઈ પણ ઉચ્ચાર્યા વિના ઘણું વ્યક્ત કરી દે છે. તેમાં ય જ્યારે ચાર હોઠ મળે ત્યારે તો અંતરમાં જાણે કે દિવ્ય ગાણું ગૂંજી ઊઠે છે. મૌન સંપર્ક સાધતા હોઠ બોલ્યા વિના પણ ઘણું કહી દે છે અને તેથી જ ચુંબન મધુર ગણાય છે, પ્રેમની અભિવ્યક્તિનું માધ્યમ મનાય છે.

ચુંબન એ માતાની મમતાની નિશાની, પિતા અથવા બહેનના સ્નેહનું પ્રતીક કે પછી જાતીય લાગણીની ઉત્તેજના પણ હોઈ શકે છે. બાળક જન્મે ત્યારથી શૈષવકાળમાં તો તેના પર ચુંબનોની જાણે કે વર્ષા જ થતી હોય છે. બાળકના કોમળ ગુલાબી ગાલ જ એવા આકર્ષક લાગે છે કે માતા-પિતા ઉપરાંત સગાં-વહાલાંને પણ તેના પ્રત્યેનું વહાલ દર્શાવવા બાળકને ચૂમી લેવાનું મન થાય છે. ચુંબન એ પ્યારના એકરારનું સૌથી સુંદર પ્રતીક મનાય છે. પ્રેમીજનો તો એકબીજાના હોઠ પર ચુંબન કરવા તલસતા હોય છે. કવિઓને તો પ્રેમિકાના અધરોમાં સુધારસ દેખાય છે. આવો મહિમા ધરાવતા ચુંબનનો વૈજ્ઞાાનિક અભ્યાસ પણ થયો છે. વૈજ્ઞાાનિકો માને છે કે ચુંબન કરવાથી હોઠોનું નીચે 'સિબેસિયલ ગ્લેંડ' એવાં જૈવિક રસાયણો પેદા કરે છે જે પ્રેમીજનોને શારીરિક સંબંધનો આનંદ માણવાનો પ્રેરક સંદેશો આપે છે. લંડનની મેડિકલ કૉલેજની એક વિદ્યાર્થિનીએ ૩૦ યુગલોના હોઠની વાઢકાપ કરીને ચુંબનનું રસાયણ સમજવાનો પ્રયાસ કર્યો છે. તે પછી એવું તારણ નીકળ્યું છે કે હોઠ એ સ્નાયુઓના રેષાઓ (ફાઈબર્સ)ના બનેલા છે અને તેમાં વચ્ચે વચ્ચે સ્થિતિસ્થાપક 'ટિસ્યુઓ' હોય છે.

