Get The App

કડવી મેથીના સ્વાસ્થ્યવર્ધક ગુણ

Updated: Dec 2nd, 2024

GS TEAM

Google News
Google News
કડવી મેથીના સ્વાસ્થ્યવર્ધક ગુણ 1 - image

મેથી સ્વાદે કડવી છે, પરંતુ તેના ગુણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પુરવાર થયા છે. ખાસ કરીને શિયાળામાં મેથીનું સેવન વધુ કરવામાં આને છે.મેથીના લાડુ તેમજ મેથીની ગોળપાપડી મોટા ભાગના પરિવારોમાં ખવાતા હોય છે. મેથીની ભાજી તેમજ મેથીના દાણા બન્ને સ્વાસ્થ્ય માટે લાભદાયી થયા છે. એટલું જ નહીં મેથીનું પાણી પણ ઘણી તકલીફોમાં રાહત આપે છે. 

એક હર્બલ દવા તરીેકે મેથીનો ઉપયોગ કરવામાં આવ્તો હોય છે. તેનું સેવન ડાયાબિટીસ, માસિકધર્મમાં  થતો દુખાવો. વધતી પ્રોસ્ટેટ તેમજ શરીર પરના ચરબીના થર જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓથી રાહત પામવા માટે કરવામાં આવતો હોય છે. સ્તનપાન કરાવતી મહિલાઓ મેથીનું સેવન કરે દૂધનું ઉત્પાદન વધારે થાય છે. 

મેથીના દાણાને પાણીમાં પલાળીને ખાવાથી વધુ ફાયદો થાય છે. 

એસિડિટી

પેટમાં ગેસનો ભરાવો થતો હોય અથવા તો પેટ ફૂલેલું રહેતું હોય તો રાતના પાણીમાં પલાળેલી મેથીનું સવારે સેવન કરવું જોઇએ. મેથીના દાણા ચાવીને ખાઇ જવા અને પાણી પી જવાથી એસિડિટીમાં રાહત થાય છે. 

ડાયાબિટીસને કન્ટ્રોલ કરે

મેથીના દાણા બ્લડ સુગરને કન્ટ્રોલ કરવામાં સહાયક છે. ડાયાબિટીસના દરદીઓ મેથીના પાણીનું સેવન કરે તો ફાયદો થાય છે. મેથીને પાણીમાં પલાળી તેન ફણગા થવા માટે મુકવી. ફણગાવેલી મેથી વધુ ફાયદાકારક હોય છે. ભીજવેલી મેથીની સરખામણીમાં ફણગાવેલી મેથીમાં ૩૦-૪૦ ટકા વધુ પોષક તત્વો સમાયેલા હોય છે. 

પાચનક્રિયા માટે ફાયદાકારક

ભીંજવેલી મેથીનુ ંસેવન પાચનક્રિયાને સુધારે છે. તેમજ હૈસ્ટ્રાઇટિસને દૂર રાખવા માટે ગુણકાર છે. કબજિયાત, એસિડિટી, બ્લોટિંગ જેવી પેટની સમસ્યથી રાહત પામવા માટે મેથીનું સેવન કરવું જોઇએ. 

પિત્ત અને કફને રોકવામાં સહાયક

મેથી ગરમ પ્રકૃતિની હોય છે. તેથી તે કફમાં લાભદાયક છે. જેને વારંવાર કફ થવાની તકલીફ હોય તેમના માટે મેથી ફાયદાકારક પુરવાર થાય છે. મેથીને પાવડર, ભીંજવીને, ફણગાવેલી અથવા તો કાચી પણ ખાઇ શકાય છે.પિત્તની તકલીફ થતી હોય તે વ્યક્તિઓ   મેથીને ભીંજવીને તેનુ ંપાણી પીવાથી પણ ફાયદો થાય છે. 

કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરે

કોલેસ્ટ્રોલ વધવાથી હૃદયની બીમારીઓ હાર્ટ એટેકનું જોખમ વધે છે. મેથીનું સેવન નસને સાફ રાખીને હૃદય રોગથી બચાવે છે. મેથીને ભીંજવીને અથવા તો ફણગાવેલી મેથી ખાવાથી રાહત થાય છે. 

ખરતા વાળની સમસ્યામાં ફાયદાકારક

વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની ગઇ છે. ૧-૨ ચમચા મેથીના દાણાને રાતના ભીંજવી સવારે વાટ વાળના મૂળમાં લગાડવા, ેક કલાક પછી વાળને ધોઇ નાખવા. અઠવાડિયામાં બે-ત્રણ વખત મેથીની પેસ્ટ લગાડવાથી વાળ ખરવાનું બંધ થઇ જાય છે. 

પ્રસવપછી મેથીનું સેવન ગુણકારી છે. મેથીના જાણાના ,ેવની પ્રસૂતાના સ્તનમાં દૂધની વૃદ્ધિ થાય છે. તેમજ પ્રસુતાને ગેસની તકલીફથી રાહત થાય છે. મેથીને રાતના પલાળીને ખાવ. પ્રસુતી પછી મેથીનું સેવન કમરના દુખાવામાં રાહત આપે છે. 

લીવરને સ્વસ્થ રાખે 

એક સંશોધનના આધારે મેથીમાં એન્ટી ઓક્સીડન્ટ અને હિપેટો-પ્રોટેક્ટિવ ગુણ સમાયેલા હોય છે જે લીવર માટે લાભદાય સાબિત થાય છે. 

શરીરના દુખાવામાં રાહત

ેથીના દાણામાં દર્દનિવારક ગુણ સમાયેલાહોય છે. ૧-૨ ગ્રામ મેથીના પાવડરનું સેવન કરવાથી શરીરના દુખાવામાં રાહત થાય છે. 

વા

આર્થરાઇટીસમાં મેથી લાભદાયી ણાય છે. વાની તકલીફ વાયુ દોષના કારણે થતી હોય છે. મેથીમાં વાયુને સંતુલિત કરવાના ગણ સમાયેલા હોય છે જે દુખાવામા ંરાહત આપવામાં મદદ કરે છે. 

બ્લડપ્રેશરને નિયત્રિંત રાખે

બ્લડ પ્રેશરની તકલીફ ધરાવનાર માટે મેથીનું સેવન રાહત આપે છે.મ ેથીમાં એટી હાઇપરટેન્સિવ ગુણ સમાયેલા હોય છે જે બ્લડપ્રેશરને નિયત્રિંત કરવામાં મદદ કરે છે. 

- જયવિકા આશર