Get The App

ગુજ્જુવાનગી નં.1 : ઢેબરાં-થેપલાં .

Updated: Jun 15th, 2026

GS TEAM

Google News
Google News
ગુજ્જુવાનગી નં.1 : ઢેબરાં-થેપલાં                                          . 1 - image

- લાંબા પ્રવાસમાં ગુજરાતીઓનું મુખ્ય ભોજન જ ઢેબરાં બની રહે છે. એ ક્ષેત્રે ઢેબરાંની સર્વોપરિતા છે--કહો કે ચક્રવર્તી સામ્રાજ્ય છે. મસાલાવાળી પૂરી ખરી, ચેવડો ખરો, દળ ખરું, ગોળપાપડી ખરી, પણ ઢેબરાં તો નિવકલ્પ. ત્યાંય આપણી ચતુરસુજાણી સન્નારીઓ ઢેબરાંની સાથે છૂંદા-મેથળા કે અથાણાની ડબ્બી મૂકવાનું ન જ વીસરે. ટ્રેન-પ્રવાસના લાં...બા કલાકો દરમિયાન બે ટંક ઢેબરાં-છૂંદો ખાઇને ચાપાણી પી લો ...

દરેક પ્રજાની જેમ પોતાની ભાષા, રીતરિવાજો, પહેરવેશ, સાંસ્કૃતિક પરંપરા હોય છે તેમ કેટલીક ખાસ ખાણીપીણીની વાનગીઓ પણ હોવાની જ. દાખલા તરીકે સંદેશ અને રસગુલ્લાં માટેના પ્રેમ વિનાના બંગાળીની કલ્પના પણ ન કરી શકાય. હમણાં જ કલકત્તામાં સાંભળ્યું કે સાચો બંગાળી વાતવાતમાં પંદરેક સંદેશ તો સહેલાઇથી ખાઇ જાય. 'મકાઇ કી રોટી' અને 'સરસોં દા સાગ' પ્રત્યેના પ્રેમ વિનાના પંજાબીની તો કલ્પના પણ ન કરી શકાય. આખું ઉત્તર ભારત તો જાણે 'પુડીભાજી' અને 'કચૌડી' પર જ ટકેલું લાગે. મહારાષ્ટ્રિયનોનો ચટણી અને દહીં પ્રત્યેનો પ્રેમ પણ ખાસ્સો જાણીતો. વરણભાત અને વડાંપાંઉ પણ એટલા જ ખ્યાતનામ. દક્ષિણ ભારતીયોનો વિચાર કરીએ એટલે ઇડલી, ઢોંસા, સંભાર, ઉત્તપમ્, રસમ્ વગેરે યાદ આવ્યા વિના ન રહે. આખા દેશમાં રાજસ્થાનીઓની મીઠાઇ અને ઘી પ્રત્યેની પ્રીતિ મશહૂર છે. રસોઇમાં--શાકભાજીમાં તેલ ન 'નીતરતું' હોય તો તે ગુજરાતી રસોઇ કેવી? પંજાબીઓ લસ્સીના પ્યાલા ખાલી કરતા જ રહે. બંગાળ, ઓરિસામાં સર્વત્ર 'ડાભ'ની જ બોલબાલા. એટલે કે આપણા તરોફા, લીલાં નારિયેળ. ઉત્તર ભારતમાં 'ગાજર કા હલવા' એ જ જાણે મીઠાઇઓનો રાજા. આપણા શીરાનેય એ લોકો તો 'હલવા' જ કહે.

પરંતુ હવે ઘણું સેળભેળ થઇ ગયું છે. 'મદ્રાસી વાનગીઓ'એ વર્ષો સુધી આપણાં ભોજન-નાસ્તા પર આધિપત્ય જમાવ્યા પછી પંજાબી, બંગાળી અને હવે ચાઇનીઝ વાનગીઓનો વારો આવ્યો છે. ગુજરાતી ઘરોમાં પણ હવે ક્યારેક શાકને બદલે 'સબ્જી' શબ્દ બોલાય છે. સંદેશ, રસગુલ્લાં, મિષ્ટિ દોઇ, ગુલાબજામુન, ફ્રાઇડ રાઇસ, મંચુરિયન, રશિયાન સલાડ કશું હવે ખાસ પારકું રહ્યું નથી. આપણા વિકસી રહેલા 'ગ્લોબલાઇઝેશન'નું આ પણ કદાચ એક લક્ષણ છે.

