Get The App

મોડર્ન સ્ટાઈલનો પર્યાય હાઈ હીલ

Updated: Aug 16th, 2021

GS TEAM


Google News
Google News
મોડર્ન સ્ટાઈલનો પર્યાય હાઈ હીલ 1 - image


- હાઈ હીલ સેન્ડલ રેસ પણ

સપ્ટેમ્બર, ૨૦૦૮મા જબલપુરમાં મહિલા ક્લબ દ્વારા સેન્ડલ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિવિધ વયજૂથની મહિલાઓએ ભાગ લીધો હતો અને સેન્ડલ પહેરીને દોડ લગાવી હતી. સેન્ડલ રેસને ૩ વિભાગમાં વહેંચવામાં આવી હતી. ૪ ઈંચ ઊંચી સેન્ડલ રેસ, ૩ ઇંચ ઊંચી સેન્ડલ રેસ અને ફ્લેટ હીલ સેન્ડલ રેસ. ૪ ઈંચ ઊંચી સેન્ડલ રેસમાં ૨૦ થી ૪૦ વર્ષની ઉંમરની વચ્ચેની મહિલાઓએ ભાગ લીદો હતો. ૩ ઇંચ ઊંચી સેન્ડલ રેસમાં ૪૦ થી ૬૦ વર્ષની ઉંમરની વચ્ચેની મહિલાઓએ અને ફ્લેટ સેન્ડલ રેસમાં ૬૦ વર્ષતી ઉપરની મહિલાઓએ ભાગ લીધો હતો. જુલાઈ ૨૦૦૧માં રશિયામાં પાંચ વર્ષમાં હાઈ હીલ રેસનું આયોજન કર્યું હતું. આમાં કેટલીય છોકરીઓએ ભાગ લીદો હતો. ૧૦૦ મીટર લાંબી રેસ પૂરી કરવા માટે કેટલીય હરીફોએ પોતાની સેન્ડલની ઊંચી એડીને ટેપથી બાંધી લીધી હતી.

વિવાદ પણ

સપ્ટેમ્બર, ૨૦૦૯માં બ્રિટનમાં હાઈ હીલ સેન્ડલને લઈને વિવાદ છેડાયો હતો. બ્રિટનની ટ્રેડ યુનિયન કોંગ્રેસના કર્મચારીઓએ હીલ્સના વપરાશ પર પ્રતિબંધ લાદવાની માંગ કરી હતી. તેમનું માનવું હતું કે હીલ્સના કારણે પગમાં કેટલાય પ્રકારની તકલીફો ઊભી થાય છે અને જ્યારે મહિલાઓએ સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ સામે લડવું પડે છે ત્યારે તેની અસર તેમના ઓફિસના કામ ઉપર પણ પડે છે. લિવરપુલમાં યોજાયેલી યુનિયનની કોન્ફરન્સમાં કાયદેસર એક પ્રસ્તાવ પાસ કરીને હાઈ હીલ્સ પર પ્રતિબંધ લાદવાની માંગ કરવામાં આવી હતી. કોન્ફરન્સમાં એ વાત પર સંમતિ દર્શાવી હતી કે હાઈ હીલ્સ ઓફિસ પ્લેસ પર તે પહેરવી યોગ્ય નથી. 

મુશ્કેલીઓમાંથી છુટકારો

હાઈ હીલ્સની થતી મુશ્કેલીઓમાંથી હવે મુક્તિ મેળવી શકાય છે.  હીલ્સ પહેરવાતી એડીઓમાં થતા દુખાવાતી બચવા માટે ડર્મલ ફિલર્સ યૂઝ કરવામાં આવે છે. આ પ્રોસેસમાં હેલુરાનિક એસિડના ઈન્જેક્શન આપવામાં આવે છે. તેનાથી જ્યાં પ્રેશર પડે છે ત્યાં એક કુસન બની જાય છે. આ ઇન્જેક્શનની અસર ૬ મહિનાથી લઈને દોઢ વરસ સુધી રહે છે.

વાત કોલેજની હોય કે મહિલાઓની કોઈ પાર્ટીની, જે મહિલાઓ કે છોકરીઓ હાઈ હીલ્સ સેન્ડલ પહેરે છે, છોકરાઓ ભમરાની જેમ તેમની આગળપાછળ ફરતા રહે છે અને તમે તમારા મનને મનાવતા રહો છો. આખરે કેમ? શું તમે કોઈનાથી કમ છો? નહીં ને, તો પછી વિચારી શું રહ્યા છો? ક્યાંક તમને એવું તો નથી કે આ સ્ટાઈલિશ હાઈ હીલ્સ સેન્ડલ્સ તો બહુ મોંઘા આવે છે, ક્યાંક મારા બજેટની બહાર ન જતા રહે અથવા તો પછી ક્યાંક મને હીલ્સ નહીં ફાવે અને હું પડી જઈશ તો? બધાની સામે મજાક બની જઈશ એ અલગ.

