ઘરગત્થુ બ્યુટિ ટિપ્સમાં ત્વચાની સફાઇ, મોઇશ્ચરાઇજિંગ અને કુદરતી પેકનો ઉપયોગ સામેલ હોય છ.ે સાથેસાથે પ્રર્યાપ્ત માત્રામાં પાણી, સ્વસ્થ ભોજન અને તાણ મુક્ત જીવન પણ ત્વચાની નિખારમાં મહત્વનો ભાગ ભજવે છે.
ત્વચાની નિયમિત સફાઇ
સવારે અને રાતના ત્વચાને સારી રીતે સાફ કરવી જોઇએ જેથી મૃત ત્વચા કોશિકાઓના રોમછિદ્રોને બંધ ન કરે.
સ્ટીમિંગ
ચહેરાને નિયમિત રીજે ૫-૭ મિનીટ સુધી ગરમ પાણીનો શેક આપવોય જેથી ચહેરાની અંદરની ગંદકી દૂર થાય અને ચહેરો ગ્લો કરે.
તડકાથી રક્ષણ
દરેક ઋતુમાં ત્વચાને તડકાથી રક્ષણ આપવુંજરૂરી છે. જેથી તડકામાં બહાર જતા પહેલા સનીસ્ક્રીન લોશન લગાડવું ભૂલવું નહીં.
કોપરેલ
કોપરેલ ત્વચા માટે ગુણકારી છે. તેનો ઉપયોગમા ંદરેક ઋતુમા ંકરી શકાય છ.ે પરંતુ વધુ પ્રમાણમાં શિયાળામાં કોપરેલથી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં આવતી હોય છે.
કુદરતી પેક
ટામેટા અને મુલતાની માટી
ટમેટાની પેસ્ટમાં મુલતાની માટી અને ગુલાબજળ ભેળવીને લગાડવું. ૧૫-૨૦ મિનીટ પછી ચહેરાને ધોઇ નાખવાથી ત્વચા ગ્લો કરવામાં મદદ કરે છ.ે
દહી અને હળદર
બે ચમચા દહીંમાં એક ચપટી હળદર ભેળવી ચહેરા પર ૧૫ મિનીટ સુધી લગાડી રાખીને હુંફાળા પાણીથી ધોવું. આ પેક ત્વચાને મુલાયમ અને ચમકીલી કરવામાં ઉપયોગી છે.
દહીં અને બેસન
બેસન ત્વચાને અંદરથી સાફ કરે છે અને ત્વચા પરનું વધારાનું તેલ શોષી લે છે. દહીંમાં લૈક્ટિક એસિડ હોય છે જે ત્વચાને એખ્સફોલિએટ કરે છે.
અન્ય ઘરગત્થુ ઉપાય
એલોવેરા
એલોવેરા જેલ ત્વચાને હાઇડ્રેટ અને મોઇશ્ચરાઇઝ કરે છ.ે તેને ચહેરા પર ડાયરેક્ટ જ લગાડી શકાય છે.
બદામ અને જૈતુનનું તેલ
બદામ અને જૈતુનનું તેલ ત્વચાને મોઇશ્ચરાઇઝ અને ચમકીલી કરે છે.
આંખની દેખભાળ
બદામના તેલથી આંખ નીચે માલિશ કરવાથી આંખની આસપાસના કાળા કુંડાળા દૂર થાય છે તેમજ આંખને થાક ઓછો લાગે છે.
જીવનશૈલીમાં બદલાવ
પર્યાપ્ત પ્રમાણમાં પાણી પીવું
દિવસ દરમિયાન પ્રયાપ્ત પ્રમાણમાં પાણી પીવાથી ત્વચા હાઇડ્રેટ અને ચમકીલી રહે છે.
યોગ અને વ્યાયામ
નિયમિત રીતે યોગ અને વ્યાયામ કરવાથી તાણ દૂર થાય છે અને ત્વચામાં સ્ફૂર્તિ આવે છે તેમજ નિખરે છે.
સ્વસ્થ ભોજન
રોજિંદા અહારમાં પ્રયાપ્ત પ્રમાણમાં બેરીઝ અને પાંદડાયુક્ત ભાજીઓનો સમાવેશ કરવો.
- જયવિકા આશર


