'અરે તારી ફરમાઇશ પર હું ઓફિસ છોડીને ઘરે જમવા આવ્યો છું અને તૂ જ મોઢુ ફેરવી જાય એ કેમ ચાલે....... જો તો ખરી આજે તારા માટે મેરેજ એનિવર્સરીની શું ગિફ્ટ લાવ્યો છું!'' પ્રકાશે પ્રતિભાનો હાથ પકડી એને પાસે બેસાડી. પછી પોતાની બ્રીફકેસમાંથી એક સરસ મજાની લાલ ડુબી કાઢી પ્રતિભાના હાથમાં હીરાના સુંદર એરીંગ મૂક્યા.
પ્રતિભા આજે સવારથી જ એકદમ રોમાંચિત હતી. એક તો એની પહેલી મેરેજ એનિવર્સરી હતી અને બીજુ, પ્રકાશે આજે એની કોઇ પણ એક ઇચ્છા પુરી કરવાનું વચન આપ્યું હતું. સવારે પ્રતિભાએ સૌથી પહેલું કામ પોતાના સાસુ કમળાબહેન અને સસરા પ્રહલાદભાઇને પગે લાગીન ે એમના આશીર્વાદ લેવાનું કર્યુ. ત્યારબાદ એ મંદિરે પણ જઇ આવી. પછી કિચનમાં કમળાબહેન સાથે આજના વિશિષ્ટ પ્રસંગ માટે જાતજાતની વાનગીઓ બનાવવામાં પરોવાઇ ગઇ. સામાન્ય પણે સવારે ઓફિસે જવા નીકળ્યા બાદ મોડી સાંજે જ ઘરે પાછો ફરતો પ્રકાશ આજે લંચ માટે ઘર ે આવવાનો હતો. એટલે ઘરમાં રસોઇ બનાવવા માટે મહારાજ હાજર હોવા છતાં પ્રતિભાએ આજે મહારાજ પાસેથી કિચનનો ચાર્જ લઇ એમને સહાયક ભૂમિકા સોંપી દીધી હતી. સવારે પોતે નક્કી કરી રાખેલા મેનુ પ્રમાણે પ્રતિભાએ એક પછી એક વાનગી ઉતારવા માંડી.
'મમ્મી, આજે તારી પૂરણપોળી તો કમાલની બની છે. અસ્સલ માથેરાનની માણેકલાલ ટેરેસની જાયફળવાળી કડક વેડમી ખાતા હોઇએ એવું લાગેછે. વાહ મજા આ ગયા!' પ્રકાશે ડાઇનિંગ ટેબલ પરથી વખાણ શરૂ કર્યા. પ્રહલાદભાઇએ પણ જમતા જમતા માથુ ધુણાવી એમાં સૂર પુરાવ્યો.
'અરે ભઇ, પૂરણપોળી મેં નહિ, પ્રતિભાએ બનાવી છે. મેં તા ે માત્ર તને કેવી પૂરણપોળી ભાવે છે એટલું જ એને કહ્યું છે. એટલે પ્રકાશ, તારે વખાણ કરવા હોય તો પ્રતિભાના વખાણ કર.....' કમળાબહેને બાપ-દીકરાને પીરસતા ખુલાસો કર્યો.
'ઓકે મમ્મી! વખાણ તારી વહુને ટ્રાંસફર કરી દે!'
'હા, ભાઇ ઠીક છે, તૂ બોલબોલ કર્યા વગર જમવામાં ધ્યાન રાખ...... વરસના વચલા દહાડે બપોરે ઘરે જમવા આવ્યો છે પણ આ છોકરાનું જમવામાં જરાય ધ્યાન નથી. તો એને ન સુધારી શકી, હવે વહુ સુધારે તો સારું, કમળાબહેને વાત્સલભર્યો છણકો કર્યો.
