આધુનિક યુગમાં અનિયમિતતા, જંકફુડ તેમજ મસાલેદાર આહારના કારણે એસિડિટીની સમસ્યા સામાન્ય બની ગઇ છે.
- એસિડિટીની તકલીફ શરૂ થવા લાગે કે તરત જ પાકુ કેળું ખાઇ લેવું. કેળુ જેટલુ વધુ પાકેલુ હશે તેટલી વધુ સારી અસર થશે.કેળામાં પોટેશિયમ સમાયેલું હોવાથી તેમાં પીએચ અધિક માત્રામાં હોય છે જે એસિડિટીનો નાશ કરે છે.
- તુલસીના થોડા પાન ચાવી લેવા. તુલસીપેટમાંના પેપ્ટિક એસિડના પ્રબાનને ઓછો કરી એસિડિટી ઓછી કરે છે. તે પાચન ક્રિયાને સુધારે છે.
- ઠંડુ દૂધ પીવાથી એસિડિટી ઓછી થાય છે. દૂધમાં સમાયેલ કેલશિયમ એસિડિટીને ઓછી કરવામાં સહાયક છે. તેમજ દૂધ ઠંડુ હોવાથી તે બળતરાને ઓછી કરે છે. જોકે એક વાતનું ધ્યાન રાખવું કે દૂધમાં સાકર ભેળવેલી ન હોય.એસિડિટીની તકલીફ વધુ પ્રમાણમાં હોય તોદૂધમાં એક ચમચી દેશી ઘી ભેળવવું.
- વરિયાળી ફક્ત પાચક જ નહીં,પરંતુ ઠંડક પર્દાન કરનારી છે. તે એસિડિટી અને કબજિયાતમાંથી રાહત આપનારી છે. આ ઉપરાંત મુખમાંના છાલા માટે પણ લાભદાયક છે.
- એસિડિટી થવા પર જીરૂ ચાવીને ખાવુ અથવા તો પાણીમાં ઉકાળી ઠંડુ થયે પછી પીવું.
- લવિંગ નું સેવન એસિડિટીમાં ફાયદાકારક છે. ે એક લવિંગને મુખમાં મુકી ધીમે ધીમે ચાવવું અને તેનો રસ તરત જ ગળે ન ઊતારતા મુખમાં રહેવા દેવો. આમ કરવાથી લાળ વધે છે જેથી પાચનક્રિયામાં સુધાર થતા એસિડિટીથી છુટકારો મળે છે.
- એલચી ને આયુર્વેદમાં ઉત્તમ માનવામાં આવે છે. તેનામાં વાયુ,કફ અને પિત્તને સંતુલિત કરવાના ગુણ છે. એસિડિટી થાય કે તરત જ બે એલચી મોઢાંમાં રાખી ધીમે ધીમે ચાવવી.એલચી છાલ સાથે પણ ખાઇ શકાય તેમજ એલચીના ભુક્કાને પાણીમાં ભેળવી ઉકાળી આ પાણી ઠંડુ પડે પછી પીવું.
- ફુદીનાના પાનને ઝીણા સમારી ઉકાળી ઠંડું કરી પીવું. એસિડિટીથી થતી બળતરામાંથી છુટકારો અપાવે છે.
- આદુ પાચનક્રિયામાં સુધારો કરવાની સાથેસાથે એસિડિટીની અસરને ઓછી કરે છે. આદુના ટુકડાને ચાવવાથી રાહત થાય છે. જો તેને ચાવી ન શકો તો પાણી સાથે ઉકાળી ઠંડુ થયા પછી પીવું અથવા તો આદુને ખમણી ગોળ સાથે ભેળવી ચુસવું.
- આંબળા કફ અને પિત્તથી રાહત આપે છે તેમજ એસિડિટીથી છૂટકારો મેળવવાનો રામબાણ ઉપાય છે. રોજ એક ચમચો આંબળાનો પાવડર પાણી સાથે ફાકવો.


