Get The App

ભારતીય જેમ્સ બોન્ડ રજની પંડિત

Updated: Aug 21st, 2023

GS TEAM

Google News
Google News
ભારતીય જેમ્સ બોન્ડ રજની પંડિત 1 - image

- અંતર- રક્ષા શુક્લ

રોજ મોડા આવવાની ટેવ'પાડી કાં તમે ?

'ને તરત પાછા જવાની ટેવ પાડી કાં તમે ?

ત્યાં પછી સસલું સુતેલું પણ વિજયને પામશે,

કાચબા સમ ભાગવાની ટેવ પાડી કાં તમે ?

એ જ કારણથી જગત નારાજ ભાસે છે તને,

રાહ નૂતન દોરવાની ટેવ પાડી કાં તમે ?

ભક્તિનું કાયમ અપેક્ષિત ફળ મળે એવું નથી,

અન્ય ઈશ્વર પૂજવાની ટેવ પાડી કાં તમે ?

                         -પૂર્વી ભટ્ટ શુકલ

આજના બદલાતા યુગમાં શહેરી મહિલાઓ જ નહીં પરંતુ ગ્રામ્ય કક્ષાએ પણ મહિલાઓ પોતાની પસંદગીના અનેક કાર્યો કરી રહી છે. પોતાના ઘરકામમાંથી પરવારી કેટલીયે ીઓ અવનવા ગૃહઉદ્યોગો, હસ્તકલા કે સીવણ જેવા કામ કરીને અર્થોપાર્જન કરે છે. તેઓ ડોકટર, એન્જીનીયર, આકટેક્ટ, એડવોકેટ કે કોર્પોેરેટ  ક્ષેત્રે ઊંચા હોદ્દા પર બેસી સુપેરે કામકાજ સંભાળે છે. પરંતુ આજની એકવીસમી સદીમાં પણ જાસૂસ બનવા માગતી હોય તેવી મહિલાઓ ખૂબ જ ઓછી છે.

જો કે રાજધાની દિલ્હીમાં ષડયંત્ર અને સાહસથી ભરપૂર ડિટેક્ટીવ બનવા માટે ત્રણ મહિલાઓએ ઓછો પ્રવાસ કરવો પડયો છે. આ ત્રણ મહિલા વાસ્તવિક જીવનમાં પણ જાણે મિસ માર્પલ્સ (આગાથા ક્રિસ્ટીની ક્રાઈમ નોવેલમાંથી એક કાલ્પનિક ડિટેક્ટીવ પાત્ર) છે. તેઓ ઝડપી, ચપળ અને બુદ્ધિશાળી છે. કોઈ પણ સમસ્યાને કેમ ટેકલ કરવી એ તેઓ સુપેરે જાણે છે. જેમ કે ભાવના પાલીવાલ એક અખબારમાં કામ કરતી હતી અને અચાનક જ એક ડિટેક્ટીવ બની. એક ઘટના શેર કરતા તે કહે છે એક કિસ્સામાં તેણે નોકરાણી બનવું પડયું હતું. તેણે લક્ષ્ય પાસે એક નાનકડી જગ્યા ભાડે લીધી અને ત્યાં અન્ય મહિલાઓ સાથે રહી, નોકરાણીનો પોશાક પહેરી ઘરેલુ કામ પણ કર્યું હતું. બીજા તરલિકા લાહિરીએ પણ એક સાવ જ અલગ વ્યવસાય સાથે શરૂઆત કરી - એક શિક્ષક તરીકે. પરંતુ ભાગ્યમાં જાસૂસ બનવાનું હતું. ૫૩ વર્ષીય ડિટેક્ટીવ તરલિકાએ સગીરોને સ્પોર્ટસવેર ફેક્ટરીમાં કામ કરાવવા માટેના રેકેટનો પર્દાફાશ કરવાથી લઈને હત્યાની તપાસ સુધીના વિવિધ કેસ ઉકેલ્યા છે. તેના અસાઇનમેન્ટ માટે તેઓ વિદેશમાં પણ રહ્યા છે પરંતુ તેઓ કહે છે કે આવા અસાઇનમેન્ટ લેતા પહેલા તે દેશના કાયદાને જાણવું ખૂબ જ જરૂરી છે. લાહિરી આ વ્યવસાયમાં સૌથી વૃદ્ધ છે. એક કેસને ઉકેલવા માટે લાહિરીને ત્રણ વાર કાર બદલવી પડી હતી અને કોઈ તેનો પીછો ન કરે માટે તેણે વારંવાર રસ્તો બદલીને ૫-૬ કિ.મી. સુધી ચાલવું પડયું હતું. ત્રીજા મહિલા તાન્યા પુરી એકમાત્ર એવી છે જે જૂઠ અને છેતરપિંડીના પડછાયા હેઠળ પિતા સાથે જાસૂસ તરીકે ઉછરી. તેના માટે આ વ્યવસાયમાં જોડાવું એ સ્વાભાવિક હતું. તાન્યા પુરીની પ્રેરણા અન્ય કોઈ નહીં પરંતુ તેના પિતા બલદેવ પુરી છે જે પોતે એક અનુભવી જાસૂસ છે. બાળપણમાં તાન્યાએ તેમના પિતાને વિવિધ કેસોમાં કામ કરતા જોયા હતા. તે કહે છે, 'મારા પિતા મને કાલ્પનિક પરિસ્થિતિઓ આપતા અને જે તે ઘટનાઓના છેડાઓને જોડી તેનો હલ શોધવા પ્રોત્સાહિત કરતા. તેમને રમવાનો સમય પસાર કરવાની એ શ્રેષ્ઠ રીત લાગતી.

