Get The App

સ્વાસ્થ્ય વીમાનું પ્રીમિયમ મધ્યમ વર્ગ માટે એક તરફ ખાઈ બીજી તરફ કૂવો

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
સ્વાસ્થ્ય વીમાનું પ્રીમિયમ મધ્યમ વર્ગ માટે એક તરફ ખાઈ બીજી તરફ કૂવો 1 - image

- પોતાના સંતાનોને   સારું  શિક્ષણ અપાવવામાં જ તેના ખિસ્સાં ખાલી થવા લાગે છે.  એક ઘર ખરીદવા માટેતેને   જીવનભરની  પૂંજી ખર્ચી નાખવી પડે  છે. અથવા  વર્ષો સુધી હોમ લોનના હપ્તા ચૂકવવાના  બોજા હેઠળ જીવવું પડે છે. કૂદકેને ભૂસકે વધતી મોંઘવારીમાં  એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ આ વર્ગ માટે સામાન્ય થઈ પડી છે.તેમાં વળી સ્વાસ્થ્ય  વીમાની રકમ ભરવાનો  વધારાનો બોજો. 

સ્વાસ્થ્ય વીમાને લગતી એક જાહેરખબરમાં એમ કહેવામાં આવે છે કે  જો તમે હેલ્થ ઈન્શ્યોરન્સ ન લો અને તમારા પરિવારમાં  કોઈને હોસ્પિટલમાં  દાખલ કરવાની નોબત આવે, તેના ઈલાજમાં લાખો રૂપિયા ખર્ચાઈ જાય તો તમારી સઘળી  બચ તેમાં જ હોમાઈ જાય. આ વાતમાં તથ્ય પણ છે.  ખાસ કરીને  મધ્યમવર્ગીય  પરિવારને  આ વાત શતપ્રતિશત લાગૂ પડે છે.  પરંતુ સૌથી મોટી મોંકાણ  એ છે કે મધ્યમવર્ગના લોકો માટે સ્વાસ્થ્ય  વીમાની  મોટી રકમ ભરવી ક્યાંથી એ   યક્ષપ્રશ્ન  છે.

સામાજિક  અને આર્થિક વિષયના એક તજજ્ઞા  કહે છે કે  મધ્યમવર્ગના   લોકો માટે મેડિકલ  ઈન્શ્યોરન્સ  પોલિસી લેવી એ માનસિક સ્વાસ્થ્ય વેંચીને કદાચ  બગડનારા  શારીરિક આરોગ્યને   ખરીદવા જેવી વાત છે.  આમેય આપણા  દેશની આર્થિક વ્યવસ્થામાં  મધ્યમ વર્ગ ચારે  બાજુથી  માર ખાતો આવ્યો  છે.  તે દેશનો સૌથી   કરદાતા વર્ગ  હોવા છતાં  તેને ભાગ્યે જ કોઈ સલામતી  મળે છે.  પોતાના સંતાનોને   સારું  શિક્ષણ અપાવવામાં જ તેના ખિસ્સાં ખાલી થવા લાગે છે.  એક ઘર ખરીદવા માટેતેને   જીવનભરની  પૂંજી ખર્ચી નાખવી પડે  છે. અથવા  વર્ષો સુધી હોમ લોનના હપ્તા ચૂકવવાના  બોજા હેઠળ જીવવું પડે છે. કૂદકેને ભૂસકે વધતી મોંઘવારીમાં  એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ આ વર્ગ માટે સામાન્ય થઈ પડી છે.

તેમાં વળી સ્વાસ્થ્ય  વીમાની રકમ ભરવાનો  વધારાનો બોજો. આ એક એવી પોલીસી  છે જેની પાછળ  કરવામાં આવતું  રોકાણ અસલામતી સામે  પૂરી પાડે.  કોણ, ક્યારે   કઈ માંદગીમાં પટકાય ેતનો શો ભરોસો? આ પ્રકારની ભીતિ તેમને સ્વાસ્થ્ય વીમો  લેવા મજબૂર કરે.  અને સદ્નસીબે  તેમનું સ્વાસ્થ્ય  સારું રહે તો તેમનું રોકાણ એળે જવા જેવું થાય.  અલબત્ત,   હેલ્થ ઈન્શ્યોરન્સ મેળવવા કોઈ માંદા પડવાનું પસંદ જ ન જ કરે.  પરંતુ આધુનિક  જીવનશૈલીમાં  વધતી તી નવી નવી વ્યાધિઓ  સામે હેલ્થ ઈન્શ્યોરન્સ આર્થિક કવચ આપે એ  વાતથી પણ ઈનકાર થઈ શકે તેમ નતી. આ કારણે જ  મધ્યમ વર્ગના મોટાભાગના  લોકો લાગલગાટ  વધતા જતાં પ્રીમિયમ   સામે આંખ  કાન કરીને  પણ સ્વાસ્થ્ય  વીમા લેવાનું નથી  ચૂકતાં. પણ હવે તેઓ  વધતા જતા પ્રીમિયમનો ભાર વેંઢારી  શકે તેમ  નથી.

