Get The App

રસોડું છોડીને રૂપ-સજ્જાના રંગમાં રંગાતી ગુજરાતી ગૃહિણીઓ

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
રસોડું  છોડીને રૂપ-સજ્જાના રંગમાં  રંગાતી ગુજરાતી ગૃહિણીઓ 1 - image

- અરીસામાં પોતાને જોઈને નિસાસો નાંખતી ગુજ્જુ કે મારવાડી ગૃહિણી અચાનક કુટુંબ સામે જૂના રીતરિવાજો પડતા મૂકીને ઊભી થઈ ગઈ છે

આજે અત્ર,તત્ર, સર્વત્ર ગ્લેમરની બોલબાલા વધી ગઈ છે. સુંદરતા, રૂપ, દેખાવ, લુક, બ્યુટી જેવા શબ્દપ્રયોગોનું ચલણ વધી ગયું છે. કોલેજીયનથી માંડીને પચાસ વર્ષના વીણાબેન સુધીની બધી જ મહિલાઓ અચાનક પોતાના દેખાવ પ્રત્યે સભાન બની છે.  પહેલાં ઘર, રસોડું, બાળકોે અને પતિની ચાકરીમાં જીવનનું સાતત્ય શોેધતી ગુજરાતી ગૃહિણીને અચાનક આધુનિકા બનવાનો કેફ ચઢ્યો છે અને તે ફેશનેબલ બનવા પોતાની જાતને આયનામાં નિહાળીને શરીર ઘટાડવાના જાતજાતના અખતરા કરે છે. તથા ફેશનેબલ વસ્ત્રો પાછળ પતિની કમાણી ખર્ચે છે.

અરીસામાં પોતાને જોઈને નિસાસો નાંખતી ગુજ્જુ કે મારવાડી ગૃહિણી અચાનક કુટુંબ સામે જુના રીતરિવાજો પડતાં મૂકીને ઊભી થઈ ગઈ છે. અને પોેતાના જીવન અને દેખાવ પ્રત્યે તેનામાં ગજબની જાગરુકતા આવી છે. દરરોજ સવારના મોર્નીંગ વૉક કરવા મરીન ડ્રાઈવ કે વરલી સી-ફેસ જાવ તો તમને આવી ઘણી ગૃહિણી સાડીની નીચે સ્પોર્ટ્સ શૂઝ પહેરીને શરીર ઘટાડવા દોડતી દેખાશે. આ તો પરિવર્તનની શરૂઆત છે. અને માત્ર બે ટકા ગૃહિણીઓએ જ પોતાનું મન મક્કમ કર્યું છે. બાકીની ઘણી શેઠાણીઓ કેમેડમો હજી બેડરૂમની ચાર દિવાલો વચ્ચે પૂરાઈને શું કરવું જોઈએ, તે વિચારીને બેચેનીમાં દિવસો વિતાવે છે. અને પછી કંઈ ન સૂઝતાં ક્રેડિટ કાર્ડ લઈને આડેધડ ખરીદી કરવા નીકળી પડે છે. મનોચિકિત્સકો પણ કહે છે કે, માનસિક હતાશા દૂર કરવા માટે શોેપિંગ કરવા જવું જોઈએ. આનાથી મગજ પરની તાણ પણ હળવી થાય છે.

સેક્સી અને હોટ દેખાવાની ઈચ તો પ્રત્યેક સ્ત્રીના મનમાં હોેય છે. પરિવારમાં ઘુમટો તાણીને રહેતી ઘરની પુત્ર વધુ પણ પોતે કેટલી સુંદર છે તે દેખાડવા તત્પર હોય છે. અને તેથી જ ઘણા ગુજ્જુ અને મારવાડી કુટુંબોની નવી પેઢીનીા વહુઓ સાડી સાથે આધુનિક ડિઝાઈનના બ્લાઉઝ પહેરીને પોેતાની સુંદરતા દેખાડવાનો મોકો ચુકતી નથી. હોટ અને સેક્સી દેખાવામાં કપડા તોે મદદરૂપ થાય છે. પરંતુ તે પહેલાં સ્ત્રીએ પોતે પોતાની જાતને હોટ ગણતાં શીખવું જોઈએ. જે ક્ષણે તે પોેતાને સેક્સી ગણશે તે ક્ષણથી સમગ્ર વિશ્વ તેનું બની જશે અને તે પોતાને બધાથી કંઈક અનોખી અને સર્વાંગી સમજશે.