પ્રકાશથી થોડું વધારે જમાઇ ગયું એટલે એ થોડી વાર આડો પડવા પોતાના બેડરૂમમાં ગયો, પ્રતિભા બેડરૂમની બારીના પડદા બદલી રહી હતી. પ્રકાશ એની બાજુમાં ગોઠવાઇ ગયો, 'મેડમ, અમને પણ તમારો થોડા ે કિંમતી સમય આપજો
'જોતા નથી હું કામમાં છું....
પ્રતિભાએ બહુ કામમાં હોવાનો ડોળ કર્યો.
'અરે તારી ફરમાઇશ પર હું ઓફિસ છોડીને ઘરે જમવા આવ્યો છું અને તૂ જ મોઢુ ફેરવી જાય એ કેમ ચાલે....... જો તો ખરી આજે તારા માટે મેરેજ એનિવર્સરીની શું ગિફ્ટ લાવ્યો છું!'' પ્રકાશે પ્રતિભાનો હાથ પકડી એને પાસે બેસાડી. પછી પોતાની બ્રીફકેસમાંથી એક સરસ મજાની લાલ ડુબી કાઢી પ્રતિભાના હાથમાં હીરાના સુંદર એરીંગ મૂક્યા.
'ઓહ! હાઉ બ્યુટીફુલ! કેટલા સરસ એરીંગ છે પણ મોંઘા હશે...... આટલો બધો ખર્ચ કરવાની શું જરૂર હતી? પ્રતિભાએ આશ્ચર્ય અને મીઠા રોષનું મિશ્રણ કર્યું.
'લવ, તૂ સસ્તા મોંઘાની શું ચિંતા કર્યા કરે છે? આપણી ફર્સ્ટ એનિવર્સરી ફરી આવવાની છે? તુ તારે મોજ કરને!
''ઓકે પણ તે આમ મારા હાથમાં એરીંગ મૂકી દે એ ન ચાલે. તારા હાથે જ કાનમાં એરીંગ પહેરાવી દે...'
જેવો તારો હુકમ...... કહીને પ્રકાશ પ્રતિભાની પીઠ પાછળ ગોઠવાઇ ગયો. એણે થોડીવાર સુધી પત્નીની પીઠ પ્રેમથી પસવારે રાખી અને પછી એના કાનમાં એરીંગ પહેરાવી દીધાં.. જીરુ, સાચુ કહેજે મને નવા એરીંગ કેવા છે.
એકદમ સાચુ બોલુ તો જાણે તારા માટે જ બન્યા હોેય એવા લાગે છે. મારા પૈસા ભૂલ થઇ ગયા પ્રાર્થ પ્રતિભાની કામ નાખી માં જીદના અને નજીક ખેંચી પ્રતિભાએ થોડીવાર એની પકડમાંથી છૂટવાનો સ્ત્રીસહજ ડોળ કર્યાં બાદ એના વાળમાં સ્નેહથી આંગળીઓ ફેરવવા માંડી, 'ડાર્લિંગ, તે સવારે મને મારી કોઈપણ એક ઈચ્છા પુરી કરવાનું પ્રમોસ આપ્યું હતું. યાદ છે?
''અફ કોર્સ, લવ... તૂ બોલ તો ખરી પ્રકાશ, તૂ જણે છે ને કે મેરેજ પહેલા હું જોબ કરતી હતી. હતી. હું જાણું છું કે આપણા કુટુંબમાં ઘરની સ્ત્રીઓને બહાર નોકરી કરવા જવા દેવાનો રિવાજ નથી..... પણ મારા કેસમાં અપવાદ ન થઈ શકે?
મેેં માસ્ટર ઓફ સોશ્યલ વર્કની ડિગ્રી લીધી છે. ભણવા પાછળ કે જિંદગીના ૧૭ વર્ષ ખેંચ્યાં છે આટલું બધું ભણ્યાં પછી ઘરમાં હાઉસવાઇફ બનીને બેસી રહેવાનું! સાચું કહું તો.. આવડા મોટા બંગલામાં આખો દિવસ હું બોર થાવ છું..... ઘરમાં એટલા નોકર છે કે મારે કાંઇ કરવાનું આવતું જ નથી. એટલે તૂ કહેતો હોય તો હું ફરીથી જોબ કરું......'
