Get The App

કિચનમાં કરિશ્મા .

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
કિચનમાં કરિશ્મા                                             . 1 - image

ઘટ્ટ મલાઇદાર રબડી બનાવવા માટે અડધો લીટર મલાઇદાર દૂધ, બ્રેડની ૨ સ્લાઇસ,કન્ડેસ મિલ્ક પા કપ અથવા  દૂધનો પાવડર પા કપ તેમજ કેસર તથા ડ્રાયફૂટ નાખવા  હોય તે સઘળી સામગ્રી તૈયાર  કરવી.ત્યાર પછી દૂધને ઉકાળવા મુકવું. તેમાં બ્રેડની સ્લાઇસની કિનારી કાઢી નાખીને બ્રેડની સ્લાઇસને મિક્સરમાં વાટી નાખી ભૂક્કો કરવો. દૂધ ઉકળે એટલે તેમાં બ્રેડનો ચુરો નાખી હલાવતા રહેવું. ત્યાર પછી તેમાં કન્ડેસ્ડ મિલ્ક અથવા દૂધનો પાવડર  ઉમેરવું જેથી દૂધ જલદી જ ઘટ્ટ થઇ જશે. ત્યાર પછી તેમાંજોઇતા ડ્રાયફૂટ નાખવા અથવા તો સાદી રબડી રહેવા દેવી. 

બ્રેડ તેમજ કન્ડેસ્ડ મિલ્કનો ઉપયોગ ન કરવો  હોય તો બહાર થોડું દૂધ ઉકાળી કુકરમાં બે-ત્રણ સીટી મારવાથી દૂધ ઘટ્ટ થશે તેમજ રંગ બદલાશે. જોકે આ રીતે દૂધ ઉકાળવા માટે મલાઇદાર ઘટ્ટ ઉત્તમ ગુણવત્તાવાળું દૂધ જોઇશે.

હજી પણ ઘરા પરિવારોમાં તાંબા-પિત્તળના વાસણોનો ઉપયોગ થતો જોવા મળે છે. તેને ચકચકિત કરવા માટે બે ચમચો લોટ, હળદર, લીંબુનો રસ અને એક ચમચો જાડું મીઠું લેવું. એક બાઉલમાં ઘઉંનો લોટ લઇ તેમાં અડધો ચમચો હળદર , મીઠું અને લીંબુો રસ ભેળવી દેવું. 

આ પેસ્ટને તાંબા-પિત્તળના વાસણ પર લગાડી દેઇને ૧૦ મિનિટ માટે છોડી દેવું. આ પછી સ્વચ્છ કપડાથી વાસણ પરની પેસ્ટ લુછી નાખવી. વાસણ ચકચકિત થવાની સાથેસાથે હાથ પણ રૂક્ષ થશે નહીં. 

કેળાની છાલને છોડવામાં નાવાથી ઉત્તમ ખાતર થાય છે.  કેળાની છાલમાં પણ પોટેશિયમ, મેનેશિયમ અને ફોસ્ફરસ ભરપુર સમયોલુ ંહોય છે. જે છોડવાના વિકાસ અને ફૂલ માટે ઉત્તમ ખાતર બને છે. કેળાની તાજી છાલા ટુકડા કરી તેને કાંચા જાર અથવા તો પ્લાસ્ટિકની બાલદીમાં  પાણી ભરને રાખવા. આ પાણીને ત્રણ દિવસ માટે છાંયામાં ઢાકીને રાખવું. તેમાં ત્રણ દિવસમાં કેળાની છાલ ગળી જશે અને તેના સૂક્ષ્મ તત્વો છોડી દેશે. આ ત્રણ દિવસ દરમિયાન વચ્ચે આ પાણી લાકડીની મદદથી હલાવતા રહેવું . ત્રણ દિવસ પથી પાણીનો રંગ બદલાઇ જતો જોવા મળશે. તેને ગાળી લેવું અને સાદા પાણી સાથે ભેળવીને છોડવા તથા વૃક્ષોમાં નાખવાથી ફળ-ફૂલને ઉત્તમ ખાતર પ્રાપ્ત થાય છે. 

* દહીંવાળા રાયતા બનાવતી વખતે તેમાં મીઠું છેલ્લે નાખવું જેથી રાયતું પાતળું અને ખાટું નહીં થાય.

* સાકરનો ડબ્રામાં પાંચ-છ લવિંગ રાખવાથી કીડી ચડતી નથી. 

* પનીરને લાંબા દિવસ સુધી કાજું રાખવા બ્લોટિંગ પેપરમાં વીંટીને મુકવું.

* કોથમીર સાફ કરી એર ટાઇટ બોક્સમાં પાતળા કપડામાં વીંટાણીને રાખવાથી તાજી જ કહે છ.ે 

* સૂપ બનાવતી તેમાં પનીરની ક્યૂબ ાખવાથી સૂપ હેલ્ધી અને ટેસ્ટી બનશે. 

* ભાતની સોડમ વધારવા તેને રાંધતી વખતે તજનો ભૂક્કો ચપટી નાખવો. 

* સૂકા શાકનો સ્વાદ વધારવા માટે તેમાં થોડો સીંગદાણાનો ભૂકકો નાખવો.

* પગથિયાં ચડતી વખતે શ્વાસ ચડતો હોય તો, તુલસી, આદુ મરી , તેમજ જેઠીમધ ભેળવી પાણી પીવાથી છાતીમાં રાહત થાય છે. 

* પેઢાને મજબૂત કરવા માટે સરસવના તેલમાં ચપટી મીઠું ભેળવીને ઘસવું.તેમજ મુખમાંની દુર્ગંધ  પણ દૂર થાય છે. 

* સાંધાના દુખાવા અને હળવા સોજાથી  રાહત પામવા માટે  કાચી હળદર અને આદુનો રસ  હુંફાળો કરીને સેવન કરવાથી રાહત થાય છે. 

* પાંપણ અને ભ્રમરને ઘટ્ટ કરવા એરિડંયાનું  તેલ રાતના લગાડવું.

* ચણાના લોટમાં વાટેલી અડદની દાળ થોડી ભેળવવાથી પકોડા ક્રિસ્પી થાય છે. 

* અખરોટની છાલ ઉતારવા તેના પર ઉકળતુ ંપાણી રાખી થોડી વાર બાજુ પર રહેવા દઇને છાલ કાઢવી. 

* ઇડલી-ઢાસાનો આથો ખાટો થઇ ગયો હોય તો તેમાં થોડું નાળિયેરનું દૂધ ભેળવી દેવું. 

* આલુ પરાઠાનો બટાકાનો મસાલો ઢીલો થઇ જાય તો તેમાં બ્રેડ અથવા તો પૌંઆ ધોઇને ભેળવી દેવા.

* કેકને કટ કરવા માટે ગરમ પાણીમાં ડુબાવેલા ચાકુો ઉપયોગ કરવાથી કેક ચાકુ પર ચોંટશે નહીં તેમજ કટકા વ્યવસ્થિત થશે. 

- મીનાક્ષી તિવારી