કોઈપણ સ્ત્રીને આત્મવિશ્વાસુ બનાવવામાં તેના અંત:વસ્ત્રો અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે છે. આ એક સત્ય હકીકત છે. ભારતીય સ્ત્રી ભલે આ કબૂલ કરતાં શરમાશે પરંતુ તે આ વાતને નકારશે નહીં. સાટિન અથવા સિલ્કનો હુંફાળોે સ્પર્શ તથા વાઈબ્રટન્ટ રંગથી તેનું તન અને મન આનંદિત બની જશે અને તે પોતાની અંદર આગવી ઉત્તેજના અનુભવશે. પહેલાં અંત:વસ્ત્રો સ્ત્રીઓની માત્ર જરૂરિયાત હતી. આજે માત્ર જરૂરિયાત ન રહેતાં ફેશનનો મહત્ત્વનો ભાગ બની ગઈ છે. ગમે તેટલા મોેંઘા પોશાકની નીચે પહેરેલા અંત:વસ્ત્રો પરત્વો દુર્લક્ષ સેવવામાં આવતું હતું. પણ હવે એવું નથી. આજે અંત:વસ્ત્રોમાં નીતનવા અખતરા કરીને સ્ત્રી પોતાના આત્મવિશ્વાસમાં વધારો કરી શકે છે. લીંગરી ભલે  લોકોેને પહેરેલી ન દેખાય. પરંતુ તેનાથી  ચહેરા પર અનોખું તેજ આવે છે. તે જ પ્રમાણે નીરસ બની ગયેલું લગ્નજીવન રસિક બનાવવામાં પણ તે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. અતિશય  થાકેલો પતિ પત્નીને આકર્ષક અંત:વસ્ત્રમાં જોઈને સેક્સી બની જાય છે. આ વાત આજની નારી સારી રીતે સમજી ગયાં છે.  તેથી શરીરને સ્પર્શતા આ અંગત વસ્ત્રો અત્યંત હુંફાળા અને આકર્ષક હોવા જોઈએ એમ તે માને છે. સાટિન અથવા સિલ્કના સારા ફિટીંગના અંત:વસ્ત્રો પહેરેલી યુવતી આપોઆપ સુંદર બની જાય છે. અને તેની આંખોમાં ચમક આવી જાય છે.

નગ્ન દેહ કરતાં  અર્ધનગ્ન દેહ વધુ સુંદર લાગે છે, આ વાત સાથે ભલભલા લેખકો, સાહિત્યકારો, કલાપ્રેમીઓ તથા ફિલસૂફીઓ પણ સહમત થાય છે. અને આ જ નિયમ પ્રત્યેક સ્ત્રીએ પોતાના જીવનમાં અપનાવવો જોઈએ. જે પણ પોશાક પહેરો તે એવી રીતનો પહેરવો જોઈએ કે તન ઢંકાયેલું હોવા છતાં તેની સુંદરતાની ઝલક ક્યાંકથી જોવા મળે અને તે જોઈને જ પુરુષ તેના પ્રત્યે આકર્ષિત થાય છે. અને તે માટે શહેરમાં રહેતી નારીઓ સ્કર્ટનો મહત્તમ ઉપયોગ કરે છે અને ગામડાની નારીઓ ઘાઘરા, ચોળી પહેરે છે. એમ કહેવાય છે કે, સેક્સી  પગ જોઈને ભલભલા મુનીચરિત્રો પણ ચલિત થઈ જાય છે.

નારીદેહનું સૌૈથી મોટું આકર્ષણ તેના વક્ષ:સ્થળ હોય છે. અને તેથી જ આજની ઘણી આધુનીકા નીચા ગળાના સેક્સી ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે. સ્ત્રીના છાતીનો ઊભાર તેની ઉત્તમ સેક્સ અપીલ છે. અને તેથી જ ફેશનેબલ યુવતીઓ તેના આ ઊભારને દર્શાવવાનો એકપણ મોકો હાથેથી જવા દેતી નથી.  અને જેમને આ સૌંદર્ય મળ્યું નથી તે માનુનીઓ કોસ્મેટિક સર્જન પાસે જઈને સિલિકોન ઈમ્પ્લાન્ટ દ્વારા આ ઊભારને મેળવે છે. 

