અકસ્માત કે સંકટ સમયે કોઈને મદદ કરવી એ માનવતાનું કામ છે. એટલે એવા સમયે લોકોને પ્રાથમિક સારવાર (ફર્સ્ટ એઈડ) યાદ આવવી સ્વાભાવિક છે. ફર્સ્ટ એઈડ કોઈને ઈજા થતી રોકવા અને જીવ (બચાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. ઘણાં પરગજુ સજ્જનો ઈમરજન્સી વખતે સારા ઉદ્દેશથી મદદે દોડી જતાં હોય છે. પરંતુ હકીકતમાં ફર્સ્ટ-એઈડમાં થતી સામાન્ય ભૂલો અજાણતા જ ફાયદા કરતાં નુકસાન વધુ કરી જાય છે. એટલે ફર્સ્ટ -એઈડને અસરકારક અને સુરક્ષિત બનાવવા એની ક્ષતિઓ અને એમને કઈ રીતે ટાળવી એ જાણવું જરૂરી બની જાય છે. અહીં આપણને ફર્સ્ટ એઈડની અમુક કોમન ભૂલો અને એમને કઈ રીતે નિવારવી એ વિશે ચર્ચા કરીશું. એ જાણીલીધા બાદ ઈમરજન્સીમાં તમારી મદદ ખરેખર લેખે લાગશે.
- ઘા ની અયોગ્ય સફાઈ : કોઈને કશુંક કામ કરતા અથવા તો અકસ્માતમાં ઈજા થઈ હોય તો ફર્સ્ટ એઈડ તરીકે એના ઘાને હાયડ્રોજન પેરોક્સાઈડ અથવા આલ્કોહોલ જેવા આકરા પદાર્થથી એની માંસપેશીયોને હાનિ પહોંચે છે. અને ગા રુઝાવવામાં લાંબો વખત લાગે છે. એટલે ઈન્ફેક્શન થતું રોકવા અને જલ્દીથી રૂઝ આવે એ માટે ઘાની યોગ્ય સફાઈ આવશ્યક છે.
- સાચી સારવાર : ઘાને હળવા હાથે પાણી અને સાબુથી ધોઈ નાખો. ઘા સાફ કર્યા બાદ ઈન્ફેક્શન નું જોખમ ઘટાડવા એના પર એન્ટીબાયોટિક ઓઈન્ટમેન્ટ (મલમ) ચોપડો અને ઘા વાળા ભાગ પર સ્ટરાઈલ બેન્ડેજ બાંધી દો. આ ડ્રેસિંગ નિયમિત બદલતા રહો અને ઘા પર લાલાશ કે સોજો આવે છે કે નહિ એના પર ચાંપતી નજર રાખો. કારણ કે એ ઈન્ફેક્શનના ચિન્હો છે.
- ઘા માં ફસાયેલી વસ્તુ કાઢવી : ફેક્ટરીમાં કામ કરતા કામદારો કે ઘરકામ કરતી ગૃહિણીઓને કોઈક ધારવાળી વસ્તુ વાગે ત્યારે એનો એક ટુકડો ઘામાં અટવાઈ જાય છે. એના વખતે હાથેથી જોર કરીને એને કાડવાના પ્રયાસમાં બ્લીડિંગ અને વધુ નુકસાન થવાનું જોખમ રહે છે. ઘામાં વસ્તુ સામે દેખાતી હોય તો એને તુરત કાઢવાની બળકટ ઈચ્છા તઈ આવવી સહજ છે. પણ એ પ્રયત્ન ડેન્જરસ બની શકે છે.
- તો પછી શું કરવું? : સૌપ્રથમ તો એને કાઢવાની ઉતાવળ ન કરવી. એને બદલે જાળીવાળા અતવા તો સાદા ચોખ્ખા કપડાથી ઘા ફરતું પ્રેશર આપી વસ્તુ ઊંડી ન ઉતરી ત્યાં જ સ્થિર થઈ જાય એવો પ્રયત્ન કરવો.
- નસકોરી ફૂટે ત્યારે માથું પાછળ નમાવવું : નસકોરી એક સામાન્ય તકલીફ છે પણ નાકમાંથી લોહી વહેતું થાય ત્યારે ભલભલો માણસ થથરી જાય છે. નસકોરી વિશે એક બહુ જ પ્રચલિત ગેરમાન્યતા એવી છે કે દર્દીનું માથું પાછળ નમાવી દેવાથી લોહી નીકળતું બંધ થઈ જાય છે. એમ કરવાથી રક્ત ગળામાંથી નીચે ઉતરી શકે છે. પરિણામે દર્દીને ગુંગળામણ અતવા તો પેટમાં ગરબડ ઊભી થઈ શકે છે.
- સાચો ઉપાય : નસકોરી ફૂચે ત્યારે વ્યક્તિનું માથું પાછળ નમાવવાનો બદલે એને ટટ્ટાર બેસાડી માથું થોડું આગળની તરફ નમેલું રાખવું. પછી નાકના પોંચા ભાગ પર ૧૦ થી ૧૨ મિનિટ ચૂંટી ખણો. નાક અથવા તો ગરદનની પાછળની બાજુ કોલ્ડ કોમ્પ્રેસ લગાડવાથી રક્તવાહિનીઓ સંકોચાશે અને બ્લીડિંગ ઘટશે.
