Get The App

સુંદર દેખાવા રાખો રાત-દિવસ ત્વચાની કાળજી

Updated: Dec 4th, 2023

GS TEAM


Google News
Google News
સુંદર દેખાવા રાખો રાત-દિવસ ત્વચાની કાળજી 1 - image


ખૂબસૂરતી બકરાર રાખવા માટે ફર્ત દિવસના જ નહીં પરંતુ રાતના પણ ત્વચાની કાળજી મહત્વની છે. આ માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું જરૂરી છે. 

મેકઅપ દૂર કરવો

રાતના સૂતા પહેલા ચહેરા પરનો મેકઅપ દૂર કરવો જોઇએ. આમ ન કરવાથી ત્વચા શ્વાસ લઇ શકતી નથી. તેમજ મેકઅપમાં વપરાયેલા ક્રીમ, લોશન વગેરેમાં રસાયણો હોવાથી ત્વચાને વધુ હાનિ પહોંચે છે. 

મેકઅપદૂર કરવા માટે મેકઅપ રિમૂવર લોશનનો ઉપયોગ કરવો.  કોપરેલથી પણ મેકઅપ દૂર કરી શકાય છે.  કોલ્ડ ક્રીમ પણ મેકઅપ ઊતારવા માટે યોગ્ય છે. 

હુંફાળા પાણીથી સ્નાન

રાતના સૂતા પહેલા હુંફાળા પાણીથી સ્નાન કરવાથી દિવસ દરમિયાનનો થાક ઊતરીજાય છે. સ્નાન કરતી વખતે વધુ ગરમ અઠવા વધુ ઠંડા પાણીનો ઉપયોગ કરવો નહીં. આમ કરવાથી ત્વચા અને વાળ રૂક્ષ થઇ જાયછે. 

ચહેરાને મોઇશ્ચરાઇઝ કરવો

ચહેરો ધોયા પછી તેના પર મોઇશ્ચરાઇઝર લગાડવું ભૂલવું નહીં. મોઇશ્ચરાઇઝરથી હળવા હાથે મસાજ કરવો. 

ઊચ્ચગુણવક્તાયુક્ત મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો. 

મોઇશ્ચરાઇઝર ત્વચાના પ્રકારને ધ્યાનમાં રાખીને  ખરીદવું જોઇએ. 

બોડી લોશન

ઘરન ીબહાર નીકળતી વખતે ત્વચા પર સનસ્ક્રીન લોશન લગાડીએ છીએ. તે જ રીતે રાતના સૂતી વખતે બોડી લોશન લગાડવું જોઇએ. જેતી હાથ-પગની ત્વચા મુલાયમ થાય,  બોડી લોશન લગાડતી વખતે હળવા હાથે હાથ-પગની માલિશ કરવી..

બોડી લોશનની પસંદગી ત્વચાના પ્રકાર તેમજ ઋથુને ધ્યાનમાં રાખીને કરવી. 

ફેસપેક

રાતના સૂતાપહેલા ચહેરાપર ફેસ લગાડવાથી  ત્વચા પર સારી અસર થાય છે. 

ચંદનના પાવડરમાં થોડું ગુલાબજળ ભેળવીપેસ્ટ બનાવી ચહેરાપર લગાડવું અને સુકાઇજાય એટલે ધોઇ નાખવું. 

બદામને વાટી તેની પેસ્ટ બનાવી તેમાં થોડુ ંદૂધ ભેળવી ચહરાપર લગાડી ૧૦ મિનીટ પછ ીહુંફાળા પાણીથી ધોઇ નાખવું. 

ચણાનાલોટમાં હળદર ભેળવી ચહેરાપર લગાડી સુકાઇજાય પછી ચહેરો ધોઇ નાખવો. 

રાતના સૂતા પહેલા ચહેરાપર મુલતાની માટેનો લેપ લગાડવાથી ફાયદો થાય છે. 

- સુરેખા મહેતા

Tags :