Get The App

જો જો ક્યાંક માથાનો દુખાવો ગંભીર ન બની જાય

Updated: Jan 19th, 2026

GS TEAM

Google News
Google News
જો જો ક્યાંક માથાનો દુખાવો ગંભીર ન બની જાય 1 - image

માથું દુ:ખવું કોઈપણ વ્યક્તિ માટે તદ્ન   સામાન્ય  બાબત છે.  થોડીવાર સુધી શિરદર્દ રાહત ન મળે તો આપણે તરત જ દર્દશામક   ગોળી ગળી લેતાં હોઈએ છીએ. પરંતુ માથાનો દુ:ખાવો  શેના કારણે થયો  તે સમજવાનોે  પ્રયાસ નથી  કરતાં. આપણી    આવી બેદરકારી કેટલીક વખત મોટી  સમસ્યા  પેદા કરી શકે છે.  અથવા ગંભીર વ્યાધિના  સંકેતને દબાવી દે એવું બને.  નિષ્ણાત  તબીબો કહે છેકે હકીકતમાં  બ્રેન ટિશ્યુ દર્દ પ્રત્યે સંવેદનશીલ નથી હોતાં.  પરંતુ આપણા માથા અને  ગરદનમાં એવી   ઘણી સંરચનાઓ  હોય છે જેમાં  કોઈપણ પ્રકારનો તણાવ, ઈજા, ગાંઠ , સંક્રમણ, સોજો, બ્રેન હેમરેજ ઈત્યાદિ શિરદર્દ પેદા કરે છે. તેથી  માથાનો દુખાવો ગંભીર છે કે કેમ તે સમજવું અત્યાવશ્યક છે.  શિરદર્દને  સઍી રીતે ઓળખવો અને તેમાંથી  કઈ રીતે બચવું   તેના વિશે સમજ આપતાં  તજજ્ઞાો કહે છે....

માથું દુખવું : 

માથુ  દુખવા  પાછળ વધારે પડતી માનસિક તાણ,  સાઈનસ ઈન્ફેક્શન, એલર્જી,  આંખોની સમસ્યા, ડિહાઈડ્રેશન  જેવા કારણો જવાબદાર હોય છે.

તેમાંથી બચવા પુષ્કળ પાણી પીઓ, યોગ-ધ્યાન કરો. સાઈનસની  સમસ્યામાં સ્ટીમ લેવાથી  રાહત મળશે.  જરૂર લાગે તબીબની  સલાહ લો.

એક તરફ માથું દુખવું : માઈગ્રેન, ક્લસ્ટર  શિરદર્દ (પીડા સાથે   આંખોમાંથી પાણી આવવું, નાક બંધ થઈ જવું) તણાવ, ગરદનના  સ્નાયુઓમાં  ખેંચાણ   અનુભવવું  જેવા સંખ્યાબંધ કારણો એક તરફના  માથાના દુખાવા માટે જવાબદાર હોય છે. 

આવી  સમસ્યા ન સર્જાય તેને માટે પૂરતી ઊંઘ લો, આંખો  આંજી નાખતા અજવાળા તેમ જ ઘોંઘાટથી   દૂર રહો.  યોગ અને ધ્યાન કરો.

- માથાના પાછળના ભાગમાં દુખાવો થવો :  આ પ્રકારની સમસ્યા ગરદનના હાડકા સંબંધી  મુશ્કેલી , લોહીના ઊંચા દબાણ, ગરદન અને ખભાના સ્નાયુઓમાં તાણ ઈત્યાદિને  કારણે હોઈ સકે.

આ  મુશ્કેલીમાંથી  છૂટવા માથા અને ગરદનની નિયમિત રીતે માલીશ કરાવો, લોહીનું દબાણ સામાન્ય રાખવાનો પ્રયાસ કરો અને સુવા-ઉઠવા, બેસવાની પોઝિશન બદલતાં રહો.

- માથાના  ઉપરના હિસ્સામાં દુખવું :  આ   સમસ્યા વધારે પડતા થાક, માનસિક   તાણ કે પછી માઈગ્રેનને કારણે સર્જાઈ શકે. 

આવી ઉપાધિથી  દૂર રહેવા પૂરતી ઊંઘ લો, દિવસભરના કામોની વ્યવસ્થિત યાદી બનાવી લો અને   તેને અનુસરો. યોગને રોજિંદો કામનો ભાગ  બનાવો. આમ છતાં કોઈ પરિણામ ન મળે તો નિષ્ણાતો  તબીબનો સંપર્ક કરો.

- આંખોની  આજુબાજુ અને કાન પાસે પીડા થવી :   માઈગ્રેન, આંખોની સમસ્યા, બ્લડ પ્રેશર વધવુ, માનસિક તાણ, સાઈનસ જેવા કારણે તેને માટે જવાબદાર હોય છે.

આવી ઉપાધિમાંથી  છૂટવા સ્ક્રીન ટાઈમ ઓછો કરો, આંખોની  તપાસ કરાવી લો, અનિયમિત  ખાણીપીણી અને કેફીનની ટેવથી દૂર રહો અને જો સાઈનસની સમસ્યા હોય તો તેનો ઈલાજ કરાવો.

આવા લક્ષણો  સાથે તીવ્ર શિરદર્દ ગંભીર ગણાય  

-  તાવ આવવો.

- ન્યુરોલોજિકલ સમસ્યા-  જેમ કે, ભ્રમ થવો, હાથ-પગમાં ઝણઝણાટી થવી, બોલવા-સાંભળવામાં મુશ્કેલી પડવી,, બેહોશી જેવી સ્થિતિ પેદા થવી.

-  તીવ્ર શિરદર્દ સાથે ઊંઘ ઉડી જવી.

- માથામાં ઈજા થાય ત્યારે

- નશીલા પદાર્થોનું સેવન કરવાને કારણે.

- ખાંસવા, છીંકવા, શારીરિક શ્રમ કે પુરાણા શિરદર્દની તીવ્રતામાં બદલાવ આવવો.

આ બાબતો પણ ધ્યાનમાં લો : 

- પહેલી વખત  માથું ક્યારે દુખ્યું અને પીડા કેટલો  સમય ચાલી

- શિરદર્દ શરૂ થાય પછી   કેટલીવાર સુધી જારી રહે છ.ે

-  માથાના દુખાવાનો પ્રકાર અને તીવ્રતા બદલાય છે કે કેમ.

-  માથાના કયા ભાગમાં વારંવાર દુખાવો થાય છે.

- શિરદર્દ  લાગલગાટ જારી રહે છે કે તેના હુમલા આવે છે  અથવા ધીમી ધીમી  પીડા રહ્યાં કરે છે.

- માથાના દુખાવા સાથે ઊલટી થવી, ઊબકાં આવવા, ગભરામણ થવી જેવી સમસ્યાઓ  સર્જાય છે કે કેમ.