Get The App

લકવામાં તાત્કાલિક કરી શકાય તેવા પ્રયોગો

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
લકવામાં તાત્કાલિક કરી શકાય તેવા પ્રયોગો 1 - image

- આરોગ્ય સંજીવની

આજકાલ લકવો પડવાનાં કિસ્સામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. આજનાં માનસિક તણાવના યુગમાં હાઈબ્લડ પ્રેશર અચાનક લકવો થઇ જવાની અનેક ફરિયાદો સાંભળવા મળે છે ત્યારે આવા અચાનક હુમલા વખતે શું કરવાથી શરીરમાં વધારે નુકશાન ન થાય અને આવા દર્દીને કેમ સહાયભૂત થઇ શકાય તે પણ પ્રત્યેક માણસે જાણવું જરૂરી છે. જો લકવાની અસર થતી દેખાતી હોય, દર્દીની બોલવાની રીત બદલાઈ ગઈ હોય, તેનાથી બરાબર બોલી શકાતું ન હોય. બોલતી વખતે તેનું મોં કે આંખ કોઈ એક તરફ ખેંચાતા હોય. બોલતા બોલતા શબ્દ તૂટી જતાં હોય, હાથ કે પગ દર્દીને જૂઠા પડતા લાગતા હોય કે વજનવાળા લાગતા હોય કે તેમાં ઝણઝણાટી લગતી હોય, શરીરનું એક અંગ ભારે ભારે લાગતું હોય. ચાલવામાં કે ઉભા થવામાં પડી જવાતુંહોય. કે કોઈ અંગ નબળું પડતું લાગતું હોય, આવા કોઈ પણ ચિહ્નો અચાનક દેખાતા હોય તો જાગવું કે શરીરે લકવાની અસર થઇ રહી છે અથવા તો કોઈ અંગ સાવ જ ખોટુ પડી જાય એટલે કે ઓચિંતાનો લકવો પડી જાય તો ડોક્ટરને બોલાવો અને તે આવે ત્યાં સુધીમાં શરીરમાં ઘણું બધું ડેમેજ થઇ જાય, પરંતુ તેના તાત્કાલિક ઉપચાર આપણે જાણતા હોઈએ અને તે કરી લઈએ તો પડેલો લકવો તરત જ પાછો પડી જાય છે. લકવાની થયેલી શરૂઆત અટકી જાય છે અને જેટલી અસર થઇ હોય તે નિવારી પણ શકાય છે.

જે તે અંગમાં ધીમો થયેલો  Blood Supply પાછો યથાવત થઇ શકે તે માટે હોસ્પિટલ પહોંચીએ તે પહેલા આત્યાક્ષિત રીતે કરવાનાં ઉપાયોનું અહીં સૂચન કરું છું -

લકવાના સંજોગોમાં દર્દીને તાત્કાલિક ૫૦ ગ્રામ જેટલું તલનું તેલ પીવડાવી દેવું. આ પ્રયોગથી તુરંત લકવાગ્રસ્ત અંગમાં ફાયદો થાય છે. અનેક દર્દીઓ ઉપર અજમાવેલો. આ સફળ પ્રયોગ છે.

દર્દીને હાઈબ્લડ પ્રેશર રહેતું હોય તો તેનું માથું પલંગથી નીચે તરફ ઝૂંકતું રાખી તેના કપાળમાં ઠંડા પાણીની ધાર કરવી આંખ-નાકમાં પાણી ન જાય તે રીતે ધાર કરવી.

લસણનો રસ કાઢી, મધ મેળવી દર્દીને પીવડાવી દેવો.

નગોડના પાનને વાટી તેનો રસ દર્દીને પીવડાવવાથી પણ ફાયદો થાય છે.

લસણને ઝીણું પીસીને પણ મધમાં ચટાડી શકાય. ઉપરોક્ત ઉપાયોની સાથે તલનાં સરસીયાના તેલમાં કપૂરની ગોટી નાખી તેલને થોડું ગરમ કરી અસરગ્રસ્ત ભાગ ઉપર માલિશ કરવી. જો મા પક્ષાઘાત થયાને ઘણો સમય વીતી ગયો હોય તો તેને મટાડવા માટે પણ આયુર્વેદમાં ખૂબ જ સરળ ઉપાયો બતાવેલા છે જેમાં

ખાવામાં તલના તેલનો જ દરરોજ ઉપયોગ કરવો.

રોજ સવારે ૧૦થી ૧૨ ગ્રામ જેટલું તલનું તેલ નરણે કોઠે પી જવું.

લસણની ચટણી બનાવીને ખાવી.

લસણની કળી મધ સાથે ખૂબ બારીક વાટીને સવારે નરણે ખાવું. જેનાથી લસણની વાસ સહન ન થતી હોય તેણે ઉકાળતાં પાણીમાં લસણને બોળીને કાઢી લેવું. પછી ઠંડુ કરી તરત તેનો ઉપયોગ કરવો. જેથી લસણ વાસરહિત થઇ જશે. આ ઉપરાંત આયુર્વેદમાં સ્નેહન-સ્વેદન યુક્ત વિરેચન આ રોગમાં શ્રેષ્ઠ બતાવ્યું છે. આયુર્વેદમાં પક્ષઘાત થવામાં મુખ્ય દોષવાયુ ને કારણભૂત માનવામાં આવેલ છે જેથી આ રોગમાં વિશેષ કરીને વાયુને જીતનારી વાતનાશક ચિકિત્સા કરવામાં આવે છે. આ રોગના દર્દીએ સૂઠ અને મેથીનો ઉકાળો દરરોજ પીવો જોઇએ.

આ રોગમાં એકાંગવીરરસ, વાતચિંતામણીરસ, મહારાસ્નાદી કુવાથ વગેરે ઔષધો નિષ્ણાત વૈદ્યની સલાહ મુજબ લેવામાં આવે તો ચોક્કસ ફાયદો થાય છે. આ સિવાય રોગીએ આહાર-વિહારમાં પરેજી રાખવી ખૂબ જરૂરી છે. મગ સિવાયનાં દરેક કઠોળ, ફુલાવર, કોબી, ગુવાર, બટાટા, મેંદાની બનાવટો, ઠંડા પીણા, ઠંડા પાણીથી સ્નાન વગેરેનો ત્યાગ કરવો. પક્ષાઘાત ગલકા. મગ, તુરીયા, માખણ, લસણ, અજમો, પાલખ, તાંદળજો, મમરા, સરગવો, ફળો, ઘઉં, ચોખા, કાચું સલાડ વગેરે પથ્ય છે.

ઉપરોક્ત ઉપાયો સમયસર જો કરવામાં આવે તો પક્ષાઘાતનાં ભયંકર પરિણામોની આડઅસરથી ચોક્કસ બચી શકાય છે.

- જ્હાનવીબેન ભટ્ટ