વાસ્તવમાં  કોરોના મહામારી પછી વીમા કંપનીઓએ  સ્વાસ્થ્ય  વીમાના પ્રીમિયમમાં  અચાનક જ ઝપાટાભેર  વૃદ્ધિ કરવા માંડી.  કોરોના કાળ પહેલા ૪૦ વર્ષ  કે તેનાથી વધુ  વયના લોકોને પાંચથી  સાત લાખ રૂપિયાના  ઈન્શ્યોરન્સ પર ૨૦,૦૦૦ થી  ૨૫,૦૦૦ રૂપિયા જેટલું  વાર્ષિક  પ્રીમિયમ ભરવાનું આવતું જે હવે ૩૫,૦૦૦  ૫૦,૦૦૦ રૂપિયા સુધી પહોંચી ગયું છે. એટલું જ નહીં, જે પરિવારમાં  વયસ્ક માતાપિતા   કે અગાઉથી  જ કોઈ બીમારીથી  પીડાતી  વ્યક્તિ   હોય તેમના પ્રીમિયમની આ રકમ વધી જાય. આજની તારીખમાં  મીડલ ક્લાસની  આવકમાં ભાગ્યે જ વૃદ્ધિ   થતી જોવા મળે  છે, તે પોતાની નોકરી બાબતે પણ હમેશાં અસલામતી  અનુભવતો  હોય છે,  મોંઘવારીની  મારમાંતી તે કોઈપણ  રીતે  છટકી  શકતો નથી.  આવી સ્થિતિમાં તે મેડિકલ ઈન્શ્યોરન્સ લે તો શી રીતે લે?  અને ન ખરીદે તો પરિવારના માત્ર એક સભ્યની ોટી માંદગી તેને ગરીબીમાં  ધકેલી દે.  હકીકતમાં   હેલ્થ ઈન્શ્યોરન્સનો મૂળ  હેતુ  કોઈપણ વ્યક્તિ કુટુંબને  બીમારી દરમિયાન  થતાં લાખો રૂપિયાના ઉપચારના ખર્ચમાંથી બચાવવાનો હોવો જોઈએ.  પરંતુ આજે  હેલ્થ  ઈન્શ્યોરન્સ યોજનાઓ  આ ક્ષેત્રે કોઈપણ પ્રકારની  રાહત  આપવાના  સ્થાને  મધ્યમ વર્ગના લોકો માટે આર્થિક  મુશ્કેલીનું કારણ બની રહી છે.

જો કે વીમા કંપનીઓ  પ્રીમિયમ  વધારવાના  તર્કબધ્ધ  કારણો આપતાં કહે છે કે હવે સ્વાસ્થ્ય  સેવાઓ વધુને વધુ ખર્ચાળ થઈ રહી છે.  ખાનગી  રૂગ્ણાલયમાં  દાખલ થયેલા દરદીનો એક  દિવસના  ઉપચારનો  ઓછામાં ઓછો ખર્ચ  દસેક હજાર રૂપિયા આવે. અને જો મરીજને શસ્ત્રક્રિયા,  આઈસીયુ કે અન્ય વિશેષ ઈલાજની જરૂર પડે તો એ ખર્ચ લાખો રૂપિયામાં થવા જાય.  તદુપરાંત  હવે ક્લેમની ંસખ્યામાં  પણ  વૃદ્ધિ  થઈ રહી છે અને પુનર્વીમાના દર પણ  બ દલાયાં છે. આવી સ્થિતિમાં  અમારી પાસે પ્રીમિયર  વધારવા  સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી રહેતો.