દેહસૌંદર્ય દાખવતી વખતે એક બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. કલાત્મકતા અને અશ્લીલતા વચ્ચે અત્યંત પાતળી ભેદરેખા છે. જ્યારે સંયમિત રીતે સૌંદર્યને દર્શાવવામાં આવે તો તેના દ્વારા ખજૂરાહોના શિલ્પોનું સર્જન થાય છે. પરંતુ જો તેની મર્યાદાનું ઉલ્લંઘન થાય તો રેડલાઈટ વિસ્તારની ઝાંખી થતી હોવાનો અનુભવ થાય છે. એટલે હોટ અને સેક્સી દેખાવામાં મર્યાદાનું ઉલ્લંઘન ન થાય તે  જોવું અત્યંત જરૂરી છે.

દેહની ઊંચાઈ તેના સૌૈંદર્યની વ્યાખ્યામાં અત્યંત મહત્ત્વની છે. સારી ઊંચાઈ ધરાવતી માનુનીની ચાલ જ અક્કડ હોય છે. તે ગર્વથી ગરદન અક્કડ કરીને ચાલે છે. જ્યારે ઓછી ઊંચાઈ ધરાવતી સ્ત્રીને સતત એ વાતનો અફસોસ હોય છે. અને તેથી જ આત્મવિશ્વાસ કેળવવાના નુસ્ખામાં ઊંચી એડીના સેન્ડલ પણ જરૂરી હોય છે. ઊંચી એડીના સેન્ડલ પહેરવાથી  પણ કંઈક હોવાની લાગણી જન્મે છે. હા, પરંતુ તે બધા  જ પ્રસંગે અને બધી જ જગ્યાએ નથી શોેભતા. છતાં તેનાથી લાંબા અને સેક્સી હોવાનો અનુભવ થાય છે. તે જ પ્રમાણે  હીલથી પગ પણ એકદમ સુંદર દેખાય છે. સ્ટીલટોસથી આખી ચાલ બદલાઈ જાય છે અને એકદમ સેક્સી બની જાય છે. અને આનાથી  પરિધાનની રંગત પણ બદલાઈ જાય છે.

ઊર્જા, શક્તિ, જુસ્સો, ક્રોધ, યુદ્ધ, આગ અને લોહી સાથે સંકળાયેલો લાલ રંગ કામક્રિડા તથા પ્રેમમાં પણ મહત્ત્વનો છે. લાગણીભીના શબ્દો લાલરંગમાં જ શોભે છે અને જ્યારે સૌંદર્યવતીની સુંદરતાના વખાણ કરવામાં આવે છે ત્યારે તેના ગાલ પણ રતુંબડા બની જાય છે. સુંદર નારીના હોઠ ગુલાબી હોય છે અને નખ લાલ હોય છે. લાલ રંગ કામનાને ઉત્તેજિત કરે છે અને સહુને આકર્ષે છે. એટલે જ જ્યારે આ લાલ રંગનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ થાય ત્યારે સ્ત્રી આરડીએક્સનું સ્થાન લઈ લે છે. જોકે, લાલ રંગનો ડ્રેસ એકદમ ભપકાદાર લાગે છે એટલે લાલરંગની લિપસ્ટિક અને નેઈલપોલીશ સુંદર લાગે છે. જોકે પ્રત્યેક સ્ત્રીના વર્ણ પર લાલ રંગ શોભતો નથી. તેથી થોડી ચતુરાઈપૂર્વક તેનો ઉપયોગ કરવો જોઈએ. લાલ લિપસ્ટીકથી પણ તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય છે. એવું જરૂરી નથી કે તેનો પ્રયોગ કરવા બહાર જવું જોઈએ. તમે ઘરે બેઠા પણ આ રંગની લિપસ્ટિક લગાડીને તેનો જાદુ જોઈ શકો છો.

નોકરિયાત મહિલાઓ તો દરરોજ પોતાના પ્રોફેશનને અનુરૂપ તૈયાર થાય છે. પરંતુ ગૃહિણીઓએ પણ આ દિશામાં વિચારવું જોઈએ અને ઘરે લઘરવઘર રહેવાને બદલે તૈયાર થઈને રહેવું જોઈએ. જેથી પતિની નજર બીજે ક્યાંય આડીઅવળી ન થાય. છેવટે રૂપના કામણથી જ પુરુષને બાંધી શકાય છે. એ વાત કદી ન વિસરવી.