Get The App

સ્વાસ્થ્ય બગડશે તો સૌંદર્ય મૂરઝાશે

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
સ્વાસ્થ્ય બગડશે તો સૌંદર્ય મૂરઝાશે 1 - image

સુંદરતા તંદુરસ્તી વગર અધૂરી જ નથી, તે સાવ નિસ્તેજ પણ દેખાય છે. તમારું શરીર જ્યાં સુધી અંદરથી તંદુરસ્ત નથી હોતું ત્યાં સુધી બાહ્ય સુંદરતા બિલકુલ ફિક્કી જ દેખાતી હોય છે. મહિલાઓ એવી સુંદરતા મેળવવા માટે બ્યૂટિપાર્લરોમાં મોંઘામાં મોંઘી પ્રોડક્ટ અને ટ્રીટમેન્ટ લેવા માટે તૈયાર રહે છે. તંદુરસ્તી અને સુંદરતા વિશે આવી અનેક પ્રકારની જાણકારી ડૉક્ટર દિવ્યાએ ફેડરેશન ઓફ બ્યૂટિપાર્લર્સની મીટિંગ દરમિયાન  બ્યૂટિશિયનોને આપી હતી. ડૉક્ટર દિવ્યાએ બ્યૂટિ સંબંધિત ઘણી મુશ્કેલીઓ અને તેના ઉપાયો વિશે કહ્યું હતું. જેમ કે ખીલ થવા, મેનોપોઝ, એનીમિયા વગેરેને લીધે આપણા સ્વાસ્થ્ય પર તો તેની અસર પડે જ છે, સાથે જ બ્યૂટિ પર પણ તેની અસર થતી હોય છે.

ન ખીલની સમસ્યા

મહિલાઓમાં ખીલ થવાની સામાન્ય સમસ્યા છે, જે કોઈપણ ઉંમરમાં થતી હોય છે. ખીલ ક્રોસેંસિયા ખીલનો જ એક પ્રકાર હોય છે, જે કિશોરાવસ્થામાં જ સૌથી વધારે જોવા મળે છે.

ન પીસીઓડી

પીસીઓડી 'પોલીસિસ્ટિક ઓવેરિયન ડિસિઝ'ની શરૂઆત ૧૫ થી ૨૨ વર્ષની છોકરીઓમાં થતી હોય છે, પરંતુ તેની ઘણા સમય પછી જ ખબર પડે છે. આ રોગ ગર્ભાશય સાથે સંકળાયેલ છે, જેમાં એક સિંડ્રોમના કારણે જ બ્યૂટિ સાથે જોડાયેલ મુશ્કેલીઓ થતી હોય છે. તેના કેટલાંક સામાન્ય લક્ષણો છે જેમ કે, ખીલ થવા, હિર્સૂટિઝમ, પિગમેન્ટેશન,  પિરિયડ્ઝમાં  મોડા બેસવું વગેરે થાય છે. ઘણી વખત તો આવી મુશ્કેલીઓની ટ્રીટમેન્ટ કરાવવા છતાં પણ તે ઠીક થતી નથી. આવી સ્થિતિ થઈ હોય ત્યારે બ્યૂટિશિયને ગ્રાહકને ડોક્ટર પાસે તપાસ કરાવવાની સલાહ આપવી જોઈએ અથવા તો કેટલાક ટેસ્ટ વગેરે કરાવવા માટે વધારે મહત્ત્વ  આપવું જોઈએ. પીસીઓડી માટે પેલ્વિસનો અલ્ટ્રાસાઉન્ડ, સીરમ ટેસ્ટોસ્ટેરોન, ડીએચઈએસ અને થાઈરોઈડ વગેરેના ટેસ્ટ કરાવવા પડે છે. આ ટ્રીટમેન્ટમાં એન્ટિ ઈન્સ્યુલિન ડ્રગ્સ આપવામાં આવે છે અને તેઓને શરીરનું વજન ઓછું કરવા માટે પણ દબાણ કરવામાં આવે છે.