પ્રતિભાએ બહુ શાંતિથી શબ્દો તોળી તોળીને પોતાની વાત રજુ કરી.
થોડીવાર સુધી રૂમમાં સોપો પડી ગયો. પતિ-પત્ની બંને મૌન થઇ ગયા. પછી પ્રકાશ અચાનક પ્રતિભા પાસેથી ઊભો થયો. એણે હાથમાં બ્રીકફેસ લઇ પ્રતિભા સામે જોયું, 'પ્રતિભા, આજના સારા દિવસે તારં દિલ દુભવવા નથી માગતો. પરંતુ આપણાં જેવા સંપન્ન પરિવારની વહુઓ બહાર નોકરી કરવા જાય એ મને અજુગતુ લાગે છે. મેં તને તારી કોઇ પણ એક ઇચ્છા પુરી કરવાનું વચન આપ્યું છે એટલે હું જાબ ક૨વાના તારા નિર્ણયની વચ્ચે નહિ આવું. હવે તૂં એક કામ કર..... મારા ફ્રેન્ડ દુષ્યંતને તો તે ઓળખે છે. એણે મને હજુ થોડા દિવસો પહેલાં જ કહ્યું હતું કે એની કંપનીને એક સ્પેશ્યલ પ્રોજેક્ટ માટે શોશ્યલ વર્કમાં માસ્ટર્સની ડિગ્રી ધરાવતી મહિલા ઉમેદવારની જરૂર છે. તને મનગમતું કામ છે અને પાછો આપણો દુષ્યન્ત ત્યાં એચઆર મેનેજર છે એટલે તને જાબ મેળવવામાં પણ તકલીફ નહિ પડે. વીશ યુ આલ ધ બેસ્ટ.....'
પ્રકાશ ગયો પણ પ્રતિભાને વિચારમાં મૂકતો ગયો. એ એક વરસમાં પતિની મરજી- નામરજી સમજતી થઇ ગઇ હતી. પ્રકાશ નહોતો ઇચ્છતો કે પોતાની પત્ની બહાર નોકરી કરવા જાય. અગાઉ પણ એણે પ્રતિભા સાથે આ સંબંધમાં ખુલાસાભેર વાત કરતા કહ્યું હતું કે 'તને ઘરે કંટાળો આવતો હોય તો આપણી ઓફિસમાં આવીને બેસ. જેની પોતાની ત્રણ- ત્રણ ફેક્ટરીઓ ધમધમતી હોય અને ૯૦૦ માણસોનો સ્ટાફ હોય એની વાઇફ બીજાને ત્યાં નોકરી કરવા જાય એ કેવું વરવુ લાગે! મારે પોતાને એક સારા રાઇટ હેન્ડની જરૂર છે. તૂ ઓફિસે આવીને મારો બોજ હળવો કરને! આઠ-દસ હજાર કમાવા બહારની નોકરી કરવાની શું જરૂર છે?' પ્રતિભાને એ બધુ યાદ આવી ગયું પણ પછી એ વાતે મન મનાવ્યું કે થોડા દિવસ પ્રકાશને અને ઘરના બીજા સભ્યોને અડવુ લાગશે પણ પછી સમય જતા બધુ બરાબર ગોઠવાઇ જશે. એણે થોડીવાર પછી એણે દુષ્યન્તને સેલફોન લગાડયો.
દુષ્યન્તની ઓફિસમાં મહિલા ઉમેદવારોના ઇન્ટરવ્યુ બ ે દિવસથી ચાલી જ રહ્યા હતા. એટલે બીજા દિવસે બપોરે ૩ વાગે ઇન્ટરવ્યુ માટે બોલાવી લીધી. પ્રતિભા પોતાના બધા સટફિકેટ લઇને દુષ્યન્તની ઓફિસે થોડી વહેલી જ પહોંચી ગઇ. દુષ્યન્તે ઓફિસમાં પહેલેથી પ્રતિભા વિશે વાત કરી રાખી હતી એટલે રિસેપ્સનિસ્ટથી માંડીને પ્યુન સુધીના સ્ટાફે એનું હસતા મોઢે સ્વાગત કર્યું. એ રિસેપ્સનમાં સોફા પર જેવી ગોઠવાઇ કે તરત પ્યુન આવીને ગરમાગરમ કાફીનો કપ મૂકી ગયો. પ્રતિભાની બાજુમાં એક બીજી યુતિ બેઠી હતી. એણે પાંચેક મિનિટ પછી પોતાનો પરિચય આપીને પ્રતીક્ષા સાથે વાત શરૂ કરી.
