Get The App

ગરમીમાં રાહત આપતા તકમરિયાં

Updated: Apr 15th, 2024

GS TEAM


Google News
Google News
ગરમીમાં રાહત આપતા તકમરિયાં 1 - image


તકમરિયા પોષક તત્વોથી ભરપુર હોય છે. ગરમીઓમાં તેનું સેવન કરવાછી પેટને ઠંડક પ્રદાન થાય છે તેજ પાચન સંબંધી તકલીફોમાં રાહત આપે છે. 

એક  સંશોધનના અનુસાર, તકમરિયામાં   સીમિત માત્રામાં કેલરી સમાયેલી હોય છે. આ સાથે પ્રોટીન, કેલ્શિયમ,આર્યન, પોટેશિયમ, વિટામિન એ,વિટામિન સી, અને ફાઇબરનું એક ઉત્તમ સ્ત્રોત છે. તેમાં ઓમેગા ૩ ફેટી  એસિડ પણ સમાયેલું હોય છે. આ સઘળા પોષક તત્વોને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક  માનવામાં આવે છે. 

તકમરીયાને  રાતના પાણીમાં પલાળીને સેવન કરી શકાય છે. અથવા તો એક-બે કલાક પણ પાણીમાં ભીંજવી રાખવા જોઇએ. પાણીમાં પલળવાથી તકમરીયા ફૂલી જતા હોય છે. જેને શરબત, લીંબુ પાણીી, સ્મૂદી, દૂધ તેમજ અન્ય ડ્રિન્ક સાથે ગાર્નિશ કરવા માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે. મિલ્ક શેક બનાવતી વખતે અથવા તો મીઠાઇમાં પણ તકમરીયાંનો ઉપયોગ કરી શકાય છે. 

પાચનક્રિયા

તકમરીયામાં પ્રર્યાપ્ત માત્રામાં ફાઇબર સમાયેલુ ંહોય છે. જે શરીરમાં સમાયેલાએચસીએલના એસિડિકઇફેક્ટને ન્યૂટ્રલાઇઝ કરે છે.જેથી તેના સેવનથી એસિડિટી અને છાતીમાં બળતરામાં રાહત થાય છે. પેટને ઠંડક પ્રદાન કરે છે તેમજ ગરમીમાં અપચાના કારણે બળતરાને ઓછી કરે છે. પેટમાં દેસનો ભરવો થવાપર પણ તકમરીયાનું સેવન ફાયદાકારક છે. એક કપ દૂધ સાથે તેનું સેવન કરવાથી પેટની બળતરા, અપચો અને એસિડિટી જેવી સમસ્યાથી છુટકારો મળે છે. 

ત્વચા

તકમરીયાનું સેવન જ નહીં પરંતુ તેને ત્વચા પર લગાડવાથી પણ ફાયદો થાય છે. રૂક્ષ ત્વચા અને સનટેન પર તકમરીયાને ત્વચા પર લગાડી શકાય છે.તકમિરાયાને મિકસરમાં પીસી તેને કોપરેલ સાથે ભેળવી ત્વચા પર લગાડવું. ત્વચા ઇન્ફેકશન તેમજ સોરાયસિસ જેવી સમસ્યઓમાં પણ લાભકારી નીવડે છે.  તેમજ તકમરીયાનું નિયમિત સેવન કોેલેજન પ્રોડકશનને વધારે છે. જે ત્વચાના નવા સેલ્સને બનાવામાં મદદ કરે છે. 

વાળ

તકમરિયાનું સેવન હેર ફેલિક્લસ માટે પણ ફાયદાકારક છે. તેમાં પ્રયાપ્ત માત્રામાં આર્યન, વિટામિન કે અને પ્રોટીન સમાયેલા હોય છે. આ સઘળા પોષક તત્વો વાળના હેલ્ધી ગ્રો માટે બહુ જરૂરી હોય છે. તેમાં સમાયેલા એન્ટી ઓક્સીડન્ટ તેની ગુણવત્તાને વધારે છે. 

શુગર કન્ટ્રોલ માટે ફાયદાકારક

તકબરિયાનું સેવન શુગરને કન્ટ્રોલ કરવાનો ગુણ ધરાવે છે. ડાયાબિટીસનારોગી તેનું સેવન દૂધ સાથે કરી શકે છે. 

જે લોકોને ડાયાબિટીસ થયાનું જાણ થાય છે તેમને રક્ત શર્કરાના સ્તર પર ધ્યાન રાખવવાની વધુ આવશક્યતા હોયછે. તકમરીયામાં મધુમેહના વિરોધી ગુણ હોય છે. ઘણા સંશોધનોમાં જોવા મળ્યું છે કે, ભોજન તરત જ પહેલા તકમરીયાનું સેવન કરવામાં આવે તો ભોજન પછી બ્લડ શુગરનું લેવલ વધતું નથી.

કબજિયાત

તકમરીયામાં પ્રચુર માત્રામાં ફાઇબર સમયોલુ ંહોય છે. ભરપુરપાણી સાથે લેવાથી તે મળને નરમ કરે છે. કબજિયાતથી પીડીત લોકોએ તકમરીયાને આહારમાં સમાવવુ જોઇએ.

વજન ઘટાડવામાં સહાયક

તકમરીયામાં ફાઇબર સમાયેલા હોય છે. જેથી તેના સેવનથી વારંવાર ભૂખ લાગતી નથી. પરિણામે વધારાની કેલરી લેવાતી નથી હોતી તેથી વજન અંકુશમાં રાખવાનું આસાન થઇ જતું હોયછે.તકમરીયામાં કેલરીબહુ ઓછી હોયછે તેમજ તેમાં ્લ્ફા લિનોલેનિક એસિડ પણ સમાયેલું જોવા મળે છે. જે ચરબીને બાળે છે તેમજ મેટાબોલિઝમને નિયમિત કરે છે. એક સંશોધન અનુસાર નિયમિત રીતે લિનોલેનિક એસિડ લેવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 

શરદી-ઊધરસ

તકમરીયાંનું નિયમિત સેવન ઇમ્યૂનિટીને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ  મજબૂત હોય તો શરદી-ઊધરસની તકલીફ સતાવતી નથી. 

યૂરિન ટ્રેકમાં ઇન્ફેકશન

ગરમીના દિવસોમાં યૂરિન ટ્રેકમાં ઇન્ફેકશન થવાનું સામાન્ય છે. એવામાં તકમરીયાના પાણીનું સેવન ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખે છે અને યૂરિન ટ્રેકની સમસ્યાથી બચાવે છે. 

- મીનાક્ષી તિવારી

Tags :