પોતાના લગ્નનો દિવસ દરેક વ્યક્તિ માટે સૌથી ખાસ દિવસ હોય છે અને આ પ્રસંગ પર દરેક નવોઢા ખૂબ જ સુંદર દેખાવા ઈચ્છતી હોય છે. લગ્નના ફોટા અને અન્ય યાદો હંમેશાં માટે રહેતી હોય છે. આ કારણસર કપડાં અને સ્થળ અગાઉથી જ નક્કી કરી લેવામાં આવે છે, પરંતુ આ બધા વચ્ચે શું તમે તમારી સ્કિન અને સ્વાસ્થ્યની પણ કાળજી લો છો?
સ્કિનની સ્વચ્છતા આત્મવિશ્વાસ વધારવામાં અને પોતાના વ્યક્તિત્વને લોકોની નજરમાં નિખારવામાં મદદરૂપ બને છે. દેહલાલિત્યને સજાવવું (બોડી કંટ્રરિંગ), સ્કિન ચમકાવવી (સ્કિન લાઈટનગ) તથા જીણોદ્ધાર (સ્કિન રિજુવેનેશન), ડાઘધબ્બા દૂર કરવા (સ્કાર્સ રિમૂવિંગ), ચહેરાને આકર્ષક બનાવવો (ફેસ લિફ્ટિંગ), લેઝર ચિકિત્સા, ડર્મલ ફિલર્સ જેવી વિભિન્ન પ્રકારની સારવાર તમારી સ્કિન તથા શરીરને ફરીથી તાજગી આપી શકે છે.
આ બધી સારવારનો સૌથી મોટો લાભ એ છે કે ચહેરા પરના કાળા ડાઘ, વાળનું ખરવું, બ્લેકહેડ્સ, પિગમેન્ટેશન, કરચલી તથા ડાઘધબ્બાને તે અટકાવે છે. આ ફેસિયલ સારવાર ચહેરાની ગુમાવેલી ચમકને પાછી લાવી દે છે.
એક બ્રાઈડલ પેકેજ તમારી સ્કિન પર નિર્ભર કરે છે, જેમાં તેવું બધું જ હોય છે, જે તમારી સ્કિનને લગ્ન જેવા પ્રસંગ માટે સુંદર બનાવે, આખરે તમે નવોઢા બનવા જઈ રહ્યા છો ને.
એક તબીબના જણાવ્યા અનુસાર, જો તમે સ્કિન ટ્રીટમેન્ટની યોજના બનાવી રહ્યા હો તો તમારે આ ખાસ પ્રસંગના ૬ મહિના અગાઉથી જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ, અમારી પાસે મોટાભાગની નવોઢા મેસોથેરપિ, ફુલ બોડી પોલિશિંગ, નોનસજકલ નોઝ કરેક્શન, હાઈડ્રો ફેસિયલ જેને સેલિબ્રિટી ટ્રીટમેન્ટના નામથી પણ ઓળખવામાં આવે છે, તેના માટે આવે છે.
જો લગ્નની તૈયારી માટે તમે ફિલર્સ (ભરાવ) તથા બોટોક્સ વિશે વિચારી રહ્યા હો, તો તમારે તેને સમયસર કરાવી લેવા જોઈએ. બોટોક્સની પ્રક્રિયા પૂરી થવામાં ૩-૪ મહિનાનો સમય લાગે છે. કરચલીઓ વગેરેને દૂર કરવામાં આ પ્રક્રિયા અદ્ભુત રીતે કાર્ય કરે છે, જે તમારા ચહેરાની માંસપેશીઓને ચીકણી બનાવીને તેમાં પ્રાણ પૂરે છે.
જો તમારા ચહેરા પર કાળા ડાઘ હોય, તો તેની સારવાર માટે કોઈ સ્કિન રોગના વિશેષજ્ઞાની સલાહ લો. લેઝર સારવાર, ફોટો ફેસિયલ તથા પેડ્સ અને ક્રીમ જેવા ઉત્પાદનો પણ સ્કિનમાં ચમક લાવે છે.
જો તમારા ચહેરા અને શરીર પર ખૂબ વધારે વાળ હોય અને તમે લેઝર હેર રિમૂવલ સારવાર કરાવવા ઈચ્છતા હો, તો આ સારવાર પણ ૬ મહિના પહેલાં જ કરાવી લેવી જોઈએ. સ્થિતિ અનુસાર આ સારવાર કરાવવા માટે એક કરતા વધારે સેશનની જરૂર પડી શકે છે.
