- વાર્તા
- મનોજ જાણે છે કે મારું અફેર મારા સહકર્મી રાજીવ મહેતા સાથે છેલ્લાં ૪ વર્ષથી ચાલી રહ્યું છે. જ્યારે હું પણ જાણું છું કે આ જ સોસાયટીના એક ફ્લેટમાં પોતાની વિધવા મા સાથે રહેતી પ્રિયા સાથે તેમનું અફેર દિલ્હી આવ્યાના થોડા અઠવાડિયા પછી જ શરૂ થઈ ગયું હતું.
''હા, હું રાજીવ સાથેના તમામ સંબંધને તોડીને જ તમારી સાથે રહેવા માટે આવી છું.''
મારા પતિ મનોજ છેલ્લાં ૫ વર્ષથી દિલ્લીમાં ફ્લેટ લઈને એકલા રહેતા હતા. તેમને જણાવ્યા વિના જ શુક્રવારની સાંજે હું મેરઠથી દિલ્લી મારી કાર લઈને પહોંચી ગઈ. પહેલા તો હું પ્રિયાને મળી અને ત્યારપછી તેમના ફ્લેટ પર પહોંચી. ઘરની એક ચાવી મારી પાસે હતી, તેથી મને ફ્લેટમાં દાખલ થવામાં કોઈ મુશ્કેલી ન પડી.
મનોજ લગભગ કલાક પછી આવ્યા અને અંદર પગ મૂકતાં જ મારા પર ગુસ્સો થઈ ગયા, ''તું કેમ ગઈ, પ્રિયાના ઘરે તેની સાથે ઝઘડો કરવા?''
''હું ઝઘડો કરવા નહીં, પરંતુ તેને સમજાવવા માટે ગઈ હતી કે તે તમારી સાથેના સંબંધ તોડીને હવે દૂર ચાલી જાય.''
''કોઈને કંઈ સમજાવતાં પહેલાં તેં તારી અંદર કેમ ડોકિયું ન કર્યું? શું તું રાજીવ સાથેના સંબંધ તોડીને આવી છે?'' તેમણે વળતો પ્રશ્ન કર્યો.
મનોજ જાણે છે કે મારું અફેર મારા સહકર્મી રાજીવ મહેતા સાથે છેલ્લાં ૪ વર્ષથી ચાલી રહ્યું છે. જ્યારે હું પણ જાણું છું કે આ જ સોસાયટીના એક ફ્લેટમાં પોતાની વિધવા મા સાથે રહેતી પ્રિયા સાથે તેમનું અફેર દિલ્લી આવ્યાના થોડા અઠવાડિયા પછી જ શરૂ થઈ ગયું હતું.
''હા, હું રાજીવ સાથેના તમામ સંબંધને તોડીને જ તમારી સાથે રહેવા માટે આવી છું.''
મારો જવાબ સાંભળીને પહેલા તો તેઓ ચોંકી ગયા અને પછી મારી મજાક ઉડાવતા કહ્યું, ''શું તારાથી તેનું મન ભરાઈ ગયું છે?''
''તમે એવું જ સમજી લો.''
''તું મારી સાથે રહી ન શકે, કારણ કે મારા જીવનમાં હવે તારા માટે કોઈ જગ્યા નથી.''
''હું પાકો નિર્ણય કરીને આવી છું કે હવે અહીં રહીશ.''
તેમણે પોતાની જાતને કડવો જવાબ આપવાથી રોકી અને મગજ કસીને પૂછયું, ''તું અહીં આવી જઈશ, તો તારી નોકરીનું શું થશે?''
''મેં રાજીનામું આપી દીધું છે.''
''પરંતુ કેમ? એવી તે કઈ મુશ્કેલી આવી પડી કે તું મને ડિસ્ટર્બ કરવા અહીં મારી પાસે આવવા ઈચ્છે છે?'' તેમણે ચિડાઈને પૂછયું.
''આપણી બંને દીકરીઓ મોટી થઈ ગઈ છે. હવે તેમને પિતાનું માર્ગદર્શન નહીં મળે, તો તેઓ બગડી જશે.'' મેં તેમને સમજદારીભર્યા લહેકામાં મારા મનની ચિંતા જણાવી.