ચુંબન એ માત્ર બે સ્નાયુઓનું સરળ મિલન જ નથી, પરંતુ હોઠોનું હલનચલન બહુ ગૂંચવણભર્યું તબીબી વિદ્યાર્થીઓને પણ લાગ્યું છે. પ્લાસ્ટિક સજર્યન મેકગુ્રથરની ટુકડીએ તો ચુંબનની કૉમ્પ્યુટર પ્રતિમાઓનો પણ અભ્યાસ કર્યો  છે. ગેકગુ્રથર હોઠની રચનાનો ગહન અભ્યાસ કરી રહ્યો છે. તેના જણાવ્યા પ્રમાણે કઈ શિલ્પકૃતિના હોઠના કારણે કોઈ તે જોવા માટે થંભી જતું નથી. હોઠનું હલનચલન જ તેને સુંદરતા બક્ષે છે. અરે સૌથી વિખ્યાત અભિનેત્રીઓના હોઠ પણ જ્યારે હાલતા હોય ત્યારે જ સુંદર લાગે છે. તેમની ટુકડીએ બેકેટના એક નાટક 'નોટ આઈ'માં ૧૧।। મિનિટ લાંબુ  ચુંબન કરનાર બિલી વ્હાઈટલોનાએ ચુંબનની વીડિયો ફિલ્મ પણ ઉતારી છે અને તેનો ગહન અભ્યાસ કર્યો છે. એટલું જ નહિ, પણ આ મેકગુ્રથની ટુકડીએ વિશ્વમાં પહેલી જ વખત ચુંબન કરવા માટે હોઠોનું હલનચલન થતું હોય ત્યારે હોઠની ત્વચાની નીચે શું થાય છે તેની પણ 'મૂવી' ફિલ્મ ઉતારી છે. આ 'મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજ' (એમ. આર. આઈ.) ચુંબન વખતે સ્નાયુઓનું હલનચલન પણ દર્શાવે છે. તેનું ચિત્ર કૉમ્પ્યુટરના પડદા ઉપર પણ ફ્રેમ બાય-ફ્રેમ જોઈ શકાય છે. તેને ફાસ્ટ ફોરવર્ડ કરી શકાય છે અને અંતથી શરૂ કરીને આરંભ એવી ઊંધી પ્રક્રિયામાં પણ નિહાળી શકાય છે. આમ કરવાથી સ્નાયુઓના તંતુઓની પ્રક્રિયાનો ઊંડો અભ્યાસ થઈ શકે છે. ચુંબન એ એક ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. ચહેરાના ચાર સ્નાયુઓ એ વખત સક્રિય બને છે. ઉપરાંત જડબું પણ હલનચલન કરે છે. ચુંબન વખતે શરીરમાંથી જાણે કે વીજ-પ્રવાહ વહેતો હોય તેવી અનુભૂતિ થાય છે. ચુંબન કરનારા લોકોના હોઠ ઉપર ઇલેકટ્રોડસ મૂકીને મગજમાંથી ચહેરાના સ્નાયુઓ સુધી પહોંચતા તંતુઓ કેવી કામગીરી બજાવે છે તેનો પણ આ ટુકડીએ અભ્યાસ કર્યો છે. ચુંબન વખતે વીજપ્રવાહ જેવો અનુભવ થાય છે તેનું કારણ અતિ સતેજ બની ગયેલા હોઠમાંના તંતુઓ છે. મગજમાંથી ચહેરાના તંતુઓ સુધી પહોંચતા ઇલેકટ્રો-કેમિકલ ખૂબ જ જોરદાર હોય છે. ચુંબન કરતી વખતે તે કરનાર વ્યક્તિની જીભ ઉપલા હોઠને સ્પર્શ કરે છે, પરંતુ તે હોઠની મર્યાદા વટાવતી નથી.

જુદાં જુદાં લોકોને ચુંબન કરવાની શૈલીઓ પણ જુદી જુદી હોય છે. દા.ત. એક મહિલા પોતાના બાળકને ચુંબન કરે ત્યારે તેમાં જુદો ભાવ હોય છે અને તેના પતિને ચુંબન કરે ત્યારે જુદો ભાવ હોય છે. રશિયાના સર્વોચ્ચ પોલિટબ્યુરો સભ્યો જ્યારે એકબીજાને ચુંબન કરે છે ત્યારે તે બહુ રુક્ષ દેખાય છે.

બ્રિટિન પ્રજા રુઢિચુસ્ત છે. તેથી ચારેક વર્ષ પહેલાં આલિંગન પછી ચુંબને પણ બ્રિટનમાં હોબાળો મચાવ્યો હતો. સામેની વ્યક્તિનું અભિવાદન કરવા અંગ્રેજો પણ ગાલ પર ચુમ્મી ભરતા- 'કિસ' કરતા, પરંતુ બ્રિટનવાસીઓનો વાંધો એવો છે કે 'ચુંબન' દ્વારા ઊંચ-નીચના ભેદભાવ ભૂલાઈ જાય છે, જાતીય સતામણીને ઉત્તેજન મળે છે. એટલું જ નહિ, પણ ચુંબન એ ફ્રેન્ચ સંસ્કૃતિનું પ્રતીક છે. બ્રિટનની ગ્રીન પાર્ટીએ માર્ચ ૧૯૯૫માં તેની વાર્ષિક પરિષદમાં જાહેર આલિંગનને અભિવાદનના યોગ્ય પ્રકાર તરીકે ઓળખાવતા હોબાળો શરૂ થયો હતો. આ પાર્ટીના પ્રવક્તા ડેવીડ ટેલરે જણાવ્યું હતું કે સૌએ એકબીજાને ઉષ્માપૂર્વક ભેટીને અભિવાદન કરવું જોઈએ. જો કે ગ્રીન પાર્ટીની જ કેટલીક મહિલાઓ ફરિયાદ કરવા લાગી હતી કે પુરુષ સહકાર્યકર્તાઓ જ્યારે અમને ભેટે છે ત્યારે અમારા શરીરના નાજુક અવયવો સાથે ઇરાદાપૂર્વક શરીર ઘસતા હોય છે. સ્કોટલેન્ડની ખાનગી શાળા 'ધ ડૉલર અકાદમી'એ પણ માર્ચ '૯૫થી વિદ્યાર્થીઓના એકબીજાને ચુંબન કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