ન એનીમિયા

આ એનીમિયા એક એવા પ્રકારનો રોગ છે જે તમારા ત્વચાના નિખાર પર અસર કરે છે. ભારતમાં લગભગ ૭૦ ટકા મહિલાઓ એનીમિયામા રોગના શિકારનો ભોગ બને છે. આ એનીમિયા થવાનું કારણ લોહીમાં આયર્નની ઊણપના લીધે થાય છે, શરીરમાં હીમોગ્લોબિનનું પ્રમાણ ઓછું થઈ જાય છે. આની સાથે જ આ માસિક પિરિયડ્સ દરમિયાન વધારે બ્લીડિંગ થવાનું કારણ પણ બની શકે છે. આ રોગમાં થાકનો અનુભવ થવા લાગવો, ચહેરો ફિક્કો થઈ જવો જેવા લક્ષણો દેખાવા લાગે છે. આની ટ્રીટમેન્ટ માટે પોતાના ડાયેટ પર ખૂબ ધ્યાન આપવું એ સૌથી સારો ઉપાય છે. તમારા ડાયેટમાં આયર્નવાળા પદાર્થો જેમ કે પાલક, આમળા, ક્રિસમિસ, સફરજન, ટામેટાં, એલોવેરા વગેરેનું ખૂબ જ સેવન કરવું જોઈએ. જો કોઈને સ્ટોન (પથરી) થવાની ફરિયાદ હોય તેમણે ટામેટાનું સેવન ન કરવું અથવા ટામેટાં બાફીને તેની છાલ કાઢી નાખીને તેનાં પલ્પનો ઉપયોગ કરી શકો છો.

ન વાળ ખરવાની સમસ્યા

વાળ ઊતરવા અથવા ખરવા એ એક મોટી સમસ્યા છે, જે મહિલાઓની સાથેસાથે પુરુષોમાં પણ સામાન્ય છે. જો માથા પર વાળ ન હોય તો માનવીનો ચહેરો કેવો દેખાય. એવી કલ્પના પણ ડરામણી લાગે છે.  દિવસના ૧૦૦ થી ૧૫૦ વાળ ખરવા સામાન્ય વાત છે. પરંતુ જો તેનાં કરતાં વધારે વાળ સતત ખરતા હોય ત્યારે આ સમસ્યા ગંભીર બની જાય છે. જો તમારા ડાયેટમાં પ્રોટીનની ઊણપ હોય, ફંગલ ઈન્ફેક્શન કે ખોડાના કારણે વાળ ખરવાની સમસ્યા ઊભી થાય છે. તેના માટે પ્રોટીનવાળા પદાર્થોનું સેવન કરવું જોઈએ. ડેન્ડ્રફ થયો હોય તેના માટે કડવા લીમડાના પાનની ચટણી બનાવીને માથા પર લગાડવી જોઈએ. તેમાં લીંબુનો રસ પણ ઊમેરી શકો છો.

ન પ્રેગ્નન્સિ દરમિયાન દેખભાળ

મહિલાઓને પ્રેગ્નન્સિ પછી ઘણા પ્રકારની બ્યૂટિ સાથે સંકળાયેલી મુશ્કેલીઓ ઊભી થઈ જાય છે. તેનાંથી છુટકારો મેળવવા માટે પ્રેગ્નન્સિ દરમિયાન જ શરીરની યોગ્ય સંભાળ રાખવી જોઈએ. તે સમયે ડાયેટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ન મેનોપોઝ

મહિલાઓને ૪૦-૫૫ વર્ષની ઉંમરમાં ૧ વર્ષ માટે પિરિયડ ખતમ થઈ જાય છે અને પછી ફરી શરૂ થઈ જાય છે, આને જ મેનોપોઝ કહેવાય છે. મેનોપોઝ દરમિયાન ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરોન હોર્મોન શરીરમાંથી ઓછા થઈ જાય છે. એટલે વર્ષમાં એક વખત દરેક મહિલાએ ગાયનેકોલોજિસ્ટ પાસે ચેકઅપ જરૂર કરાવવું જોઈએ.