મને ડાયાબિટિસ છ. શું આ કારણે મારી સેક્સ લાઈફ પર અસર પડી શકે છે ખરી?
- સહિયર સમીક્ષા - નયના
એક પુરુષ (નડિયાદ)
* કેટલીક શારિરીક તકલીફો અને રોગ એવા હોય છે કે, જેનો સેક્સ લાઈફ પર પ્રભાવ પડે છે અને ડાયાબિટિસ પણ આમાનો એક છે. આ કારણે પુરુષોમાં પ્રીમેચ્યોર ઈજેક્યુલેશન અને ઈરેક્શન ન થવાની તકલીફ થઈ શકે છે. જ્યારે સ્ત્રીઓને યોનિની શુષ્કતા તેમજ સમાગમ દરમિયાન દુઃખાવાની સમસ્યાનો સામો કરવો પડે છે. પરંતુ તમે યોગ્ય પરેજી પાળતા હશો અને નિયમિત સારવાર લેતા હશો તો ચિંતા કરવાની જરૂર નથી. તમે સ્વસ્થ સેક્સ લાઈફ માણી શકો છો. જો કે આ માટે તમે તમારા રિપોર્ટ સાથે કોઈ સારા સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરો.
મારી ઉંમર ૨૧ વર્ષની છે. મારા લગ્ન થયા છે. લગ્ન પછી મારા શિશ્નની લંબાઈ ઓછી થઈ હોવાનો મને ભ્રમ છે. આ ઉપરાંત વિર્યસ્ત્રાવ પણ જલદી થાય છે. તેથી હું મારી પત્નીને સંપૂર્ણ સંતોષ આપી શક્તો નથી. સેક્સની પ્રક્રિયા કેટલી લાંબી ચાલી શકે છે? હસ્ત મૈથુન કરવાથી નુકશાન થાય છે? શું વાળમાં સફેદી આવે છે? શું લગ્ન પછી કોઈ તકલીફ થાય છે? રોજ સમાગમ કરવાથી ભવિષ્યમં કોઈ તકલીફ થાય છે?
એક યુવક
* તમારે તમારા મનનો ભ્રમ દૂર કરવાની જરૂર છે. વિર્યસ્ત્રાવ જલ્દી થાય એને શીધ્ર પતનની બીમારી કહે છે. આ સમસ્યાનો ઉકેલ અમે ઘણી વાર આપી ચૂક્યા છે. આ ઉપરાંત હસ્ત મૈથુનથી કોઈ નુકશાન થતું નથી. બાકીના તમારા પ્રશ્નોના ઉત્તરો તમે 'સહિયર ' નિયમિત વાંચતા હશો તો તમને મળી જવા જોઈએ. વેલ, તમે અશ્લિલ સાહિત્ય બ્લ્યુ ફિલ્મ જોવાને બદલે કોઈ સારા સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરી તમારા મનની શંકા દૂર કરવાનો પ્રયત્ન કરો.
મારી ઉંમર ૩૫ વર્ષની છે. હું અપરિણિત છું. લગભગ બે વર્ષથી મને શિશ્નોત્થાનની તકલીફ છે. ડૉક્ટર પાસે જતા ડર લાગે છે. જો કે મેં આ પૂર્વે સેક્સનો અનુભવ લીધો છે અને આ પૂર્વે મારે આવી કોઈ સમસ્યાને સામનો કરવો પડયો નથી યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક પુરુષ (મુંબઈ)
* નપુંસકતા એ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. જો કે આ સમસ્યાના નિવારણ માટે સંકોચ દૂર કરી ડૉક્ટર પાસે જવાની જરૂર છે. સમસ્યાથી દૂર ભાગવાથી તમે એનો ઉકેલ મળશે નહીં! આજે આ સમસ્યાના નિરાકરણ માટે ઘણી સારવારો ઉપલબ્ધ છે. જો કે તમારું નસીબ સાથ આપતું હશે તો તમારી જીવન શૈલીમાં થોડો બદલાવ કરવાથી સમસ્યા આપોઆપ દૂર થશે. પરંતુ ડૉક્ટરની સલાહ જરૂર લો.
હું ૩૫ વર્ષની છું. છેલ્લા બે વર્ષથી મેં લૂપ બેસાડી છે. બે વર્ષ પછી ડૉક્ટરે એને બદલવાની સલાહ આપી હતી. પરંતુ બે વર્ષ ઉપર બે મહિના થઈ ગયા હોવા છતાં મેં આ લૂપ બદલાવી નથી. શું આ કારણે હું ગર્ભવતી બની શકું છું?
એક મહિલા (નવસારી)
* આ કારણે ગર્ભા ધારણ કરવાની શક્યતા રહેતી નથી. પરંતુ આ બદલવી જરૂરી છે. આ કારણે ઈન્ફેક્શન કે બીજી તબીબી સમસ્યા ઉદ્દભવવાની શક્યતા છે. આથી સમય ન ગુમાવતા તેને બદલાવી લો.