Get The App

એન્ટિ એજિંગ માટેના ઘરેલુ ઉપચાર

Updated: Jan 5th, 2026

GS TEAM

Google News
Google News
એન્ટિ એજિંગ માટેના ઘરેલુ ઉપચાર 1 - image

વય વધવાનીસાથેસાથે આકરો તડકો, પ્રદૂષણ, ચિંતા, અને તાણની અસર ત્વચા પર પડતી જોવા મળે છે. આનાથી રાહત પામવાના થોડા ઘરગત્થુ ઉપાયો છે જેનાથી ત્વચાને યુવાન, મુલાયમ અને કરચલી રહિત રાખી શકાય છે. 

ફેસ પેક

મધ

મધમા ંત્વચાને યુવાન રાખવાનો સૌથી વધુ અસરકારક ગુણ છે.એક મોટો ચમચો મધ લઇને દરદન પર લગાડવું. ૨૦ મિનીટ બાદ ચહેરો ધોઇ નાખી થપથપાવીને સુકવવો. 

ઇંડાનો પેક

એક ઇંડાની સફેદી, અડધો ચમચો મિલ્ક ક્રીમ અને એક નાનો ચમચો લીંબુનો રસ ભેળવીને ચહેરા પર લગાડવું. ૧૫ મિનીટ બાદ ચહેરો ધોઇ નાખવો. દર ત્રીજા દિવસે લગાડવું. આ પેકથી પ્રોટીન, ઝીંક અને ઓમેગા ૩ ફેટી મળે છે. નિયમિત લગાડવાથી ચહેરાની લબડી પડેલી ત્વચા સખત થાય છે. 

ગાજર અને બટાકાનો પેક 

એક નાનું ગાજર, એક નાનુ બટાકુ, ચપટી હળદર, ચપટી બેકિંગ સોડા અને પાણી લેવું. ગાજરને બાફી તેને છુંદી નાખવું, તેમાં હળદર અને બેકિંગ સોડા ભેળવવો. ચહેરા પર ૨૦ મિનીટ સુધી લગાડી રાખી ધોઇ નાખવું. 

કોકોનટ મિલ્ક પેક

૩ મોટા ચમચા નારિયેળનું દૂધ લઇ તેમાં રૂ બોળી ચહેરા તથા ગરદન પર લગાડવું. ૨૦ મિનીટ સુધી લગાડી રાખી ચહેરો ધોઇ નાખવો. અઠવાડિયામાં બે વખત કરવું.

કેળાનો પેક

એકન ાનુ કેળુ છુંદી નાખવું, તેમાં એક નાનો ચમચો ગુલાબજળ, એક નાનો ચમચો મધ અને એક નાનો ચમચો દહી ભેળવી ઘટ્ટ પેસ્ટ બનાવી ચહેરા અને ગરદન પર લગાડવું. અઠવાડિયામાં એક વખત  આ પેકનો ઉપયોગ કરવો. 

દહીનો પેક

બે ચમચા દહીં, ેક ચમચો મધ, એક ચમચો લીંબુનો રસ, એ વિટામિન ઇ કેપ્સ્યુલ, ચપટી હળદર ભેલવી પેક બનાવી ચહેરા અને ગરદન પર લગાડી ૧૫ મિનીટ બાદ ચહેરો ધોઇ નાખવો.

બટાકાના રસનો પેક

એક નાના બટાકાને ખમણી તેનો રસ કાઢવો તેમાં રૂ બોળી ચહેરો તથા ગરદન સાફ કરવી. 

૧૦-૧૫ બદામને છોલી તેનો ભુક્કો કરી તેને બટાકાના રસ અને દૂધ સાથે ભેળવી પેસ્ટ બનાવવી. ચહેરા અને ગરદન પર લગાડવું. વીસ મિનીટ બાદ ચહેરો ધોઇ નાખવો. 

બે-ત્રણ ચમચા શેરડીનો રસ, બટાકાનો રસ અને ચપટીહળદર ભેળવી ચહેરા અને ગરદન પર લગાડી ૧૦ મિનીટ બાદ ચહેરો ધોઇ નાખવો.ગરદન પર અકાળે પડતી કરચલી દૂર થાય છે. અઠવાડિયામાં ત્રણ વખત લગાડવું. 

ચાર ટીપા ઓલિવ ઓઇલ, એક બટાકાનો રસ, એક મુઠ્ઠી ગલગોટાની પાંખડીઓ, એક મુઠ્ઠી ગુલાબના ફુલની પાંખડીઓ ભેળવી પેસ્ટ બનાવવી. ચહેરા પર ૨૦ મિનીટસુધી લગાડી રાખવું અને ઠંડા પાણીથી ધોઇ નાખવું. ત્યાર પછી ટોનર અને મોઇશ્ચરાઇઝર લગાડવું. 

પપૈયાનો પેક

પાકા પપૈયાને છુંદી ચહેરા અન ેગરદન પર લગાડી ૧૫ મિનીટ બાદ ધોઇ નાખવું.આ પેક મૃત ત્વચાને બહાર કાઠે છે અને ત્વચાને મુલાયમ કરે છે. 

- મીનાક્ષી તિવારી