પરફેક્ટ લૂક કેવી રીતે મેળવશો
- સર્વાંગ સુંદર દેખાવા ફક્ત મેકઅપ અને વસ્ત્રો કાફી નથી
લગભગ ઘણી ખરી સ્ત્રીઓની એવી આદત હોય છે કે ક્યાંક જવાના નામ પર પોતાની સહુથી સારી સાડી કાઢીને ઢગલાબંધ ઘરેણાં પહેરીને મેકઅપ કરીને તૈયાર થઈ જાય છે. પરંતુ એ નથી જોઈ શકતી કે ઘરેણાં અને મેકઅપ સાડીને અનુકૂળ અને સાડી મોસમને અનુકૂળ છે કે નહિ. કુદરતી રીતે સુંદર તો બહુ ઓછા લોકો હોય છે, ખૂબસુરતી તો નિખરવી પડે છે, એની પાછળ મહેનત કરવી પડે. ખુબસૂરત દેખાવા માટે ફક્ત જેમ તેમ તૈયાર થઈ જવાથી ચાલતું નથી. બલ્કે, ખુબસૂરતી તમારા આખા વ્યક્તિત્વ, ્પહેરવેશ અને મેકઅપથી દેખાવી જોઈએ.
ફક્ત મેકઅપ કરવાથી જ સુંદર દેખાવાય છે એવી ગેરસમજ નહિ કરતા. મેકઅપમાં કઈ વસ્તુનો કેવો ઉપયોગ કરવો જોઈએ એ તમને આવડવું જોઈએ. મેકઅપની પસંદગી કરો, કપડાની પસંદગી કરો કે શણગારના સાધનોની પસંદગી કરો ત્યારે એટલું ધ્યાનમાં રાખો કે આ વસ્તુ તમને જચશે નહિ. જે તમને જચે એવી હોય એ પહંેરવા-ઓઢવાનું રાખો. શરીરને સુંદરતાને અનુરૂપ નહિ હોય એ વસ્તુ ગમે તેટલી સારી હશે તો પણ તમને ખરાબ જ લાગશે.
જોે તમારો રંગ થોડો શ્યામ હોય તો તમે ઘેરા ભડકીલા રંગોને બદલે કુદરતી આછા રંગોના કપડાં પહેરો. બ્લોક પ્રિન્ટ, હેન્ડલુમ, આછા રંગની શિફોન શ્યામ રંગવાળી સ્ત્રીઓ પર ખૂબ જ જામે છે.
જોે તમારોે ચહેરો એકદમ ઘાટીલોે ન હોય તો પરેશાન થવાની જરૂર નથી. કોઈક બ્યુટીપાર્લરમાં જઈને પોતાના માટે શ્રેષ્ઠ હેર-સ્ટાઈલની પસંદગી કરી લો. હેરસ્ટાઈલ એવી પસંદ કરો કે જેથી તમારો ચહેરો વધુ ઘાટીલો લાગે. જો તમે વાળ વધુ કપાવી લેશો તો ચહેરો બદસુરત લાગશે. આંખો પર આઈ લાઈનર, સજાવેલી ભ્રમર, હોઠ પર મેળ ખાતી લિપસ્ટિક અને શરીરને શોભે એવા ઘરેણાંથી તમે આકર્ષક દેખાઈ શકો છો.
ઠીંગણાની કદની સ્ત્રીઓ લાંબા ફરતા, આખી બાંયના બ્લાઉઝ અથવા કળીવાળા ફરતામાં વધારે ઠીંગણી લાગે છે. એ માટે લાંબા પટ્ટા અને એન્સવાળી ડિઝાઈન સારી લાગશે.
ચહેરા પર એટલો જ મેકઅપ કરો, જે સ્વાભાવિક સુંદરતા વધારે. જરૂર કરતા વધારે મેકઅપ ખૂબસુરતમાં ખૂબસુરત ચહેરાને પણ અસ્વાભાવિક બનાવી દે છે.
ઉંમર અને તંદુરસ્તી પ્રમાણે મેકઅપ કરો અને ઘરેણાં પહેરો. ઘરેણા અને કપડાં પણ મેળ ખાતા હોવા જોઈએ. જીન્સ અને શર્ટ સાથે બિન્દી ઝાંઝર, બંગડી વગેરે સારા નથી લાગતા.
કોઈની દેખાદેખી લિપસ્ટિક કે આઈશેડો ન ખરીદો. જરૂર નથી કે જે શેડ બીજાઓ પર જામતો હોય, એ તમારી પર ન જચે. ખરીદતી વખતે હથેળી પર જરાક લિપસ્ટિક લગાવીને શેડ જોઈ લો. એ રંગ તમારી ચામડી પર ખરાબ ન લાગતો હોય, જો ચામડીથી વધારે જુદો ન પડતો હોય તો જ ખરીદો.
દિવસના સમયે ઘેરોે મેકઅપ ન કરો. દિવસે આછો અને રાત થોડો ઘેરો મેકઅપ સારો નથી લાગતો.
જો કોઈ મેકઅપ, ઘરેણાં કે કપડામાં તમને ફાવટ ન આવતી હોય તો એનો ઉપયોગ ન કરો.
ઘરની બહાર નીકળતી વખતે જોઈ લો કે ચહેરા સિવાય શરીરના બીજા ખુલ્લા ભાગની હાલત ખરાબ તો નથી ને? ચહેરાની સાથોસાથ કાન અને ગરદન પર પણ પાઉડર અથવા કોમ્પેક્ટ લગાવો. હાથે કે કોણી જો શુષ્ક લાગતા હોય તો બોડી લોશન અથવા ક્રીમ લગાવો. એડીઓ ફાટેલી કે ગંદી ન હોય એ ધ્યાનમાં રાખો. હાથ-પગના નખ સાફ અને બરાબર આકારમાં કાપો. નેલપોલિશ યોગ્ય રીતે લગાવો.
ગરમીમાં ડિયોડરન્ટનો નિયમિત ઉપયોગ કરો. ઘરની બહાર નીકળતી વખતે હથેળીઓ, કાનની પાછળ અને ગરદન પર પાછો પર્ફ્યુમ સ્પ્રે કરો.
જો તમે ટૂંકી બાંયવાળા કપડા કે સ્કર્ટ વગેરે પહેરતા હોવ તો વેક્સિંગ કરી લો.
હવે એ જોઈ લો કે તમારા ચહેરા પર કઈ જાતની બિંદી સારી લાગે છે. જો તમારો ચહેરો નાનો અને ગોળ છે તો લાંબી બિંદી લગાવો. પહોળા ચહેરા પર મોટી ગોળ બિંદી સારી લાગે છે અને ચોરસ આકારના ચહેરા પર ગોળ બિંદી સારી લાગે છે.
આકર્ષક દેખાવા માટે પ્રમાણસર શરીર જરૂરી છે. તમારા શરીરની વધારાની ચરબી ઉતારવા માટે નિયમિત કસરત કરો.
તમારો ચહેરો ગમે તેટલો સુંદર કેમ ન હોય, તમે મોંઘામાં મોંઘા કપડાં ભલે પહેર્યાં હોય, પણ જે તમારું શરીર ભારે અને બેડોળ હશે તો તમે પોતાને જ આકર્ષક નહિ અનુભવો. ઉપરાંત તમારામાં સ્ફૂર્તિ પણ નહિ રહે.