કાંદાના રસમાં મધ ભેળવીને પીવાથી ગમે તેવી ઉધરસથી છુટકારો મળે છે.
* કાંદાનો ઉકાળો પીવાથી કફ દૂર થાય છે.
* લીંબુના રસમાં તેનાથી ચાર ગણું મધ ભેળવી ચાટવાથી રાહત થાય છે.
* લવિંગને મોઢામાં રાખી ચૂસવાથી ફાયદો થાય છે.
* મરીનું ચૂરણ દૂધમાં ઉકાળી પીવાથી લાભ થાય છે.
* મરીનું ચૂરણ, સાકર, ઘી સાથે ભેળવી ચાટવાથી ઉધરસ મટે છે.
* એક ચમચી મધ અને બે ચમચી આદુનો રસ પીવાથી ખાંસીમાં રાહત થાય છે.
* થોડી હીંગ શેકી ગરમ પાણીમાં ભેળવીને પીવાથી લાભ થાય છે.
* દ્રાક્ષ અને સાકર મોમાં રાખી ચુસવાથી ફાયદો થાય છે.
* લસણની કળીઓને કચરી પોટલી બનાવી તેની વાસ લેવાથી મળી ઉધરસ મટે છે.
* દાડમની છાલનો ટુકડો મોમાં રાખી ચૂસવાથી ફાયદો થાય છે.
* આમળીના ચીંચોડાને શેકી તેના છોતરાં કાઢી નાખવા ચીંંચોડાનું બારીક ચુરણ બનાવી મધ અને ઘીમાં મેળવી પીવાથી ઉધરસના કફમાં લોહી પડતું હોય તો રાહત થાય છે.
* બે-ત્રણ પેશી બિયા મઢેલું ખજૂર ખાઈ ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને નીકળી જાય છે. ઉધરસ તથા દમ માટે ગુણકારી છે.
* રાતના મીઠાની કાંકરી મોઢામાં રાખી મુકવાથી ઉધરસ ઓછી આવે છે.
* ગરમ કરેલા દૂધમાં હળદર-ઘી મેળવી પીવાથી ઉધરસ-કફ દૂર થાય છે.
* ફૂદીનાનો રસ પીવાથી રાહત થાય છે.
* અડધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ છૂટાં પડે છે.
* એક મુઠ્ઠી ચણામાં હળદર-મીઠું ચોપડી તાજા શેકીને સવારે તેમજ રાતના સુતી વખતે ખાવા (ખાધા પછી પાણી ન પીવું) કાયમી શરદી અને ઉધરસમાં રાહત થાય છે.
* હળદર-સૂઠ સવાર સાંજ મધમાં ચાટવાથી ખાંસીમાં રાહત થાય છે.
* સૂકી હળદરને તાવડીમાં શેકી તેની ગાંગડી મોમાં રાખી ચૂસવાથી કફની ખાંસી દૂર થાય છે.
* નવશેકા પાણી સાથે અજમો ખાવાથી કફની ઉધરસમાં રાહત થાય છે.
* તુલસીનો રસ સાકર સાથે પીવાથી ખાંસી તથા તેનાથી થતા છાતીનાં દુખાવામાં રાહત થાય છે.
- જયવિકા આશર