જો તમારા મનમાં પણ કંઈક આવા જ સવાલો ઊઠી રહ્યા હોય તો ચિંતા ના કરશો.   તમે તમારા બજેટ પ્રમાણે સેન્ડલ્સ ખરીદી પણ શકો છો અને કોન્ફિડન્ટ બનીને પહેરી પણ શકો છો. તે પણ ડર્યા વગર કારણ કે તમે કોઈનાથી કમ નથી.

 હીલ્સ પહેરવાથી મહિલાઓની ઓવરઓલ પર્સનાલિટીમાં એક એલિગન્ટ ટચ આવે છે અને તે ગ્લેમરસ પણ લાગે છે. તેનાથી લેગ્સ પણ લાંબા અને સ્લિમ લાગે છે. એટલે જો તમારે સ્ટાઇલિશ દેખાવું હોય તો ફૂટવેરને ફૂટેજ ચોક્કસ આપો. પગ માટે ખાસ લુક પસંદ કર્યા વગર તમારી સ્ટાઈલ પૂરી નહીં થાય. આજકાલ હીલ્સ પણ ઘણા પ્રકારની આવે છે, જેને તમે પ્રસંગ પ્રમાણે કેઝ્યુઅલી પોતાની ચોઈસ અને કમ્ફર્ટને ધ્યાનમાં રાખીને પહેરીને પણ ગ્લેમરસ લાગી શકો છો.

એક સોફ્ટવેર કંપનીમાં કામ કરતી મહિલાનું કહેવું છે કે મારો પ્રોફેશન જ એવો છે કે મારે ક્લાયન્ટ્સ પાસે મીટિંગ માટે જવું પડે છે. આ માટે ગ્લેમરસ દેખાવું બહુ જ જરૂરી છે, એટલે હું હંમેશાં હીલ્સ પહેરું છું. તેનાથી મારી પર્સનાલિટી જ બદલાઈ જાય છે. કટ સ્લીવ્ઝ બ્લાઉઝ સાથે હાઈ હીલ સેન્ડલ્સ પહેરીને જ્યારે હં ચાલુ છું તો આપોઆપ જ મારી ચાલમાં કોન્ફિડન્સ આવી જાય છે.

ગૃહિણી આશાનું કહેવું છે કે પહેલાં મારી ચાલ સારી નહોતી. હું પગ પહોળા રાખીને ચાલતી હતી અને મારા પતિ કેટલીય વાર મને આ આદત માટે ટોકતા હતા. તે પછી મેં હીલ્સ પહેરવાનું શરૂ કર્યું તો આપોઆપ મારી ચાલ બદલાઈ ગઈ. હીલ્સ પહેરતા તમે પોતે જ પગને થોડા નજાકતની સાથે ઉઠાવો ચો અને નજાકત સાથે જમીન પર મૂકો છો.

તે કહે છે કે જ્યારે હું હીલ્સ પહેરીને ગર્વ સાથે ચાલુ છું તો મારી પાડોશણો બળી જાય છે, કારણ કે તેમના પતિઓ પણ મારી આગળપાછળ ચાલવા લાગે છે અને તેમની પત્નીઓને કહેવા લાગે છે કે બાળકના જન્મ પછી તમે બહેનજી જેવા થઈ ગયા છે. પાડોશમાં રહેતી રમાને જુઓ, ૨ બાળકના જન્મ પછી પણ પોતાને કેવી સ્માર્ટ બનાવી રાખી છે. એ સાંભળીને બહુ જ સારું લાગે છે કે હીલ્સના કારણે લોકો સ્માર્ટ કહે છે.

એક પબ્લિશિંગ હાઉસમાં કામ કરતી કાજલનું કહેવું છે કે પોતાને હોટ અને સેક્સી કહેવડાવવું કોને ન ગમે અને જો એ વાત પુરુષોના મોંએથી સાંભળવા મળે તો એવું લાગે જાણે કે આજે તૈયાર થવાની મહેનત સફળ થઈ ગઈ. જોકે માત્ર પુરુષો જ નહીં, સ્ત્રીઓ પણ મારી સ્ટાઈલની દીવાની છે. ઘણીવાર તેઓ મને પૂછતી રહેતી હોય છે કે ઓફિસ આવતાજતા હું આવીહાઈ હીલ્સ કઈ રીતે કેરી કરી શકું છું. આ વાત પર મારો એમને બસ એક જ જવાબ હોય ચે કે સ્ટાઈલ માટે કંઈ પણ કરવું મને ગમે છે.

