Get The App

આડેધડ વેટ લાસ : બકરું કાઢવા જતાં ઊંટ પેસી જવાનું જોખમ

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
આડેધડ વેટ લાસ : બકરું કાઢવા જતાં ઊંટ પેસી જવાનું જોખમ 1 - image

પહેલું સુખ તે જાતે નર્યા  અર્થાત વ્યક્તિ  માટે સૌથી મોટું સુખ તેની તંદુરસ્તી છે.આ  સૂત્રમાં માનનારા લોકોની સંખ્યા વધતી જાય  છે.

પોતાના આરોગ્યની જાળવણી માટે જાગૃત લોકો વ્યાયામ, યોગ તથા ડાયેટિંગ જેવા નુસખા અજમાવી તંદુરસ્તી જાળવવા  તથા વજન ધટાડવા (વેટ લાસ) માટે પરસેવો પાડતા હોય  છે.મેદસ્વીતા ધટાડી ઝીરો ફિગર , સ્લિમ  ફિગર  તથા હેલ્ધી ફિગરને નામે શરીર સૌવ મેળવવા ઉપરાંત તંદુરસ્ત રહેવા યોગ,જિમ, ડાયેટિંગ સહિતના ઉપાયો અજમાવતી મહિલાઓ પણ હેલ્થ કોન્સિયસનેસમાં  મોખરે છે.  પરંતુ  વજન ઘટાડી ઝીરો ફિગર કે વજન વધારી ્રવેટ ગેનૃ સિક્સ પેક મેળવવાની ધેલછા સ્વાસ્થ્ય માટે હાનિકારક પુરવાર થઈ   શકે છે.પૂરતી જાણકારી કે નિષ્ણાતોના માર્ગ 

-દર્શન વગર વેટ લાસ કે વેટ ગેન માટેના પ્રયત્નોમાં લાંબા ગાળે સમસ્યાઓ ઊભી થાય છે.વિવિધ અભ્યાસોમાં આ વાસ્તવિ -કતાને પુષ્ટિ મળી છે.

  ઘણા ઓછા લોકોને ખબર હશે કે વેટ લાસની આડ અસરોમાંની એક તે હાડકાં નબળાં  થવાની  આડ અસર.મોટા ભાગના લોકો તેમનું વધું પડતું વજન ધટાડવા ઈચ્છતા હોય  છે.પણ પૂરતી સાવધાની વગરના આ માટેના પ્રયાસનાં ગંભીર પરિણામ આવી શકે છે.

તાજેતરના એક અભ્યાસમાં જણાયું છે કે વેટ લાસ અસ્થિની  ઘનતા,અસ્થિની બાંધણી તથા તેની નક્કરતાને નબળી પાડી શકે છે.પ્રશ્ન થાય કે વેટ લાસથી ખરેખર હાડકાં નબળાઈ પડતાં હશે? આ અભ્યાસ -માં ૪૦ વર્ષના ગાળામાં વિવિધ મહિલાઓ તથા પુરુષોના વજનમાં થયેલા ફેરફારોના ડેટાને ધ્યાનમાં લેવાયો હતો.અભ્યાસમાં જણાયું હતું કે ચારથી છ વર્ષના ટૂંકા ગાળાથી લઈને ૪૦ વર્ષ  સુધીના લાંબા ગાળા દરમિયાન વજન ઘટયું હોય તેવાં  સ્ત્રી -પુરુષોનાં અસ્થિની સંરચના (બાંધણી) માં આ સમય ગાળામાં વેટ લાસ થયો ન હોય તેવાં  સ્ત્રી -પુરુષોની સરખામણીએ વધુ પ્રમાણમાં  સૂક્ષ્મ (સ્વરુપની વિકૃતિ )ખરાબી  થયાનું જોવા મળ્યું હતું.  વેટ લાસથી હાડકાં નબળાં પડતાં ્રબાન  લાસ)હોવા સિવાયની અન્ય આડ અસરો પણ છે જે આ મુજબ છે ?ઓછા સમયમાં શક્ય  તેટલું વધુ વજન ઓછું કરવા માટેનાં નિયંત્રણોવાળા  આહાર(ક્રેશ ડાયેટ)  કે વજન ધટાડવા માટેની પિલ્સ  ગોળીઓ) લેવાથી ેહૃદયરોગની તથા પિત્તાશયની પથરીની સમસ્યા ઊભી થઈ શકે છે.

વેટ લાસ ક્રેશ ડાયેટને કારણે શરીરમાં    પૌષ્ટિક તત્વોની ઊણપ (ઓછપ)સર્જાઈ શકે છે.આવા ખાનપાનની મગજનાં અન્ડ્રોફિન્સ જેવાં રસાયણોના ાવ  ઝરવાની પ્રકિયાૃને હાનિકારક અસર થાય છે.પરિણામે વ્યક્તિ હતાશા તથા ચીડીયાપણું અનુભવે છે.

પોષક તત્વોના અભાવવાળા ડાયેટને કારણે શરીરમાં વિટામિન'ડી' તથા કેલ્શિયમ -ની અછત ઊભી થાય છે.પરિણામે હાડકાં    નબળાં પડવા સાથે તેમાં  તિરાડો ્રફ્રેક્ચર)  પડી શકે છે.

કાર્બોહાઈડ્રેટના ઓછા પ્રમાણવાળા ડાયે ટને લીધે શરીરમાં અશક્તિ  (નબળાઈ) લાગે   છે.સાથે સાથે કબજિયાત,ડિહાઈડ્રેશન,  સ્નાયુઓનું ખેંચાણ (સ્નાયુ પીડા-કર્ષણ તથા ખાંડ) શર્કરા ખાવાની તીવ્ર ઇચ્છા જેવી  તકલીફો થઈ શકે છે.