૯૦ના દાયકામાં આ વ્યવસાયમાં આવી કોઈ મહિલાનાં હોવા વિશે તમને કલ્પના પણ આવે ? એ પણ એ સમયે કે જ્યારે ીઓ પર ઘણા પ્રતિબંધો હતા. પણ હકીકતમાં એ દિવસોમાં પણ, એક હિંમતવાન ી હતી જે નોખી માટીથી ઘડાયેલી હતી અને તેણે ડિટેક્ટીવ બની આ વ્યવસાયમાં પ્રવેશવાની હિંમત કરી. તેમના માટે એ બિલકુલ સરળ ન હતું. આ માટે તેમણે ઘણા પાપડ વણવા પડયા. કેટકેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો. ડિટેક્ટીવ બનવામાં રોમાંચ તો છે જ પણ જોખમ પણ ઘણું છે. રજની પંડિત સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા જાસૂસ છે જેમણે આ કામ કુશળતાપૂર્વક કરી બતાવ્યું. વાસ્તવમાં, મહારાષ્ટ્રમાં જન્મેલી અને ઉછરેલી રજની પંડિતે ક્યારેય કલ્પના નહોતી કરી કે તે જાસૂસ બનશે. 

આપણે રીલ લાઈફમાં કે રિયલ લાઈફમાં પણ પ્રસિદ્ધ જાસૂસોના નામ સાંભળ્યા જ હોય. એ વ્યોમકેશ બક્ષી હોય, શેરલોક હોમ્સ હોય કે જેમ્સ બોન્ડ...અહીં ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે આ બધા પુરુષો જ છે. જો કે, આનો અર્થ એ નથી કે ીઓ જાસૂસ નથી. એજન્ટ ૦૦૭ ના ગુપ્ત નામથી ઓળખાતા હોલિવૂડની 'જેમ્સ બોન્ડ' ફિલ્મ શ્રેણીનાં સુપ્રસિદ્ધ પાત્ર જેમ્સ બોન્ડથી કોઈ ભાગ્યે જ અજાણ્યું હશે. જે ૧૯૫૩માં લેખક ઇયાન ફ્લેમિંગ દ્વારા બનાવવામાં આવેલ કાલ્પનિક બ્રિટિશ સિક્રેટ સવસ એજન્ટ છે. હોલીવુડ અભિનેતા શાન કોનેરીનું જેમ્સ બોન્ડ રૂપે પાત્ર ભજવનાર પ્રથમ અભિનેતા હતા. એક શાલીન છતાં બદમાસ જાસૂસનું પાત્ર અને એક ખાસ અદામાં તેમની પિસ્તોલ રાખવાની સ્ટાઈલ એ સમયે ઘર-ઘરમાં લોકપ્રિય થઈ ગઈ હતી. બહાદૂર લેડી જાસૂસ રજની પંડિત 'ભારતીય જેમ્સબોન્ડ' તરીકે ખૂબ પ્રખ્યાત છે. મુંબઇના એક સક્સેસફુલ ઇન્ટરનેટ પ્લેટફોર્મ 'હ્યુમન્સ ઓફ બોમ્બે' પર રજની પંડિતે કહ્યું કે તેઓ અત્યાર સુધીમાં ૮૦,૦૦૦ થી વધુકેસ સોલ્વ કરી ચૂક્યા છે. 

