Get The App

જન્મકુંડળી મેળાપની આવશ્યક્તા કેટલી?

Updated: Dec 11th, 2023

GS TEAM


Google News
Google News
જન્મકુંડળી મેળાપની આવશ્યક્તા કેટલી? 1 - image


પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં લગ્ન પૂર્વે  યુવક-યુવતીને મળવાની સંમતિ નહોતી. માતા-પિતા સારો વર અને કુટુંબ જોઈને વિવાહ કરી નાંખે છે. પરંતુ તે પૂર્વે વર-કન્યાની જન્મકુંડળી મેળવવાનું ચૂકતા નથી.

સમયની સાથે સ્થિતિ બદલાય છે. આજે બધા જ ક્ષેત્રમાં  યુવક-યુવતીઓ ખભેખભા મિલાવીને કામ કરી રહ્યા છે. તેના લીધે પ્રેમલગ્નનું પ્રમાણ વધી ગયું છે. અને જન્મકુંડળી મેળવવાનું એકદમ ગૌણ  બની ગયું છે. છતાં હજી એવા ઘણા લોકો છે જેઓ ભાવિ દંપતીની જન્મકુંડળી મેળવવાનું આવશ્યક સમજે છે. જેથી તેઓનું લગ્નજીવન નિર્વિઘ્ને પસાર થાય.

વૈવાહિક સંબંધોની અનુકૂળતાના પરિક્ષણ માટે આપણા ઋષિ મુનીઓએ અનેક ગ્રંથોની રચના કરી જેમાં વશિષ્ઠ, નારદ, ગર્ગ વગેરેની સંહિતાઓ, મુહુર્ત-માર્તણ્ડ, મુહર્ત ચિંતામણી, અને વિવાહ વૃંદાવન જેવા ગ્રંથોનું વિશેષ સ્થાન  છે. તે અનુસાર વર અને કન્યાની જન્મકુંડળી વર્ણ, વશ્ય, તારા, યોનિ, રાશિ, ગણ, ભકૂટ અને નાડી વગેરે આઠ પ્રકારના દોેષોની તપાસ કરવી આવશ્યક છે. વર-કન્યાની રાશિઓ અથવા નવમાંશની મૈત્રી તથા રાશિઓ નવમાંશની એકતા દ્વારા નાડીદોષ સિવાયના શેષ બધા જ  દોષનો પરિહાર છે. આ બધા દોષોમાં નાડીદોષ પ્રમુખ છે. તેના ઉકેલ માટે વર-કન્યાની રાશિ એક અને નક્ષત્ર ભિન્ન અથવા નક્ષત્ર એક અને રાશિ ભિન્ન હોવી જોઈએ.

શાસ્ત્ર પ્રમાણે વર-કન્યાના વિવાહ માટે છત્રીસમાંથી ઓછામાં ઓછા સાડા સોળ ગુણ મળવા જોેઈએ. પરંતુ નાડીદોષનો ઉપાય જરૂરી છે. જો નાડીદોષ હોય અને અઠયાવીસ ગુણ મળે તો પણ શાસ્ત્રમાં વિવાહની  પરવાનગી નથી. અત્યંત આવશ્યક હોય તો, સોળથી ઓછા ગુણ અને અષ્ટકૂટ દોષના ઉપાય ન હોય તેવી સ્થિતિમાં પણ કોઈ ઉપાય ગોેતીને શાંતિ કરીને લગ્ન કરાવવામાં આવે છે. આવી સ્થિતિમાં કન્યાનું નામ બદલીને કુંડળી મળે તે રીતે  બનાવવાની પરંપરા છે. પરંતુ સાધારણ સ્થિતિમાં કન્યાનું નામ બદલીને આ રીતે જોડામેળ કરવાની   રીત અશાસ્ત્રીય છે. 

શાસ્ત્રાનુસાર મંગળ દોષ દાંપત્ય જીવન માટે અનિષ્કારી માનવામાં આવે છે. કન્યાની જન્મકુંડળીમાં મંગળ ગ્રહ લગ્ન, ચંદ્ર અથવા શુક્રથી  ૧,૨,૧૨, ૪, ૭ આઠમા ભાવમાં હોય તોે વરની આયુને જોખમ ઊભું થાય છે. વરની જન્મકુંડળીમાં આ સ્થિતિ હોય તો કન્યાના આયુષ્યને જોખમ ઊભું થઈ શકે છે. મંગળની આ સ્થિતિ પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદ તથા કલેશનું કારણ પણ બની શકે છે. જન્મકુંડળીમાં ગુરુ અને મંગળની યુતિ અથવા મંગળ અને ચંદ્રની યુતિથી મંગળદોષ સમાપ્ત થઈ જાય છે. તે ઉપરાંત  કેટલાક વિશેષ ભાવના મંગળની સ્થિતિથી મંગળદોષનું ખરાબ ફળ સમાપ્ત  થઈ જાય છે.

મંગળદોષની વરના  લગ્ન મંગળદોષી કન્યા સાથે થવા જોેઈએ. જેથી તેમનું દાંપત્યજીવન સુખી બને.

રાશિઓનો મેળ

રાશિ અનુકૂળ રાશિ

મેષ મેષ, કર્ક, સિંહ, તુલા, ધન, કુંભ

વૃષભ વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક, મકર, મીન,

મિથુન મેષ, મિથુન, કર્ક, સિંહ, તુલા, ધન, કુંભ, મીન

કર્ક મેષ, વૃષભ, કર્ક, સિંહ, કન્યા, વૃશ્ચિક, મકર, મીન

સિંહ મેષ, મિથુન, કર્ક, સિંહ, તુલા, ધન

કન્યા વૃષભ, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, મકર

તુલા મેષ, મિથુન, કર્ક, સિંહ, તુલા, કન્યા, ધન, મકર, કુંભ, મીન

વૃશ્ચિક વૃષભ, કર્ક, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન

ધન મેષ, મિથુન, સિંહ, તુલા, ધન, કુંભ

મકર વૃષભ, મિથુન, કર્ક, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, કુંભ, મીન

મીન વૃષભ, કર્ક, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ

Tags :