બોડી કંટૂરિંગ અંતર્ગત તમારા શરીરના વજન અને ચરબીમાં ઘટાડો કરવામાં આવે છે, જેથી તમારા શરીરને સુડોળ બનાવી શકાય. આ સારવાર લેવા માટે લગ્નના ૩-૪ મહિના પહેલાંથી જ આયોજન કરો, જેથી તમને તેનો યોગ્ય લાભ મળી રહે.
દરરોજ તમારી સ્કિનને ક્લીન, એસકોલિએટ અને મોઈશ્ચરાઈઝ કરો. આજે તો ચારેબાજુ પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું છે, જેના કારણે આપણી સ્કિન પોતાની કુદરતી ચમક ગુમાવી રહી છે. આ સ્થિતિમાં પ્રીબ્રાઈડલ પ્રક્રિયા વાસ્તવમાં ખૂબ જ જરૂરી બની ગઈ છે.
પ્રીબ્રાઇડલ પ્રક્રિયા એટલે શું
મૂળ રૂપે આ લગ્ન પહેલાં કરવામાં આવતી સ્કિનની પૂરી સારસંભાળ પ્રક્રિયાનો સમૂહ છે. આ કાર્યને પૂરો ૧ દિવસ સ્પામાં વિતાવીને અથવા તો ૪ મહિનાની પૂરી દિનચર્યાને અપનાવીને પૂરી કરી શકાય છે. જો તમે લગ્નના થોડા દિવસ પહેલાં દિવસમાં જ આ બધું પૂરું કરવા ઈચ્છતા હો, તો આ આ પ્રક્રિયા છે.
મેનીક્યોર, પેડીક્યોર, ફેસિયલ, વેક્સિંગ, થ્રેડિંગ, હેર સ્પા, બોડી પોલિશ, બોડી મસાજ.
આ બધા પછી જો શક્ય હોય તો તમે પ્રીબ્રાઈડલ બાથ પણ પસંદ કરી શકો છો, જેમાં ગુલાબની પાંખડીઓ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.
તદુપરાંત જો તમે ૨,૩ અથવા ૪ મહિનાના પ્રીબ્રાઈડલની પૂરી પ્રક્રિયા કરાવી રહ્યા હો, તો દર મહિને તમારે આ પ્રક્રિયાને બેવડાવવી પડશે:
મેનીક્યોર, પેડીક્યોર, ફેસિયલ (સ્કિનની સ્થિતિ અનુસાર), વેક્સિંગ, હેરકેર.
જો આ બધી જ પ્રક્રિયા તમારા બજેટની બહાર જઈ રહી હોય, તો લગ્ન પહેલાં ઓછામાં ઓછું પ્રીબ્રાઈડલ જરૂર કરાવો.
કુદરતી ચમક પ્રાપ્ત કરવાની રીત
સ્ટેપ-૧
દરરોજ ૨ લિટર પાણી પીઓ : પાણી શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢે છે.
સ્ટેપ-૨
દરરોજ નાળિયેરનું પાણી પીઓ : નાળિયેર પાણી પીવાથી તમારી સ્કિન સાથે જ અંદરથી ચમકી ઊઠશે. પોતાની સ્કિનને સ્વસ્થ બનાવવાનો આ ખુબ જ ઉત્તમ નુસખો છે. જો રોજ ૧ નાળિયેર ખરીદીને પીવું શક્ય ન હોય તો તમે એકવારમાં એકસાથે (૩-૪ કરતા વધારે નહીં.) ખરીદી શકો છો.
સ્ટેપ-૩
મલ્ટિવિટામિન લો : કોઈપણ દવા લેતા પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લો, પરંતુ લગ્નના થોડા મહિના પહેલાંથી મલ્ટિવિટામિન લેવાથી શરીરમાં તાજગી આવી જશે, જેના કારણે સ્કિન પણ ચમકદાર બની જાય છે.
સ્ટેપ-૪
નિયમિત એક્સર્સાઈઝ અને પૌષ્ટિક આહાર: જંક ફૂડથી દૂર રહો. એક્સર્સાઈઝ શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢી નાખે છે, જેની સીધી અસર સ્કિન પર પડે છે.
