ગુણકારી સુરણ .
સુરણમાં પ્રયાપ્ત માત્રામાં કાર્બસ, પ્રોટીન, ફાઇબર, વિટામિન બી૧, વિટામિન બી૬, ફેલિક એસિડ, બીટા કૈરોટીન જેવા રોષક તત્વો પ્રયાપ્ત માત્રામાં સમાયેલા હોય છે. તેમજ તેમાં ફાઇબર પ્રચૂર માત્રામાં સમાયેલું હોવાથી તે પાચનતંત્ર અને હરસ માટે તેનું સેવન રામબાણ ઇલાજ સમાન છે.
પાચનક્રિયા
સૂરનમાં ફાઇબરની માત્રા અધિક હોવાથી તે પાચનક્રિયાને સરળ કરે છે. તેમજ કબજિયાત અને હરસમાં રાહત આપે છે. હરસની સામાન્ય તકલીફમાં સુરણને બાફીને નિયમિત ખાવાથી લાભ થાય છે. બાફેલા સુરણનું મરચા વગરનું શાક પણ બનાવીને ખાઇ શકાય છે. તેમજ આંતરડાને પણ મજબૂત કરે છે.
વજન ઘટાડે
સૂરણમાં કેલરીનું પ્રમાણ ઘણું ઓછું હોવાથી તે વજન ઘટાડવામાં સહાયક છે. તેના સેવનથી પેટ ભરાયેલું હોવાનો અહેસાસ થાય છે. જેથી ભૂખ ઓછી લાગતી હોવાથી વધારે ખાવાની આદત છૂટી જાય છે.
બ્લડપ્રેશર
સુરમમાં પોટેશિયમની માત્રા વધુ હોવાથી તે બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તેના સેવનથી હાઇબ્લડ પ્રેશરને અંકુશમાં રાખી શકાય છે.
કેન્સર કોશિકાઓનો વિકાસ રોકે
સુરણમાં એન્ટી ઓક્સીડન્ટ અને વિટામિન સી હોય છે. જે કેન્સર કોશિકાઓના વિકાસને રોકે છે.
હૃદય માટે ગુણકારી
સૂરણમાં પોટેશિયમ સમાયેલું હોવાથી તે બ્લડપ્રેશરને નિયંત્રિત કરે છે. તેના સેવનથી હૃદયની તકલીફમાં સુધારો થાય છે. ઉપરાંત તેમાં ઓમેગા ૩- ફેટી ઓસિડ હોવાથી કોલેસ્ર્ટોલના સ્તરને નિયંત્રિત કરીને હૃદય રોગોથી સુરક્ષિત રાખે છે.
ડાયાબિટીસ
સૂરણમાં એલન્ટોઇન નામનું એક રસાયણ સમાયેલું હોય છે. જે બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેનું ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી ડાયાબિટીસના દરદીઓ માટે ફાયદાકારક થાય છે. તેના સેવનથી બ્લડ શુગરમાં અચાનક વૃદ્ધિ થતી નથી.
ગઠિયા વા
સુરણમાં એન્ટી -ઇંફ્લેમેટરી ગુણ સમાયેલા હોય છે. જે ગઠિયા વાથી થતા દુખાવામાં રાહત આપે છે. તેમજ સોજા ઓછા કરવામાં મદદ કરે છે.
ત્વચા
સૂરણમાં વિટામિન એ અન ેબીટા-કેરોટીન હોય છે. જે ત્વચાને સ્વસ્થ રાખવામાં સહાયક છે.
મગજ
સુરણમાં સમાયેલા પોષક તત્વો મગજને તેજ કરવામાં મદદ કરે છે.
હેમોગ્લોબિનની ઊણપ
સૂરણમાં આર્યન અને ફોલેટની માત્રા અધિક હોય છે જેથી રક્તમાં હેમોગ્લોબિનની ઊણપને દૂર કરે છે.
રોગપ્રતિરોધક ક્ષમતા વધારે
સૂરણમાં એન્ટી ઇન્લેમેટરી અને એન્ટી ઓક્સીડન્ટ ગુણ સમાયેલા હોવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે.
હાડકા મજબૂત કરે
સુરણમાં કેલ્શિયમ અને મેેગ્નેશિયમ સમાયેલા હોવાથી તેના સેવનથી હાડકા મજબૂત થાય છે તેમજ ઓસ્ટિયોપોરોસિસનું જોખમ ઓછું થાય છે.
- મીનાક્ષી તિવારી