Get The App

ઊનાળામાં હેર-કેર

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
ઊનાળામાં હેર-કેર 1 - image

બળબળતાં તડકામાં  ભર  ઊનાળે બહાર નીકળવું હોય તો વ્યક્તિ વિખરાતાં ઊડતાં વાળ  અને નિતરતાં  પરસેવાથી   હેરાન - પરેશાન થઈ જાય છે. માનુનીઓને  બહાર નીકળતી વખતે વાળ કઈ રીતે ઓળવા એ વાત મુંઝવી  નાખે છે.   આવો  જોઈએ ઊનાળાની  થોડી કેશકલાપની રીતો :

ઘુંઘરાળા કર્લી  વાળ :

  આ નૈસર્ગિક કેશકલાપને થોડો ઢીલોઢાલો બાંધો તો ચાલશે.  અથવા છુટ્ટો રાખશો તો પણ ચાલશે. નાનકડી પીનથી સહેજ પાછળની સાઈડ કર્લી વાળને સેટ કરો અને સ્પોર્ટી લુક મેળવો. તમે કોઈ ચમકીલી હેરપીનનો  ઉપયોગ પણ કરી શકો છો.

સીધાં વાળ :

 સીધા વાળને જ્યારે બ્લો ડ્રાય  કરાય ત્યારે ચહેરાને  એક સિમ્પલ અને સુઘડ દેખાવ મળે છે.  રંગીન અને આછી ડિઝાઈન ધરાવતો હેરબેન્ડ સીધાં  વાળ પર પહેરવાથી ચહેરાને અલગ જ સૌમ્યતા પ્રાપ્ત થાય છે. વાળને સાઈડ પાર્ટીશન કરી એક નાનકડી બોબપીનથી સજાવવામાં આવે તો પણ સુંદર દેખાઈ  શકે છે.

પોની ટેઈલ : 

 બધાં છુટ્ટાં વાળ માથાની  પાછળની બાજુએ લઈ ગરદનથી ઊંચે ભેગા કરો. અથવા વચ્ચો વચ ભેગા કરો. અથવા એકદમ નીચેથી ભેગા  કરી સુંદર પોનીટેઈલ વાળો.

જો  વાળ ખૂબ લાંબા હોય કે સીધાં હોય કે મિડિયમ કટ ધરાવતાં હોય અથવા ટુંકા પણ હોય તોયે પોનીટેઈલ દરેક ચહેરા પર શોભે છે.  અને સખત ગરમીમાં પરસેવાથી રાહત પણ આપે છે.

સાઈડ  પાર્ટીશન કરેલી અને ખેંચીને બાંધેલી પોનીટેઈલ પણ સ્વચ્છતાનો  અહેસાસ કરાવે છે. તેની સાથે બ્રાઈટ લિપસ્ટિક અને ડાર્ક આઈલાઈનર ચહેરાને સુંદર અને સુઘડ ઓપ આપશે.

અણધડ રીત વાળ ભેગાં કરીને બંધાયેલી પોનીટેઈલ પણ સારો લુક આપી શકે છે પરંતુ તેને બાંધતી  વખતે તે વિખરાયેલી  લાગવી જોેઈએ નહીં.

બધા  વાળ માથાની  એક બાજુએ લઈ બાંધવામાં  આવતી 'સાઈડ પોની'  કેટલાંક પહેરવેશો પર ખૂબ સુંદર દેખાય છે. પરંતુ તે રોજિંદા પોશાકો પર શોભતી  નથી.

કોઈપણ  પ્રકારની પોની ટેઈલ બાંધી લીધા બાદ ગુણવત્તાયુક્ત હેર સ્પ્રેથી તેને સેટ કરવું ભુલવું નહીં.

નવોઢા  માટે કેશરચના :

  બ્રાઈડ  માટે થતી કેશરચનામાં  ગરદનથી થોડો ઉપર ફીટ બંધાયેલો અંબોડો ગરમીમાં સુવિધાજનક રહેશે. સાધારણ સજાવેલો અંબોડો, ફિશ ટેઈલ, ફ્રેન્ચ બન, ટ્વિસ્ટેડ બન, મલ્ટિપલ લેયર બન, કે વૉટરફોલ બન, જેવી કેશરચના  ગરમીમાં  નવોઢાને સુંદર પણ લાગશે અને સુવિધાજનક પણ રહેશે.

ઊપર  જણાવેલી કૈશ શૈલી અપનાવવાથી ઊનાળાની ઋતુમાં  ખુલ્લાં બાંધેલા વાળનો વ્યક્તિને ત્રાસ થતો નથી અને  અસુવિધા લાગતી નથી.