એક તરફ વાયુ પ્રદૂષણ વધતુ જાય છે અને બીજી બાજુ, બીડી-સિગારેટ પીનારાઓ (સ્મોક્સીની સંખ્યા નીચે આવવાને બદલે ઊંચે જઈ રહી છે. એમાં આપણા ફેફસાંનું આવી બને છે. આપણે નોન-સ્મોકર હોઈએ એટલે એવું માની લેવાનું જરૂર નથી કે આપણાં ફેફસાં સલામત છે. વિવિધ કારણોસર વાયુ પ્રદૂષણ જે રીતે ખતરાના લેવલથી ઉપર જઈ રહ્યું છે એ આપણાં ફેફસાં માટે ખાતરાની ઘંટડી સમાન છે. અને એને કારણે શ્વાસોચ્છવાસમાં મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. જાણીને નવાઈ લાગે કે ક્રોનિક પ્લમોનર) ઓબસ્ટ્રક્ટીવ ડિસીઝ (સીઓપીડી) વયસ્કોમાં મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ છે.
ટૂંકામાં કહીએ તો આજની પરિસ્થિતિમાં ફેફસાંને સ્વસ્થ રાખવા અત્યંત આવશ્યક છે. એટલે અહીં એવા ફુડ્સ (ખાદ્ય પદાર્થો) વિશે જાણીશું જે આપણાં લંગ્સ (ફેફસાં) ને હેલ્ધી રાખે છે. લંગ્સને પોલ્યુશન અને સ્મોકિંગથી બચાવવા આ ફૂડ્સ રોજ ખાવા જોઈએ. આ ખાદ્ય પદાર્થોને જ કેટેગરીઝમાં વિભાજિત કરી શકાય છે. જેમ કે સ્મોકર્સ ખાવા જોઈએ એ ફૂડ્સ, લંગ્સ ચોખ્ખા કરે એવા ફૂડ્સ, શ્વાસોચ્છવાસના રોગોની સારવાર માટે ખવાતા ફુડ્સ અને શ્વાસોચ્છવાસમાં સુધારો કરતા ફુડ્સ.
ફેફસાને એકદમ સ્વસ્થ રાખતા કુલ 9 ફુડ્સ વિશે અહીં જાણી લઈએ
આદુ અને સૂંઠ : સૌથી પહેલા આવે છે આદુ. આદુમાં કુદરતી એન્ટી- ઈન્ફ્લેમેટરી કમ્પાઉન્ડ્સ હોય છે જે ફેફસામાંથી વિષ બહાર કાઢવામાં મદદરૂપ થવા ઉપરાંત છાતીમાં ભરાવો પણ ઓછો કરે છે. એ શ્વસનતંત્રને સાબુત રાખી શ્વાસોચ્છવાસની ક્રિયા સુધારે છે, જેને લીધે ફેફસાં સુચારુરૂપે પોતાનું કામ કરી શકે છે. ખાસ કરીને વાયુ પ્રદૂષણનો સામનો કરતા એને સ્મોકિંગ કરતા લોકો માટે આદુ અને સૂંઠ બહુ ઉપયોગી છે.
લીલા શાકભાજી : પાલક અને કોબી જેવા પાનવાળા લીલા શાકભાજી ક્લોરોફિનથી ભરપુર હોવાથી એ ખોરાકમાં સામેલ કરવાથી લોહી ચોખ્ખું થાય છે? અને શરીરમાં ઓક્સિજનનું સરક્યુલેશન વધે છે. લીલા પત્તાવાળા શાકમાં કેરોટિનોલ્ડ્સ જેવા એન્ટી ઓક્સિડન્ટ્સ ણ મોજુદ હોવાથી એ લંગ્સને ઓક્સિડેટિવ સ્ટ્રેસ સામે રક્ષણ આપે છે.
