આ રહ્યાં ગ્રીષ્મ ઋતુના કમ્ફર્ટેબલ ફેશન ટ્રેન્ડ્સ

ગરમીની મોસમમાં તડકા, પરસેવા, પ્રદૂષણને કારણે ત્રાહિમામ પોકારી જવાતું હોય ત્યારે ફેશનેબલ શી રીતે દેખાવું એ પ્રશ્ન આધુનિક માનુનીઓને અચૂક સતાવતો હોય છે. પણ એનો અર્થ એવો નથી કે તેઓ આ સીઝનમાં ફેશન પર પૂર્ણવિરામ મૂકી તે.ફેશન નિષ્ણાતો કહે છે કે ઊનાળાનીં ગરમીને માફક આવે એવા વસ્ત્રો પહેરીને પણ તમે આકર્ષક દેખાઇ શકો. બસ, તમારે તમારા વૉર્ડરૉબમાં થોડાં ફેરફાર કરવા પડશે.જેમ કે...,
* એકદમ ચુસ્ત વસ્ત્રોના સ્થાને સહેજ ખુલતાં કપડાં પહેરો.
* શોર્ટ્સ અને હૉટ પેન્ટ પહેરવા માટે ગ્રીષ્મથી રૂડું શું?
* બૉટમ માટે પ્લાઝો અથવા પ્લીટેડ સ્કર્ટ બેસ્ટ ઑપ્શન છે.
* પાર્ટીવેઅર તરીકે મીની ડ્રેસ પહેરવાની તક ઝડપી શકાય.
* તમારા વૉર્ડરૉબમાં વાઇટ શર્ટ અને ટી-શર્ટ અચૂક રાખો.
* આ દિવસોમાં પેસ્ટલ કલર અને પારદર્શક પોશાક પણ કમ્ફર્ટેબલ લાગે છે.
* એકદમ ખુલતા મિડી કે ગાઉન જેવા ડ્રેસ વધુ સગવડદાયક લાગશે.
* જૂતાં પણ એવા પહેરો જેમાંથી હવાની અવરજવર થઇ શકે.
ગરમીના દિવસોમાં તમારા કબાટમાં આટલું અચૂક રાખો
* ગ્લેયર્સ : ઘરથી બહાર નીકળતી વખતે ગોગલ્સ ભૂલ્યા વિના પહેરો. આંખોને આકરા તાપથી બચાવવાનો આ સૌથી સરળ ઉપાય છે.
* હળવું પ્રિન્ટેડ સ્કાર્ફ : સવારના ઓફિસ જવા નીકળતી વખતે હળવું પ્રિન્ટેડ સ્કાર્ફ ે સાથે રાખો. ટ્રેન કે બસમાંથી ઉતરીને ઑફિસ જતી વખતે તડકો ચડી ગયો હોય ત્યારે તે માથા પર બાંધી લેવાથી વાળને પણ તડકાથી બચાવી શકાશે.
* કોટન નેપકીન,ભીના અને કોરા ટિશ્યુ પેપર,ડીઓડરંટ ખરીદી રાખો.
* કોટન પેન્ટ,ખુલતું ટ્રાઉઝર અને ફ્લેર્ડ પેન્ટ.
* કલરફુલ લિપ ફ્લોપ અને સેંડલ.
* હળવી જ્વેલરી.
* ટોટ બેગ અથવા ફંકી બેકપેક.
ઊનાળામાં કેટલીક ફેશન બિલકુલ ન કરો.જેમ કે....,
* ભારેખમ વર્ક કરેલા કે ઘેરા રંગના,ખાસ કરીને શ્યામ વસ્ત્રો પહેરવાનું ટાળો.
* ઇવનિંગ પાર્ટીમાં પણ ઘેરા રંગના પોશાક કે સાડી ન પહેરો.તેના સ્થાને હળવા રંગો પર પસંદગી ઉતારો.
* સાંજના સમારંભમાં સુધ્ધાં સિલ્ક કે સિન્થેટિક મટિરિયલના વસ્ત્રો ભૂલેચુકેય ન પહેરો.આ સીઝનમાં કોટન,શિફોન કે જ્યાોર્જટ અચ્છા વિકલ્પો ગણાશે.
* લેધર પેન્ટ,જેકેટ,સ્કર્ટ આ મોસમ માટે નથી.
* પાર્ટીમાં જતી વખતે મીની સ્કર્ટ પહેર્યું હોય તોય બૂટ પહેરવાનું ટાળો.તેના સ્થાને ઓપન શૂઝ કે અન્ય પ્રકારના ખુલ્લાં જૂતાં પહેરો.
* ચુસ્ત ડેનિમ,ટાઇટ સ્કર્ટ,આખી બાંયના વસ્ત્રો પહેરવાનું ટાળો.
* ચુડીદાર અને લેગિંગ્સને બદલે સ્ટ્રેટ કોટન પેન્ટ પહેરવાનું રાખો.
* મેટલની હેવી જ્વેલરી ન પહેરો.
* રિસ્ટ બેન્ડ કે ઘડિયાળનો પટ્ટો લૂઝ રાખો.
- વૈશાલી ઠક્કર