પરંતુ આમાં વાનગીઓ પરત્વેની આપણી 'ગુજરાતી અસ્મિતા'નું શું? તેની 'ગુજરાતિતા' અકબંધ જળવાઇ રહી છે ખરી? અવશ્ય. વિશ્વભરમાં આપણાં કેટલાંક વ્યંજનો 'ગુજ્જુ વાનગીઓ' તરીકે પ્રખ્યાત થયેલાં જ છે. ઉદાહરણો તો ઘણાં આપી શકાય : જેમ કે દાળઢોકળી, ઢોકળાં, ખમણ, ઇદડાં, થેપલાં, ઢેબરાં, ખીચિયું, પાંતરાં કે પતરવેલિયાં વગેરે વગેરે. દાળ-ભાતને પણ મહદંશે ગુજરાતી વાનગી કહેવાય. ઉત્તર કે દક્ષિણ ભારતની રેસ્ટોરાંઓમાં અને રેલવેટ્રેનોમાં જે 'દાલ' મળે છે તે આપણી ગુજરાતી સબડકાસુવિધાયુકત દાળ નથી જ 

કેટલાંક નિષ્ણાતોએ દક્ષિણ ભારતીય 'ઇડલી' અને ગુજરાતી 'ઇદડાં' વચ્ચેનો ગોત્રસંબંધ સરસ રીતે ભલે તારવી આપ્યો હોય, પણ ગુજરાતિ તાના ગૌરવથી આપણે કહી શકીએ કે ઈદડાં તે ઇદડાં અને ઇડલી તે ઇડલી. આજે ગુજરાતી ગૃહિણીઓએ ઢોકળાં-વૈવિધ્યનો જે વિકાસ કર્યો છે તે લગભગ અજય હોવો જોઇએ. ચોખા-અડદની દાળનાં, ચણાની દાળનાં, દાળચોખાનાં ઢોકળાં અને ખમણ, ખમણી અને પરાકાષ્ઠારૂપે નાયલોન ખમણ. નાયલોન પરિધાન માટેના વસ્ત્રનો પર્યાય અને ખમણ એક ખાદ્ય વાનગી. બન્નેનું સાયુજ્ય સાધનાર ગુર્જર બુદ્ધિપ્રતિભાને પ્રશંસાંજલિ આપવી જ જોઇએ.

ઢેબરાં કે થેપલાં પણ  એક અદ્ભુત ગુજરાતી વાનગી છે.  કેટલાંય કુટુંબોની, સંપન્ન કુટુંબોની પણ, સાંજ ઢેબરાં-અથાણાં-છૂંદાને આધારે મોજથી ગુજરતી મેં જોઇ છે. મને ઢેબરાં અને અથાણું આપો, પછી હું બીજું કંઇ નહિ માગું. એવું હોંશેહોંશે કહેનારા સજ્જનો અને સન્નારીઓ પણ છે. 'ઢેબરા' શબ્દમાં આવતો 'ઢ' વ્યંજન, પણ તેને એક અણગમતું વ્યંજન બનાવવામાં કિંચિત ભાગ ભજવે છે. 'ઢ'થી શરૂ થતો એક પણ સારો, સુકર શબ્દ શોધી શકાય તેમ છે ખરો? એ દ્રષ્ટિએ 'ઢેબરાં' કરતાં 'થેપલાં' શબ્દ વધારે સહ્ય અને ગ્રાહ્ય લાગે છે. પણ 'થેપલાં' શબ્દ મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે. આપણે માટે તો બસ, ઢેબરાં.  ગુજરાતીઓની ઢેબરાંપ્રીતિ જોતા આપણી ભાષાની બાળપોથીમાં 'ઢ' ઢગલાનો 'ને' બદલે 'ઢ' ઢેબરાંનો 'ઢ' એવું પણ પ્રયોજી શકાયું હોત. હજીય કંઇ ઝાઝું મોડું નથી થયું, પરંતુ હવે તો આપણાં ગુજરાતી ઘરોમાં અંગ્રેજી અલ્ફાબેટની બોલબાલાનો સમય આવ્યો છે. આજે પશ્ચિમ દેશોમાં ઢેબરાં જેવી કોઇ વાનગી છે કે કેમ તેની મને કશી માહિતી નથી. 

