Get The App

કાળઝાળ ગરમીથી રાહત આપતાં ઘરગથ્થું પીણાં

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
કાળઝાળ ગરમીથી રાહત આપતાં ઘરગથ્થું પીણાં 1 - image

- સખત તડકો અને ગરમ હવાના કારણે શરીરમાં પાણી અને જરૂરી મિનરલ્સ જલદી ઓછા થતા જતા હોય છે. તેવામાં ડિહાઇડ્રેશનની સ્થિતિ આવી જતા વાર લાગતી નથી હોતી. 

ઉનાળાની કાળઝાળ ગરમીથી વ્યક્તિ જલદી થાકી જતો હોય છે. સખત તડકો અને ગરમ હવાના કારણે શરીરમાં પાણી અને જરૂરી મિનરલ્સ જલદી ઓછા થતા જતા હોય છે. તેવામાં ડિહાઇડ્રેશનની સ્થિતિ આવી જતા વાર લાગતી નથી હોતી. તેથી જ ઉનાળામમાં શરીરને ઠંડક આપવાની સાથેસાથે હાઇડ્રેશન પણ જાળવી રાખે  તેવા પીણાં પીવા જરૂરી બની જતું હોય છે. કુદરતી ઠંડક, પૌષ્ટિક અને શરીર માટે ફાયદાકારક પીણાં વિશે જાણકારી આપવામાં આવી છે. જોકે દરેક વ્યક્તિની પ્રકૃતિ જુદી જુદી હોવાથી જેને જે માફક આવતું હોય તે જ પીણાંનું સેવન કરવું જોઇએ. 

કેરીનો પન્નો

કાચી કેરીનો પન્નો એક જાણીતું અને લોકપ્રિય  સમર ડ્રિન્ક છે. જે ભારતના ઘણા હિસ્સાઓમાં ગરમીના દિવસો દરમિયાન પીવામાં આવતું હોય છે. આ શીતળ પીણાંથી શરીરના આંતરિક હિસ્સાઓને ઠંડક પ્રદાન થાય છે તેમજ લૂથી રક્ષણ કરે છે. તેમાં સમાયેલા મિનપલ્સ અને ઇલેક્ટોવાઇટ્સ શરત્ના પોષક તત્વોને જાળવી રાખવામાં મદદ કરે છે. ઉપરાંત તેનું સેવન આહાર પ્રત્યેની રૂચિ વધારવામાં મદદ કરે છે. 

લીંબુ પાણી

લીંબુ પાણી ગરમીઓનુંસૌથી સોંઘું અને લોકપ્રિય પીણું છે. તેના સેવનથી શરીર તરત જ હાઇડ્રેટ થાય થે અને તાજગી અનુભવે છે. લીંંબુમાં સમાયેલ વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. ઉપરાંત તેના પીવાથી પાચનક્રિયા સુધરે છે. લીંબુના પાણીમાં થોડું મીઠું, મધ અથવા સાકર ભેળવીને પીવાથી તે શરીરમાંના ઇલેક્ટોલાઇટ્સને પણ ંસંતુલિત કરે છે. તે એક સાદું, સામાન્ય પરંતુ પ્રભાવી સમર ડ્રિન્ક છે. 

છાશ

છાશ ભારતીય ઘરોનું રોજિંદુ પીણું છે. જોકે  ગરમીમાં તેના સેવનથી તાત્કાલિક રાહત થાય છે. તે શરીરને ઠંડક પ્રદાન કરવાની સાથેસાથે પાચનતંત્રને મજબૂત કરે છે. ખાસકરીને ભારી ભોજન પછી ચાશ પીવાથી પેટ હળવું થાય છે. તેમાં સમાયેલા પ્રોબાયોટિક્સ આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઉપરાંત તે  શરીરને પણ હાઇડ્રેટ રાખવામાં ઉપયોગી છે. છાશમાં શેકેલા જીરાનો ભુક્કો અને સંચળ ભેળળી પીવાથી સ્વાદિષ્ટ થવાની સાથેસાથે સ્વાસ્થ્યને પણ ગુણકારી બને છે. 

