કેવો મૂરતિયો પસંદ કરવો?
જેની સાથે, આપણે સુખ અને શાંતિવાળું જીવન વિતાવી શકીએ. એજ જીવનસાથી આપણા માટે સર્વોત્તમ ગણાય.
યૌવનના પ્રથમ સોપાને ડગ મૂકતાની સાથે જ મનનો મોરલો મહેકી ઊઠે છે. જીવનના વસંતે આમ્ર મંજરીની મહેંકસમ અંગે અંગે આનંદ ઝૂમી ઊઠે છે. આખુંયે વિશ્વ ઉપવનસમું મસ્તબની ઝૂમે છે.
'જીવનસાથી વિષેની કલ્પના' વિષય જ કેટલો રોમાંચકારી છે. દરેક યુવતી પોતાના જીવનસાથીની કલ્પના તો કરતી જ હોય છે. સપનાના રાજકુમારની તસવીર આંખમાં વસી હોય છે. સપનાના સોનેરી રંગ એક પછી એક પેલી તસવીરમાં પુરાઈ જતા હોય છે, આ તો એક આદર્શ, એક પેલા સપનાના રાજકુમારને પોતાના મેળવેલા માણિગર સાથે સરખાવતી હોય છે.
મારે તો એવો પુરુષ જોઇએ કે જેની સાથે બધું જ વહેંચી શકાય. અને જિંદગીનો મર્મ પામી શકાય જીવનસાથીની પસંદગી. જો ખરેખર એક ગંભીર બાબત છે. એમાં ઘણું સંશોધન કરવાનું રહે છે. આ વાત સાવ એવી નથી કે, એકાદ મૂરતિયો જોયો અને તેને વરમાળા પહેરાવી દીધી? મને, શું ગમશે અને શું નહીં ગમે, મારે મન કોણ શ્રેષ્ઠ છે? તે મારે પોતાને જ નક્કી કરવાનું છે.
મારો જીવનસાથી મને સાચા રૂપમાં જીવનસાથી મળે. બાકી રૂપને તો હું આમ પણ બહુ મહત્ત્વ નથી. આપતી. કેટલીક યુવતિઓ તો, મૂરતિયો એવો પસંદ કરવાનો આગ્રહ રાખે છે કે, જેનો ચહેરો હૃતિક જેવો હોય, ચાલવાની ઢબ અમીર ખાન જેવી હોય, શરીરે સલમાન ખાન જેવો હોય અને અવાજ જેનો અમિતાભ જેવો હોય? આવું તો બધું એકસાથે કઈ યુવતીને મળવાનું, એની તો તમારે કલ્પના જ કરવી રહી! આત્માના સૌંદર્ય, મનમાં સૌંદર્ય જેવું સૌન્દર્ય અન્યત્ર ક્યાં હોય છે. સૌંદર્ય કઁઇ કોઈનું હંમેશ માટે ટકતું નથી.
આપણો આ દેહમાત્ર ક્ષણિક છે. રૂપ નાશવંત છે. કોઇ યુવકની સારી ઉંચાઈ, કાળા વાળ, નમણો ચહેરો એ બધા બાહ્ય આકર્ષણો છે. સૌંદર્ય કોને નથી ગમતું હોતું, પણ સૌંદર્યથી વધીને હું તો પસંદગી ગુણોની કરું છું? એની બુધિમત્તાને ચાતુર્યથી મારા મનને જીતી કે! મારો જીવનસાથી નિશ્ચિત રૂપે ઉદાર, પ્રેમાળ, મિલનસાર હોય એવો હોવો જોઈએ. તેની હોશિયારી નિર્ણયશક્તિ અને હસમુખ, મિલનસાર સ્વભાવથી એ મારા ઘરમાં મારા મિત્ર વર્ગમાં, મારી ઓળખાણ બંને એવી મોહકને બુદ્ધિમાન પ્રતિભા અને વ્યક્તિત્વ તો જોઈએ જ.
મારી કેટલીક બહેનપણીઓ એવું માને છે કે, આપણી પસંદગીનો પુરુષ શરીરસશકત હોવો જોઈએ, ઉંચો હોવો જોઈએ, કોઇ કહે છે કે તે પાતળો હોવો જોઈએ. જ્યારે આ બાબત માટે હું જુદા જ વિચારો ધરાવું છું. આપણે પુરુષની ઉંચાઈને માત્ર ફૂટપટ્ટીની લંબાઈથી માપવી રહી? તેને તો તેના વિશાળ હૃદયની ઉદારમતવાદી વિચારોની પ્રેમાળ હુંફની મને પોતાની બનાવી લેવાની અપનાવી ફૂટપટીથી હું માપીશ. અમે બન્ને એકાબીજાને એવું ચાહીએ કે એકબીજામાં ઓગળી જઈ મધુર જીવન બની જાય. મારી જીવનને મધુરું બનાવી તે જીવનસાથી.
