કોઈપણ બાબતનો અતિરેક સારો નહિ એના પરથી ગુજરાતીમાં અતિની ગતિ નહીં એવી કહેવત પડી છે. આ વાત આપણાં બોડી માટે અમૃત ગણાતા પાણીને પણ લાગુ પડે છે. આમ તો પાણી ડિહાઈડ્રેશન (શરીરમાં જળની ઉણપ સર્જાવી) અને એ સંબંધી બિમારીઓ થતી નિવારવા માટે સૌથી મહત્ત્વનું ફેક્ટર છે. એ ઉપરાંત જળના ઘણાં હેલ્થ બેનિફિટ્સ છે. જેમ કે પાણીને લીધે આપણું ફિઝીકલ પર્ફોર્મન્સ સુધરે છે, શરીરનું તાપમાન અંકુશમાં રહે છે, ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો થાય છે, કિડનીમાં પથરી (સ્ટોન) નું જોખમ ઘટે છે અને કબજિયાત જેવી આંતરડાની સમસ્યાઓ થવાની સંભાવના ઓછી રહે છે.
એ ઉપરાંત પાણીનો એક સૌથી મહત્ત્વનો લાભ એ છે કે એને કારણે શરીરનું બ્લડપ્રેશર (બીપી) નોર્મલ રહે છે. અને બીપીમાં વધઘટ સાથે જોડાયેલા લક્ષણો જેમ કે માથાનો સખત દુખાવો, અતિશય થાક લાગવો, છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવી તકલીફોથી બચી શકાય છે. ટૂંકમાં પાણીનું યોગ્ય સેવન હૃદયમાં (હાર્ટ) અને શરીરના બીજા અવયવો માટે સારું છે. પરંતુ કોઈ વ્યક્તિ વધુ પડતું પાણી પીતી રહે તો શું થાય? એને લીધે ઓવરહાઈડ્રેશન થાય ખરું? અને સૌથી અગત્યનો સવાલ શું છે દેહમાંપાણીના વધુ પડતા પ્રમાણને બ્લડપ્રેશર (બીપી) સાથે સંબંધ છે ખરો?
કેટલું પાણી પીવું જોઈએ?
સ્ટડીઝ એમ કહે છે કે મેડીકલ પુરૂષોએ રોજ ૩૦૦૦ મિલીલિટર (આસરે ૧૨ થી ૧૩ મોટા કપ) અને સ્ત્રીઓએ રોજ ૨૨૦૦ એમએલ (લગભગ ૮-૯ કપ) પ્રવાહી લેવું જોઈએ. પ્રવાહીમાં પાણી ઉપરાંત અમુક પીણાં અને ફળો તથા શાકભાજી જેવા ખાદ્ય પદાર્થો (ફૂડસ) પણ આવી જાય. આટલું પ્રવાહી બોડીમાં જાય તો એ આપણાં હિતમાં છે.
ઓવર હાયડ્રેશન શું છે?
ઓવરહાયડ્રેશન એટલે મેડીકલ સાયન્સે સૂચવ્યું છે એનાથી વધુ પડતા પ્રમાણમાં પાણી પીવું ઓવરહાયડ્રેશનના બે પ્રકાર છે. પહેલા પ્રકારમાં કોઈ વ્યક્તિ વધુ પડતું પાણી પીવે અને એની કિડનીઓ વધારાના પાણીને શરીરમાંથી બહાર કાઢી ન શકે કે એનો સંગ્રહ ન કરી શકે એને પગલે જળ શરીરના રક્તપ્રવાહ (બ્લડ સ્ટ્રીમ) તરફ જાય છે.
બોડી જ્યારે કિડનીની સમસ્યાઓ, નિરંકુશ ડાયાબિટીસ અને લિવરની તકલીફો જેવી શારીરિક વ્યાધિઓને કારણે વધુ પડતા પાણીનું વિસર્જન ન કરી શકે ત્યારે બીજી ટાઈપનું ઓવરહાયડ્રેશન થાય છે. ઓવરહાયડ્રેશનના અમુક ખાસ લક્ષણો છે જેમ કે માથાનો સખત દુખાવો, ફેર આવવા, ઉલટી થવી, સ્નાયુઓની નબળાઈ અને હાથ-પગ ફિક્કા પડી જવા.
ઓવરહાયડ્રેશન બીપીને કઈ રીતે અસર કરે છે?
સૌથી પહેલા તો એ હકીકત જાણી લો કે અપુરતુપં અને વધુ પડતું પાણી પીવાથી બ્લડપ્રેશરને માઠી અસર થાય છે. વધુ પડતું પાણી પીવાથી અથવા તો ઓવરહાયડ્રેશનથી કિડની સ્ટોન કાઢવામાં મદદ મળે છે. પરંતુ એ આપણા હાર્ટની હેલ્થ માટે સારું નથી.
વધુ પડતું પાણી પીધે રાખવાથી લોહીમાં પાણીનું પ્રમાણ વધે છે, જે બ્લડમાં રહેલા સોડિયમ જેવા ઈલેક્ટ્રોલાઈટ્સને પાંખી કરી નાખી શકે છે. આ ઈલેક્ટ્રોલાઈટ્સ હકીકતમાં બોડીમાં પ્રવાહીનું પ્રમાણ જાળવવામાં મદદરૂપ થાય છે અને એ ઉપરાંત એ શરીરમાં એસિડ્સ અને બેજ જેવા કેમિકલ્સ વચ્ચે સંતુલન પણ જાળવી રાખે છે. સોડિયમ પણ સ્નાયુઓ અને નસો-પોતાનું કામકાજ બરાબર કરતા રહે એ માટે અતિ આવશ્યક છે.
આ સોડિયમનું સ્તર બ્લડમાં ૧૩૫ એમએમઓએલ/એલથી નીચે જાય ત્યારે હાયપોનેટ્રેનિયાની સ્થિતિ સર્જાય છે. અને પાણી શરીરના કોષોમાં પ્રવેશે છે અને એમાં સોજા આવે છે.
કોષોમાં આવેલો સોજો બ્લડપ્રેશરમાં દરમ્યાનગિરી કરી હાર્ટ એટેક જેવું મોટું જોખમ ઊભું કરી શકે છ. એને કારણે વ્યક્તિને આંચકીનો હુમલો આવવાનું અને કોમામાં સરી પડવાનું રિસ્ક પણ રહે છે.
વાતનો સાર એટલો છે કે આપણા દેહના વજનમાં ૬૦ ટકા હિસ્સો પાણીનો છે. એના પરથી શરીર માટે જળનું કેટલું મહત્ત્વ છે. એ સમજી શકાય છે. છતાં દરેક વ્યક્તિઓ જરૂરીયાત કરતા વધુ પાણી પીવાનંન ટાળવું કારણ કે એની સાથે ઘણી સાઈડ ઈફેક્ટ્સ (આડઅસરો) જોડાયેલી છે.
- રમેશ દવે