'હાય! આઇ એમ મીના, મેં સોશ્યલ વર્કમાં માસ્ટર્સ કર્યુ છે અને અહીં ઇન્ટરવ્યુ માટે આવી છું..... તમે?'
'હું પ્રતિભા, હું પણ ઇન્ટરવ્યુ માટે જ આવી છું. મેં પણ તમારી જેમ માસ્ટર્સ કર્યુ છે. આમ તો મને જાબની જરૂર નથી..... મારા હસબન્ડનો પોતાનો મોટો બિઝનેસ છે પણ આખો દિવસ ઘરે બેસીને કંટાળો આવે છે. એટલે ઇચ્છા થઇ કે જાબ કરું. મેરેજ પહેલાં પણ જાબ કરતી હતી....
મેં પણ યુનિસેફ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે સોશ્યલ પ્રોજેક્ટ કર્યાં છે પણ પ્રોજેક્ટની ટર્મ પુરી થઇ ગઇ એટલે મારી જાબ ગઇ. મારે નોકરીની બહુ જરૂર છે. મારા માટે એ જીવન-મરણનો પ્રશ્ન છે. જોઇએ શું થાય છે?'
'મીનાબેન, તમારા લગ્ન....?'
'ના, હું હજી કુંવારી છું. ત્રીસ વરસની થઇ પણ હજુ મેરેજ વિશે વિચારવાનો સમય જ નથી મળ્યો..... ઘરડા મા-બાપની જવાબદારી મારા પર છે......
'પણ તમારા ભાઇઓ?'
'જવા દોને બહેન! એ જ ઘર ઘર કી કહાની. કમાતા થયા અને પરણ્યા એટલે મા- બાપને છોડીને ચાલતા થઇ ગયા. અત્યારે હું જ મા-બાપનો એકમાત્ર સહારો છું. હું એમને છોડીને કઇ રીતે જઇ શકું?' મીનાની આંખોમાં પ્રતિભાએ ભારોભાર લાચારી જોઇ. એના કપડા પરથી પણ એની આથક સ્થિતિનો ખ્યાલ આવી જતો હતો.
થોડીવાર પછી મીના દુષ્યન્ત અને એના સાથીઓન ે ઇન્ટરવ્યુ આપીને બહાર નીકળી ત્યારે પણ એના ચહેરા પર ભારોભાર ચિંતા ડોકાતી હતી.
એ પ્રતિભાને મળ્યા વિના જ ઝડપથી બહાર નીકળી ગઇ. પ્રતિભા એના વિશે મનોમંથન કરતા દુષ્યન્તની ચેમ્બરમાં ગઇ. 'આવો મિસીસ પ્રકાશ પારેખ...... બેસો. ભાભી, હું તમને અહીં મિસીસ પારેખ કહું તો વાંધો નથી ને?'
'ના, એમાં શું વાંધો હોય?
'ભાભી, હવે તમે એક કામ કરો. તમારા સટફિકેટ્સની એક એક ઝેરોક્ષ કાપી મને આપી દો અને સાથે એક એપ્લીકેશન જોડી દો. બાકીનું હું ં સંભાળી લઇશ. મારે તો તમને કોઇ પ્રશ્નો ક૨વા નથી પણ મારા જુનિયરોને કદાચ તમારો ઇન્ટરવ્યુ લેવાની ઇચ્છા હોય......
