શું તમે તમારી લગ્નતિથીની પાર્ટી સેલિબ્રિટ કરવાની કોઈ નવી યોજના બનાવી રહ્યા છો? જો તમે તમારા પાર્ટનરને ખુશ કરવા ઈચ્છતા હો તો અને આ દિવસે તમે સ્પેશિયલ દેખાવા ઈચ્છો છો? જ્યારે તમે આત્મવિશ્વાસુ અને ખૂબસુરત દેખાવા ઈચ્છો છ તો આઈડિયલ ડેટ ડ્રેસ પસંદ કરવો મુશ્કેલ બની શકે છે. પોતાના પાર્ટનરને આકર્ષિત કરવા અને ચોંકાવવા માટે ત મારા ડેટ - આઉટફિટના રૂપમાં પસંદગી પામનારા ડ્રેસ આઈડિયાઝ અંગે અહીં ખૂબ જ રસપ્રદ જાણકારી આપવામાં આવી છે જે તમને ગમી જશે અને એ દ્વારા તમે તમારા પાર્ટનરને આંચકો સુધ્ધાં આપી શકશો.
ફ્લોરલ એ - લાઈન ની-લેન્થ ડ્રેસ
કોઈપણ ખાસ પ્રસંગે પહેરવા માટે ફિટ અને પરફેક્ટ ફ્લોરલ ડ્રેસ સૌથી વધુ સુંદર અને પરફેક્ટ વિકલ્પોમાં એક છે. ખૂબ જ ચમકદાર રંગોને બદલે સોફ્ટ રંગ પસંદ કરવો યોગ્ય સાબિત થાય છે. આ જોવામાં પણ ખૂબ સારો લાગે છે અને સ્માર્ટ લૂક પણ આપે છે. રાઉન્ડ નેક-લાઈન અને થ્રી -ફોર્થ સ્લીવ ધરાવતી ફ્લોરલ ડ્રેસ ખૂબ જ સારો દેખાય છે અને તમે એમાં કમાલની જણાઈ શકો છો. આની સાથે એક્સરસાઈઝ કરવા માટે પર્લ સ્ટડ્સ પરફેક્ટ લાગે છે. હેરસ્ટાઈલ બનાવતી વેળા વાળોને બાંધવાને પોતાના વાળને ખુલ્લા રાખો અને વેવી લૂક આપો. આ પછી છેલ્લે હિલ્સના ખૂબસુરત પેયરને પહેરો અને પોતાના વેલેન્ટાઈનને મદહોશ કરવા માટે નીકળી પડો.
સ્કર્ટ અને ટર્ટલ નેક ટોપ
સ્કર્ટ સુપર શીક, આરામદાયક અને આકર્ષક દેખાય છે. એક સ્ટાઈલિસ્ટ સ્કર્ટની સાથે પેયર કરવા માટે એક ટર્ટલ નેક શર્ટ પસંદ કરો, જે પહેરનારને ખૂબ સ્માર્ટ અને સ્ટાઈલિશ લુક આપે છે. જોતમારે એકોર્ડિયન પ્લીટ્સ અને એસિમેટ્રિકલ હેમલાઈન સાતે એક બ્લેક ટોપ અને મરુન સ્કર્ટ મલી જાય તો તેનાથી બહેતર અન્ય કોઈ - ઓર્ડિનેટર નહીં હશે. તેને એક્સેસસાઈઝ કરવા માટે એક પેન્ડેન્ટ પસંદ કરો અને પોતાના વાલને ઉપરની બાજુ બાંધીને પની-ટેલ બનાવી લો. જો કે તમે ઈચ્છતા હો તો વાળને ખુલ્લા પણ છોડી શકો છો. જો તમે વાળન ે ખુલ્લા રાખવા માગતા હો તો અને હાફ અપ ડુ હેરસ્ટાઈલ પણ આ લુક સાથે પરફેક્ટ મેચ કરે છે. હિલ્સ ધરાવતી ની હાઈ બ્લેક બૂટ્સની પેયર તમારી ડેટ નાઈટ લૂકમાં કોઈક વધારાનો રોમાન્સ જોડી શકે છે. તમારા આ લૂકને જોઈને તમારો પાર્ટનર પોતાનું ભાન જરૂર ભૂલી શકે છે.