વ્યવસાયિક દ્રષ્ટિએ જોવા જતાં તેમની વાત ખોટી નથી.  આમ છતાં સ્વાસ્થ્ય  વિષયક સલામતી લોકોના  જીવનાસાથે સીધી સંકળાયેલી  છે. ધનાડયોને માંદગી દરમિયાન મબલખ ખર્ચ કરવામાં  પણ વાંધો નથી આવતો.  જ્યારે ગરીબોને  'આયુષમાન ભારત' જેવી યોજનાઓનો લાભ મળે  છે. પરંતુ  મધ્યમવર્ગને ન તો આવી કોઈ યોજનાનો લાભ મળે  છે કે ન તેને બીમારી  દરમિયાન  મોટો ખર્ચ  કરવાનું પરવડે  છે. તેની સ્થિતિ 'એક તરફ કૂવો અને બીજી તરફ ખાઈ'  જેવી છે. છેવટે પ્રીમિયમની  રકમ ભરવાનો  મેળ ન  પડે ત્યારે ઘણાં લોકો કવરેજ ઓછું રી નાખે છે અથવા પોલિસી  રીન્યુ નથી કરાવતાં આવી સ્થિતિમાં જો તેમના પરિવારની કોઈ વ્યક્તિ  ગંભીર માંદગીમાં પટકાય તો તેના ઈલાજ પાછળ તેનું સર્વસ્વ  હોમાઈ જાય છે. ગરીબી તેમના દરવાજે દસ્તક દઈ દે છે.

આ  સમસ્યાનો  ઉકેલ માત્ર રાજ્ય અને   કેન્દ્ર સરકાર સાથે મળીને જ લાવી શકે. હવે 'આયુષમાન ભારત' યોજનામાં  ગરીબો સાથે ૭૦  વર્ષ કે તેથી વધુ વયના પ્રત્યેક  ભારતવાસીને  ભલે સામેલ કરવામાં આવ્યાં છે. પરંતુ અન્ય મધ્યમવર્ગીય  લોકોનું શું?

સામાજિક-આર્થિક  વિષયના જાણકારો કહે છે કે તેને માટે આંશિક  સબ્સિડી  આધારિત  સ્વાસ્થ્ય  વીમા યોજાન  લાગૂ કરી શકાય.  પ્રીમિયમમાં  પારદર્શિતા  લાવવા  આઈટીના  કાયદાની  કલમ ૮૦ ડી હેઠળ આપવામાં આવતી છૂટની  મર્યાદા વિસ્તારવામાં આવે તોય લોકો મેડિકલ  ઈન્શ્યોરન્સ લેવા પ્રેરાય.  તેમને તત્સંબંધી વધતુ જતું પ્રીમિયમ  ભરવામાં વત્તાઓછા  અંશે રાહત મળે.  તેવી જ રીતે 'ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલેપમેન્ટ ઓથોરિટી   ઓફ ઈન્ડિયા (આઈઆરડીએઆઈ)  પણ એ વાતની  ખાતરી કરવી જોઈએ કે  કંપનીઓ પ્રીમિયમ  બાબતે પારદર્શક   રહે અનેવીમો લેનારાઓની પ્રત્યેક  શંકાનું  સમાધાન  કરે. તેના સિવાય  સહકારી સંસ્થાઓ,  હાઉસિંગ સોસાયટીઓ, કલ્યાણકારી  સંસ્થાઓના માધ્યમથી  સમૂહ વીમા યોજનાઓ પણ શરૂ કરી શકાય જેથી  પ્રીમિયમની રકમમમાં  ઘટાડો કરી શકાય.

તેઓ  વધુમાં  કહે છે કે કેટલાંક ખાનગી  રૂગ્ણાલયોમાં  બેફામ  બિલ બનાવવામાં દાખલા  અવારનવાર  સામે આવે છે.   તેના  પર લગામ તાણની પણ  આવશ્યક  છે.  તેને માટે એક રાષ્ટ્રીય  મૂલ્ય   નિર્ધારણ  આયોગનું  ગઠન કરી શકાય  જે દરેક ચિકિત્સા સેવાઓ  માટે ઓછામાં ઓછા  તેમ જ વધુમાં વધુ દરની મર્યાદા  સુનિશ્ચિત કરે.  આનું  કારણ  આપતાં તેઓ કહે છે કે  આરોગ્ય માત્ર વ્યક્તિગત  બાબત નથી.  

પ્રત્યેક નાગરિકનું  સ્વાસ્થ્ય  સીધું દેશના  વિકાસ સાથે સંકળાયેલું  છે. આપણા  દેશના સૌથી મોટા મધ્યમ વર્ગનું સ્વાસ્થ્ય જ સુરક્ષિત ન રાખી શકાય તો રા,્ટ્રનાવિકાસમાં  તેમના યોગદાનની  અપેક્ષી  શી રીતે રાખવી?  અને  સ્વાસ્થ્ય   વીમાનું વધતું જતું પ્રીમિયમ  તેમની આરોગ્ય   વિષયક  સલામતી તેમ જ માનભર્યું  જીવન જીવવાના  અધિકાર  સાથે જોડાયેલું છે તે યાદ રાખવું રહ્યું.

-  વૈશાલી ઠક્કર