Get The App

જાણકારી -'પ્રાથમિક સારવાર' અંગે

Updated: Feb 16th, 2026

GS TEAM

Google News
Google News
જાણકારી -'પ્રાથમિક સારવાર' અંગે 1 - image

- આરોગ્ય સંજીવની

આજના અંકમાં આપણે પ્રાથમિક સારવાર વિશે ચર્ચા કરીશું. પ્રાથમિક સારવારનું જ્ઞાાન દરેકને હોવું ખૂબ જ જરૂરી છે. તબીબી સારવાર મળે તે પહેલાં અથવા દર્દીને ડૉક્ટરની પાસે કે હૉસ્પિટલમાં પહોંચાડીએ તે પહેલાં દર્દીને જોખમકારક પરિસ્થિતિમાંથી દૂર રાખી, તેની ઇજામાં વધારો ન થાય કે તેનો જાન જોખમમાં મુકાય તેવા પગલાં ભરવા અને તેને પ્રાથમિક સારવાર કહેવામાં આવે છે.

પ્રાથમિક સવારમાં સૌ પ્રથમ ઈજાની સ્થિતિની તપાસ કરવી અને કેવા પ્રકારની સારવાર આપવાની જ છે તે નક્કી કરવું અને તે અંગેની પ્રાથમિક સારવાર આપવી જોઈએ.

કોઈપણ ઇજાથી ચામડી ચીરાઈને તેમાંથી લોહી નીકળે તેને જખમ કે ઘા કહેવાય છે.

(૧) ડ્રેસિંગ કરતી વખતે ઘા ને સૌપ્રથમ સ્વચ્છ પાણી અથવા જંતુનાશક પ્રવાહીથી સાફ કરવો.

(૨) ઘા માં કચરો કે કરચ હોય તેને સાફ કરી શકાય તેમ હોય તો તેને દૂર કરવા.

(૩) ઘા ઉપર જંતુનાશક મલમ, પ્રવાહી કે પાવડર લગાવી તેના ઉપર પટ્ટી મૂકવામાં આવે છે.

(૪) જખમ ઊંડો હોય તો પાટો બાંધવાની પણ જરૂરિયાત રહે છે.

હવે, રક્તસ્ત્રાવ વિશે વિચારીએ :-

રક્તસ્ત્રાવ બે પ્રકારનાં છે,

(૧) બાહ્ય રક્તસ્ત્રાવ

(૨) આંતરિક રક્તસ્ત્રાવ

રક્તસ્ત્રાવ જ્યારે થતો હોય ત્યારે નીચેનાં લક્ષણ જોવા મળે છે. જેમાં,

(૧) ચક્કર આવવા, પડી જવું.

(૨) શરીરની ચામડી ફીક્કી, ઠંડી પડી જવી.

(૩) નાડીના ધબકારા ખૂબ ઝડપી પણ અનુભવી ન શકાય તેવા થઈ જાય.

(૪) શ્વાસ લેવામાં મુશ્કેલી પડે.

(૫) ખૂબ પરસેવો થવો.

(૬) દર્દીને ખૂબ તરસ લાગે.

આવી પરિસ્થિતિ વખતે સૌ પ્રથમ રક્તસ્ત્રાવ ને બંધ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જેમાં સૌ પ્રથમ -

ઘા ઉપર સીધું દબાણ મૂકો.

* જો લોહી નીકળતું હોય તો, તેને હૃદયથી ઉપરનાં ભાગમાં રાખવાથી બહાર વહેતા લોહીનું દબાણ ઓછું થઈ જશે.

* લોહી બંધ કરવા ડ્રેસિંગ મૂકીને પાટો બાંધવો.

* લોહી વહેતું અટકાવવા માટે આડકતરા દબાણનો પણ ઉપયોગ કરી શકાય.

* વધારે મજબૂત રાખી રીતે પાટો બાંધવો નહીં.

આંતરિક રક્તસ્ત્રાવ :-

આંતરિક રક્તસ્ત્રાવ એ બાહ્ય રક્તસ્ત્રાવ કરતાં વધારે ગંભીર અને જોખમી છે.

