Get The App

સ્વાસ્થ્ય માટે ઘરગથ્થુ નુસખા .

Updated: Oct 13th, 2025

GS TEAM

Google News
Google News
સ્વાસ્થ્ય માટે ઘરગથ્થુ નુસખા                             . 1 - image

- આરોગ્ય સંજીવની

મેથી:- મેથીનાં દાણા કોઈ પણ Date પર Expire થતા નથી. મેથી થી ૫૦ થી વધારે બીમારીઓનો ઇલાજ શક્ય છે. જેમકે, ડાયાબિટીસ, સંધિવાત, કાનનો દુ:ખાવો, કોલેસ્ટ્રોલ, કૂતરાનાં કરડવાથી થતો ડંખ, અનિદ્રા, વારંવાર પેશાબ, બ્લડપ્રેશર તેમજ વાયુનાં દરેક રોગોમાં મેથી કામ કરે છે.

ડાયાબિટીસ :- ૧ ચમચી મેથી, ૧ ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી રાખવી. સવારે તે મેથીનું નીતર્યું પાણી પી જવું તથા મેથીનાં દાણાં જે ફૂલી ગયા હોય તેને ચાવીને ખાઈ જવા. પાણીમાં પલાળી રાખો. 

દાણાં હોવાથી તેની કડવાશ પણ ઓછી થઈ જશે, તથા આ પ્રયોગ કર્યા પછી ૧ કલાક સુધી ચા ન લેવી. ચા અને મેથી ને આમ પણ દુશ્મની છે. ૧/૨ કલાકનાં અંતરે દૂધ લઈ શકાય છે. ૩ મહિના સુધી આ પ્રમાણે કરવાથી ડાયાબિટીસમાં ખૂબ લાભ થાય છે.

કાનનો દુ:ખાવો :- કાનમાં ખૂબ દુ:ખાવો થતો હોય અને તુરંત ડૉક્ટર પાસે જવું સંભવ ન હોય તે સમયે ૧ ચમચી સરસીયાનાં તેલમાં ૫ થી ૭ મેથીનાં દાણાં લઈ તેને અગ્નિ પર રાખી ગરમ કરવું. મેથીનાં દાણાંનો એક્સ્ટ્રેટ તેલમાં આવી જાય એટલે તે તેલનાં ૨ થી ૩ ટીપાં કાનમાં પાડી દેવા બાળકો ને થતાં કાનનાં દુ:ખાવામાં આ અકસીર ઇલાજ છે. કાનના બુડસથી પણ આ તેલ કાનમાં નાખી શકાય છે.

અનિંદ્રા :- અનિંદ્રાએ આજ-કાલ ખૂબ જ વ્યાપી ગયેલ સમસ્યા છે. અનિંદ્રામાં મેથીનાં ૨ દાણાં લઈ તેને અંગુઠાનાં નખ અને અંગુઠાની ચામડીની સર્ફેસ પર મૂકી તેની ઉપર સેલોટેપ મારી દેવી. આવું ડાબી અને જમણી એમ બંને બાજુએ કરવું. ૧૫ થી ૨૦ મિનિટમાં એવી ઊંઘ આવશે જાણે ઊંઘની ગોળી ન લીધી હોય અને આની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી.

સંધિવાત :- વા અને સાંધાનાં દુ:ખાવામાં કે એડીનાં દુ:ખાવામાં જે જગ્યાએ દુ:ખાવો હોય તે જગ્યાએ મેથીનાં દાણાં રાખી તેની ઉપર આખઈ ટેપ લગાવી દેવી. મેથીનાં દાણામાં ઇલેક્ટ્રો મેગ્નેટિક ફોર્સ ખૂબ જ હોય છે, જેથી આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સનાં કારણે દુ:ખવામાં ખૂબ જ રાહત થાય છે. આ ઇલેક્ટ્રો મેગ્નેટિક ફોર્સ દર્દને ખેંચી લે છે.