મારી અમુક બહેનપણીઓ, કોઇ ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટડ એકાઉન્ટન્ટ જેવા મોભાદાર યુવાન સાથે લગ્ન કરીને પોતાનું જીવન સુખ સગવડ ભર્યું અને સુરક્ષિત કરી લેવા ઇચ્છા રાખતી હોય છે. તો શું આપણું શિક્ષણ આ ત્રણ ડિગ્રીઓ પૂરતું જ સીમિત છે? કે પછી એમની દ્રષ્ટિ જ સીમિત છે? શું આ ત્રણ ડિગ્રીઓ સિવાયના યુવાનો કુંવારા જ રહેતા હશે? શક્ય છે. મારી પાસે આ ત્રણમાંથી એકેય ડિગ્રી નથી. છતાં પણ હું એક પત્ની અને એના થકી બનતા એક કુટુંબની જવાબદારી લઈ શકીશ એટલો આત્મવિશ્વાસ મને તો છે.
મને તો ફક્ત હોંશિયાર જીવનસાથી જોઈએ. પણ એની હોંશિયારીને હું ડિગ્રીમાં કેદ ન કરી શકું. વ્યક્તિ કોઇ કારણસર ડિગ્રી ન મેળવી શકી હોય તેથી તેનું મહત્ત્વ એવું ન આંકવું જોઈએ. આ દુનિયા પણ એક મહાન યુનિવર્સિટી છે, એના અનુભવો, જાત મહેનતથી આગળ આવેલ વ્યક્તિ પાસે અનુભવતી ડિગ્રી પણ વિઘાલા એ ખુદ સ્નાતકને અનુસ્નાતકની પદવી આપવી હોય. જીવનના હર તબક્કે તે પદવી અને તેનું જ્ઞાાન, તેની શોભા વધારતા હોય તો, 'પોથીમાં રીંગણા' કરતા અનુભવની પાઠશાળાના એ સ્નાતકના ગળામાં જરૂર હું મારી વરમાળા પહેરાવીશ.
કેટલીક યુવતીઓ સગપણના પ્રશ્ને મૂરતિયાનું આર્થિક ધોરમ (પૈસો) જ સપણ માટેનું માપદંડ સમજતી હોય છે. પણ પૈસો ક્યારેય, કોઇનો ટકી શક્યો છે ખરો? તે તો આજે છે ને કાલે ન પણ હોય? આ જીવન માટે પૈસો-ધન અગત્યના છે પણ તે કંઇ સર્વસ્વ તો નથી, કોઈની શ્રીમંતાઈ કાયમને માટે ટકી નહીં રહેતી, અને જેના નસીબમાં 'પૈસો' લખાયેલો જ હોય.
તો તે ક્યાંયથી પણ આવી ચઢશે. મને તો મારા અભ્યાસ, મારી લાયકાત, મારી આવડત પર મને ગર્વ છે. અભિયાન નહીં. અમારા સંસારનો નિર્વાહ તો અમે કરી શકીશું. રથનું એક પૈડું ચાલે, બીજું કંઈ ન કરે તે કેમ બને. હું પણ મહેનત કરીશ. જે પૌરુષ સભર પુરુષનો હાથ પકડી, આ સંસારયાત્રામાં નિર્વિદને પાર ઉતરી શકું. તે પુરુષ તે મારો જીવનસાથી.
મારો જીવનસાથી મતે બરાબરનું સ્થાન આપે. સ્થાન બે પૈડાની માફક અને બે અમારી સંસાર યાત્રાનું સફળ સંચાલન કરી શકીએ. મને બરોબરીના હક્ક આપે અને મારા હકક, મારા અધિકારની રખેવાળી પણ એ જ કરે, ત્યારે જ તેમાં આનાંદ છે.