ક્રિકેટની રમતને ચુંબન સાથે સારી લેણાદેણી લાગે છે. જાન્યુઆરી ૧૯૭૫માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં લોઇડની આગેવાની હેઠળ વેસ્ટ ઇન્ડિઝની ટીમ સામે રમીને ૮૧ બોલમાં અડધી સદી કરનાર મૂછાળા બ્રિજેશ પટેલને એક કાળી સાડીમાં સજ્જ થયેલી નારીએ જોશભેર મેદાનમાં દોડી જઈને બ્રિજેશના ગાલ ઉપર એક દીર્ઘ ચુંબન આપ્યું હતું. ક્રિકેટના મેદાનમાં ચુંબન મેળવવાની બાબતમાં ભારતીય અને વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ જ વિક્રમ ધરાવે છે. ક્રિકેટના મેદાન પર સૌ પ્રથમ ચુંબનનો બનાવ રૂઢિચુસ્ત ભારતની ભૂમિ પર જ બન્યો હતો. ૧૯૬૦ના જાન્યુઆરી માસમાં મુંબઈના બ્રેબોન સ્ટેડિયમ પર ઑસ્ટ્રેલિયા વિરુધ્ધ ભારતની ત્રીજી ટેસ્ટ મેચનો છેલ્લો દિવસ હતો. ચાનો વિસામો શરૂ થાય તે પહેલાં ભારતીય ખેલાડી અબ્બાસ અલી બેગ અને રામનાથ કેનીએ સારી રમત દેખાડી. ચાના વિસામા વખતે રામનાથ અને અબ્બાસઅલી બેગ પેવેલિયનમાં પાછા ફરી રહ્યા હતા ત્યારે એક યુવતીએ અચાનક અબ્બાસ અલી તરફ દોડી જઈ તેના ગાલ પર ચુંબન કરી લીધું હતું. ઘટનાની કોમેન્ટેટર વિજય મર્ચન્ટ પોતાની કોમેન્ટ્રીમાં પણ નોંધ લીધી હતી. એટલું જ નહિ, પણ પોતાનો અફસોસ વ્યક્ત કરતા વિજય મરચન્ટ બોલી ઊઠયા હતા : 'મેં પોતે પણ ઘણી સદીઓ કરી છે. એ વખતે આ છોકરીઓ ક્યાં ગઈ હતી?' તેનો માર્મિક જવાબ આપતાં બીજા ક્રિકેટર 'બોબી' તાલ્યારખાને વિજયભાઈને કહ્યું : 'મરચન્ટ! તમે રમતા હતા ત્યારે આ બાનુઓ ટેન્ટમાં તો હતી જ, પરંતુ તમારી રમત એટલી ધીમી હતી કે એ બાનુઓ ટેન્ટમાં સૂઈ ગઈ હતી!'

અબ્બાસઅલી બેગને ચુંબન કરવા માટે પેલી યુવતી કેમ દોડી ગઈ તે, પણ જાણવા જેવું છે. બનેલું એવું કે મેચ જોતી બે મહિલાઓ વચ્ચે શરત લાગી હતી- ફક્ત એકસો રૂપિયાની જ- જો તે જાહેરમાં અબ્બાસઅલીને 'કિસ' કરે તો! એ પડકાર યુવતીએ સ્વીકારી લીધો. તે સો રૂપિયા તો જીતી જ ગઈ, ક્રિકેટ-વિશ્વમાં તેને પ્રસિધ્ધિ મળી. એટલું જ નહિ, પણ આગળ જતાં તે અબાસઅલી બેગની 'બીબી' (પત્ની) બની ગઈ!