રજનીની જાસૂસ બનવા પાછળની કહાની રસપ્રદ છે. તેની શરૂઆત રજની જ્યારે કોલેજમાં હતી ત્યારે થઈ. એકવાર વર્ગમાં બેઠેલી તેની ક્લાસમેટ ફોન પર કોઈને કહેતી હતી કે તે કેવી રીતે તેના પરિવારને મૂર્ખ બનાવી રહી છે. આ સાંભળીને રજનીને થોડું અજુગતું લાગ્યું અને તેને એક વિચાર આવ્યો કે 'આ છોકરી વિશે જાણવું તો પડે કે તે તેના પરિવારના સભ્યોને શા કારણે અને કેવી રીતે મૂર્ખ બનાવી રહી છે.' રજનીએ છોકરીનો ચુપકેથી પીછો કર્યો અને જોયું કે તે ખોટા લોકો સાથે ભળી હતી અને બરબાદ થવાની હતી. ત્યારબાદ રજનીએ આ અંગે યુવતીના પરિવારને જાણ કરી હતી. એ છોકરીના પરિવારે રજનીનો આભાર માન્યો અને કહ્યું કે 'તું તો જાસૂસ છે !' બસ તે સમયે રજનીને લાગ્યું કે મારે આ જ રસ્તે આગળ વધવું જોઈએ. પણ રજનીના પિતા સીઆઈડીમાં હતા અને રજની આ કારકિર્દીઅપનાવે તેવું જરા પણ ઇચ્છતા ન હતા. તેઓ જાણતા હતા કે સહેજ પણ ભૂલ થાય ત્યારે સમાજ બક્ષતો નથી. મીડિયા નાની વાતનો પણ ઇસ્યુ બનાવી બદનામ કરવા હરઘડી તત્પર હોય છે. રજની કહે છે કે તેણે પિતાને સમજાવ્યા કે જો તે ડરીને કંઈ નહીં કરે, તો આખી જીંદગી કશું કરી શકશે નહીં અને ક્યારેય આગળ વધી શકશે નહીં. પિતાને થોડું સમજાવ્યા પછી તેઓ રજનીની વાતમાં સંમત થયા. રજની કહે છે કે 'મને તે સમયે ખબર નહોતી કે હું એવી પહેલી મહિલા છું જે ડિટેક્ટીવ બનવા જઈ રહી છે ! એટલે કે ભારતની પ્રથમ મહિલા જાસૂસ.'ગુંચવણભર્યા ગુનાઓને ઉકેલવા માટેની નીડરતા, સાહસવૃત્તિ અને બુદ્ધિ રજનીમાં હતા જ આથી  તેના માટે જાસુસી વ્યવસાય ન રહેતા હોબી બની જેમાં તે થ્રિલ અનુભવતી હતી. તેમણે પોતાના કાર્ય સંબંધિત અનુભવોને લગતા થોડા પુસ્તકો પણ લખ્યા છે. 

રજનીની સફરમાં માત્ર અણિયાળા પથ્થરો જ હતા તેવું નથી, સમયાંતરે આ સફરમાં માતાના અડિખમ સાથને લીધે કોમળ ફૂલોની સેજ પણ મળી. રજનીની માતા હંમેશા કહેતા કે, 'તે જે કરવા માંગે છે તે કરશે જ. તે હિંમતવાન છે... મને તેના પર પૂરો વિશ્વાસ છે.' આવા સમયે પરિવારના અન્ય સભ્યો અને સંબંધીઓ પણ ટિપ્પણી કરવાનું ટાળતા નથી. લોકો શંકા પણ કરતા હતા કે રજની એક ી થઈને જાસૂસી કેવી રીતે કરી શકશે. પણ એ બધા વિઘ્નોને પાર કરીને રજની પંડિત આગળ વધ્યાં. લિંક્ડઇન પર 'સીઝ પેટા'  (Ces Peta)  નામના વ્યાવસાયિકો ભારપૂર્વક કહે છે કે Women do cry, sometimes meek and submissive. But once ignited or motivated; they are a lot stronger than men.પછીથી પ્રોફેશનલ ડિટેક્ટીવ વર્ક માટે કોઈ લાઇસન્સ જરૂરી છે કે કેમ તે અંગે રજનીએ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને કહેવામાં આવ્યું કે 'આવું કોઈ લાઇસન્સ ઉપલબ્ધ નથી. તો પણ તેણે ૩ વર્ષ સુધી જાસુસીનું કામ ચાલુ રાખ્યું. આ દરમિયાન તેનો એક ઈન્ટરવ્યૂ પ્રકાશિત થયો ત્યારે તેની પ્રતિભા લોકોના ધ્યાનમાં આવી અને  લોકો તેને સન્માનથી મૂલવતા થયા. રજનીએ ૧૯૮૮માં ઇન્વેસ્ટિગેશન્સ નામની કંપની બનાવી, જેમાં ૩ સાથીઓ હતા. આજે આ કંપની સાથે ૨૦ સભ્યો જાસૂસ તરીકે જોડાયેલા છે જેઓ સ્વતંત્ર રીતે અનેક જાસૂસી પ્રોજેક્ટસ હાથ પર લઈને સુંદર રીતે કામગીરી સંભાળી રહ્યા છે. 