દુષ્યન્તે પોતાના બંને સાથીઓ સામે હસતા હસતા જોયું. બંને જણ તુરત બાસનો ઇશારો સમજી ગયા. એમણે તરત કહી દીધું, 'સર, તમને બહેનનો ઇન્ટરવ્યુ લેવાની જરૂર ન લાગતી હોય તો હમ કિસ ખેત કી મૂલી હૈ? આ પહેલા જે બહેન ઇન્ટરવ્યુ આપી ગયા એ પણ હોશિયાર અને ડિઝનગ હતા પણ કોઇનો સારો રેફરન્સ નહોતા આપી શક્યા. એટલે આપણે આ જાબ માટે પ્રતિભાબેનની જ અપોઇન્ટમેંટ કરી નાખવી જોઇએ.....
બધુ પ્રતિભાની તરફેણમાં ગોઠવાતું જતુ હતું. એ જોઇ પ્રતિભાના ચહેરા પર હળવુ સ્મિત આવી ગયું. એ સ્મિત પાછળ કોઇક સાક્ષાત્કારનો ભાવ હતો.
દુષ્યન્તની રજા લઇ પ્રતિભા ઓફિસની બહાર આવી, બહાર ડ્રાઇવર એની રાહ જોતો ઊભો હતો. એણે પ્રતિભાને આવતી જોઇને ફોર્ડ આઇકનનો દરવાજો ખોલ્યો અને પછી કાર પ્રતિભાના બંગલા તરફ મારી મૂકી. રસ્તામાં જ પ્રતિભાએ પ્રકાશને ફોન જોડયો, 'જાનુ, દુષ્યન્તને મળી આવી, મારો જાબ પાકો જ છે. થેન્કસ, ફોર યોર એફર્ટસ.....
'યુ આર, વેલકમ, એટ ધ એન્ડ ઓફ ધ ડે આઇ વાન્ટ યુ ટુ બી હેપ્પી ... ચાલો તારું કામ થઇ ગયું...... તૂ ક્યારથી જાબ જોઇન કરીશ?' 'પ્રકાશ, મેં તને એ જણાવવા જ ફોન કર્યો ે છે કે મારે હવે જાબ નથી કરવો......
'કેમ, વળી પાછું શું થયું? મારી કોઇ વાતનું તને....?'
'નો, નો. એવું કાંઇ નથી. પણ આજે મને એક વાત વાત સમજાઇ ગઇ છે કે દુનિયામાં એવી ઘણી સ્ત્રીઓ છે જેમને મન જાબ જીવન- મરણનો પ્રશ્ન છે. મારા જેવી ટાઇમપાસ માટે જાબ કરતી સ્ત્રીઓને આવી જરૂરીયાતમંદ સ્ત્રીઓના ભવિષ્ય સાથે રમવાનો કોઇ હક નથી..... નોકરી પર પહેલો હક એનો જ હોવો જોઇએ જેને એની સૌથી વધુ જરૂર હોય. મારા જેવા લોકો તો નોકરી કરે કે ન કરે, શું ફરક પડે છે....'
પણ એકાએક તારા હૃદય પરિવર્તનનું કારણ શું છે..?
'એ બહુ લાંબી વાત છે. રાત્રે તને કહીશ..... પણ બાસ, હું તમારી ઓફિસ ક્યારથી જોઇન કરી શકુ છું એ જરા કહેશો?'
'એની ટાઇમ, ડાલગ, એની ટાઇમ! કાલે સવારે મારી સાથે જ ઓફિસે આવી જજે.'
'ઓકે લવ! થેન્ક યુ વેરી મચ! આઇ લવ યુ.....'
પ્રકાશ અને પ્રતિભાનો વાર્તાલાપ પુરો થયો, પ્રતિભાએ બારીનો કાચ નીચે કર્યો, એને આજે તાજી હવાની લહેરખીઓ એક નોખા પ્રકારના રોમાંચનો અનુભવ કરાવી જતી હતી. અને પોતાની લટો સાથે રમતો પવન બહુ મીઠો લાગવા માંડયો હતો.