એક રમુજી વાત કરું તમને, એકવાર મને જોવા આવેલા મૂરતિયાને મેં પૂછ્યું કે, 'તને મારામાં શું ગમ્યું?' ત્યારે પેલાએ શું જવાબ આપ્યો હશે?!! તેણે મને કહ્યું કે 'મને તો તું મારી બા જેવી લાગે છે. અને તેની સાથે તને સારું ફાવશે!!' તેના પાસેથી મેં આવા જવાબની આશા રાખી નહોત. મેં તુરુંત જ તેને સંભળાવી દીધું કે, ''હું તારી બાને નહીં, પણ તને પરણવાની હતી! પેલા એ પણ મારા પાસેથી આવા જવાબની આશા નહીં જ રાખી હોય.
આ બનાવ પરથી મને લાગ્યું કે આજના સુધરેલા જમાનામાં, પુરુષો હજુ પણ તેમની મમ્મીના સાડલે વળગેલા બાળક જેવા છે!! પુરુષનું તેની માતા તરફ લાગણીનું પ્રબળ બંધન માનસશાસ્ત્રએ સ્વીકારેલું છે. એ દ્રષ્ટિએ યુવકનું તેના માતા-પિતા પ્રત્યેનું વલણ તેના લગ્ન-જીવન પર અમુક પ્રભાવ પાડયા વગર રહેતું નથી. હું પણ મા-બાપને ચાહું છું, તેમ તેના માતા-પિતાને પણ ચાહું જ અને એ ફરજોને ઈશ્વરી ફરજો સમજી માથે ચઢાવીશ, ત્યારે એણે પણ મારા માતા-પિતા સાથે એ જ પ્રકારનંુ વલણ રાખવું જોઈએ.
યુવતી કે યુવક, પોતે પણ કોઈના ભાઈ કે બહેન તરીકે જીવતાં આવ્યાં હોય છે. એ ભૂલી જવાનું નથી. બધા ભાઈ-ભાડું વચ્ચે લાગણીનું એક ઘનિષ્ઠ સંબંધ અસ્તિત્વમાં હોય છે. એ બંધન છોડી શકાતું નથી, એટલે પોતાના લગ્ન જીવનના સાક્ષીના ભાઈભાડુંઓ સાથેના સંબંધને પોતે પણ ઉપેક્ષા કે અવહેલના ન કરવી જોઈએ. સ્નેહની સ્નિગ્ધતા ભાઈ ભાડુંવાળા કુટુંબમાં જ પાંગરતી હોય છે.
હું તો એટલે સુધી માનું છું કે આજના જમાનામાં સંતાનો બાબતની ચોખવટ પણ સગપણ કરતાં પહેલેથી જ થઈ જાય એ વધુ ઈષ્ટ છે. કારણ કે સંતાનોને જન્મ આપ્યા પછી એમના સ્વાસ્થ્ય અને ઉછેરની જવાબદારીમાંથી કોઈ પણ યુવતી છટકી શકતી નથી.
એજ રીતે મારી પસંદગીના પાત્રના શારીરિક સ્વાસ્થ્ય માટે પણ હું કેટલી અગમચેતી રાખવા ઇચ્છું છું. કારણ કે સંતાનની ઝંખના છતાં તેના અભાવે, દાંપત્યનો આનંદ ક્ષણ ન બની જાય, એટલા માટે બન્ને પક્ષે પૂરી દાકતરી તપાસ કરાવી લેવાની જરૂરિયાત માટે હું ખાસ ભાર મુકું છું. જેથી આ પ્રશ્ને ભવિષ્યમાં દાંપત્યના વહાણને ખરાબે ચડી જતું સહેજ અટકાવી શકાય.
હું પૂજા-પાઠમાં વિશ્વાસ રાખતી હોવાથી. મારાથી પસંદ થનારું પાત્ર, ધાર્મિક અને આધ્યાત્મિક સ્તરે પણ મને અનુકુળ થાય એ હું પસંદ કરું, કારણ કે મારો જીવનસાથી આ પૂજા-વિઘ્ન માટે મારી અવગણના કરતો હોય તો આવી પરિસ્થિતિમાં ઘરમાં, કુટુંબમાં નાહકના ખોટા વાદવિવાદ ઊભા થાય. સ્ત્રીને પાંગળી બનાવી, પોતાની આગવી પ્રતિભા પાડવામાં પુરુષો પાવરધા હોય છે. પણ ના તેમ નથી. મારો જીવનસાથી મારા ગૌરવથી મને ગૌરવ આપી, મારી સફળતાને પોતાની સફળતા ગણી મને સન્માને તો એ મારો જીવનસાથી.