પણ ગુજરાતીઓની આ ઢેબરાંતિનું રહસ્ય શું? મને સમજાય છે કે ટકાઉશકિત એ ઢેબરાંનું મોટું જમા પાસું છે. આપણાં ઘરોમાં હજી ફ્રિજ આવ્યાં ન હતાં ત્યારે લાંબા સમય સુધી ન બગડે તેવી વાનગીઓ નિપજાવવાની કુશળતા આપણી બહેનોએ પ્રાપ્ત કરી લીધી હતી. તેમાંનું એક સુફળ તે આ ઢેબરાં કે થેપલાં કે ચાનકાં કે ચાનકી. બનાવ્યા પછી ત્રણચાર દિવસ સુધી તો ઢેબરાં હોંશેહોંશે, તેનો સ્વાદ બગડયા વિના ખાઇ શકાય. તેથી તો લાંબા પ્રવાસમાં ગુજરાતીઓનું મુખ્ય ભોજન જ ઢેબરાં બની રહે છે. એ ક્ષેત્રે ઢેબરાંની સર્વોપરિતા છે--કહો કે ચક્રવર્તી સામ્રાજ્ય છે. મસાલાવાળી પૂરી ખરી, ચેવડો ખરો, દળ ખરું, ગોળપાપડી ખરી, પણ ઢેબરાં તો નિવકલ્પ. ત્યાંય આપણી ચતુરસુજાણી સન્નારીઓ ઢેબરાંની સાથે છૂંદા-મેથળા કે અથાણાની ડબ્બી મૂકવાનું ન જ વીસરે. ટ્રેન-પ્રવાસના લાં...બા કલાકો દરમિયાન બે ટંક ઢેબરાં-છૂંદો ખાઇને ચાપાણી પી લો એટલે પેટ કશી ફરિયાદ નહિ જ કરે. જમણનું જમણ અને નાસ્તાનો નાસ્તો. દાંત આપ્યા છે તે ચાવણું પણ આપશે જ એવા આપણા સુપ્રચલિત શ્રદ્ધાવાકયની જેમ કહી શકાય કે ભાગ્યમાં લાંબો રેલવેપ્રવાસ લખ્યો છે તો ઢેબરાં કે થેપલાં અને છૂંદો-અથાણું પણ મળી જ રહેશે. ગુર્જર ગૃહિણી આ એક બાબતમાં તો જગન્તિમંતાની સમકક્ષ છે. ત્યાર વિના આપણી બહેનોએ ઢેબરાં-થેપલાં પરત્વે પણ આટલું રચના-વૈવિઘ્ય વિકસાવ્યું હશે. મેથીની ભાજી-કેળાની ભાખરી જુદી અને ભાજીનાં ઢેબરાં વળી જુદાં. ઢેબરાં જાતજાતના લોટનાં મિશ્રણોમાંથીય બને અને સાદાંસીધાં દૂધીનાંય ખરાં. સહેજ કડક બનાવેલા,પાતળા, મેથીની ભાજીના તીવ્ર સ્વાદવાળાં ઢેબરાંની વાત જ ન્યારી. અનુભવે કહી શકાય કે આવાં ઢેબરાં બનાવવાની જૈન બહેનોની પારંગતતા મુઠ્ઠીઊંચે૨ી છે. હવે તો નવજુવાનિયા ે ઢેબરાં પર બટર ચોપડીને પણ ખાય છે.બ્રેકફાસ્ટમાં ય આ ચાલે! એમ લાગે છે કે આપણી આખીય સમાજરચના ઘેબર અને ઢેબરાં તથા તેઓ વચ્ચેના મધ્યમ બિંદુથી સર્જાયેલી છે. આવ રે વરસાદ, ઢેબરિયો પરસાદ, ખાવું હોય તો ખા એ આપણા પ્રિય બાળજોડકણામાં ઘેરિયોને બદલે ઢેબરિયો પરસાદ કહી દઇએ તો ઘેબર ખાઇ શકતા સંપન્ન વર્ગ અને ઢેબરાંથી માંડ ચલાવી લેતા વંચિત વર્ગ વચ્ચેનો તફાવત સ્પષ્ટ થઇ શકે તેમ છે.