દાડમ : દાડમમાં પુષ્કળ માત્રામાં એન્ટઓક્સિડન્ટ્સ હોવાથી એ ફેફસામાં ગાંઠો જામતી રોકવામાં મદદરૂપ થાય છે. શ્વાસની સમસ્યાઓની સારવારમાં પણ આ ફળ આશીર્વાદરૂપ બની જાય છે. એ ઉપરાંત દાડમના જ્યુસના બીજા પણ ઘણાં સ્વાસ્થ્ય લાભો છે.
ડુંગળી : કાંદા તીખા હોય છે એ ખરું પણ એમાં જે બાષ્પ હોય છે એ ફેફસાંની હેલ્થ માટે ઉત્તમ છે. એટલે જ ધૂમ્રપાન કરનારા લોકો (સ્મોકર્સ) એ હેલ્ધી લંગ્સ માટે ડુંગળીનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ.
સફરજન : એપલ્સ એટલે કે સફરજનમાં ફ્લેવોનોઈડ્સ અને વિટામીન ઈ,બી અને સી હોય છે. એ બધા મળીને ફેફસાને એકદમ સ્વસ્થ રાખે છે.
ફણસ : આપણાં સોંઘા અને દેશી ફળ ફણસમાં બારિન્જીન નામનું મહત્ત્વનું ફાલ્વનોઈડ મળે છે, જે લંગ્સમાં ટયુમર (ગાંઠ) વિકસતી રોકે છે. બીજું, ફણસ ફેફસાને સાફ કરતા સૌથી અસરકારક ફૂડ્સમાંનું એક છે. એમાં નારિન્જીન મોટી માત્રામાં હોય છે.
ગાજર : ગાજર એક બીજું સોંઘુ અને હાથવગું શાક છે જે આપણાં શ્વાસોચ્છવાસમાં સમસ્યાઓ પેદા થતી રોકી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે ગાજર વિટામીન એ અને સી થી ભરપુર હોય છે, ફેફસાનેહેલ્ધી રાખવામાં અગત્યનો ફાળો આપે છે.
સંતરા: ખાટાં ફળો અનેક રીતે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. એમાંય સંતરું સૌથી હેલ્ધી ખાટું ફળ છે, જે વિટામીન સી થી ભરપુર હોય છે. ડોક્ટરો એટલે જ સ્મોકર્સને સંતરા ખાવાની સલાહ આપે છે. સંતરા ફેફસાની ઓક્સિજન શોષવાની ક્ષમતા વધારવાનું અદ્ભૂત કામ કરે છે.
કઠોળ : આધુનિક વિજ્ઞાાન કહે છે કે કઠોળમાં અદ્ભૂત કેન્સરવિરોધી ગુણધર્મો હોય છે. એ મેગ્નેસિયમથી ભરપુર હોય છે. અને મેગ્નેસિયમ ફેફસાં પુરેપુરી સ્વસ્થતાથી પોતાની કામગિરી બજાવે એ માટે એક મહત્ત્વનો પદાર્થ છે.
સુકો મેવો : અખરોટ અને બદામ જેવા સુકા મેવા એન્ટીઓક્સિડન્ટ્સ અને ઓમેગા-૩ ફેટ્ટી એસિડ્સનું પુષ્કળ પ્રમાણ હોય છે.
સુકા મેવામાં પ્રોટિન્સથી પણ ભરપુર હોય છે. એટલે એમનો એવા ફુડ્સમાં સમાવેશ થાય છે. જે કુદરતી રીતે ફેફસાંને ચોખ્ખાં ચણાંક કરી દે છે.
હળદર : લંગ્સને હેલ્ધી રાખતા ફુડ્સનાં હળદર પણ આવે છે જે દરેકના કિચનમાં અચુક હોય જ. હળદરમાં કરસ્યુમિન નામનું એક પાવરફૂલ કમ્પોનન્ટ છે, જે કેન્સરના કોષોનો નાશ કરી ફેફસાંમાં કેન્સરની ગાંઠ થતી રોકે છે.
- રમેશ દવે