મારા જીવનસાથી માટે હું દેખાવ કરતાં સ્વભાવ જોવો વધુ પસંદ કરીશ. કોઈ પણ વ્યક્તિના સ્વભાવની બીજી લક્ષણિકતા પકડતા વાર લોકા પણ માણસ ગુસ્સા ખોર હોય તો તે વાત કદી પણ છૂપી રહેતી નથી. લગ્ન જીવનની ઇમારત નિષ્ઠા, વફાદારી પ્રેમ અને સત્યના પાયા પર જ ઊભી હોય છે એમાંનો એક પણ પાયો હાલ્યો કે ડગમગી ગયો તો ઇમારતને કડકભૂસ થતાં વાર લાગતી નથી, માટે પાયાની ચાર વાત તો મજબૂત હોવી જોઈએ. લગ્ન જીવનમાં એક નિષ્ઠા તે વફાદારી ન હોય તો તે જીવનમાં સુગંધ રહેતી નથી. એટલે તે ખૂબ જરૂરી છે. ભલે બે વ્યક્તિત્વ હોય પણ મન એક જ તેવા સ્વભાવનો જીવનસાથી મને ગમે.
મારો જીવનસાથી ખુશમિજાજ હોવો જોઈએ. જો તે ચીડિયો કે આકરા સ્વભાવનો ભૂલેચૂકે મને મળી જશે તો તે પોતે તો પરેશાન રહેશે અને પછી મને પણ પરેશાન કરતો રહેશે. જો કોઈ જીવનસાથી વાતવાતમાં નારાજ થઈ અને ગમે ત્યારે ગુસ્સો કરે, ત્યારે સમજી લેવું કે તમે પસંદગીમાં પાછા પડી ગયા છો.
સૌથી મોટી વાત એ છે કે જેની સાથે, આપણે સુખ અને શાંતિવાળું જીવન વિતાવી શકીએ. એજ જીવનસાથી આપણા માટે સર્વોત્તમ ગણાય. એકબીજાનો સ્વભાવ, સ્નેહ પ્રેમ, હૂંફ, વિશ્વાસ, જીવનના કઠિન પ્રશ્નો હલ કરવાની સાચી સમજ, સાથ-સહકાર, ચપળતા, એકબીજાને સમજવાની કળા વગેરે સુખી, સફળ દાંપત્ય જીવન માટે અત્યંત જરૂરી છે.
હું જે યુવકને પસંદ કરવા ઇચ્છતી હોઈશ, તે યુવકમાં, શૈક્ષણિક, ધાર્મિક, કોટુંબિક, સાંસ્કારિક કદાચ અસમાનતા પણ હશે. આવી અરમાનતાઓ, એક બીજા માટે જેટલી ઓછી હોય એટલી વધુ સારી વાત બની રહેશે. મે જો વાતની પણ નોંધ લીધી છે કે જ્યાં સંસ્કારભેદનું અંતર ખૂબ લાંબુ હોય ત્યાં દામ્પત્યજીવનના ઘણા પ્રશ્નો પેદા થતાં રહ્યા છે.
જીવનસાથી અંગેની આપણી અપેક્ષાઓ પણ સામી વ્યક્તિની અપેક્ષાઓને અનુરૂપ હોવી જોઈએ, આપને જેવી અપેક્ષાઓ અન્ય પાસે રાખીએ છીએ. તેવી જ અપેક્ષાઓ સામેની વ્યક્તિની પણ હોઈ શકે. જેમ આપણે કોઈ સારા ઊંચા શોધમાં હોઈે, તેમ સામેની વ્યક્તિ પણ એવું જ વિચારતી હશેને? માટે એ જોવું મહત્ત્વનું છે કે, આપણી અપેક્ષાઓ, જીવનસાથી માટે અનુરૂપ હોવી જોઈએ.
જીવનસાથી માટેની વાત સાવ પાકી કરતા પહેલા, હું મારી જાતને છેલ્લે છેલ્લે પૂછી લઈશ કે શા માટે આ જ યુવકને હું પસંદ કરું છું? મારી એ માટે કેવી માનસિક તૈયારી છે? સગણપ પછી, મારું લગ્ન જીવન સુખી રહેશેને? હું કોઈની પણ દોરવણીથી મારું સગપણ પાકું નથી કરતીને? આવી બાબતો વિચારતા, માત્ર કોઈ એકાદ મુદ્દાને બહુ મહત્ત્વ આપવાની બદલે, આ પ્રશ્નોના તમામ પાસાઓ નિરાંતે વિચારી જોઈશ, પછી જ મારા મનગમતાં મુરતિયાની વાત જાહેર કરીશ.
- અદિતી