તેઓ કટાક્ષ કરતા બોલ્યા, ''અરે, તું તો કહેતી હતી ને કે તારી દીકરીઓનો ઉછેર તું એકલી જ કરી લઈશ. હવે કેમ તું મારી મદદની જરૂરિયાત અનુભવી રહી છે?''
''મનોજ, જૂની વાતો ભૂલીને હવે આપણે સાથે રહેવું જરૂરી છે.''
''તે મારા માટે શક્ય નથી, કારણ કે આપણે એક્બીજાથી ખૂબ દૂર થઈ ગયા છીએ.''
''તમે ગમે તે કહો, પરંતુ હું પાછા જવા માટે નથી આવી. પરમ દિવસે રવિવારે શિખા અને શિવાની પણ પોતાના મામા સાથે અહીં આવી જશે.'' હું ચા બનાવવા માટે કિચનમાં જવા ઊભી થઈ.
તેઓ તરત જ ગુસ્સામાં તાડૂકી ઊઠયા, ''હું પ્રિયાને મળવાનું બંધ નહીં કરું અને તું પણ ફરીથી તેના ઘરે ક્યારેય ગઈ, તો મારા જેવું ખરાબ કોઈ નહીં હોય.''
તેમની આ ધમકી પર કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કર્યા વિના હું ડ્રોઇંગ રૂમમાંથી નીકળીને રસોડામાં ચાલી ગઈ.
તે રાત્રે તેમણે મારા હાથનું બનેલું ખાવાનું તો ખાધું, પરંતુ અલગ રૂમમાં ઊંઘી ગયા. બીજા દિવસે સવારે તેમના ચહેરા પર નારાજગીભર્યો ગુસ્સો હતો અને તેમણે મારી સાથે ખૂબ જ ઓછી વાત કરી.
તેમની ધમકીને અવગણીને હું સાંજે ફરીથી પ્રિયાને મળવા પહોંચી ગઈ. અગાઉની સાંજે હું તેની સાથે શિષ્ટાચારથી વર્તી હતી, તેથી તેણે મને ફ્લેટની અંદર આવવા દીધી.
મેં તેને કહ્યું, ''પ્રિયા, હવે મારી બંને દીકરીઓ પોતાના પિતા સાથે અહીં જ રહેશે અને હું નથી ઈચ્છતી કે તારે કારણે તે બંનેની નજરમાં મનોજની બિ ખરડાય. તેથી તું તેમના જીવનમાંથી દૂર થઈ જા, પ્લીઝ.''
પ્રિયાએ ગળગળા થઈને જવાબ આપ્યો, ''મનોજ અને હું એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. હું તો એમ કહું છું કે મનોજને છૂટાછેડા આપીને તમે અમારી વચ્ચેથી જતા રહો.''
''ના પ્રિયા, મારી દીકરીઓની ખુશી અને સલામત ભવિષ્ય માટે હું આ પગલું ન ભરી શકું.''
''ત્યારે તમે પણ કાન ખોલીને સાંભળી લો કે હું પણ મનોજને છોડીને નથી જવાની.''
''પતિ સાથે રહેવાનો હક પત્નીનો હોય છે, તેની રખાતનો નહીં,'' મારા મગજ પરનો કાબૂ ગુમાવતા હું ઊંચા અવાજમાં તાડૂકી ઊઠી.
તે મારી મજાક ઉડાવતા બોલી, ''ક્યારેક મનોજ અહીં બીમાર પડતા, ત્યારે તમે નહીં, પરંતુ મેં તેમની સેવાચાકરી કરી છે. જ્યારે તમે પારકા સાથે ભોગવિલાસ માણી રહ્યા હતા, ત્યારે મેં તેમનું જીવન ખુશીઓથી ભરી દીધું હતું. અમારા સ્વભાવ, શોખ અને દિલ એક છે. હું તેમની રખાત નહીં, પરંતુ દિલની રાણી છું, મેડમ.''
''જો તું મનોજના જીવનમાંથી નહીં જાય, તો હવે પછી ભવિષ્યમાં જે કંઈ પણ થશે, તેની જવાબદાર તું પોતે જ બનીશ.''
''સૌથી પહેલી વાત એ કે તમે મને ધમકી ન આપો અને જો ભવિષ્યમાં ક્યારેય મને પરેશાન કરવા અહીં આવશો તો મનોજ તમારા હાથપગ તોડી નાખશે. તમે ઘણા ભોગવિલાસ માણી લીધા અને હવે સતીસાવિત્રી બનીને અમને વિખૂટા પાડવા આવ્યા છો, વાહ.''