પહેલો એવોર્ડ રજનીને ૧૯૯૦માં મળ્યો હતો. એ પછી તેના પર એવોર્ડઝની જાણે વર્ષા થઈ. ૩૦ વર્ષથી ઓછા સમયની તેની કારકિર્દીમાં તેને આજ સુધીમાં ૬૭ એવોર્ડ મળ્યા છે. પહેલા લોકો વિરોધ નોંધાવતા કે જે મહિલા લોકોના ઘર તોડતી હોય તેને એવોર્ડ કેમ આપવામાં આવે છે પરંતુ રજનીજી આ બાબતે સાવ નોખું જ વિચારતા હતા. તેઓ કહેતા કે 'સમસ્યા ગંભીર બને તે પહેલા જ તેને સુધારી લેવામાં આવે તો એમાં નુકસાન શું છે ?' રાષ્ટ્રપતિ કોવિંદનાં હસ્તે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રજની પંડિતને 'ફર્સ્ટ લેડી ડિટેક્ટીવ' એવોર્ડ પણ અપાયો છે. રજની માટે આ સફર સરળ ન હતી. તેમ છતાં રજનીએ કોઈ ટીકાને પોતાના મન પર હાવી થવા ન દીધી અને સકારાત્મક વલણ અપનાવ્યું. આ જ કારણ છે કે આજે સફળતા તેના ચરણો ચૂમે છે. સાચું જ કહેવાયું છે કે “Never underestimate the strength and the power of a woman. Women can do almost anything better that men can do.”

આમ મહિલા ડિટેક્ટીવ્ઝ પણ આજે જાસૂસીના વ્યવસાયમાં પોતાની સિદ્ધિઓનો ધ્વજ ન ફરકાવી રહી છે. રજની પંડિત તેના પર પૂરો ભરસો રાખનાર લોકો તરફ કૃતજ્ઞાતા દર્શાવતા કહે છે કે 'જે લોકોના વિશ્વાસ અને આશીર્વાદથી મને મારા કામમાં મદદ મળતી હતી તેના કારણે જ હું સફળ થઈ છું. પહેલાના સમયમાં તો મને પોલીસ પણ મદદ કરતી હતી. અને એક માર્ગદર્શન પણ આપતી જેથી હું કોઈ કેસમાં ગેરકાયદેસર ફસાઈ ન જાઉં. હું હવે કેસ સંબંધિત લોકો પાસે અમુક કાગળો પર અગમચેતી વાપરી સહી કરાવું છું. જેમના પ્રોજેક્ટ હું લઉં છું તેમની પાસે લખાવી લઉં છું કે 'તમે અમારી સેવાઓ માટે અમને પસંદ કર્યા છે. જેઓ શાર્પ છે, ચપળ છે અને બાઝ નજર ધરાવે છે તેમણે મહિલા હોવા છતાં આ રોમાંચક વ્યવસાય અપનાવવા જેવો ખરો ! બ્રિટીશ લેખક અને ચિકિત્સક તથા શેરલોક હોમ્સ પાત્રના સર્જક આર્થર કાનન ડાયલ કહે છે કે વિશ્વ સ્પષ્ટ રીતે જોઈ કે નોંધલઇ શકાય તેવી અનેક વ્યક્તિઓ, તેઓની વર્તણૂકો, ઘટનાઓ કે વસ્તુઓથી ભરેલું છે પણ ભાગ્યેજ કોઈ માણસ આવા સંજોગોમાં બારીકીથી અવલોકન કરતું હોય છે. 

ઇતિ

ઊકળતા પાણીમાં પ્રતિબિંબ દેખાતું નથી તેમ ક્રોધી માણસ પોતાનું હિત શેમાં છે તે જોઈ શકતો નથી.

- ભગવાન બુદ્ધ