અનિયમિત ખાનપાન મોટી બિમારીનું કારણ બને તો...
અચાનક વજન વધવું, શરીર ફુલવું, પગમાં સોજા ચડવા, પગની એડી, હાથ-પગ, આંખો અને ચહેરા પર પાણીનું સંચય થવા જેવા સામાન્ય લક્ષણોથી પીડિત છો? ઘણી વાર ટિશ્યૂઝ (કોષો)માં પાણી એકત્ર થતાં એક ગંભીર બિમારીનું કારણ બને છે. આ હૃદય અને કીડનીની સમસ્યા, હાર્મોનલ અસંતુલન, સ્ટેરોઇડ દવા લેવાને કારણે થાય છે, પણ મોટેભાગે તો ખોટી ખાન-પાનની આદતોને કારણે પણ શરીરમાં આવી સમસ્યા સર્જાઈ શકે છે તો ચાલો, આજે આપણે કેટલીક સામાન્ય બાબતોની યાદી તૈયાર કરીએ અને સમસ્યા દૂર કરવાના ઉપાય શોધી કાઢી તે અંગે ઝીણવટભરી જાણકારી મેળવીએ.
પહેલું કારણ :
અયોગ્ય, અસ્વાસ્થ્યકારક ખાન-પાન, જંક ફૂડનું સેવન અને અનિયમિત ખાન-પાનની આદતો શરીરમાં ટોક્સિનનું નિર્માણ કરે છે.
ઉપાય : ખોટી ખાન-પાનની આદત પર પ્રતિબંધ મુકવાની સાથે આ નેચરલ ડાયૂરિટિક્સ (કુદરતી મૂત્રવર્ધક પદાર્થો)નું સેવન પણ કરી શકાય છે.
કોથમીરની ચા પીવી : એક કપ પાણી ઉકાળો અને તેમાં બે ચમચી કોથમીરના સૂકા પાન નાખો અને તેને દશ મિનિટ સુધી ભીંજવો. તમે દિવસમાં ત્રણેક કપ જેટલી ચા પીવો.
કુદરતી મૂત્રવર્ધક પદાર્થોનું જ્યુસ : લીંબુનો રસ અને પાણી, ટમેટાંનો રસ અને દ્રાક્ષનો રસ મિક્સ કરવો.
* કોથમીર, લેટીસ, ગાજર, કાંદા, એસ્પેરાગરા, ટામેટાં અને કાકડી જેવા મૂત્રવર્ધક ગુણો ધરાવતા ખાદ્ય પદાર્થો આરોગો. * પોલિફેનોલ્સના રૂપમાં તમારા માટે ગ્રીન-ટી બનાવો. ગ્રીન-ટ્રીમાં મોજુદ શક્તિશાળી એન્ટિઓક્સિડેન્ટ માત્ર રોગપ્રતિકારક શક્તિ પર તો સારી અસર નાખે છે, પણ પ્રભાવી રીતે ડિટોક્સિંગ અને ટોક્સિન્સને પણ બહાર ફેંકીને સોજાને ઓછો કરવામાં પણ મદદ કરે છે.
બીજું કારણ :
ડાયેટમાં અપૂરતા પ્રોટીનને કારણે પણ વોટર-રિટેન્શન (પાણીનો ભરાવો) થઈ શકે છે.
ઉપાય : કાર્બ્સ-પ્રોટીનનું યોગ્ય સંતુલન માટે આ ઉપાય અપનાવો.
* પ્રત્યેક ભોજન અને નાસ્તામાં પ્રોટીનને કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટની સાથે મેળવો. તેના કેટલાંક કારણો છો- ભાત સાથે માછલી, દહીંની સાથે મૂસલી અને ઇંડાની સાથે હોલ વ્હીટ ટોસ્ટ લો.
* એ વાતનું ધ્યાન રાખો કે તમારી પાસે પ્રત્યેક દિવસે ઓછામાં ઓછું બે ભોજનમાં લીન પ્રોટીનનો સારો સ્રોત હોય. લીન મીટ, ચિકન, માછલી, ઇંડા, પનીર, દૂધ, દહીં, દાળ, ટોફૂ અને સોયા નગેટ્સમાંથી કોઈની પસંદગી કરો.
ત્રીજું કારણ :
નબળા આંતરડાં, ફૂલેલું પેટ, અનુચિત પાચનના સંકેત પણ હોય શકે છે.
ઉપાય : કેટલીક સરળ રીતે તમારા આંતરડાંને સારા કરવામાં મદદ કરી શકે છે.
* તમારા ભોજનને સારી રીતે ચાવો અને પ્રત્યેક કોળિયાનો સ્વાદ માણો.
* દહીં, ઇડલી, છાશ જેવા ફરર્મેટેડ પ્રોડક્ટસ, બજારમાંથી મળતા પ્રોબાયોટિક્સ પ્રોડક્ટ્સ (દૂધ, આઇસ્ક્રીમ, દહીં વગેરે)નું સેવન વધુ કરવાથી આંતરડાંમાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધે છે.
ચોથું કારણ :
સોડિયમ પોટેશિયમનું અસંતુલન એક ખૂબ જ સામાન્ય કારણ છે. ઘણીવાર પોપડોર્ન અથવા તો મસાલાદાર ચાટનું વધુ સેવન આ નાજુક સંતુલનને બગડી શકે છે.
ઉપાય : નમકીન ચીજોનું સેવન ઓછું કરવું અને પર્યાપ્ત પોટેશિયમથી ભરપુર ખાદ્યપદાર્થ આરોગીને સંતુલનને યોગ્ય બનાવવું.
* એક કે બે કેળા (પોટેશિયમથી ભરપુર) ખાવો. લીન્સ, બટાટા, શકરકંદ, તરબૂજ અને મોટેભાગે ફળો પણ તેના સારા સ્રોત છે.
* આલુબુખારા અને ગાજર ખાવી.
* નાળિયેરનું પાણી પીવું.
પાંચમું કારણ :
આહારમાં કેટલાંક મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વોની કમી જેવી કે વિટામીન 'એ' અને 'સી'. (કોશિકાની દીવાલને મજબૂત કરવી) અને 'બી' અને 'ડી' (વોટર રિટેન્શનથી જોડાયેલા હાર્મોનનું શરીરમાં ઉપયોગની ભૂમિકા નિભાવે છે) અને કેલ્શિયમ તથા મેગ્નેશિયમ (બંને શરીરના દ્રવ્ય સંતુલનમાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે) જેથી વોટર રિટેન્શન પણ થઈ શકે છે.
ઉપાય : પર્યાપ્ત ફળો અને શાકભાજી ભોજનમાં સામેલ કરો કેમ કે આ વિટામિન 'એ' અને 'સી' તથા મેગ્નેશિયમ (આંવળા, જાંબુ, ખાટા ફળો, સફરજન, કેળા, ઘેરા લીલા ખાનવાળી શાકભાજી, ગાજર, કોળું)ના સારા સ્રોત છે.