કોકમનું શરબત

કોકમનું શરબત ભારતના પશ્ચિમના શહેરોનું ખાસ પીણું છે. તે શરીરની આંતરિક ગરમીને ઓછી કરવામાં મદદ કરે છે. અને એસિડિટીથી રાહત આપે છે. કોકમમાં કુદરતી રીતે જ એન્ટી ઓક્સિડન્ટસ સમાયેલા હોય છે જે શરીરને તાજગી અને એનર્જી આપે છે. તેનો ખટ્ટમીઠો સ્વાદ ઉનાળાનું એકઆદર્શ કુલિંગ ડ્રિન્ક છે.

શેરડીનો રસ

ઉનાળામાં સૌથી વધુ પીવાતું પીણું શેરડીનો રસ છે. તે એક તાજગી આપતું કુદરતી પીણં છે. તેના સેવનથી શરીરને તરત જ ઊર્જા મળેછે. તેમજ ડિહાઇડ્રશનથી બચાવવામાં મદદ કરે છે. તેમાં કુદરતી જ સાકર, મિનરલ્સ અને એન્ટીઓક્સીડન્ટસ સમયોલા હોય છે જે શરીરને તાકાત આપે છ.ફક્ત એક ગ્લાસ શેરડીના રસના સેવનથી શરીરને તરત જ ઠંડક અને રાહત મળે છે. તેમાં લીંબુ અને આદુ મેળવીને પીવાથી વધુ ફાયદો થાય છે અને સ્વાદ વધે છે. 

નારિયેળ પાણી

નારિયેળપાણીને કુદરીત પીણું જ માનવામાં આવે છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા જરૂકી મિનરલ્સ સમયેલા હોય છે. જેના સેવનથી શરીર તરત જ હાઇડ્રેટ થઇ જાય છે. ગરમીમાં થતા પરસેવાના કારણે શરીરમાંથી બહાર નીકળી જતા મિનરલ્સની કમીને તે જલદી પુરા કરે છે. ેનો હળવો એ તાજગીભર્યો સ્વાદ દરેક વયના લોકો માટે ફાયદાકારક છે. તે શરીરને ઊર્જા પ્રદાન કરતું હોવાથી થાક પણ ઓછો લાગે છે. 

સત્તૂનું શરબત

સત્તૂનું શરબત ભારતના પૂર્વના શહેરોના લોકોનું પારંપારિક પીણું છે. જેનું સેવન ગરમીમાં ફાયદાકારક છે. શેકેલા ચણાથી બનનારું આ પીણું શરીરને ઠંડક પ્રદાન કરે છે. સાથેસાથે ભરપુર ઊર્જા પણ મળેછ.ેતેમાં મીઠું અને લીંબુ નાખીને પીવામાં આવે છે. જે શરીરને દિવસ દરમિયાન સક્રિય રાખવામાં અને તાજગી પ્રદાન કરવામાં મદદ કરે છે. 

જલજીરા

જલજીરા એક લોકપ્રિય અને સામાન્ય પીણું છે. તેમાં ફુદીનો, સંચળ, લીંંબુ અને આમલી જેવા મસાલા ભેળવીને બનાવવામાં આવે છે. ઉનનાળામાં થતા પરસેવા દ્વારા શરીરમાંમાંનું કુદરતી મીઠું ઓછું થઇ જતું હોય છે,જે જલજીરાના સેવનથી પુરુ કરવામાં મદદ કરે છે. તેનો સ્વાદ  તાજગી આપે છે તેને ભોજન પહેલા અથવા તો પછીથી પીવાથી લાભદાયક માનવામાં આવે છે.  

-  મીનાક્ષી તિવારી