પ્રિયાને જરા પણ અહેસાસ હોત કે મારી અંદર જ્વાળામુખી ઊકળવા લાગ્યો છે, તો તે મને આમ અપમાનિત કરવાથી અવશ્ય દૂર રહેતી.
''શટઅપ.'' ગુસ્સાથી પાગલ થતાં મેં એટલી જોરથી બૂમ પાડી કે તેના ચહેરાની ચમક ઊડી ગઈ, ''તને શું એમ લાગે છે કે તારા ઉશ્કેરવાથી મનોજ મને ડરાવી ધમકાવીને પાછી મોકલી દેશે, તો તારા આ વહેમને આ જ ક્ષણે મનમાંથી કાઢી નાખ. તમારા બંનેની રંગરેલિયા માણવાની આઝાદી હવે પૂરી થઈ ગઈ.''
''તમે મારા ઘરમાંથી આ જ ક્ષણે નીકળી જાઓ.'' ડરને છુપાવવા માટે પ્રિયાએ ગુસ્સાનો સહારો લીધો.
તેની વાત પર ઘ્યાન ન આપતા મેં ટેબલ પર મૂકેલી ફૂલદાની ઉઠાવીને ફરસ પર પછાડી. કાચ તૂટવાનો જોરદાર અવાજ સાંભળીને બીજા રૂમમાંથી તેની મા દોડતી ડ્રોઈંગ રૂમમાં આવી ગઈ.
''તૂટેલા કાચનો એક મોટો ટુકડો ઉઠાવીને હું પ્રિયા તરફ હિંસક રૂપ ધારણ કરીને આગળ વધી, ત્યારે તે ચીસ પાડીને દોડીને પોતાની મા પાછળ છુપાઈ ગઈ.''
''જો તું મારી દીકરીના ભવિષ્ય અને ખુશીઓ સાથે રમત રમવાનું બંધ નહીં કરે, તો હું તારો જીવ લઈ લઈશ.'' કહેતા જ મેં કાચનો ટુકડો તે બંનેના પગ આગળ જોરથી ફેંક્યો, ત્યારે મા- દીકરીના મોંમાંથી ચીસ નીકળી ગઈ.
મને કાચનો બીજો એક મોટો ટુકડો ફરસ પરથી ઉઠાવતા જોઈને તેની માએ મારી સામે હાથ જોડી દીધા અને ડરથી ધ્રૂજતા અવાજે વિનવવા લાગી કે, ''હું તને વિશ્વાસ અપાવું છું કે આ હવે ક્યારેય મનોજને નહીં મળે. પ્લીઝ, તું શાંત થઈ જા.''
''તમને બંનેને તમારી આબરૂ અને જીવ વહાલા હોય, તો એક અઠવાડિયા પછી આ ઘરમાં મારી નજરે ન પડતા. હું મારા પતિની આઝાદી મફતમાં નથી માંગી રહી. હું તમને રૂ. ૫ લાખનો ચેક આપી રહી છું. ચેકને તમારી દીકરીના ખાતામાં મૂકો અને મારા પતિના જીવનમાંથી દૂર ચાલ્યા જાઓ.''
મેં કાચનો ટુકડો ડ્રેસિંગ ટેબલના અરીસા પર ફેંક્યો અને પછી પાકીટમાંથી ચેક કાઢીને તેની મા સામે ફેંકી દીધો.
''પ્રિયા, હું એક અઠવાડિયાની જ મુદત આપી રહી છું. જો એક અઠવાડિયા પછી મને સમાચાર મળશે કે તું આ ફ્લેટમાં રહે છે અથવા તો ગમે તે રીતે મનોજના સંપર્કમાં છે, તો તારી ખેર નથી.'' કડક શબ્દોમાં ફરીથી ધમકી આપ્યા પછી તે બંનેને ડરથી થરથર ધ્રૂજતી મૂકીને હું ફ્લેટમાંથી બહાર નીકળી ગઈ.
તે રાત્રે મનોજ મોડા આવ્યા અને ઘરમાં પગ મૂકતાં જ મારા પર વરસી પડવાનો પ્રયત્ન કર્યો, ''મારી ચેતવણી છતાં પણ પ્રિયાના ઘરે જવાની તારી હિંમત કેવી રીતે થઈ...''