બહુમૂત્રતા :- આ રોગમાં મેથીનાં દાણાં ને તવા ઉપર બ્રાઉન (શેકી) કરી લેવાં. ત્યારબાદ તેનો પાઉડર બનાવી દેવો. આ પાઉડર ૧ ચમચી રાત્રે સૂતી વખતે લેવાથી બહુ મૂત્રતામાં ખૂબ લાભ થાય છે.

કબજિયાત :- મેથીનાં દાણાં ને તવા ઉપર શેક્યા વગર જ તેનો પાઉડર બનાવી ૧ ચમચી રાત્રે ગરમ પાણી સાથે લેવામાં આવે તો, તેમાં (કબજિયાતમાં) ખૂબ જ ફાયદો થાય છે.

સ્વસ્થ વ્યક્તિ પણ, મેથીનાં દાણાંનાં વપરાશ સાથે સ્વસ્થ રહી શકે છે.

૧. કૂતરાનાં ડંખ ઉપર:- મેથીનાં દાણાંની પેસ્ટ બનાવીને કૂતરાનાં કરડવાનાં ઝખમ ઉપર લગાડવાથી ઝખમનું ઝેર શોષાઈ જાય છે. આની સાથે વેક્સીન લેવી પણ ખૂબ જરૂરી છે.

૨. શ્વેતપ્રદરમાં જીરું :- જે બહેનોને સફેદ પાણી પડવાની સમસ્યા હોય તેમણે જીરું અને સાકરનું સમભાગ ચૂર્ણ કરી ચોખાનાં ઓસામણ સાથએ પીવાથી આ સમસ્યાનું નિવારણ થાય છે.

૩. અતિ માસિક સ્ત્રાવ :- જે બહેનોને વધારે માસિક આવતું હોય તેમણે કાળી દ્રાક્ષ, સાકર અને વરિયાળી ને રાત્રે માટીનાં વાસણમાં પલાળી તેનું શરબત બનાવી સવારે લેવું જોઈએ.

૪. અલ્પ માસિક સ્ત્રાવ :- અલ્પ માસિક સ્ત્રાવમાં કુંવારપાઠાનો ૨ ઇંચ જેટલો ટુકડો કાપી તેની છાલ ઉતારી તેનો ગર ખાઈ જવો. તથા તુલસીના માંજરનું ચૂર્ણ બનાવી ૧ ચમચી મધ સાથે ૨ વાર ચાટવું જેથી ૧ મહિનામાં જ માસિક સ્ત્રાવ શરૂ થઈ જશે.

૫. વા નો દુ:ખાવો :- જે બહેનોને હાથ-પગનાં દુ:ખાવાની ફરિયાદ હોય તેમણે સરસિયાનાં તેલમાં કપૂર, મીઠું, લસણ, અજમો માળી ને મેં ગરમ કરવું પછી તે તેલ ગાળી લઈ તેનાથી માલિશ કરવી.

૬. એડીનો દુ:ખાવો :- જે બહેનોને એડીનાં દુ:ખાવાની સમસ્યા હોય તેમણે આકડાનું દૂધ કાઢી તેને કોટન પર લઈ ને કોટન એડી પર રાખી તેની ઉપર પાટો બાંધી દેવો. ૨ દિવસમાં જ એડીનો દુ:ખાવો ઠીક થઈ જશે.

૭. કાળા કુંડાળા :- જે બહેનોને આંખોની નીચે કાળા કુંડાળા થયા હોય તેમણે જાયફળને પાણી સાથે ઘસી કાળા કુંડાળાવાળા ભાગ ઉપર લગાવવું. હાથમાં કોણીનો ભાગ કાળાશ પડતો હોય તો પાકું કેળું છુંદીને તેમાં હળદર નાખી તેની પેસ્ટ બનાવી કાળા ભાગ ઉપર ઘસવું. ધીરે ધીરે કાળાશ જતી રહે છે.

૮. દ્રષ્ટિમાંધ :- જેને દ્રષ્ટિમાં ઝાંખપની સમસ્યા હોય તેમણે દરરોજ ૧ ગ્લાસ ગાજર અને કોથમીરનો જ્યુસ કાઢી પીવો. દ્રષ્ટિમાંધની સમસ્યામાં ખૂબ રાહત જણાશે.

- જ્હાનવીબેન ભટ્ટ