રસોઇ કરતી વખતે અગ્નિથી કે પછી ગરમ તેલ અથવા પાણીથી દાઝી જવા પર તરત જ ઘરગત્થુ ઉપાયો કરવાથી તરત રાહત થાય છે.
તુલસીના પાન
દાઝ્યા પર તુલતીના પાનનો ઉપયોગ કરવાથી બળતરાથી રાહત થાય છે તેમજ ઇન્ફેકશન થતું અટકાવે છે. ચાર-પંચ તુલસીના પાન લઇ તેને મસળી નાખીને તરત જ દાઝ્ેલી ત્વચા પર લગાડવા અથથવા તો તેનો રસ કાઢીને લગાડવું.
કોપરેલ
દાઝેલી ત્વચા પર થતી બળતરાથી શાતા મેળવવા માટે કોપરેલનો ઉપયોગ કરી શકાય છે. તેને લગાડવાથી બળતરા શાંત થાય છે સાથેસાથે ડાઘ પણ પડતા નથી.
મધ
ત્વચા પર દાઝી જવાથી તરત જ રાહત માટે મધને પ્રભાવિત જગ્યા પર લગાડવું. બળતરાથી આરામ થાય છે તેમજ ફોડલા થતા નથી.
બટાટા
બટાટામાં એન્ટી ઇન્ફેમેટરીપ્રોપટર્ઝી હોય છે જે બળતરાને ઓછી કરીન ેઠંડક પ્રદાન કરે છે. બટાકાને વાટી અથવા તો ખમણીને દાઝ્યા પર લગાડવું.
એલોવેરા
બળતરાને દૂર કરવા માટે એલોવેરા લગાડવું ફાયદાકારક છે. તેમાં એન્ટી-ઇન્ફલેમેટરી અને એન્ટી-બેકટેરિયલ ગુણ સમાયેલા હોય છે. જે બ્લડ સર્ક્યુલેશનનને વધારે છે અને બેકટેરિયલ ઇન્ફેકશન થતું રોકે છે. દાઝેલી ત્વચા પર લગાડવાથી ઘા જલદી ભરાઇ જાય છે તેમજ દાઝ્યાના નિશાન ત્વચા પર રહેતા નથી.
મધ અને કોપરેલનું મિશ્રણ
હાથ દાઝી ગયો હોય તો જલદી આરામ પામવા માટે એક બાઉલમાં એક ચમચો મધ અને એક ચમચો કોપરેલ ભેળવવું. આ મિશ્રણને દાઝ્યા પર લગાડવાથી રાહત થાય છે. તેમજ ફોડલા પર પડતા નથી.
ગરમ પ્રવાહી
ગરમ પ્રવાહીજેવા કે ચા-કોફી અથવા તો ગ્રેવીથી દાઝી જવા પર ત્વચાને તરત જ વહેતા પાણીથી ધોવી.કપડાથી લુછવું કે સાફ કરવું નહીં. કપડું ત્વચા પર ઘસાવાથી ત્વચા છોલાઇ જવાની શક્યતા રહે છે. તેથી તરત જ નળ નીચે ત્વચા ધોઇ નાખવી.
ેવહેતા પાણીથી દાઝેલી ત્વચા ધોવી
દાઝયા પછી સૌથી પહેલું વહેતા પાણીની નીચે શરીરનો દાઝેલો હિસ્સો રાખી દેવો. ૨૦ મિનીટ સુધી આ રીતે પાણી ત્વચા પર પડવા દેવું. આઇસ વોટર આઇસ લગાડવાથી ત્વચાના ટીશ્યુને હાનિ પહોંચી શકે છે.
બીજું સ્ટેપ- ત્યાર પછી બીજુ સ્ટેપ પર ટુથપેસ્ટ લગાડવી. તેનાથી ત્વચાને ઠંડક અને રાહત પ્રદાન થાય છે. જો વધારે પડતું દાઝી ગયા હોય તો તરત જ ડાકટરની સલાહ લેવી.
પેસ્ટ ઉપલબ્ધ ન હોય તો બટાકાને ખમણીને ધોયેલા હાથ પર તરત જ લગાડવું તે પણ ઠંડક આપશે અને ફોડલા પડતા અટકાવશે.
ત્રીજું સ્ટેપ-ગરમ તેલ અથવા તો ગરમ ગરમ વાનગી પડવાથી દાઝી ગયો હોય તો બટાકાને ખમણીને લગાડવાથી રાહત થાય છે. આ પછી ડોકટરની સલાહ લેવી.
આગથી દાઝ્યા પર તે ભાગ પર પાણી નાખ્યા પછી મેથી દાણા પીસીને તેનો લેપ લગાડવાથી ઠંડક મળે છે તેમજ ત્વચાનો રંગ બહુ ડાર્ક થઇ જતો નથી.
ચોથુ ંસ્ટેપ- દાઝ્યાને નજર અંદાજ કરવાથી ઇન્ફેકશન થવાની કે વધવાની શક્યતા રહે છે. તેથી તરત જ તેનો ઉપાય કરવો તેમજડોકટરની સલાહ લેવી.
દાઝ્યાના ડાઘ દૂર કરવાના ઉપાય
દાઝ્યા પછી ત્વચા સામાન્ય થઇજાય છે પરંતુ થોડા સમય માટે ત્વચા પર ડાધા પડી જતા હોય છે. ેત્વચા પરથી દાઝ્યાના ડાઘા દૂરકરવા માટે ઃ
હળદર અને મલાઇનું મિશ્રણ ત્વચા પર લગાડવું. દિવસમાં બે વખત ૨૦-૨૨ મિનીટ માટે કરવું. દાઝેલ નિશાન પર દિવસમાં બે વખત૧૦-૧૦ મિનીટ કાચા બટાકાને ખમણીને રગડવું. માત્ર ૧૦ દિવસની અંદર ડાઘા હલકા થઇ ગયેલા જોવા મળશે.
રોજ રાતના સૂતા પહેલા દાઝ્યાના નિશાન પર એલોવેરા જેલ લગાડીને સુવું. સવારે સ્નાન પછી જેલ લગાડવું. થોડા જ દિવસોમાં ડાઘા હળવા થશે.
- મીનાક્ષી તિવારી


