Get The App

મોટા ઝઘડા બાદ વણસેલા સંબંધને કઈ રીતે સુધારશો ?

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
મોટા ઝઘડા બાદ વણસેલા સંબંધને કઈ રીતે સુધારશો ? 1 - image

સંબંધોમાં  ઝઘડા  થવા મોટી બાબત નથી પરંતુ ઝઘડા બાદ રિસાયેલી  વ્યક્તિને મનાવવી એ વધારે મહત્ત્વપૂર્ણ  હોય છે.  ઘણીવાર આપણે  ઓફિસના  વધારે પડતા કામનો  તણાવ  અને ગુસ્સો  આપણા સાથી પર ઠાલવી દેતા હોઈએ છીએ. કાં તો પછી  ઘણીવાર આપણું ફરવાનું કે ડિનર  ડેટ  નક્કી કરેલા  સમયે ન થાય  તો તેના માટે  આપણે જાણ્યે અજાણ્યે  આપણા સાથી સાથે ઝઘડી  પડતા હોઈએ છીએ.  ઘણી  વાર સામેની વ્યક્તિ  તે શાંતિથી  સાંભળીને  ચૂપ થઈ જાય છે તો  કેટલીક વાર  આ વાતચીત  ઊગ્ર  સ્વરૂપ  લઈ  લે છે અને બંને તરફથી  ચકમક  થતાં વિવાદ ઝઘડા  સુધી પહોંચી જાય  અને અને  આવી સ્થિતિમાં  સંબંધો વણસતા  પણ વાર નથી લાગતી.  તો આવી પરિસ્થિતિમાં  આપણે થોડીક બાબતો કરીએ  તો સંબંધો ન વણસતા  તમારું  લગ્નજીવન  પણ પહેલાની માફક  પ્રેમ અને  આનંદથી  ભરપૂર  થઈ જશે.   તો આવો જાણીએ એવી પાંચ બાબત જેનાથી  ઉગ્ર વિખવાદ બાદ  પણ તમે તમારા સાથીને પ્રેમથી  મનાવી  શકો.

૧.  તંદુરસ્ત  ચર્ચા કરો

એકમેક વચ્ચે  અસંખ્ય ઝઘડા થવા  પાછળનું  મુખ્ય કારણ  છે કે તમારી વચ્ચે વાતચીતનો  અભાવ હોય.  તેને કારણે  તમારી   કલ્પનાશક્તિથી પણ વધારે  ગેરસમજણો  નિર્માણ થતી હોય છે અને તે સખીના મનોમસ્તિષ્કમાં વધારેને વધારે દ્રઢ થતી રહે છે. તેથી આવી ગેરસમજણને દિવસો સુધી ખેંચવાથી તમારા  દિલોદિમાગની શાંતિ  હણાઈ જશે.  આ રીતે  સ્વયંને  ત્રાસ આપવા કરતા તમે તમારા સાથી સાથે બેસો  અને મોકળા મને  ચર્ચા  કરો. કોઈ એક  બાબતને પકડીને ન રાખો અને તેનાથી  આગળ વધતા શીખો.   ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત  એટલે  આ ચર્ચામાં  તમારા અહમને અવકાશ ન હોય તે પણ  અતિઆવશ્યક  છે. એ સમયે તમે ઝઘડી ન પડો અને એકબીજા  પર દોષારોપણ  ન કરો તે પણ   અગત્યનું  છે. 

જો  આવું કશું પણ થાય તો સમસ્યાનું  સમાધાન  ન આવતા તમારી  સમસ્યા વણસી શકે છે.

૨.  હૃદયપૂર્વક  ક્ષમા માગો

તમે સાથી પાસેથી માંગેલી માફી ઘણો જ બદલાવ   સર્જી  શકે છે. ભલે તે તમને ખૂબ જ નાની  અમસ્તી  બાબત લાગે પરંતુ  હું માફી માગું છું'   આટલું વાક્ય  ઘણા મોટા ઝઘડાને શાંત કરવા સક્ષમ છે. આપણને જાણ   પણ નથી  હોતી ે  ઘણી વાર આપણાથી  ગુસ્સામાં  બોલાયેલા  શબ્દો  આપણા સાથી  માટે કેટલા પીડાદાયક  સિદ્ધ થઈ  શકે  છે તેથી જ સાચા  હૃદયથી માંગતી માફી દરેક બાબત સુધારી  શકે  છે. તમારા  અહમને  તિલાંજલી  આપી  માફી  માંગવાથી  પાછા ન પડો.