- દાઝ્યા પર સીધો બરફ ઘસવો : રસોડામાં કે આગળના બનાવોમાં લોકો દાઝી જાય છે. ત્યારે દાઝવા પર સીધો બરપ ઘસવો એક સામાન્ય ભૂલ છે, જેને લીધે માંસપેશીઓને નુકસાન થાય ચે અને દાઝેલો ભાગ સુન્ન તઈ જાય છે. અતિ ઠંડો બરફ દાઝવાથી થતી ઈજાને વકરાવવા ઉપરાંત ઘાનું રૂઝાવવું પણ વિલંબમાં નાખી શકે છે.
- નિવારવાનો ઉપાય : વ્યક્તિના દાઝેલા ભાગને ૧૦ થી ૧૫ મિનિટ નળના વહેતા સાદા પાણી હેઠળ રાખો. દાઝેલા અંગને ટાઢું કર્યા બાદ એને સ્ટરાઈલ અથવા સાદા કપડાથી ઢાંકી દો. કોઈપણ પ્રકારનો ઓઈન્ટમેન્ટ કે બટર ચોપડવાનું ટાળવું કારણ કે એને ઘામાં જ ફસાઈ જઈ દાઝવાથી થયેલા ઘાને વધુ વકરાવી દે છે.
- સ્ટ્રોકના સિમટમસમાં થાપ ખાઈ જવી : અચાનક શરીર સુન્ન થઈ જવું. બોલવામાં લોચા વળવા અથવા તો કન્ફ્યુઝ થઈ જવું એ સ્ટ્રોકના હુમલાના સામાન્ય ચિન્હો છે. કમનસીબે મોટા ભાગે લોકો એને થાક અથવા સુસ્તીમાં ખપાવી દે છે. સ્ટ્રોક આવે ત્યારે મેડીકલ ટ્રીટમેન્ટમાં મોડું થાય તો એના ગંભીર પરિણામો આવી શકે છે. દર્દીને સાજા થવા માટે સમયસર સારવાર મળવી જરૂરી છે.
એટલે સ્ટ્રોકના સિમટમ્સ (લક્ષણો) ને સારી રીતે સમજી લેવા જરૂરી છે. સૌપ્રથમ તો સ્ટ્રોક આવે ત્યારે વ્યક્તિનો ચહેરો લબડી પડે છે એને હાથમાં નબળાઈ લાગે છે અને બોલવામાં મુશ્કેલી પડે છે. આ લક્ષણો દેખાય એટલે તરત મેડીકલ હેલ્પ મેળવી લેવી.
- કરોડરજ્જુમાં ઈજા વખતે હલનચલન : કોઈને (કરોડરજ્જુ)માં ઈજા થાય ત્યારે એને હલનચલન કરાવવી વધુ મુશ્કેલી નોતરી શકે છે. એને કારણે પેરાલિસીસ પણ થઈ શકે. ઘાયલ વ્યક્તિને વધુ કમ્ફર્ટેબલ પોઝિશનમાં ફેરવવાની સૌ ઈચ્છા દર્શાવે તો પણ બહુ જરૂરી ન હોય ત એને હલનચલન કરાવવાનું ટાળવું.
ઘાયલ વ્યક્તિને સ્થિર સુવડાવી ઈમરજન્સી સર્વિસીસમાં કોલ કરવો. આગ જેવા બનાવોમાં દાઝેલ માણસ પર ગંભીર જોખમ તોલાતું હોય તો એને બહુ સાવચેતીપૂર્વક ખસેડવો. એ દરમ્યાન એની કરોડરજ્જુ શક્ય એટલી સીધી રહે. એવો પ્રયાસ કરવો. ઈજાને વકરતી રોકવા બિનજરૂરી હલનચલન ટાળવી.
મેડીકલ હેલ્પમાં મોડું કરવું : એક વાત સમજી લો કે ફર્સ્ટ-એઈડ આપ્યા બાદ પણ સંબંધિત વ્યક્તિને રાહત ન વર્તાય તો પ્રોફેશનલ મેડીકલ હેલ્પ લેવામાં મોડું ન કરવું. એમાં લાંબો વિચાર કરવા રહેશો તો વધુ નુકસાન થશે. મેડીકલ હેલ્પમાં વિલંબ કરવો એ સૌથી સામાન્ય ભૂલ છે.
છાતીમાં દુખાવો ઉપડે, વાગવાથી બહુ લોહી વહી જતું હોય અથવા વ્યક્તિ બેશુદ્ધ થઈ ગઈ હોય ત્યારે ડોક્ટરને તાકીદે બોેલાવવામાં ડહાપણ છે. ડોક્ટર ન મળે તો દર્દીને તુરત નજીકની હોસ્પિટલમાં લઈ જાવ.
- રમેશ દવે


