Get The App

શિયાળામાં સ્વાસ્થ્ય સુધારતાં ફળો .

Updated: Dec 8th, 2025

GS TEAM

Google News
Google News
શિયાળામાં સ્વાસ્થ્ય સુધારતાં ફળો                          . 1 - image

ફળોનું સેવન સ્વાસ્થ્યવર્ધક હોય છે. તેવામાં શિયાળામાં મળતા ફળો સ્વાદિષ્ટ, રસદાર અને મીઠા હોય છે. જેમાં પ્રચૂર માત્રામાંવિટામિન, ખનિજ, એન્ટીઓક્સીડન્ટ અને ફાઇબર સમાયેલા હોય છે. જે ઠંડીની ઋતુમાં શરીર માટે જરૂરી હોય છે. 

સફરજન

સફરજનનું સેવન ફાયદાકારક હોય છે, તેવામાં સવારના નાસ્તામાં ખાવાથી તે શરીરનેઊર્જા આપે છે. તેમાં સમાયેલી કુદરતી સાકર, ચાના સેવનથી મળતી તાજગી કરતાં પણ વધુ હોય છે. મોટા ભાગે લોકો સવારની ચા પીવાથી સ્ફૂર્તિ આવે છે તેમ માનતા હોય છે. પરંતુ સફરજનનું સેવન કરવાથી તેમાં સમાયેલા ફાઇબર અને ઓછી સેલરી સ્વાસ્થયવર્ધક પુરવાર થાય છે. 

દાડમ

ખાટા-મીઠા દાડમ સ્વાદથી ભરપુર હોય છે. પરંતુ ઠંડીમાં તેનું સેવન પોષણમાં વધારો કરે છે. એન્ટીઓક્સડન્ટથી ભરપુર દાડમ હાડકાને મજબૂત કરે છે. તેમજ તેમાં સમાયેલા વિટામિન સી ત્વચાની કાયાકલ્પમાં સહાયક હોય છે. 

નાસપતી

નાસપતી સ્વાદિષ્ટ અને પોષ્ટિક તત્વોથી ભરપુર હોય છે. તેમાં ફાઇબર, વિટામિન અને એનેટીઓક્સીડન્ટ સમાયેલા હોવાથી શિયાળામાં તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. તે રોહપ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરે છે તેમજ શિયાળાની ઠંડીમાં સ્વસ્થ રાખે છે. જેને વધુ મીઠું ખાવાની તલપ લાગતી હોય તેણે શિયાળામાં એક નાસપતીનું સેવન કરી લેવું જેથી તેના ગુણથી મળનારા ફાયદાની સાથેસાથે સ્વાદથી પણ સંતોષ આપે છે. 

ખજૂર

ખજૂરનું સેવન ભારતમાં ખાસ કરીને શિયાળામાં કરવામાં આવે છે. આ મીઠું ફળ સ્વાદ વધારવાની સાથેસાથે પૌષ્ટિકતાથી ભરપુર હોય છે. તેનું સેવન શરીરને ઊર્જા પ્રદાન કરે છે અને શિયાળાની ઠંડીમાં શરીરના તાપમાનને જાળવી રાખવામાં મદદ કરે છે. 

કીવી

કીવી શિયાળામાં સ્વાસ્થયનો ઉત્તમ આહાર બની શકે છ.ેવિટામિનથી ફરપુર આ ફળનું સેવન રોગપ્રતિકારક ક્ષમતાને ધારીને શિયાળાની શરદીથી બચાવ કરે છે. તેમાં ભરપુર માત્રામાં ફાઇબર પણ સમાયેલું હોય છે જે પાચનમાં મદદ કરે છે. 

સંતરા

શિયાળામાં સંતરાની માંગ વધારે હોય છે. તેનામાં રહેલી ઓછી કેલરી અને ઉચ્ચ ફાઇબર વજનને નિયંત્રિત કરે છે. 

મોસંબી

મોસંબી એન્ટીઓક્સીડન્ટનો પાવરહાઉસ માનવામાં આવે છે. આ ખટમીઠું ફળ સોજાને ઓછા કરે છે. તેમજ ઇન્ફેકશનથી બચાવ કરે છે. તેમાં વધુ પ્રમાણમાં જળ સમાયેલું હોવાથી મોસંબનું સેવન હાઇડ્રેશન સ્તરને જાળવી રાખે છે.

સીતાફળ

શિયાળામાં ઠેરઠેર મળતા સીતાફળ હૃદયને સ્વસ્થ રાખે છે. તેમાં સમયેલા એન્ટીકોસીડન્ટની માત્રા ભરપુર હોય છે જે ફ્રી રેડિક્લસથી લડે ્ અને શરીર પર ઓક્સીડેટિવ તનાવને ઓછો કરે છે. તેમાં સમાયેલું વિટામિન બીત્ર મૂડને બહેતર કરે છે. 

સ્ટ્રોબેરી

શિયાળામાં મળથી રસદાર સ્ટ્રોબેરી સ્વાદ વધારવાની સાથેસાથે તેમાં સમાયેલા સોડિયમ, વસા શરીર માટે ગુણકારી નીવડે છે. ઉપરાં તે પોટેશિયમ અને એન્ટીઓક્સડન્ટનું એક અદભૂત સ્ત્રોત  છેના સેવનથી રક્તશર્કરાને નિયંત્રિત કરવામાં મદદ મળે છે અનેહૃદય માટે પણ ગુણકારી નીવડે છે. 

જમરૂખ

શિયાળામાં રોજ એક જમરૂખનું સેવન કરવાથી ખરાબ કોલોસ્ટ્રોલના સ્તરને ઓછો કરવામાં સહાય કરે છે. તે હૃદય માટે ગુણકારી હોવાની સાથેસાથે વજન, ડાયાબિટીસ અને શરદી-ઊધરસથી રાહત આપે છે તેમજ કબજિયાતમાં પણ છુટકારો અપાવે છે. 

ચીકુ

શિયાળાની ઋથુમાં ચીકુને અવશ્ય સામેલ કરવું. તેમાં આંતરડાને સ્વસ્થ કરે છે અને બેકટિટેરિયાથી થતા ઇન્ફેકશનથી બચાવે છ.ે એટલું જ નહીં તેમાં સમાયેલા એન્ટીોક્સીડન્ટસ સોજાને ઓછો કરે છે તેમજ હાડકાને મજબૂત કરે છે. 

અંજીર

અંજીર શિયાળાનું સ્વાદિષ્ટ ફળ છે. તે ફાઇબર, પોટેશિયમ અને વિટામિનથી ભરપુર હોય છે જે શિયાળાની કડકડતી ઠંડીમાં શરીરને ગરમી પ્રદાન કરીને શરીરના તાપમાનને જાળવી રાખવામાં સહાય કરે છે. 

- મીનાક્ષી તિવારી