હિંદી ફિલ્મોમાં પહેલાં 'સેન્સર બોર્ડે' ચુંબનના દ્રશ્યો પર પ્રતિબંધ મૂક્યો હતો. હિંદી ફિલ્મોના ઇતિહાસમાં સૌ પ્રથમ ચુંબન ફિલ્મ 'કર્મ'માં હિમાંશુ રાય અને દેવિકા રાણીએ કર્યું હતું. આ ફિલ્મ ભારત અને બ્રિટનનું સહનિર્માણ હતું. દેવિકારાણી અને હિમાંશુ વાસ્તવિક જીવનમાં પણ પતિ-પત્ની હતાં. ૧૯૩૦માં નિર્માણ પામેલી બીજી એક ફિલ્મ 'એ થ્રો ઑફ ડાઈસ'માં અભિનેત્રી સિતારાદેવી અને ચારો રોયે રૂપેરી પડદા ઉપર ચુંબન કર્યું હતું. આ ફિલ્મ જર્મની અને બ્રિટન માટે હિમાંશુ રાયે જ બનાવી હતી. ૧૯૯૩માં જ્યારે ભારતીય સેન્સર બોર્ડે ફિલ્મમાં જરૂરી હોય ત્યાં ચુંબનના દ્રશ્યો બતાવવાની છૂટ આપી ત્યારે ચુંબનનો પહેલો લાભ પૂજા ભટ્ટને ફિલ્મ 'ફિર તેરી કહાની યાદ આઈ' દ્વારા મળ્યો. 'બારીશ' નામની ફિલ્મમાં તો એકાદ-બે નહિ, પણ ચુંબનના ૧૮ દ્રશ્યો હતાં. ફિલ્મ 'બોબી'માં ઋષિ કપૂરે ડિમ્પલ કાપડિયાને અનઅપેક્ષિત ચુંબનની ભેટ આપી હતી. 'ટારઝન' નામની એક ફિલ્મમાં જેનનું પાત્ર ભજવતી કિમી કાટકર નામની અભિનેત્રીએ 'ટારઝન'નું પાત્ર ભજવતા હેમન્ત બિરજેને ચુંબન કર્યું હતું. ફિલ્મ 'સડક'માં સંજય દત્તે પૂજા ભટ્ટને ચુંબન કર્યું હતું. આ ફિલ્મનું દિગ્દર્શન પૂજાના પિતા મહેશ ભટ્ટે જ કર્યું હતું. એ પછી તો ફિલ્મોમાં ચુંબનની જાણે કે ભરતી જ આવી. હવે તો વિદેશી ટી.વી. ચેનલ ઉપર પણ ચુંબનનાં દ્રશ્યો જોવા મળે છે.

ચુંબન લેનાર અને આપનાર એ બંનેને ભલે અવર્ણનીય આનંદ મળતો હોય, પરંતુ ચુંબન નુકસાનકારક પણ નીવડી શકે છે, એવું સ્વાસ્થ્ય શાસ્ત્રીઓ કહે છે. તેથી ચુંબનના સંદર્ભમાં સાવધાની રાખવાની જરૂર છે. તબીબી વિજ્ઞાાન કહે છે કે જ્યારે પ્રેમી તેની પ્રેમિકાના હોઠ પર ઊંડું ચુંબન આપે છે ત્યારે એકબીજાના મોંમાંથી આશરે નવ મિલીમીટર ગ્રામ પાણી, ૭ મિલીગ્રામ ચરબી અને બીજા ઓર્ગેનિક પદાર્થોનું પરસ્પર પ્રદાન કરે છે. તેમના જણાવ્યા મુજબ ચુંબનના કારણે લગભગ ૨૫૦ વાઇરસ અને બેકટેરિયા (જીવાણુ) જણના શરીરમાંથી બાજના દાખલ થઈ શકે, તેવી શક્યતા આમાંનો એક વાઇરસ છે : 'એપ બાર' જેના કારણે ગ્લેન્કુલર ફીવર લાગી પડી શકે છે. તે 'કિસિંગ ડિસિઝ' તરીકે પણ ઓળખાય છે, પરંતુ સૌથી મોટું જોખમ એ છે કે ચુંબન કરવાથી 'એઇડ્સ' પણ લાગુ પડી શકે છે, જો સામેની વ્યક્તિ આ રોગથી પીડાતી હોય તો. 

હોઠની અંદરની 'મેમ્બ્રેન' એટલા નાજુક અને પાતળા હોય છે કે ગાઠ ચુંબન દરમિયાન તે કપાઈ જાય છે.