''શટઅપ'' મેં ગુસ્સામાં કહ્યું તો તેઓ ગ્રુપ થઈ ગયા, ''તમારા મગજમાં આ વાત કેમ ઘુસી નથી રહી કે આપણી દીકરીઓની યોગ્ય દેખરેખ રાખવા માટે આપણે બંને હવે ખોટા રસ્તા પર ચાલી નથી શકતા.''
તેમણે ભારે ગુસ્સામાં કહ્યું, ''હું સ્વયંને ખોટો નથી માનતો. તેં ન તો ક્યારેય મારી ખુશીઓની ચિંતા કરી, ન ક્યારેય મને માનની નજરે જોયો. તેં જે ખોટું વાવ્યું છે, હવે તે જ લણ. મારે તારી સાથે નથી રહેવું.''
''હા, હું સ્વીકારું છું કે હું ખોટી હતી અને તમે પણ જોઈ લો મારી ભૂલનું પરિણામ.'' મેં મારી બેગમાંથી કેટલાક કાગળ બહાર કાઢીને તેમના હાથમાં પકડાવ્યા અને રડવા લાગી.
આ કાગળમાં જે લખ્યું હતું, તે વાંચીને તેમને એટલો ઊંડો આઘાત લાગ્યો કે મને કોઈ પ્રશ્ન પૂછવા માટે શબ્દો જ ન મળ્યા.
ત્યારે મેં ડૂસકાં ભરતાં તેમને જણાવવાનું શરૂ કર્યું, ''લગભગ ૨ અઠવાડિયા પહેલાં તબિયત સારી ન હોવાને કારણે હું ઓફિસેથી વહેલી ઘરે આવી ગઈ હતી ત્યારે જોયું કે શિખા રડતી હતી. જ્યારે મેં પૂછયું, ત્યારે તેણે કહ્યું કે તે પ્રેગ્નન્ટ છે.''
''હું ગુસ્સામાં ભાન ભૂલીને તેને મારવા લાગી, ત્યારે ૩-૪ તમાચા ખાધા પછી તેણે મારો હાથ પકડી લીધો અને ઊંચા અવાજે બોલી કે મારા પર હાથ ઉઠાવવાની જરૂર નથી. મારો પ્રોબ્લેમ હું જાતે જ સોલ્વ કરી લઈશ.''
''મેં ગુસ્સાથી ધ્રૂજતાંધ્રૂજતાં કહ્યું કે મારી સામે બોલે છે, તને શરમ નથી આવતી? તને લાડકોડથી ઉછેરવાનું અને તારી દરેક ઈચ્છાઓ પૂરી કરવાનું તેં તારું મોં કાળું કરીને આજે સારું ફળ આપ્યું છે.''
''મનોજ, ત્યારે તેણે મને સામેથી ધમકી આપી કે મને આમ શરમમાં મૂકી દેવાના પ્રયત્ન ન કરો મમ્મી, કારણ કે તમે પણ કંઈ દૂધે ધોયેલા નથી. તમે જો પપ્પા સમક્ષ મારી ફરિયાદ કરી કે પછી મને દિવસરાત મહેણાં માર્યા, તો રાજીવ અંકલ સાથે ચાલી રહેલા તમારા અફેર વિશે હું પપ્પાને જણાવી દઈશ.''
''મનોજ, તે સ્વીકારતી જ નહોતી કે તેણે નાદાન ઉંમરમાં સેક્સ રિલેશન બાંધીને કંઈ ખોટું કર્યું છે. તે પોતાનાથી કોઈ મોટી ભૂલ થઈ હોવાને કારણે નહીં, પરંતુ એબોર્શન સમયે થનારી પીડાની કલ્પના કરીને રડતી હતી.''
''એબોર્શન કરાવવા માટે બીજા દિવસે હું જ તેને મારી સાથે દૂરના અજાણ ડોક્ટરના ક્લિનિકમાં લઈ ગઈ. ઓપરેશન થિયેટરની બહાર ઊભા કરીને મેં તેનો પીડાથી કણસવાનો અવાજ અનેક વાર સાંભળ્યો હતો.''
''પછી જ્યારે હું તેને મળવા માટે ગઈ, ત્યારે તેની આંખમાં પીડાના ભાવ અને ફિક્કો
- પડી ગયેલો ચહેરો જોઈને મને પણ ખૂબ આઘાત લાગ્યો.''