૩.  સાથીની  મનપસંદ  વાનગી  બનાવો

અમે  તમને રસોઈકળામાં  નિપુણ  શાસ્ત્રજ્ઞા બનવા નથી કહેતા. કોઈ જ તમને શેફ જેટલા નિપુણ  બનવા નથી  કહેતું. પણ  સારું ભોજન તમને મદદ કરી શકે  કારણ  સારા ભોજનથી  તમારા મગજને  અને મુડને  શાંત થવામાં મદદ થાય છે. તમને  તમારા સાથીના  મનપસંદ ભોજનની  જાણ  પણ હોવાની જ તમારે માત્ર  તેને તમારા હાથે  બનાવવાનું  છે. તેનાથી તમારા સાથીનો ગુસ્સો પણ પળવારમાં  ગાયબ  થઈ  જશે.  એટલું જ નહીં તમે તેનું ધ્યાન રાખો છો તેની પણ તે નોેંધ લેશે.

૪.  એક ડેટ નાઈટનું  આયોજન  કરો

જો  તમને એવું લાગતું  હોય કે માત્ર મહિલાઓને જ સરપ્રાઈઝ ગમતી હોય  છે  તો  તમે ભૂલ કરી રહ્યા છો  કારણ   પુરૂષોને  પણ સરપ્રાઈઝ એટલી  જ ગમતી  હોય છે.

તમે તમારા  સાથીને  સરપ્રાઈઝ આપવા ડિનર  ડેટનું  આયોજન કરી શકો  છો. તેને ગમતા પીણા અને નાસ્તાના  સમન્વય  થી તમે તેને  ખાસ બનાવી શકો છો. શક્ય હોય ત્યાં સુધી એકાંતમાં ડેટનું આયોજન  જેનાથી  તમે એકબીજા  સાથે ભરપૂર  વાતો કરી શકો.

૫.  બહાર જવાનું આયોજન કરો

તમારા  વ્યસ્ત  સમયપત્રકમાંથી   અને અતિવ્યસ્ત  દિનચર્યામાંથી  અમુક  સમય તમારે  તમારા સાથી સાથે વિતાવવો  અનિવાર્ય  છે.  જો  તેમ ન  થાય  તો તે તમારી દલીલ અને ઝઘડાને  વધુ વણસાવી દે છે. તેથી શક્ય  હોય ત્યાં  સુધી સપ્તાહના અંતે તમારે  તમારો મહત્તમ  સમય તમારા સાથી સાથે માણવો આવશ્યક  છે. તેથી શક્ય  હોય તો તમે બહાર  ફરવા  જાઓ. તે તમને માનસિક  સમાધાન  આપશે અને તમારી સમસ્યાઓને  પણ તમે એકબીજા  સામે રજૂ કરી  શકશો. તેથી તમારો  ઝઘડો  પણ અટકશે  અને તમે દોષારોપણ કરવાની જગ્યાએ  એકમેકને  સમજવાનો  પ્રયાસ કરશોે.  અને આમ બહાર  ફરવા જશો તો શારીરિક  નિકટતા પણ કેળવાશે જે તમારા  સંબંધમાં  તાજગી માટે અતિઆવશ્યક  છે. તમે શારીરિક નિકટ આવશો  તો તમારા સંબંધની   ઘનિષ્ઠતા  પણ વધશે. તો આમ અમુક સરળ ઉપાયોથી તમે વણસેલા સંબંધોને સુધારી ઝઘડા પછીની તંગદિલીનો પણ નિકાલ લાવી શકો  છો. તો  વાટ શેની જુઓ છો આજે જ સમાધાન  લાવો તમારી  અંગત  સમસ્યાનું.