સ્ટેપ-પ
ખુશ રહો : એક સ્વસ્થ શરીર, પરંતુ તેની સાથેનું ઉદાસ મન, કયારેય સુંદર ચહેરો પ્રદાન નથી કરતા. વ્યાયામ તમારી માનસિક સ્થિતિ પર સકારાત્મક અસર કરે છે, કારણ કે ખુશ રાખનાર બધા હોર્મોન્સ વ્યાયામ દરમિયાન જ છૂટા પડે છે. તમારે તમારી જાતને અંદરથી ખુશ રાખવા માટેના અન્ય ઉપાયો પણ અજમાવતા રહેવું જોઈએ. આ ઉપાયો અજમાવવા ત્યારે વધારે જરૂરી બની જાય છે, જ્યારે તમારા લગ્ન થનાર હોય.
સ્કિનની સારસંભાળના અન્ય નુસખા
ચહેરાને દિવસમાં ૨ વાર સ્વચ્છ કરો : રાત્રે પથારીમાં જતા પહેલાં ચહેશને જરૂર ધુઓ. મેકઅપ સાથે ઊંઘવું નુકસાનકારક છે. મેકઅપ રિમૂવરને સારી રીતે દૂર કરી લો, કારણ કે કેટલાક રિમૂવર સ્ક્રિન પર તૈલી અવશેષ છોડી દેતા હોય છે, જે ઘણીવાર ધોવા છતાં પણ સાફ નથી થતા.
મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો : એક નવોઢા માટે રોજ ૨ વાર મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ પાછળનું કારણ એ છે કે તેનાથી મેકઅપ તે ખાસ દિવસ સુધી બિલકુલ વ્યવસ્થિત થઈ જાય છે. તે નાના ભાગમાં જ નથી ટકી રહેતો અને સહજતાથી ફેલાઈ જાય છે તેમજ કોઈ પડ પણ નથી બનાવતો. એક મહિના સુધી આવું કરો.
સનસ્ક્રીન લોશન ત્વરિત લગાવો : તડકામાં બહાર નીકળતા પહેલાં સનસ્ક્રીન લોશનનો જરૂર ઉપયોગ કરો. ૩૦ થી ૫૦ એસપીએફની માત્રા પૂરતી રહેશે. જો તમારે વધારે સમય સુધી તડકામાં રહેવું પડે તેમ હોય તો દરેક ૨ કલાકમાં આ પ્રક્રિયાને અનુસરો.
દર અઠવાડિયે ડીઆઈવાઈ સારવાર કરો : અઠવાડિયામાં એકવાર ઘરે જ ફેસપેક લગાવો. તૈલી સ્કિન માટે મુલતાની માટીનો ફેસપેક, જ્યારે શુષ્ક સ્કિન માટે મધ આધારિત પેકનો ઉપયોગ કરો.
સ્કિન રોગ વિશેષશની સલાહ લો : જો તમે ખીલ અથવા સ્કિનના રંગમાં પરિવર્તન વગેરેનો સામનો કરી રહ્યા હો તો લગ્નના ૩ મહિના પહેલાં સ્કિનરોગ વિશેષજ્ઞાનો સંપર્ક કરો.
ફેસિયલની મદદ લો : જ્યાં સુધી તમારા સ્કિનરોગ વિશેષજ્ઞા ન કહે ત્યાં સુધી તમારે કેટલાક ફેસિયલ કરાવી લેવા જોઈએ. લગ્ન પહેલાં ૨-૩ ફેસિયલ ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. ફેસિયલ લગ્ન પહેલાંના કાર્યક્રમના ૪૮ કલાક પહેલાં જરૂર કરાવવા. જો તમે પ્રથમવાર ફેસિયલ કરાવતા હો તો લગ્નના ૧ મહિના અગાઉના બદલે તેને ૨-૩ મહિના પહેલાં કરાવો, જેથી જાણ થઈ જાય કે તે તમારી સ્કિન માટે અનુકૂળ છે કે નહીં.
અંતિમ ૩૦ દિવસમાં નવા અખતરા ન કરો : લગ્નના થોડા જ સમય પહેલાં નવા ઉત્પાદનને અજમાવવા બરાબર નહીં રહે. એક સ્વસ્થ દિનચર્યા, પોષક આહાર અને ૮ કલાકની ઊંઘ તમારા માટે ખૂબ જરૂરી છે.


