કાળા, ઘેરા વાળ દરેક વ્યક્તિને પસંદ હોય છે અને કેમ ન હોય, વાળ એ આપણા વ્યક્તિત્વનું મહત્ત્વપૂર્ણ અંગ છે. વાળ સુંદર હોય તેની સાથે સાથે સ્વસ્થ હોય તો પછી જોઈએ જ શું. વાળની સુંદરતા કોઈને પણ આકર્ષિત કરી શકે છે. આ સુંદરતાને જાળવી રાખવા માટે જરૂરી છે વાળની યોગ્ય સંભાળ
આપણા વાળને ઘણી બાબતો નુકસાન પહોંચાડતી હોય છે. નિષ્ણાતો અનુસાર, ખોરાકમાં પોષણની ઊણપ, ધૂળ, પ્રદૂષણ પણ આપણા વાળ પર અસર કરે છે. વધતી તાણ અને હોર્મોન્સમાં ફેરફાર પણ વાળને નુકસાન પહોંચાડે છે. આ સિવાય બેક્ટેરિયા કે ફંગલ ઈન્ફેક્શન પણ ખંજવાળ અને ખોડા તરીકે જોવા મળે છે. આપણી ત્વચાની જેમ આપણા વાળને પણ પોેષણની જરૂર હોય છે. દરેક વ્યક્તિએ પોેતાના ડાયટ ચાર્ટમાં એ વાત પર ધ્યાન આપવું જોઈએ કે તેના ડાયટમાં ભરપૂર પ્રમાણમાં ફળો અને શાકભાજી લેવામાં આવે જેથી વાળને પ્રોટીન, વિટામીન-સી, મિનરલ્સ અને લોહ તત્વો જેવો પોષક તત્ત્વ પૂરતી માત્રામાં મળી શકે.
પોષણયુક્ત ભોેજનની સાથે સાથે યોગ્ય સમય અને યોગ્ય રીતે ભોેજન કરવું પણ જરૂરી છે. પ્રયત્ન એવો કરવો જોઈએ કે બની શકે ત્યાં સુધી ભારે ભોેજન બપોરે કરવું જોઈએ. સવારનોે નાસ્તો હળવો હોવો જોઈએ. જેથી આપણું મેટાબોલિઝમ શરૂ થઈ શકે. બપોરે આપણી પાચનક્રિયા વધુ સક્રિય હોય છે, એટલે અનાજ જેવા ખાદ્યપદાર્થ બપોરના ભોજનમાં સામેલ કરો. રાતનું ભોજન હળવું લેવું જોઈએ. તમે ક્યારે અને શું ખાઓ છો તથા કેવી રીતે ખાઓ છો, એ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તમે તમારા વાળની સુંદરતા અને સ્વાસ્થ્યને કુદરતી રીતે સારા બનાવી શકો છો. તમારા ભોજનમાં કેલ્શ્યિમ, વિટામીન-ઈ, દૂધ, દહીં, પનીર, રાજમા, સોયાબીન વગેરે સામેલ કરો.
તમારા વાળને ખોડાથી બચાવો. ખોડો એ હકીકતમાં મૃત ત્વચા છે, જે મેટાબોલિઝમમાં થતાં પરિવર્તનોને કારણે માંથામાંથી નીકળે છે. ડેન્ડ્રફ પણ અનેક કારણોથી થાય છે. જો તમે ડેન્ડ્રફથી પરેશાન હો તો વાળમાં માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરો અને શેમ્પૂ પછી વાળન ેસારી રીતદે સાફ કરો. તમારા વાળનુંદ પ્રદૂષણથી રક્ષણ કરો. વાળની સામાન્ય સફાઈ પૂરતી નથી હોતી, એને માટે જરૂરી છે વાળની યોગ્ય સંભાળ અને યોગ્ય શેમ્પૂની પસંદગી. એક સારું શેમ્પૂ વાળને પોષણ આપે છે અને તેલ તથા ધૂળમાટી વાળમાંથી દૂર કરે છે. અઠવાડિયામાં શેમ્પૂ કેટલી વાર અને કયા પ્રકારનું લગાવવું જોેઈએ, તે તમારા વાળના પ્રકાર પર આધારિત છે.
નોર્મલ અને શુષ્ક વાળની અઠવાડિયામાં બે-ત્રણ વાર શેમ્પૂ કરવું જોઈએ. જો તૈલીય હોય તો અઠવાડિયામાં ચાર-પાંચં વાર શેમ્પૂ કરો. વાળને શેમ્પૂ કરતાં પહેલાં કાંસકીથી વાળને ઓળી લો. પછી વાળને ભીના કરો અને થોડા પાણીમાં શેમ્પૂ મેળવી સારી રીતે મિક્સ કરી લો. શેમ્પૂને વાળમાં સીધું જ ન નાખો બલ્કે હાથથી મસળીને વાળ પર લગાવો અને હળવા હાથથી ઘસો. શેમ્પૂ લગાવ્યા પછી વાળને ત્યાં સુધી પાણીથી સાફ કરો. જ્યાં સુધી શેમ્પૂ પૂરેપૂરી રીતે વાળમાંથી નીકળી ન જાય. ધોયા પછી સારા કંડિશનરનો ઉપયોગ કરો અને તે પછી સારી રીતે ધોઈ કાઢો.
વાળમાં મેંદી લગાવો . મેંદી પલાળતી વખતે તેમાં આંબળાં, શિકાકાઈ, મેથીદાણાને પણ મિક્સ કરો. ડુંગળી છીણીને તેનો રસ કાઢી વાળના મૂળમાં લગાવો, અડધા કલાક પછી શેમ્પૂ કરી લો.
- રાત્રે નાળિયેરના તેલમાં યુકેલિપ્ટસ તેલનાં થોડાં ટિપાં મિક્સ કરી મસાજ કરો. બીજા દિવસે શેમ્પૂ કરી લો.
- સફરજનનો રસ કાઢી વાળનાં મૂળમાં લગાવો. ખોડા સામે રક્ષણ મળશે.
- વાળને શેમ્પૂ કરતાં પહેલાં વિનેગરથી મસાજ કરીને પછી પાણીથી ધોઈ કાઢો.
- નાળિયેર તેલમાં કપૂર અને રતનજોત મિક્સ કરી હૂંફાળું ગરમ કરો. તેનાથી માથા પર મસાજ કરો.


