Get The App

સોગંદ, પેલી છત્રીની નીચેથી ડોકાતા પગના

- અંતર - રક્ષા શુક્લ .

Updated: Jul 21st, 2020

GS TEAM

Google News
Google News
સોગંદ, પેલી છત્રીની નીચેથી ડોકાતા પગના 1 - image


આવશે એ દિવસો કવિતાના

જેને મેં સા-વ બચપણમાં લખેલી

હું કવિ-

એવો અહેસાસ તો ક્યાંથી હોય ?

આવશે એ દિવસો

રોકેટના અંગાર અને ફુંવારાથી

પથરાતી ધાર સરખી કવિતાના.

તડકો અને આળસના નશામાં ઝૂમતા

મંદિરે પહોંચેલા શિશુ દેવદૂતો જેવી,

યૌવન અને મૃત્યુની

એ કવિતાઓ-

જેનું પઠન કદી થયું નથી

આવશે તેનાયે દિવસો !

દુકાનની ધૂળમાં જળવાયેલી

ખરીદવામાં અસંભવ, 

મોંઘીદાટ, શરાબની જેમ

દિવસો ઊગશે

મારી કવિતાના !

- મારિના ત્સ્વેતાયેવા 

- અનુ. વિષ્ણુ પંડયા

વૃક્ષ નીચે વા-ઝડીથી રક્ષણ મેળવતા માનવીએ વૃક્ષ પાસેથી જ છત્રીનો કોન્સેપ્ટ લીધો હોવો જોઈએ. વરસાદની સાથે રસ્તા પર છત્રીઓ ઉગી નીકળે છે પણ માણસની આંખમાંથી આકાશ ઓઝલ થાય છે. આજના સમયમાં આકાશમાંથી પડતા વરસાદી ફોરાંનું દ્રશ્ય યાદ આવતા જ તેમાં કોઈ સિમરન કે સપના કે શીલા ગોઠવાઈ જાય. ગુગલ પર વરસાદી ઈમેજ શોધો તો મોટાભાગે વરસાદમાં છત્રી પકડેલી કોઈને કોઈ યુવતી જોવા મળે.. યુવકોએ જાણે વરસાદનું કૈંક બગાડયું હોય એટલે એણે યુવકોનો બહિષ્કાર કર્યો હોય તેવું લાગે. વરસાદનો રોમાંચ માત્ર છોકરીને જ થાય ? છોકરાના સંવેદનો બુઠ્ઠા હોય ? ફિલ્મ 'બરસાત કી રાત'નું ભારત ભુષણે ગાયેલું 'જિંદગીભર નહીં ભૂલેંગે વો બરસાત કી રાતદ કે 'નમકહલાલ'ના 'આજ રપટ જાયે તો' ગીતને યાદ કરો તો સમજાશે કે પુરુષ પણ વરસાદથી એવો જ રોમાંચ અનુભવે છે. આપણી માનસિકતા જુઓ કે વરસાદને ય આપણે વૃત્તિના વાડામાં બાંધી દીધો છે. જાણે વરસાદને ગ્લેમરના રેપરમાં વીંટીને વેચતા હોઈએ એવું લાગે છે. ખરેખર તો વરસાદ પોતે જ પૂર્ણ છે. સૌદર્યની એવી છોળ છે કે તેમાં સૌ કોઈ તરબોળ થાય છે. તેને કોઈ પડખાની કે પરિવેશની જરૂર નથી. એ પોતે જ ઉદ્દીપક છે. મધ્યકાળના તુકાવ્યો જોતા આ વાતનો ખ્યાલ આવે છે. ભર્તુહરિના 'શૃંગારશતક'માં વરસાદની માદકતા વર્ણવતા તેઓ લખે છે કે... 'જલબિંદુઓથી શીતલ બનેલા વાયુઓ રતિક્રીડાને અંતે લાગેલા થાકને દૂર કરે છે. પ્રિયાના સંગમાં ભાગ્યશાળી લોકોને માટે ખરેખર ગમગીન કે માઠા દિવસો પણ સારા દિવસ બની જાય છેદ.  

વરસાદ આવે ત્યારે મને લાગે છે કે માણસ પોતે જો કંગાળ નહીં હોય તો ભીંજાવાના ગામે પોતે જ ઉઘડશે..કોઈ એને ન ઉઘાડે એની ફરિયાદ કર્યા વગર. એનું એ ઉઘડવું ક્યારેક ભીતરનું અજવાળું લઈને તો ક્યારેક કોઈ સર્જનરૂપે આવીને ધબકશે. ગીતોના રાજવી કવિ શ્રી રમેશ પારેખ પોતાના જ ચશ્માથી દુનિયાને જોઈ શકે છે. આપણને 'છત્રી' શબ્દ સાથે તેનું ઉઘડવું, એના રંગો, છત્રી નીચે પલળતા પ્રેમીજનો યાદ આવે પણ છત્રીની આરપારની ઘટનાને જુદા જ ડાયમેન્શનથી જોતા રમેશ પારેખ છત્રી નીચેથી ડોકાતા પગના અને એ પગને પંપાળનાર પાણીના સોગંદ ખાઈને કહે છે કે જે માણસ વરસાદ આવતા બારણાં ખોલીને બહાર દોટ મૂકે છે એના માટે એ વરસાદ નથી, એ ઉજાણી છે. એ કહે છે કે...

'સોગંદ, પેલી છત્રીની નીચેથી ડોકાતા પગના

સોગંદ, પેલા પગને પંપાળનાર પાણીના,

ઓ રે વરસાદ જેનાં બારણાં ખૂલ્યાં તેને આપ્યા તેં દિવસો ઉજાણીના...'