ત્યાં જ પુરુષોને પણ એવું જ લાગે છે કે જો મહિલાઓ પોતાના ફિગર અને સ્ટાઈલને મેન્ટેન કરીને રાખે તો તેઓ સોસાયટીમાં જ નહીં, પોતાના ઘરમાં પણ પોતાનું એક અલગ સ્થાન બનાવી શકે છે. બાળકો પણ તેમને પોતાની સાથે પેરન્ટ્સ મીટિંગમાં લઈ જવાનું પસંદ કરે છે, કારણ કે પોતાની સ્ટાઈલિશ મમ્મીને પોતાના મિત્રો સાથે મળાવવામાં તેઓ પોતાની શાન સમજે છે. એટલું જ નહીં, તેમના પતિઓ પણ તેમને ઓફિસની પાર્ટીઓમાં લઈ જવા માટે આતુર રહેતા હોય છે, કારણ કે પત્ની જો હાઈ હીલ્સ પહેરનારી અને મોડર્ન હોય તો બોસ ઉપર પણ સારી ઇમ્પ્રેશન પડે છે કે તે એક સારા ફેમિલીતી છે અને જો ક્યારેક ઓફિસમાંથી રજા લેવી હોય તો પત્નીને લઈને કોઈ બહાનું બતાવી દો અને બિનધાસ્ત રજા લઈ લો.

સોફ્ટવેર કંપની સાથે જોડાયેલા દિવાકરનું કહેવું છે કે તેઓ હીલ્સ પહેરનારી મહિલાઓની અવગણના નથી કરી શકતા. તેમને આવી મહિલાઓની ચાલમાં અલગ જ અદા અનુભવાય છે.

અંકિતનું કહેવું છે કે એમ તો એક ગીત છે કે મુડ મુડ કે ના દેખ, મુડ મુડ કે.. પરંતુ જ્યારે મહિલા પોતાની ઠકઠક કરતી હીલ્સ સાથે પસાર થાય છે તો છોકરાઓ ઇચ્છે કે ન ઇચ્છે તેને પાછળ વળીને જોશે અને મનમાં ને મનમાં કોઈ કમેન્ટ ચોક્કસ કરશે.

હોટ એન્ડ સેક્સી

* હીલ્સ પહેરીને મહિલાઓ હોટ અને સેક્સી લાગે છે.

* હીલ્સ પહેરીને મહિલાની હાઈટ તો લાંબી લાગે જ છે, સાથોસાથ તે આકર્ષક પણ લાગે છે.

* મહિલાઓ પોતાની ચાલને સેક્સી બનાવવા માટે હીલ્સ પહેરે છે.

* હીલ્સ પહેરીને ચાલવાથી તેમના થાપાનો ભાગ પણ સુડોળ લાગે છે.

* પોતાને સમયની સાથે ચાલનારી મોડર્ન વુમન દેખાડવા માટે અને લચકદાર ચાલતા જો તે પડે તો કોઈ તેને ઊભા થવામાં મદદ કરે એટલા માટે પણ મહિલા હીલ્સ પહેરે છે.

* ટેબલ નીચેથી પોતાના બોયફ્રેન્ડને પગ મારવાની જે અદા હીલ્સમાં છે તે બીજા કોઈ ફૂટવેરમાં ક્યાં.

હીલ્સ કેવી કેવી

સ્ટીલટોઝ હીલ્ત : તે એકદમ પાતળી અને પોઈન્ટેડ હીલ્સ હોય ચે અને ૬ ઇંચ કે તેનાતી લાંબી હોય છે.

પેગ્ડ હીલ્સ : આ હીલ્સ પહેરીને તમે આરામથી ચાલીફરી શકો છો, કારણ કે તે આરામદાયક હોય છે.

બ્લેરીન : બ્લેરીન શૂઝને બ્લેક ફ્લેટ્સના નામે પણ ઓળખવામાં આવે છે. આ હીલ્સ કેટલાય શેપમાં હોય છે અને જોવામાં તે ઘણી સ્ટાઈલિશ પણ લાગે છે.

કિટન હીલ્સ : આ હીલ્સ બહુ નાની હોય છે, એટલે કમ્ફર્ટેબલ ફૂટવેરમાં આવે છે.

એશ્લે હીલ્સ : આ હીલ્સ ક્યૂબ્સ સમાન હોય છે.

ફ્રેન્ચ હીલ્સ : ફ્રેન્ચ હીલ્સ મીડિયમ સાઈઝની હોય છે.

પંપ્સ હીલ્સ : આ હીલ્સ બિલકુલ કસાયેલી નથી હોતી. તે લો કટ શેપમાં હોય છે.