વેટ લાસ માટેના વધુ પડતા પ્રોટીનવાળા  ડાયેટથી આધેડ વ્યક્તિઓમાં હૃદયની  કામગીરી બંધ પડવા ફેલ્યોર નું જોખમ વધે છે.

વેટ લાસ ડાયેટમાં માત્ર વિવિધ ફળનો જ સમાવેશ હોય તો શરીરને અન્ય અનાજ- શાકભાજીમાંથી મળતાં પોષક તત્વો  મળશે નહીં.

ક્રેશ ડાયેટિંગની બાન હેલ્થ પર અસરો :   ઓછા સમયમાં ઝડપથી વજન ધટાડવા માટેની એક પદ્ધતિ એટલે ક્રેશ ડાયેટિંગ.આમાં રોજિંદા આહારમાં કેલેરીનું પ્રમાણ ધટાડીને ૭૦૦ કેલેરી જેટલું   કરાય છે.રોજ ૮૦૦થી   ૯૦૦ કેલેરી મળે એવો ખોરાક હાડકાં માટે   હાનિકારક છે.વ્યક્તિએ તેનાં અસ્થિ અને   પેશીજાળ જળવાય તે માટે રોજ મહત્તમ   ૧૨૦૦ કેલેરી મળે તેવો આહાર લેવો જોઇએ.લાંબા સમય માટે આથી પણ ઓછી  કેલેરી શરીરને  મળે તા ે આરોગ્યને  હાનિ પહોંચે  છે.અનેક મહિલાઓ  આપમેળે  ક્રેશ ડાયેટનો વિકલ્પ પસંદ કરતી હોય છે.પરંતુ    છેવટે તેમનાં અસ્થિ અને સ્નાયુ નબળાં પડે છે.

આસ્ટીયોપોરોસિસનું જોખમ કેમ ટળાય?

 (આસ્ટીયોપોરોસીસમાં  બોન માસ અને ઘનતા  ઓછી થવાને કારણે હાડકાં બરડ થવાની તકલીફ થાય છે.આ સ્થિતિ ટાળવા વજન ધટાડતી વખતે હાડકાંનું  રક્ષણ  કરવા આરોગ્યપ્રદ આહાર લેવા સાથે નિયમિત કસરત કરવી જોઈએ.હેલ્ધિ  ડાયેટમાંથી પૂરતા પ્રમાણમાં વિટામિન 'ડી' તથા  કેલ્શિયમ મળે તે જરુરી છે.

બાન માસ ગુમાવ્યા વગર વેટ લાસ કેમ થાય?:   બોન માસ (અસ્થિ પિંડ) ગુમાવ્યા વગર વેટ લાસ કરવું હોય તો દિવસમાં ત્રણ વખત ભરપુર કેલ્શિયમ  મળે   તેવો  આહાર લેવાનું હેલ્થ એક્સપર્ટસ સૂચવે છે.લાંબા સમય માટે ઓછી કેલેરીનો  આહાર  લેનારે શરીર માટે આવશ્યક  પોષક  તત્વો  મળે  તે ધ્યાન રાખવું જરુરી છે. બિનપૌષ્ટિક આહાર  શરીર માટે અનેક રીતે હાનિકારક છે.આહારમાંથી  કેલ્શિયમનું પ્રમાણ ઓછું કરતાં આસ્ટીયોપોરોસિસનું જોખમ વધે છે.૫૦થી ઓછી વયના લોકોએ એક હજાર મિલિગ્રામ કેલ્શિયમ તથા વિટામિન ''ડી'' ૪૦૦થી ૮૦૦ આઈયુ  (ઇન્ટરનેશનલ યુનિટ) ના પ્રમાણમાં  તથા ૫૦થી વધુ વર્ષનાઓએ ૧૨૦૦િ મ.ગ્રા.  કેલ્શિયમ તથા વિટામિન ધડીધ ૮૦૦થી આઈયુના પ્રમાણમાં મળી રહે તેવો આહાર રોજ લેવો જોઈએ.

કેલ્શિયમ તથા વિટામિન 'ડી'  ના સ્ત્રોત :

સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ મળે તેવા   ખાદ્ય પદાર્થોમાં લા ફેટ ડેરી પ્રોડક્ટ્સ ઘઉં, ચોખા,મકાઈ,જવ જેવાં ધાન્ય તથા ઘર બનાવટના નૈસગક જૂસનો સમાવેશ થાય છે. જ્યારે ફેટિ ફિશ સોયા મિલ્ક,સંતરાંનો જૂસ,ચીઝ,ઈંડાંની જરદી, કાચું દૂધ,મશરૂમ્સ  તથા કોડ લિવર તેલ જેવા ખાદ્ય પદાર્થોમાંથી  સારી એવી માત્રામાં વિટામિન ''ડી''  મળે છે.

 વેટ લાસ વિશેની આટલી સર્વ સામાન્ય માહિતી દર્શાવે છે કે પૂરતી જાણકારી તથા   હેલ્થ એક્સપર્ટસના માર્ગદર્શન વગર વેટ લાસનો પ્રયાસ  જોખમી છે  તથા બકરું કાઢતાં ઊંટ પેસી  જાય  તેવી  સ્થિતિ થઈ શકે છે.

- મહેશ ભટ્ટ