''તે સમયે મને હૃદયના ઊંડાણથી અનુભૂતિ થઈ કે સ્વતંત્રતાથી જીવવાની જિદમાં અટવાઈને હું ન તો મા હોવાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી શકી કે ન તો એક પત્ની તરીકેની. મેં તે જ ટાણે રાજીવ સાથેના સંબંધ તોડી નાખવાનું નક્કી કર્યું. હવે હું હાથ જોડીને તમને વિનંતી કરું છું કે તમે પણ બદલાઈ જાઓ.''
મારી વાત પૂરી થયા પહેલાં જ તેમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. લાંબા સમય સુધી અમારી વચ્ચે દુઃખ અને પશ્ચાત્તાપભરી શાંતિ છવાયેલી રહી.
પછી તેમણે રૂંધાયેલા અવાજે બોલવાનું શરૂ કર્યું, ''શરૂઆતમાં હું તને ખૂબ જ પ્રેમ કરતો હતો, પરંતુ તું મારા કરતાં વધારે કમાતી તે વાત મારા ઘમંડને ન પચી. તું ક્યાંક મારા પર છવાઈ તો નહીં જાય ને, એમ વિચારીને મેં તને નાનીમોટી વાતો પર બોલવામા૨વાનો માર્ગ અપનાવ્યો અને ધીમેધીમે આપણી વચ્ચેનું અંતર વધતું ગયું.''
''હું ખોટા માર્ગે ચાલતો હોવા છતાં મારું મન એમ વિચારીને ગુસ્સે ભરાઈ જતું હતું કે તું કોઈ પારકા પુરુષ સાથે ઊંઘી રહી છે. આ પીડાના જવાબમાં મેં તારાં સુખદુઃખની ચિંતા કરવાની તદન છોડી દીધી... મને ખૂબ જ અફસોસ છે કે આપણી ભૂલને કારણે આપણી દીકરી ગેરમાર્ગે દોરવાઈ.''
મેં પણ દિલથી મારી ભૂલ સ્વીકારી લીધી, ''સત્ય એ છે કે તમારા કરતાં વધારે કમાતી હોવાના ઘમંડને કારણે મને દબાઈને રહેવું મંજૂર નહોતું. ઉપરથી પ્રિયા સાથેના સંબંધના સમાચાર મારા કાને અવારનવાર સાંભળવા મળતા ત્યારે હિસાબ બરાબર કરવા માટે મેં રાજીવની આગોશમાં મારી ખુશીઓ શોધી લીધી.''
''હું નથી ઈચ્છતો કે કાલે ઊઠીને આપણી દીકરીઓ માટે સારા ઘરના માગા આપણા કારણે આવતા અટકે... આપણા બંનેના ચારિત્ર્યહીન હોવાને કારણે જો તેમને સાસરિયાંનાં મહેણાં સાંભળવા મળે તો તે ખૂબ જ અફસોસની વાત હશે.''
''નીરુ, તેં મારી પાસે આવવાનો નિર્ણય કરીને યોગ્ય પગલું ભર્યું છે. બાકી રહી વાત પ્રિયાની, તો તેને મારી જગ્યાએ કોઈ ને કોઈ પ્રેમી આજે નહીં તો કાલે મળી જ જશે.'' એટલું કહીને મનોજ બેચેન લાગણીમાંથી બહાર આવવા માટે છત પર ચાલ્યા ગયા. મારા દિલ્લી આવ્યાના ૧૦ દિવસ પછી મને વોચમેન પાસેથી સમાચાર સાંભળવા મળ્યા કે પ્રિયા અને તેની મા ફ્લેટ છોડીને કોલકાતા ચાલ્યા ગયા છે.
મનોજ અને મારી વચ્ચે હવે વાતચીત થોડી સામાન્ય થવા લાગી. ખબર નહીં અમને બંનેને હવે એકબીજા માટેનો પ્રેમ અને વિશ્વાસ ફરીથી મળશે કે નહીં, પરંતુ હું એટલું તો ચોક્કસ કહી શકું છું કે અમારી કિશોર વયની દીકરીઓને મજબૂત આધાર બનવા માટે અમે બંને અમારા વિખેરાઈ ગયેલા દાંપત્યજીવનને સુધારવા માટે ભરપ