સ્પાયરલ હીલ્સ : ઓછી ઉંમરની યુવતીઓને આવી હીલ્સ વધારે પસંદ પડે છે, કારણ કે તે થોડી નજાકતવાળી હોય છે.

લુઈસ હીલ્સ : આ હીલ્સ પાછળ અને કિનારાની તરફ વળેલી હોય છે.

એક્રેલિક હીલ્સ : તે કાચની હીલ્સનો લુક આપે છે.

પેપે ટોઝ : આ હીલ્સમાં ટોઝ દેખાય છે. આ હીલ્સ વેજ શેપમાં હોય છે.

પોલીયુરેથેન સોલવાળી હીલ્સ : આ હીલ્સ બહુ જ ટકાઉ અને મજબૂત હોય છે.

લેટેસ્ટ હાઈ હીલ ફેશન

* ઓરેન્જ, યલો અને રેડ છે નવા શેડ.

* સિમલા લેધરના ફૂટવેર છે ઈન.

* પેન્સિલ હીલ્સમાં મલ્ટિપલસ્ટેપ્સ સાથે ઝિપર ડિઝાઈન છે લેટેસ્ટ.

* હેન્ડમેડ નિટેડ ડિઝાઈન બ્રાઈટ શેડ્ઝમાં છે.

* વર્ક કરેલી હીલ્સ પણ ફેશનમાં છે.

* હીલ્સની ચારેય બાજુ નંગ પણ લાગેલા હોય છે, જે જોવામાં આકર્ષક લાગે છે.

* મેટલ અને સ્ટીલના પાતળા લેયરમાંથી બનેલી હીલ્સનું પણ ચલણ છે.

હાઈ હીલ્સ સેન્ડલ્સ ખરીદતાં પહેલાં

* દરેકના પગના શેપ અલગઅલગ હોય છે અને ફૂટવેરની ખરીદી હંમેશાં પોતાના પગનો શેપ જોઈને જ કરવી જોઈએ, જેથી પગના શેપના કારણે કોઈ તકલીફ ન થાય. જેમ કે તમારા પગના પંજા આગળથી બ્રોડ હોય તો તમારે આગળથી ચાંચવાળા ફૂટવેર ન ખરીદવા જોઈએ, કારણ કે તેનાથી તમારા પગની આંગળીઓ દબાઈ શકે છે, જે પછી દુખાવાનું કારણ બની શકે છે.

* જ્યારે પણ તમે હીલ્સવાળા સેન્ડલ ખરીદો તો તેને દુકાનમાં જ પહેરીને થોડી વાર સુધી ચાલો અને બરાબર ચકાસી લો કે તેનું ફિટિંગ તમારા પગમાં બરાબર બેસે છે કે નહીં.

* ખરીદતી વખતે એ પણ ચેક કરી લો કે હીલ્સની નીચે કોઈ લેધર વગેરેનો બેઝ હોય, નહીંતર એવું ન થાયકે આવતાજતા ચાલવામાં ખટખટ અવાજ આવ્યા કરે.

કયા ડ્રેસ સાથે કેવી હીલ્સ

* જીન્સ, ટ્રાઉઝર અને ટાઈટ્સ વગેરેની સાથે સ્પાયરલ હીલ્સ સારી લાગે છે.

* જો તમે કોઈ લોંગ ડ્રેસ પહેર્યો હોય જેમ કે કોઈ પાર્ટી ગાઉન કે પચી લોંગ સ્કર્ટ, તો તેની સાથે સ્ટીલટોઝ હીલ્સ બહુ સરસ લાગશે, કારણ કે લોંગ ડ્રેસમાં આ પોઈન્ટેડ હીલ્સ તમારા પગને લાંબા દેખાડવામાં મદદ કરશે.

* જે છોકરીઓકે મહિલાઓની ઊંચાઈ વધારે હોય તેમના પર કીટન હીલ્સ સારી લાગે છે, કારણ કે તે તમને વધારે પડતા લાંબા પણ નથી દેખાડતી.

* જો તમારે તમારા વેડિંગના દિવસ માટે કોઈ હાઈ હીલની પસંદગી કરવાની છે, તો આ પ્રસંગે તમે એક્રેલિકની હીલ્સ જ પસંદ કરો, કારણ કે તે લાકડાની હાથથી બનેલી હીલ્સ હોય છે અને જોવામાં કાચની હીલ્સ જેવી લાગે છે.

* જો તમે ઓફિસમાં કામ કરતા હો અને તમારે ઘણું બધું ચાલવું પડતું હોય તો તેના માટે પ્લેટફોર્મ હીલ્સ સારી રહે છે, કારણ કે તે હીલ્સ ચારેય બાજુથી એક જેવી જ સાઈઝની હોય છે, એટલે તે પહેરવી બહુ જ કમ્ફર્ટેબલ રહે છે. 

Tags :