રોજિંદા આહારમાં વિવિધ વિટામિન અને ખનિજોનો સમાવેશ કરવા સલાડની પ્લેટમાંના વિવિધ રંગો સહાયક છે. ભારતીય આહારમાં સલાડનું મહત્વ છે. સલાડ સ્વાદિષ્ટ હોવાની સાથેસાથે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. તે કબજિયાત અને ગેસથી છુટકારો અપાવે છ.ે તેમજ તેના સેવનથી પેટ ભરાઇ જતું હોવાનો અહેસાસ થતો હોવાથી વજન ઘટાડવા માટેના પ્રયાસ કરતી વ્યક્તિઓનએ નિયમિત રીતે વિવિધ રંગી સલાડનું સેવન કરવું જોઇએ. સલાડમાં કેલરીની માત્રા ઓછી હોવાથી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પુરવાર થયું છે.
જેમ જીવનમાં દરેક રંગ મહત્વનો છે, તેમ સલાડમાં પ વિવિધ રંગના શાકભાજીનું મહત્વ છે.
ઘેરો લાલ મરૂન રંગ બીટ
બીટમાં આર્યન, સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ પર્યાપ્ત માત્રામાં હોય છે. જે શરીરને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. તેનું સેવન રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે તેમજ તેમાં સમાયેલા ફાઇબર્સ પેટને સાફ રાખવામાં સહાયક સાબિત થાય છે.
લીલા પાન લેટસ-સલાડના પાન
સલાડના લીલા પાનમાં પ્રોટીન લિપ્રિડ ફૈટ, કાર્બોહાઇડ્રેટસ, ફાઇબર, કેલ્શિયમ, આર્યન, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ જેવા આવશ્યક પોષક તત્વો અને મિનરલ્સ સમાયેલા હોય છે.જે સ્વાસ્થ્ય માટે લાભકારી નીવડે છે. તેમાં સમાયેલા એન્ટીઓક્સીડન્ટસના ગુણ મગજને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવે છે. સલાડના પાન ખાવાથી તાણમુક્ત રહેવાય છે.
હળવો લાલ અથવા કેસરી ગાજર
ગાજરમાં વિટામિન એ પ્રચૂર માત્રામાં સમાયેલું હોવાથી તેનું સેવન આંખ માટે ફાયદાકારક છે. ગાજરમાં બીટા કેરોટીન નામનું વિટામિન સમાયેલું જોવા મળે છે જે પોષક તત્વો અને ફાઇબરથી ભરપુર છે. ગાજર ના સેવનથી ઇમ્યુન સિસ્ટમ સુધરે છે. તેમાં સમાયેલા એન્ટી ઓક્લીડન્ટ ગુણ ફ્રી રેડિરલ્સના પ્રભાવથી બચાવે છે. ઉપાંત ડાયાબિટીસ અને કેન્સરના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે.
હળવો ગુલાબી રંગ કાંદા
કાચા કાંદાનું સેવન ગરમીમાં લૂથી બચાવે છે. કાંદામાં એન્ટીાયોટિક્સ, એન્ટીબેકટેરિયલ અને એટન્ટીઓક્સીડન્ટ સમાયેલા હોય છે. જે કોઇ પણ પ્રકારના સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે. કાંદા ખાવાથી શરીરની ઇમ્યુનિટી પણ સારી રહે છે.
હળવો લીલો રંગ કાકડી
ગરમીની ઋતુમાં કાકડીના સેવનનું પ્રમાણ વધી જતું હોય છે. કાકડીમાં પ્રચુર માત્રામાં પાણી સમયોલું હોવાથી તેને નિયમિત રીતે ખાવાથી શરીરને હાઇડ્રેટ રાખી શકાય છે. તેમજ તેમાં વિટામિન એ, સી, કે, પોટેશિયમ, લ્યૂટીન, ફાઇબર જેવા ગુણ સમાયેલા હોય છે. સાથેસાથે તે વજન ઘટાડવામાં મદદ કરે છે.
ઘેરો લાલ ટામેટા
ટામેટામાં વિટામિન સી, પોટેશિયમ, પોલેટ અને વિટામિન કે સમાયેલું છે. જે હૃદય રોગ અને કેન્સરના જોખમને ઓછું કરે છે. ટામેટામાં ફાઇબર સમાયેલું હોય છે જે પાચનક્રિયાને હળવી કરે છે. તેમજ શરીરને ઉર્જા આપે છે. તેમજ વજન ઘટાડવામાં સહાયક છે.
ઘેરો લીલો રંગ ખીરા
રીપામાં ૯૦ ટકા જેટલું પાણી સમાયેલું હોય છે. તેનું સેવન શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. તેમાં વિટામિન એ, બી૧, બી૬, સી, ડી, પોટેશિયમ, ફોસ્ફરસ, આર્યન પ્રચુર માત્રામાં સમાયેલા હોય છે. જે શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. ખીરા કબજિયાતથી રાહત આપવાની સાથેસાથે પેટની સામાન્ય સમસ્યાઓથી છુટકારો આપે છે. આ ઉપરાંત તેના સેવનથી એસિડિટી , છાતીમાં બળતરા, તૃષા જેવી સામાન્ય ફરિયાદોનું નિવારણ કરે છે.
- જયવિકા આશર


