Get The App

કેટલું હોવું જોઈએ તમારું વજન?

Updated: Aug 16th, 2021

GS TEAM

Google News
Google News
કેટલું હોવું જોઈએ તમારું વજન? 1 - image


આજની તારીખમાં લોકોને પોતાના વધતા જતા વજનની ચિંતા સતાવી રહી છે. લાંબા કલાકો સુધી ઓફિસનું કામ કરવા ખુરશી પર બેસી રહેવાને કારણે લોકોનું ચાલવાનું સાવ ઓછું થઈ ગયું છે. તેઓ ચાહે તો પણ પોતાના કમ્પ્યુટર કે લેપટોપ સામેથી થોડીવાર માટે પણ ખસી નથી શકતા. પરિણામે તેમનું વજન વધવા લાગે છે. અલબત, તળેલા અને ગળ્યા ખાદ્ય પદાર્થો, કસરતનો સદંતર અભાવ પણ સ્થૂળતા માટે કારણભૂત બને છે.

 અને જ્યારે વજન વધારે પડતું વધી જાય ત્યારે ઘણાં લોકો તે ઘટાડવા મચી પડે છે. પરંતુ તેમને એ વાતનો ખ્યાલ નથી હોતો કે તેમનું વજન કેટલું હોવું જોઈએ.

નિષ્ણાતો આ બાબતે કહે છે કે કોઈપણ વ્યક્તિના વજનનું માપદંડ તેની ઊંચાઈ પરથી કાઢી શકાય. ચોક્કસ ઊંચાઈ ધરાવતી વ્યક્તિનું ચોક્કસ વજન તેના સ્વસ્થ આરોગ્યનું માપદંડ પણ ગણાય. જેમ કે..,

* જો તમે ચાર ફૂટ-દસ ઇંચ ઊંચા હો તો તમારું વજન ૪૧ થી ૫૨ કિ.ગ્રામની વચ્ચે હોવું જોઈએ.

* જો તમારી હાઈટ પાંચ ફૂટ છે તો તમાું વજન ૪૪થી ૫૫.૭ કિ.ગ્રામ પરફેક્ટ ગણાય.

* પાંચ ફૂટ-બે ઇંચ ઊંચા લોકોનું વજન ૪૯થી ૬૩ કિ.ગ્રા. વચ્ચે હોવું જોઈએ.

* જો તમારી ઊંચાઈ પાંચ ફૂટ-ચાર ઇંચ છે તો તમારું વજન ૪૯થી ૬૩ કિ.ગ્રામ બરાબર કહેવાય.

* પાંચ ફૂટ-આઠ ઇંચ હાઈટ ધરાવતા લોકો માટે ૫૬ થી ૭૧ કિ.ગ્રામ જેટલું વજન સામાન્ય લેખાય.

* જો તમે પાંચ ફૂ-૧૦ ઇંચ ઊંચા છો તો ૫૯ થી ૭૫ કિ.ગ્રામ સુધીનું વજન પણ ચાલી જાય.

* છ ફૂટની ઊંચાઈ ધરાવતા લોકો માટે ૬૩ થી ૮૦ કિ.ગ્રામ વચ્ચેનું વજન પણ ઝાઝું ન કહેવાય.

  - ઋજુતા

Tags :