 વરસાદ એ તો રૈયતને લાગેલી લોટરી છે. વરસાદ સાચા અર્થમાં જીવન છે. માણસ જો જીવનને સાચી રીતે સ્પર્શવા માગતો હોય વરસાદમાં કમ્ફર્ટ આપતી છત્રીને ક્યારેક છોડવી જોઈએ. ક્યારેક તો એવું બને છે કે માણસ કોઈની સતત મળતી છત્રીરુપી કૃપાદ્રષ્ટિ કે સહાયને લીધે પોતે સત્વહીન બની જાય છે. પોતાની ભીતરી તાકાતથી પોતે જ અજાણ રહી જાય છે. એક જ છત્રી નીચે ચાલતા યુગલમાં પુરુષ ી માટે કેટલી જગ્યા ફાળવે છે એનાં પરથી તેના પ્રેમનું ગણિત માંડી શકાય છે.  રસ્કિન બોન્ડની નવલકથા પર આધારિત 'ધ બ્લુ અમ્બ્રેલા' નામની વિશાલ ભારદ્વાજની ફિલ્મને શ્રે બાળફિલ્મ તરીકેનો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. આખી ફિલ્મ એક બ્લુ રંગની જાપાનીઝ છત્રીની આસપાસ આકાર લે છે. જાપાનીઝ ટુરિસ્ટ પાસેથી ભેટ મળેલી છત્રીને કારણે નાનકડી બાળકી આખા ગામમાં ખૂબ પ્રખ્યાત થઇ જાય છે. આ ગામમાં એક-એક જણ આ છત્રીને ઈચ્છે છે. નંદકિશોર (પંકજ કપૂર) નામનો દુકાનદાર એ છત્રી હાથવગી કરવા બાળકીને અનેક પ્રકારે લોભાવે છે પણ બાળકી જરાયે મચક આપતી નથી. 

 છત્રી વરસાદને અટકાવતી નથી પરંતુ આપણે વરસાદમાં ઊભા રહી શકીએ એ માટે સક્ષમ બનાવે છે. ઇશ્વરકૃપાનું છત્ર જો આપણી માથે હોય તો જીવનના કોઈ પણ વિઘ્નને આપણે મ્હાત આપી શકીએ છીએ. બાર્બરા જોનસન કહે છે કેPrayer is asking for rain and faith is carrying the umbrella.  વરસાદરૂપી ઈશ્વરીય કૃપાને આપણે આપણી શંકા-કુશંકા, ભય અને અશ્રદ્ધાને લીધે બ્લોક કરી દઈએ છીએ. એને આપણા સુધી પહોંચવા દેતા નથી. જો કે છત્રી જેવા માણસોથી પણ બચવા જેવું ખરું.

 છત્રી માત્ર વરસાદમાં જ ઉપકારક નીવડે એવું નથી. સબ ટીવીની સિરિયલ 'ભાખરવડી'ના સેટ પર સોશ્યલ ડિસ્ટન્સિંગ આપોઆપ જળવાયેલું રહે એ માટે સિરિયલના પ્રોડયુસર જે. ડી. મજીઠિયાએ ગજબનાક તુક્કો લડાવ્યો છે. તેમણે તમામ આટસ્ટ અને ક્રૂ  મેમ્બર માટે સેટ પર છત્રી ફરજિયાત કરી દીધી છે. છત્રી ફરજિયાત હોવાથી એના પરિઘને કારણે આપોઆપ એકબીજાથી અંતર જળવાઈ રહે. આ ઉપાય ઘણો કારગત અને ઉપકારક નીવડયો છે. જે આ કોરોનાકાળમાં સૌએ અપનાવવા જેવો છે. 

રોબર્ટ ફ્રોસ્ટ તો છત્રી સાથે બેંકને જોડતા કહે છે કે બેંક એક એવી જગ્યા છે જ્યાં તેઓ તમને સારા વાતાવરણમાં છત્રી ઉધાર આપે છે અને જ્યારે વરસાદ શરૂ થાય છે ત્યારે પાછી માંગે છે. વીજળીના કડાકા સાથે પડતો ધોધમાર વરસાદ તમારી છત્રીને કાગડો કરે છે ત્યારે તેને સંભાળવી મુશ્કેેલ બને છે. વરસાદ એ પ્રકૃતિની કલા છે તો છત્રી એ માનવીની કલા છે. ફોલ્ડીંગ છત્રી એ સૌથી મોટી ક્રાંતિ ગણી શકાય જેને પર્સમાં પણ સાચવી શકાય છે. ૨૦૧૯મા નવો ચહેરો લઈને છત્રી ઉઘડી હતી અને તે હતી ડ્રોન અમ્બ્રેલા. આ છત્રી હવામાં ઉડતા ઉડતા, તમારા માથાની ઉપર તમારી સાથે સાથે થોડી ઉપર ઉડે છે અને તમને ડ્રોનની જેમ ફોલો કરે છે. અંધારામાં છત્રી લઈને પગપાળા ક્યાંક જવું પડે ત્યારે છત્રી અને ટાર્ચ બન્ને સાથે રાખવાની ઝંઝટમાંથી 'એલઈડી છત્રી' મુક્તિ આપી શકે છે. જેનો રાડ એલઈડી લાઇટવાળો છે જે બટરીથી ચાલે છે. આ છત્રીપુરાણ તો ઘણું લંબાઈ શકે પણ આ છત્રીરૂપી છત્તરની ઐસીતૈસી કરીને આવો વરસાદને ‘I love you’નું દીર્ઘ આલિંગન આપીએ.  

Tags :