Get The App

આધુનિક વર- વધૂઓમાં માનીતી પરિધાનના વિરોધી રંગની જ્વેલરી

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
આધુનિક વર- વધૂઓમાં માનીતી પરિધાનના વિરોધી રંગની જ્વેલરી 1 - image

લગ્નને લગતા આભૂષણો ખરીદવાના હોય ત્યારે મોટાભાગે પરંપરાગત અલંકારોને જ પ્રાધાન્ય આપવામાં આવે, એમ વિચારીને કે ટ્રેડિશનલ જ્વેલરી કાલાતિત ગણાય, તેની ફેશન કાયમ રહે અને તે દરેક પ્રસંગે પહેરી શકાય, પરંતુ હમણાં હમણાં આ ટ્રેન્ડ બદલાયો છે. આધુનિક યુવતીઓ જ નહીં, યુવકો સુદ્ધાં પોતાના વિવાહમાં કલર- કોન્ટ્રાસ્ટ જ્વેલરી ખરીદવા તરફ ઢળ્યા છે. અલબત્ત, તેનો યશ બોલીવૂડના કલાકારોના ફાળે જાય છે. જેમ કે...

વિવાહના દિવસે ધારણ કરવામાં આવતાં વસ્ત્રાભૂષણોમાં વિરોધાભાસી રંગો ઉડીને આંખે વળગે છે. તેથી જો તમે ક્લાસિક કોમ્બિનેશન ઇચ્છતા હોય તો ગુલાબી અને લીલા રંગનું કોમ્બિનેશન પસંદ કરો. બિલકુલ અભિનેત્રી કિઆરા અડવાણી જેમ. આ પરિધાન સાથે એમેરલ્ડ અને ડાયમંડ (પન્ના અને હીરા)ના દાગીના ખૂબ જચે છે. આંખોને ટાઢક આપે એવા ગુલાબી રંગ સાથે ઘેરો લીલો રંગ, સરસ વિરોધાભાસ સર્જે છે. હા, ગુલાબી રંગમાં ઘણાં  શેડ ઉપલબ્ધ હોવાથી તેમાંથી હળવો ગુલાબી, ઘેરો ગુલાબી કે ફૂશિયા, એટલે કે રીંગણા જેવો ઘેરો ગુલાબી રંગ પસંદ કરવો તે બાબતે તમારી ત્વાચાના રંગને પણ ધ્યાનમાં રાખી શકાય.

હળવા ગુલાબી રંગના લહેગા સાથે પન્ના- હીરાના અલંકારો શોભી ઉઠશે. જ્યારે આવા જ ઘરેણાં ઘેરા ગુલાબી પરિધાન સાથે બોલ્ડ અને લકઝુરિયસ લુક આપશે. તેની સાથે ચોકર- સ્ટાઇળ નેકપીસ અને સ્ટડ અથવા ડ્રોપ ઇયર રિંગસ ધારણ કરી શકાય. આ આભૂષણો પન્ના અને મોતી કે પછી પન્ના અને હીરાના કોમ્બિનેશનમાં ઘડાવો. તેને ક્લાસિક બનાવવા તેમાં રોઝ  ગોલ્ડ કે એન્ટિક ફિનિશ મેટલનો ઉપયોગ  પણ કરી શકાય.

આ વસ્ત્રીભૂષણો સાથે હળવો ગુલાબી મેકઅપ કરો,. આવો શ્રૂંગાર તમારા વસ્ત્રાલંકારો સાથે સુંદર લાગશે. ઘેરો રાતો રંગ વિવાહના પરિધાનમાં ઓલ ટાઇમ ફેવરિટ ગણાય છે. સામાન્ય રીતે લાલ રંગના ચણિયા-ચોળી કે સાડી સાથે સુવર્ણાલંકારો પહેરવાથી પ્રથા ચાલી આવે છે. જો કે અભિનેત્રી નયનતારાએ આ ચીલો  ચાકરીને ઘેરા રાતા રંગના પરિધાન સાથે પન્ના અને હીરાના દાગીનાનું ઉત્કૃષ્ટ કોમ્બિનેશન સર્જ્યું હતું. તેણે પન્ના- હીરાની દામડી, ગોળ બુટ્ટી, ચોકર અને સાત સેરનું નેક્લેસ પહેરીને  ગજબનું આકર્ષણ પેદા કર્યું હતું. તમે ચારો તો પન્ના સાથે મોતીનું કોમ્બિનેશન પણ લઇ શકો.

આ અલંકારો ઉપરાંત હાથમાં ડઝનબંધ બંગડીઓ, લાલ ચટ્ટક ચાંદલો અને રાતી લિપસ્ટિક પરફેક્ટ બ્રાઇડલ લુક આપે છે.

જો તમે ગોલ્ડન કે શેમ્પન લહેગા અથવા સાડી પહેરવાનો વિચાર કરતાં હો તો ઘરેણાંના રંગોમાં તમારી પાસે ઘણાં વિકલ્પો રહે છે. જેમ કે માણેક અને નીલમ જડેલી જ્વેલરી તમારા પરિધાનમાં ઉઠાવ વધારી મૂકશે. તે તમારા  ચણિયા-ચોળી કે સાડીને જાણે કે જીવંત બનાવી દેશે. મહત્વની વાત એ છે કે માણેક અને નીલમ તમે પરંપરાગત ડિઝાઇનમાં ઝડાવો કે આધુનિક પોલિશ્ડ જ્વેલરી તરીકે બનાવડાવો,. એક વાત ધ્યાનમાં રાખો કે માણેક નરમ ધાતુમાં અને નીલમ ઠંડી ધાતુમાં બનાવડાવો. નીલમ અને માણેકના અલંકારો સાથે મોતી અને હીરાના આભૂષણો પણ પહેરો. તમે ચાહો તો માણેકના ચોકર સાથે માણેક જડેલી સંખ્યાબંધ બંગડીઓ પહેરી લો. જેવી રીતે રાતા પોશાક સાથે સોનાના આભૂષણો સુંદર લાગે તેવી રીતે  ગોલ્ડન અથવા  શેમ્પેન રંગના પરિધાન સાથે લાલ માણેકના અલંકારો આકર્ષક લાગશે.

આ તો થઇ લગ્નના માંડવે બેસનારી કન્યાઓની વાત. એ સમય વિતી ગયો જ્યારે પુરુષો માત્ર  ફેશનેબલ ચુડીદાર- કુરતા પહેરીને પરણી જતા. હવે પુરુષો પણ મહિલાઓની જેમ સજીધજીને નવોઢાને કંપની આપે છે.

આ બાબતે આનંદ આહુજાની જ વાત કરીએ તો તેણે પેમ પોતાની શેરવાની સાથે મઝાની કોન્ટ્રાસ્ટ જ્વેલરી ધારણ કરી હતી. તમે પણ ચાહો તો ક્લાસિક આઇવરી, બીજ કે ક્રીમ રંગની શેરવાની સાથે નીલમ, માણેક કે વિરોધાભાસી રંગના મોતીનું નેક્લેસ પહેરી શકો. માત્ર મોતીની માળા પણ સંદર લાગશે. 

- વૈશાલી ઠક્કર