* ઘણીવાર એવું પણ બને કે, હાડકામાં તિરાડ પડે કે બે ભાગ થઈજાય તેને ફ્રેક્ચર કે અસ્થિભંગ કહેવામાં આવે છે.

ફ્રેક્ચરના લક્ષણો :-

(૧) દુ:ખાવો ફ્રેક્ચરની જગ્યાએ અને તેની આજુ-બાજુ ભાગમાં અડવાથી કે દબાવવાથી પણ ખૂબ દુ:ખાવો થાય.

(૨) સોજો આવી જાય.

(૩) ફ્રેક્ચરવાળા ભાગની સામાન્ય હલન-ચલનમાં તકલીફ પડે.

(૪) ભાગ બેડોળ બની જાય.

(૫) ઘણીવાર હાથ-પગનાં આકારમાં ફેરફાર થઈ જાય.

(૬) અવયવ કે હાથ-પગ લબડી પડે.

(૭) ફ્રેક્ચરની જગ્યાએ ખાડા જેવું લાગે.

(૮) તૂટેલું હાડકું બીજા ભાગ સાથે ઘસાય તો અવાજ થાય આવી પરિસ્થિતિમાં

લોહી વહેતું હોય તો તે ભાગની સારવાર પહેલાં કરવી.

સ્થળ ઉપર જ ફ્રેક્ચરની પ્રાથમિક સારવાર કરવી.

(૧) ફ્રેક્ચર થયેલ ભાગને સ્થિર કરવો અને ટેકો આપવો જરૂરી છે. જેથી બિનજરૂરી હલન-ચલન અટકાવી શકાય અને વધારે નુકશાન થતું રોકી શકાય.

(૨) રક્તસ્ત્રાવ અને અન્ય ઇજાઓની પણ સારવાર કરવી.

(૩) હલન-ચલન અટકાવવા માટે પાટાઓ અથવા જીૅિૈહા નો ઉપયોગ કરી શકાય.

ફ્રેક્ચર વધારે થાય નહીં તે માટે,

(૧) બિનજરૂરી હલનચલન ન થવા દેવું.

(૨) હાડકાંનાં છેડાઓને પાસે લાવવાનો કે ફ્રેક્ચર ઠીક કરવાનો પ્રયત્ન કરવો નહીં.

હાડકાંનાં ફ્રેક્ચરની પ્રાથમિક સારવાર

(૧) પાંસળીનું ફ્રેક્ચર : પહોળા પાટા છાતીની ફરતે બાંધી પાંસળીથી વધારે હલન-ચલન ન થાય તે જોવું.

(૨) હાથનું ફ્રેક્ચર : ખભાનું હલન-ચલન અટકાવવા માટે હાથને છાતી સાથે બાંધી સ્થિર કરવો. કોણીનું હલન-ચલન અટકાવવા માટે હાથને જોળી વડે સ્થિર કરવો.

(૩) કોણી અને કાંડા વગેરેનું ફ્રેક્ચર : કાંડાને ખપાટીયા વડે સ્થિર કરવું. હાથને ઝોળી વડે સ્થિર કરવો.

(૪) કાંડાથી આગળનાં હાથ તથા આંગળીઓનું ફ્રેક્ચર :

કાંડા અને આંગળીઓને ખપાટીયા વડે ટેકો આપી સ્થિર કરવા.

(૫) થાપાનું ફ્રેક્ચર : દર્દીનું હલન-ચલન અટકાવવા માટે બંને પગને એકબીજા સાથે બાંધી સ્થિર કરવા.

(૬) ફીમરનું ફ્રેક્ચર : દર્દીનું હલન-ચલન અટકાવવા લાંબા ખપાટીયા વડે પગને સ્થિર કરવાં, પગનું ફ્રેક્ચર હોય તો પગને લાંબા ખપાટીયા વડે કે બીજા પગ સાથે બાંધી સ્થિર કરવો. ઘૂંટી અને પગનાં તળિયાને અંગ્રેજીમાં આઠ આકારના પાટા વડે સ્થિર કરવા.(વધુ આવતા અંકે...)

- જ્હાનવીબેન ભટ્ટ