બોડી કોન મેક્સી ડ્રેસ
બોડીકોન ડ્રેસને ફેમસ બનાવ્યો છે જ્હાન્વી કપૂરે! જ્હાન્વી પર બોની કોમ ડ્રેસિઝ કમાલ લાગે છે. જો તમે જ્હાન્વી કપૂરના લૂકન ેતમારા વેલેન્ટાઈન ડે માટે અજમાવવા ઈચ્છતા હો તો તમારે ઓલિવ ગ્રીન અથવા બ્લેક મેક્સી ડ્રેસ પસંદ કરવો જોઈએ. ફ્રન્ટ સ્લિટ ધરાવતી સ્લીવ લેસ ડ્રેસને પણ પસંદ કરી શકો છો. આ ડ્રેસમાં તમારા પગનું ધ્યાન રાખવામાં આવશે. અને તમને કમ્પોઝ્ડ્ લૂક મળશે. આ સાથે જ તમારા લૂકને કમ્પલિટ કરવા માટે સ્ટડ ઈયર-રિંગ્સ અને સ્ટિલેટો ફૂટવેયર પહેરો. હેયર સ્ટાઈલની વાત કરો તો મેસી હેયર સ્ટાઈલ બોનીકોન ડ્રેસિસની સાથે ખૂબ જ સારા લાગે છે. અને સેક્સી લૂક આપે છે. તમારો પાર્ટનર તમારા આ રીતના નિહાળી તમારા વખામ કર્યાં વિના નહીં રહી સકે.
ટર્ટલ -નેક અને ટ્રાઉઝરની ફર-જેકેટ
ટર્ટલ -નેક અને ટ્રાઉઝરનું કોમ્બિનેશન સૌથી વધુ સુંદર વેલેન્ટાઈન ડ્રેસોમાંથી એક હોય શકે છે. જો આ વધુ શીક દેખાતું હોય અને કાતિલ ઠંડીમાં આ બેસ્ટ માનવામાં આવે છે. જો તમને વધુ સ્ટાઈલિસ્ટ લૂક મેળવવો હોય તો તેના પર એક ઓફ- વ્હાઈટ રંગની ફર જેકેટ પણ પહેરી શકાય છે. એમેય બ્રાઉનરંગની ટર્ટલ- નેક ટોપ ઉપર ઓફ- વ્હાઈટ ફર જેકેટ એક સ્ટાઈલિસ્ટ કોન્સ્ટ્રાસ્ટ છે, જેને તમે મિસ નહીં કરવા ઈચ્છશો. બ્લ્યુ ડેનિમ જિન્સ અને વ્હાઈટ સ્ટીકર્સ પણ લૂક સાથે ખૂબ સારું લાગે છે. જો તમને પર્સનલ સ્ટાઈલિંગ સારી લાગે તો આ બેસ્ટ છે. તેની સાથે સ્ટડ ઈયર-રિંગ અને ઈચ્છો તો એક સ્લીક સી-નેક લેસ પહેરી લેવી જોઈએ. તમારો લૂક કમ્પલિટ થઈ જશે. બાકી રહી વાત હેરસ્ટાઈલની તો તેની સાથે તમે હાઈ પોની ટેલથી બહેતર બીજું કંઈ નહીં હોય. એમેય તમે અલ્ટ્રા ફેમિનિન લૂક માટે વાળમાં નાની સાઈઝની હેયર એક્સેસરીઝ પણ લગાવી શકો છો.
વ્હાઈટ બ્લાઉસ અને રેડ હાઈવેસ્ટ પેન્ટ
વેલેન્ટાઈન ડે માટે રેડ અને વ્હાઈટના કોમ્બિનેશનથી ઉત્તમ બીજું શું હોઈ શકે? આ લૂક માટે તમારે વ્હાઈટ રંગનું બ્લાઉઝ અને રેડ કલરનું હાઈવેસ્ટ પેન્ટ પહેરવા જોઈએ. તમે ઈચ્છો તો વ્હાઈટ બ્લાઉઝની જગ્યાએ વ્હાઈટ ક્રોપ ટોપ પણ પહેરી શકો છો.
આ લૂકને કમ્પલિટ કરવા માટે ઈયરરિંગ્સ, બ્રેસલેટ, ઘડિયાળ અને સ્લિંગ બેગ જેવી એક્સેસરિઝ યોગ્ય બની રહેશે. આ ઉપરાંત સ્ટિલેટોઝ, મ્યૂલ અથવા બલોક હિલ્સ પરફેક્ટ મેચ કરશે. હેયરસ્ટાઈલની વાત કરીએ તો આલૂકની સાથે ખુલ્લા વાળ જ વધુ સારા લાગે છે. તમે તમારા ચહેરાના શેપ મુજબ, ખુલ્લા વાળની સ્ટાઈલિંગ પણ કરી શકો છો.
- ભૂપેન્દ્ર પટેલ


